આગળ ના ભાગો માં મને ખૂબ સારો સપોર્ટ કરવા બદલ ધન્યવાદ
આગળ ના ભાગ માં આપડે જોયું કે હું માનવને બચાવ્યો
કે તરતજ તે ઝૂંમર મારા પગ પર પડે છે અને લોહી નીકળે છે હવે આગળ
*******************************
બધા મારી પાસે આવ્યા એટલે અમે બંને ઉભા થયા પણ મને લોહી નીકળતું હતું એટલે અલ્પા એ મને તેના ડ્રેસ માથી એક ટુકડો ફાડી ને પાટો બાંધી દીધો
પછી સહદેવે મને ટેકો આપી ઉભો કર્યો
મે માનવ ને કહ્યું"તું ઠીક છે ને"
માનવે કહ્યું"હા હું તો ઠીક છું પણ તું ઠીક છે ને આ તને લોહી નીકળે છે"
મે કહ્યું"હા હું બિલકુલ ઠીક છું આ તો ખાલી સહેજ લોહી નીકળ્યું એટલુજ"
કવિતા એ કહ્યું"આપડે હવે તે જાદુગર નો રૂમ ગોતવામાં જરા પણ મોડું ન કરવું જોઈએ"
અમે આગળ ચાલતા થયા
થોડા આગળ ગયા ને ન જાણે આગળ ક્યાંથી અવાજ આવ્યો
"તમે બધા અહીંથી જીવતા પાછા નહિ જાવ શું નામ છે તમારું"
મે કહ્યું"પેલા તારું નામ કે"
એટલે પછી અવાજ આવ્યો"જાદુગર પિંગલ હવે તું તારું નામ કે"
એટલે મે કહ્યું"દિવ્યેશ પટેલ"
તેને એક અટહાસ્ય કર્યું
એણે કહ્યું"એ છોકરીઓ તમારું શું નામ છે"
એટલે અલ્પા એ કહ્યું"અલ્પા પટેલ"
પછી મે એક પછી એક ના નામ જણાવ્યા અને એ અવાજ આવતો બંધ થઈ ગયો
અને અચાનક સામે ના રૂમ માંથી કોઈ નાનું બાળક રડતું હોય એવો અવાજ આવ્યો
એટલે બધા એક સાથે ચીસ પાડી ઉઠયા કવિતા અને શિવે ફરી મારા હાથ ફરીથી પકડી લીધા
અલ્પા એ કહ્યું"અરે છોડો દિવ્યેશને પગે લાગ્યુ છે ને તમે એણે વધારે હેરાન કરી છો"
એટલે મે અલ્પા ને કહ્યું" ના ના મને કાઈ નથી થયું ભલે તે હાથ પકડે"
મે એટલું કહ્યું ત્યાં કવિતા એ હાથ મૂકી દીધો
એટલે મે એને વધારે કાઈ ન પૂછ્યું પણ એક સ્મિત આપ્યું
પછી મે એને કહ્યું" કોઈ આવાજ પર ધ્યાન ન આપો આપડે ખાલી તે જાદુગર નો રૂમ ગોતવા નો છે આવો મારી પાછળ"પછી હું આગળ ચાલવા લાગ્યો
સહદેવને મે કહ્યું "તું બધા થી પાછળ ચાલ"
એણે કહ્યું"સારું ભઈલા"
મે કહ્યું"અલ્પા તું આ torch પકડ"
એણે torch પકડી ને કહ્યું"પણ તું જાશ ક્યાં એ તો કે"
એટલે મે કહ્યું"સામે ના રૂમ માં જો રૂમ ની બહાર કઈક જાદુગર ની નિશાની જેવું બનેલું છે મને લાગે છે તે રૂમ હોય શકે"
તેને મારા ખભા પર હાથ મૂક્યો અને કહ્યું"હા સો ટકા એ જ હશે"
એટલે પાછળ થી કવિતા આવી અને અલ્પા નો હાથ મારા ખભા પર થી હટાવતા કહ્યું કે "ભઈલા તે નાના બાળક ના રડવા નો અવાજ વધતોજ જાય છે એનું કઈક કર"
એટલે મે તેને કહ્યું"તું તે ના તરફ ધ્યાન ન આપ"
એટલી જ વાર માં તેમાં એક બીજો અવાજ પણ ભળ્યો કોઈ બાજુ ના જ રૂમ માંથી કોઈ વાયોલિન વગાડતું હોય એવો અવાજ આવવા લાગ્યો
એટલે અલ્પા એક દમ ગભરાઈ ગઈ એટલે એક દમ મને વળગી ગઈ એટલે હું પણ ડરી ગયો
બધા એક બીજા ને ગળે મળી ને ઉભા રહી ગયા પછી મે કહ્યું "ચાલો હવે આમ ડરવાથી કાઈ નહીં થાય"
પછી મેં બધા ને માંડ માંડ સમજાવ્યા પણ કોઈ તૈયાર ન થયું બધા ખૂબ ડરેલા હતા
પછી મને અચાનક યાદ આવ્યું કે અમે જ્યાં સુધી અગ્નિ દેવ ના રૂમ માં હતા ત્યાં સુધી કાઈ ન થયું પણ જેવા બહાર આવ્યા કે તરતજ મુશ્કેલી ઓ સરું થઈ ગઈ
એટલે હું બધા ને ત્યાં લઈ ગયો અમે જેવા અંદર દાખલ થયા બધા અવાજો બંધ થઈ ગયા એટલે મે એમને કહ્યું કે"આ રૂમ એકદમ સુરક્ષિત છે અહી તમે બેસો હું તે છળી અને પુસ્તક લઈ ને આવું છે"
એટલે અલ્પા એ કહ્યું"નહિ દિવ્યેશ હું તારી સાથે આવું છું"
સહદેવે કહ્યું"હા ભઈલા હું પણ આવું છું"
એટલી વાર માં કવિતા એ કહ્યું"હા ભઈલા હું પણ આવું છું"
એટલે મે કહ્યું"નહિ, સહદેવ તું નહિ તારે અહી બધા સાથે રોકવું પડશે"
એટલે સહદેવે કહ્યું"કાઈ વાંધો નહિ સંભાળી ને જજે અને કાઈ પણ કામ હોય તો મને ફોન કરજે"
મે અહ્યું"હા સહદેવ અનેઅલ્પા,કવિતા, ચાલો તમે બંને અને મે કહ્યું બંને મારી સાથે રહેજો"
એટલું કહી ને મે બંને ના હાથ પકડ્યા અને બહાર ચાલતો થયો
મારે એમ તો કોઈ ને સાથે લઈ જવા તો નહોતા
પણ મને થયું કે અલ્પા અમારી સાથે નહોતી એટલે મને થયું કે એ તો એમ પણ કાળા જાદુ નો શિકાર છે અને આના લીધે ક્યાંક કામ આવશે અને કવિતા નથી માનવા ની એ તો મને ખબર હતી કારણ કે તે મને નાનપણથી જ ખૂબ પ્રેમ કરતી ભલે તે મારી જેટલીજ ઉંમરની કારણ કે અમે બંને ટ્વિન્સ હતા પણ કોઈ કારણસર એની જન્મતારીખ થોડી આગળ લખાયેલી એટલે એ રીતે એ મારી નાની બહેન થઈ મને પણ મને પણ એની સાથે એટલોજ લગાવ
બહાર પહોંચતાં જ તે આવજો ફરી થી આવવા લાગ્યા
કવિતા એ મને કહ્યું"ભઈલા તારા થેલા માં એક પણ એવી વસ્તુ નથી જે આપણ ને આનાથી બચાવી શકે"
મને અચાનક યાદ આવ્યું એટલે મે થેલા માથી અગરબત્તી અને બાકસ કાઢ્યું અને તરતજ અગરબત્તી સળગાવી અને મે કહ્યુ" આઇ હોપ કે આનાથી કામ થઈ જાય"
પછી મે કહ્યું હવે મારો હાથ પકડી રાખજો
અમે આગળ વધી ને તે નિશાની વાળા રૂમ તરફ જતા હતા એટલે અલ્પા અને કવિતા નું ટેન્શન હળવું કરવાને માટે મે અલ્પા ને પૂછી નાખ્યું" અલ્પા તું ઘરે કેમ આવી હતી એતો કે મને"
અલ્પા એ કહ્યું"બસ એમજ એક ફ્રેન્ડ બીજા ફ્રેન્ડ ને મળવા ન આવી શકે"
કવિતા એ કહ્યું"પણ...રાત્રે"
અલ્પા એ કહ્યું"અરે કવિતા તને તો ખબર છે ને સવારે તો અમે બધા ગાયબ થઈ જઈએ છીએ અને આ વેકેશન હતું તેમ છતાં દિવ્યેશે મને ફોન ન કર્યો એટલે મને થોડી ચિંતા થઈ એટલે આવી ગઈ"
કવિતા એ મને ખભા પર ધીમે થી તાપલિ મારતા કહ્યું"તું આને ફોન કરશ"
મે કહ્યું"હા પણ એતો એનેજ કહ્યું છે ને કે વેકેશન માં કઈક પ્રોગ્રામ બનાવો તો મને કહેજો એટલે"
અલ્પા એ કવિતા ને કહ્યું"ઓય દિવ્યેશ મને ફોન કરે તો તને શું વાંધો છે"
કવિતા એ વળતો જવાબ આપ્યો"શું વાંધો છે એટલે શું તારા ફ્રેન્ડ કરતા મારો ભાઈ પહેલા છે"
મારું પૂરું ધ્યાન તો તે રૂમ પર જ હતું
અલ્પા એ કહ્યું" ઓય તો મે ક્યાં ના પાડી તને"
કવિતા એ કહ્યું"ભઈલા તું તો કઈક બોલ તે આને સાથેજ કેમ લીધી"
એટલે મે કહ્યું"બંધ થવાનું શું લેશો તમે બંને"
બંને ચૂપ થઈ ગયા એટલે મે કહ્યું"સામે જુઓ તે રૂમ માં ચાલો"
અમે ત્રણેય ચાલતા હતા અને અમે તે રૂમ માં પહોંચ્યા અને ત્યાં ઘણી બધી જાદુઈ વસ્તુ હતી જેમ કે જાદુગર ની ટોપી,કોટ જેવી ઘણી વસ્તુ એટલે નક્કી થયું કે આ એજ રૂમ છે મે કહ્યું "કવિતા કેટલા વાગ્યા છે"
કવિતા એ કહ્યું"અઢી"
મે કહ્યું "સમય નથી હવે જલ્દી થી તે પુસ્તક અને છળી ગોતો"
આટલી વાર માં મારું ધ્યાન અગરબત્તી તરફ ન રહ્યું ને તે ઓલવાય ગઈ હતી
તરતજ તે રૂમ નો દરવાજો બંધ થઈ ગયો
એટલે તરતજ હું બીજી અગરબત્તી સળગાવી રહ્યો હતો એટલે અલ્પા મારી મદદ કરી રહી હતી પણ જેવો હું દીવાસળી સળગાવી રહ્યો હતો કે તરત જ બારી માથી પવન આવતો અને અગરબતતી સળગે એ પહેલા દીવાસળી ઓલવાઈ જતી હતી"
એટલે બધું મૂકી ને હું ઉભો થયો અને કહ્યું"કાઈ ફાયદો નથી"
ક્રમશ: ..........
હવે આગળ શું થશે વિચારી ને મને comment ના માધ્યમ થી જણાવી શકો છો.