BABY.. - 1 in Gujarati Horror Stories by Chandresh Gondalia books and stories PDF | બેબી.. - 1

Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

Categories
Share

બેબી.. - 1

આજ ના આધુનિક યુગ માં ભૂતપ્રેત કે કાળીવિદ્યા હોતી નથી...એવું આપણે માનીએ છીએ , અને મિત્રો કે સગા - સંબંધીઓ સાથે પણ જયારે ચર્ચા- વિચારણા કરીયે ત્યારે પણ ભૂતપ્રેત ન હોવાનો દાવો કરીયે છીએ. પરંતુ હકીકત એ છે કે આપણા મનમાં થોડોઘણો ડર તો હોય જ છે કે ભૂતપ્રેત નું અસ્તિત્વ દુનિયા માં છે !... એનું કારણ એ છે , કે જો દુનિયામાં ભગવાન છે તો શેતાન પણ હોય શકે !. પણ જ્યાં સુધી આપણને પ્રત્યક્ષ અનુભવ ન થાય ત્યાં સુધી આપણે પોતાને દિલાસો આપતા રહીયે છીએ. આવી જ એક ઘટના મારા મિત્ર સાથે બની હતી.

આ વાત છે, મારા ઈન્ડસ્ટ્રીયાલીસ્ટ મિત્ર આકાશ મહેતા ની અને તેની વર્કર બેબી ની...!


આકાશ મહેતા (ઉંમર - ૩૦) મારો નાનપણનો મિત્ર છે. તેના પિતાની સુરત માં ટેક્સટાઇલ ફેબ્રિક્સ ની બહુ મોટી ફેક્ટરી છે. સ્વભાવે આકાશ શાંત અને દયાળુ તેમજ સાથે સાથે બુદ્ધિશાળી અને મહેનતુ છે. પિતાના ફેબ્રિક્સ બિઝનેસ સિવાય તેણે પોતાનો ગારમેન્ટ બિઝનેસ પણ શરુ કર્યો હતો.


પોતાનો બિઝનેસ વધતો જતો હોવાથી અને ધંધામા માં કોમ્પીટીશન વધતી જતી હોવાથી તેને સસ્તા મજૂરો લાવવાની ફરજ પડી. આથી પોતાને ત્યાં કામ કરતા લોકો ને તેણે નવા મજૂરો લાવવાનું કહ્યું. એક દિવસ તેને ત્યાં કામ કરતી સંગીતા નામની લેડીઝ પોતાની પાડોશી " બેબી " ને કામ કરવા માટે ત્યાં લાવી.આકાશે બેબી નો ઈન્ટરવ્યું લીધો. પોતે સિલાઈ કામ જાણતી હતી અને બે વર્ષ થી નાના-મોટા સિલાઈ ના કામ કરતી હતી, આથી આકાશે તેને કામ પર રાખી લીધી.


દેખાવે સાધારણ અને શરીરે સહેજ ભરાવદાર લાગતી બેબી મળતાવડા સ્વભાવની, મહેનતુ અને ડાહીં હતી. તેને ઘરમાં એક ૧. ૫ વર્ષનો પુત્ર હતો. પતિ ૨ વર્ષ અગાઉ એક એક્સિડેન્ટ માં મૃત્યુ પામ્યો હતો. અને ઘરમાં કોઈ બીજુ કમાવનાર ન હોવાથી ૨ મહિના અગાઉ પોતાનું ગુજરાન ચલાવવા બિહાર થી સુરત આવી હતી.


ધીમેધીમે બેબી પોતાની મહેનત અને ખંત થી દરેક કામ માં રસ દાખવવા લાગી. ગારમેન્ટ ના કટિંગ થી લઈને સ્ટિચિંગ , આયર્નિગ, અને પેકીંગ, દરેકમાં તેનું કામ બોલવા લાગ્યું. બધા સાથે આકાશ પણ તેના કામ થી ખુશ હતો. તેની કાબેલિયત જોઈને ધીરે ધીરે આકાશ પણ તેના પાર કામ ની જવાબદારી વધારતો ગયો.

એક દિવસ આકાશ જયારે મિલ નું કામ પતાવીને ઘર જઈ રહ્યો હતો, ત્યારે અચાનક મેનેજર નો ફોન આવ્યો અને કહ્યું ફેક્ટરીમાં કંઈક અજુગતું બની ગયું છે અને તેને ફેક્ટરીમાં ફટાફટ પહોંચવાનું કહ્યું. થોડીવાર તો આકાશ ને કઈ સમજાયું નહિ..પણ તેણે ફેક્ટરી તરફ ગાડી વાળી.


ફેક્ટરી પહોંચીને આકાશે જોયું તો ફેક્ટરી ની બહાર વર્કરો અને કર્મચારીઓનું ટોળું ઉભું હતું. અમુક લોકો ચિંતામાં હતા તો અમુક એ જાણવાની ફિકરમાં કે અંદર શું બનાવ બન્યો હતો !. ભીડ ને ચીરતો આકાશ સીધો પોતાના મેનેજર ની સાથે ગોડાઉન માં ગયો. જયારે તે અંદર પહોંચ્યો તો ત્યાં નું દ્રશ્ય જોઈને અચંબિત થઇ ગયો!. ગોડાઉન ની હાલત અત્યારે જોવા જેવી હતી..! બધો સામાન આમથી તેમ પડ્યો હતો , ટેબલ ,ખુરશીઓ તેમજ સ્ટિચિંગ મશીનો આમતેમ ફેંકી દેવામાં આવ્યા હોય તેવી રીતે પડ્યા હતા !. લાઈટો અને પંખાઓની સાથે પેકીંગ મટીરીઅલ્સ પણ તોડીફોડી નાખવામાં આવ્યું હતું !. થોડીવાર એને કઈ સમજ ના પડી. એ મેનેજર ને પૂછવાજ જતો હતો તેની પહેલા મેનેજર તેને આગળ લઇ ગયો.

વિખરાયેલા વાળમાં , અસ્તવ્યસ્ત અને ફાટેલા કપડામાં બેબી ગોડાઉન હોલ ની બરાબર વચ્ચે બેઠી હતી. તેની આંખો જુકેલી હતી , અને તે ધૂણી રહી હતી !. તેના મોઢામાંથી લોહી વહી રહ્યું હતું !. ગોડાઉન હાજર દરેક ના ચહેરા પર અત્યારે ભય દેખાતો હતો ! .


આકાશ થોડી વાર બેબી સામે જોઈ રહ્યો..તેને ગોડાઉન ની હાલત જોઈ ને બેબી પર ગુસ્સો આવી ગયો અને તે તેને ઠપકો આપવા આગળ વધતો જ હતો ત્યાંરે બધા વર્કરોએ આકાશને તેનાથી દૂર રહેવાનું કહ્યું !. આકાશે જયારે આ ઘટના વિશે પૂછ્યું તો સંગીતા એ જણાવ્યું કે આજ સવારથી બેબી કોઈ ની સાથે વાત કરી રહી ન હતી , અને સ્ટિચિંગ વખતે કપડાં બગાડી રહી હતી !. આથી એક લેડી એ જયારે તેને આમ ન કરવાનું કહ્યું તો તેણે( બેબી એ ) તેની ઉપર કાતર થી હુમલો કરી દીધો હતો !. અને તેને ગંભીર તો નહિ પણ ઘણી ઇજા પહોંચાડી હતી. વચ્ચે પડીને મામલો થાળે પાડવા જતા ચાર કર્મચારીઓ ને પણ તેણીએ ઘાયલ કરી દીધા હતા !. અને ત્યારબાદ બધો સમાન અને ગોડાઉન ની સંપત્તિ ને અસ્તવ્યસ્ત કરી ને નઝરો જુકાવીને બેઠી હતી. બધા તેની આસપાસ ઉભા હતા પણ કોઈ તેની પાસે જવા તૈયાર ન હતું. મેનેજર ના પુછવા પર આકાશે પોલિસ ને ઇન્ફોર્મ કરવાની ના પાડી.

પહેલા તો આકાશ પણ થોડો ડરી ગયો હતો. પણ પછી હિમ્મત કરીને તે બેબી પાસે ગયો. તેણે બે વખત બેબી ને બોલાવી...આકાશે હિન્દી માં સંબોધન કર્યું કારણ કે બેબી ને ગુજરાતી આવડતું ન હતું.....


આકાશ : બેબી....ક્યાં હુઆ ?


પણ બેબી એ કોઈ જવાબ આપ્યો નહિ , આથી તેણે પાછું પૂછ્યું.


આકાશ : બેબી....ક્યાં હુઆ...બેબી ?


પ્રથમ તો તે કઈ બોલી નહિ પણ આકાશે જયારે તેને હાથ લગાડ્યો તો તેણે આકાશ ની સામે જોયું...અને ઠંડી નું એક લખલખું આકાશના શરીર માંથી પસાર થઇ ગયું !. તેની આખો માં અજીબ ચમક હતી. લોહી તેની આંખો માં ઉતરી આવ્યું હતું. ત્યાં ઉભેલા સૌ કોઈ ની હાલત ખરાબ હતી. બેબી એ આકાશ નો હાથ પકડ્યો..અને તેની પકડ એટલી મજબૂત હતી કે આકાશ ને ખ્યાલ આવ્યો કે એક નોર્મલ સ્ત્રી માં આટલી તાકાત ન હોઈ શકે...! અને તેણે જોર થી ત્રાડ પાડી...


બેબી :...." મેં બેબી નહિ હું .....સંધ્યા હું સંધ્યા.....! "


આકાશે મહેસુસ કર્યું કે તેનો અવાજ અલગ( બેબી ના અવાજ કરતા ) હતો. તે અવાજ ના તો સ્ત્રી નો લાગતો હતો કે ના તો પુરુષ નો ! ...અવાજ એટલો ભયંકર અને મોટો હતો કે ત્યાં હાજર રહેલ લોકો માં ભાગદોડ મચી ગઈ . આકાશ ની હાલત અત્યારે સૌથી ખરાબ હતી કારણ કે તે બેબી ના હાથની પકડ છોડાવી શકે એવું તેને લાગતું ન હતું !. તેની સ્થિતિ અત્યારે કાપો તો લોહી ન નીકળે એવી હતી. પણ બધાના આશ્ચર્ય વચ્ચે પછી બેબી કઈ બોલી નહિ અને નીચું જોઈ ગઈ. આકાશ માટે આ અનુભવ અલગ હતો , કારણ કે નાનપણ થી અત્યાર સુધી તેણે પણ ભૂતપ્રેત વિશે માત્ર સાંભળ્યું જ હતું, પણ અનુભવ તે પહેલી વાર કરી રહ્યો હતો...આમાં ડર પણ હતો પણ જાણવાની બેતાબી કે બેબી શું બોલી રહી છે , આથી આકાશે હિમ્મત કરી ને ફરી પૂછ્યું,


આકાશ : બેબી....ક્યાં હુઆ ?


બેબી એ ફરી પોતાની નજરો ઊંચી કરી...અને દાંત કચકચાવી ને બોલી ,


બેબી : " મેંને બોલા ને મેરા નામ બેબી નહિ હે .....સંધ્યા હે સંધ્યા.....! "


આકાશે આ વખતે અલગ સંબોધન કર્યું.....


આકાશ : અચ્છા, સંધ્યા યહાં ક્યુ આયી હૈ ?

બેબી : મેરે પતિ કી મોત કા બદલા લેને આયી હું...!

બધા સ્તબ્ધ થઇ ગયા....! અમુક લોકો તો તેનું ફોન માં રેકોર્ડિંગ કરવા લાગ્યા હતા.


આકાશ : મોત કા બદલા ?


બેબી : હા મેરે પતિ કી મોત કા બદલા નહિ લેલેતી તબતક મુજે ચેન નહિ મિલેગા...!

આકાશે ફરી પૂછ્યું...


આકાશ : પર કિસ્સે બદલા લેના હૈ ?


બેબી : હરામખોર હૈ સબ.........સબ મરેંગે સાલે..!


આકાશ : પર કિસકી બાત કર રહી હો ?


બેબી : (જોર થી ત્રાડ પાડીને)....અરે મેરી નનદ , દેવર ઔર સાસ - સસુર....!


બધા લોકો હવે કુતુહલતાથી તેની વાત સાંભળવા લાગ્યા....આકાશ ને આમ તો ડર લાગી રહ્યો હતો પણ તેણે હિમ્મત ભેગી કરી ને આગળ પૂછ્યું ,


આકાશ : પર તુમારે પતિ કો વોહ લોગ કયો મારેંગે ?


બેબી થોડી વાર કઈ બોલી નહિ..પછી જોર જોર થી રડવા લાગી. ....


બેબી : ....ઉ..હું...હું...હું...હું...ઉ...હું..હું...હું...!

પછી જોર જોર થી હસવા લાગી..

બેબી : હા. ..હા. ..હા. ...હા. ..હા. ....


પછી પાછી રડવા લાગી....આ વખતે આકાશે અલગ સંબોધન કર્યું


આકાશ : સંધ્યા..તુમ્હારે પતિ કો વો લોગ ક્યુ મારેંગે ?


બેબી : ( રડતા - રડતા ) મારના તો વોહ લોગ મુજે ચાહતે થે પાર વોહ બિચમેં આ ગયે....!

...અને. ...આટલું બોલી ફરી જોરજોર થી રડવા લાગી.....


હવે આકાશ થોડો રિલેક્સ લાગતો હતો. તે આગળ પૂછવાજ જતો હતો ત્યા મેનેજરે ધીમેથી કહ્યું કે સર, આ ( બેબી ) નાટક કરે છે , હમણાં પોલીસ ને બોલાવો એટલે તેની શાન ઠેકાણે આવી જશે...! જવાબ માં આકાશે તેન આંખોના ઈશારા થી ઠપકો આપ્યો અને ચૂપ રહેવાનું જણાવ્યું.

ફરી તેણે બેબી સામે જોઈને કહ્યું.


આકાશ : સંધ્યા, ક્યાં હુઆ થા ? તુમે વોહ લોગ ક્યુ મારના ચાહતે થે ?


બેબી : દહેજ કે લિયે .....!


આટલું બોલી જોરજોર થી રડવા લાગી....


બેબી : મુજે ભી જિંદા જલા દિયા ઉન કમીનોને....ઔર...મેરે પેટ મેં પલ રહે.....!


પછી આગળ કઈ ના બોલી . પછી થોડી વાર ચૂપ રહી અને નજરો નીચે રાખી , આંખો ના ડોળા કાઢી ,મોટા-મોટા શ્વાસ લેવા લાગી...! અને હજુ આકાશ કઈ બોલે તે પહેલા જ તે ત્રાડ પાડીને બોલી..

બેબી : મરેંગે...સાલે સબકે સબ મરેંગે.....!....


આટલું બોલતા તેની આંખમાંથી લોહીના નાના આશુંઓ જમીન પર પડ્યા....ફરી તેણે આગળ ચલાવ્યું...


બેબી : રૂહ હું મેં....સતાયી હુઈ રૂહ...કિસીકો નહિ છોડેગી.....સબકો સાથ લેકે જાયેગી.....!


આ વાત તેણે આકાશ ની આંખ માં આંખ પોરવીને કહી...આકાશ ને હાલત ખરાબ થઇ ગઈ ....પછી અચાનક તેનું વર્તન બદલાઈ ગયું...અને શાંત પડી ગઈ ....અને ફરી બોલી....


બેબી : આપ શેઠજી હો ના. ...!?

આકાશ : અ.................હા....!


હા પાડતા પાડતા આકાશ ના કપાળ પર પરસેવો વળી ગયો...! બેબી એ ફરી આગળ ચલાવ્યુ....


બેબી : આપ શેઠજી હો ના....આપ તો અચ્છે આદમી હો....!


આકાશ ને થોડી રાહત થઈ. પછી આકાશે ગભરાતા ગભરાતા આગળ પૂછવાનું શરુ કર્યું....


આકાશ : તો ફિર તુમને બેબી કે શરીર મેં પ્રવેશ ક્યુ કિયા ?


બેબી : મેં (સંધ્યા ) કાલી ચૌદસ કે દિન સમશાન સે અંધેરે મેં ગુજર રહી થી, તબ યે ઔરત મુજે મીલ ગઈ...! ઇસકા શરીર ભી બહોત કમજોર થા ઇસલિયે મુજે પ્રવેશ કરને મેં કોઈ દિક્કત નહિ હુઈ....!


આવું બોલીને તે જોરજોર થી હસવા લાગી, અને આકાશ નો હાથ છોડી દીધો...ત્યારબાદ તે થોડી વાર માટે ચૂપ રહી..પછી....સ્ટાફ ના માણસો સામે જોઈ ને જોરથી ત્રાડ પાડી....


બેબી : સાલો...અક્કલ નહિ હૈ મહેમાન કો પાની નહિ પિલાતે હો...!


આખો સ્ટાફ જોતો રહી ગયો...આકાશે એક લેડીસ ને પાણી આપવાનું કહ્યું....તે લેડીસ એ પાણી નો ગ્લાસ ડરતા ડરતા બેબી ને આપ્યો. પાણી પીવાને બદલે બેબી એ ભરેલ ગ્લાસ તે લેડીસ ના માથા પર છુટો ફેક્યો...! સદનસીબે તે લેડીસ વહેલી જુકી ગઈ અને ગ્લાસ તેના માથા પર થી પસાર થઈ ગયો. બધા સાવધ થઇ ગયા. તે લેડી સામે ચીસ પાડીને બેબી બોલી....

બેબી : સાલી સુવર મહેમાન કો આધા ભરા ગ્લાસ દેતી હૈ....?!


તે લેડી સ્તબ્ધ થઇ ગઈ. થોડીવાર તેને કઈ સમજ ન પડી કે શું કરવું.. પછી આકાશે તેને ફરી ગ્લાસ લાવવાં કહ્યું. તે એટલા આઘાત માં હતી કે આકાશ ની વાત સમજી ના શકી...પણ સંગીતા સમજી ગઈ..આથી તે ગ્લાસ ભરીને લાવી... આ વખતે ગ્લાસ પુરેપુરો ભરેલો હતો..અને છલકાઈ રહ્યો હતો...આથી જયારે તેણે બેબી ને ગ્લાસ આપ્યો તો તેમાંથી થોડું પાણી બેબી ના હાથ પર પડ્યું...બેબી એ ગ્લાસ હાથ માં પકડીને મોંઢે માંડ્યો...પણ આગલીજ ક્ષણે તે ગ્લાસ સંગીતા ના મોં પર માર્યો...! ગ્લાસ સીધોજ સંગીતા ની આંખ ના નીચે વાગ્યો. પ્રહાર એટલો જોરદાર હતો કે સંગીતા પાછળ ની સાઈડ જોર થી પછડાઈ...! અને ભાગદોડ મચી ગઈ....! હજુ આકાશ કઈ સમજે તે પહેલા બેબી ઉભી થઈ ને સંગીતા પાસે આવી ગઈ અને તેનું ગળું પકડી લીધું....! અને જોર થી બોલી...


બેબી : સાલી નીચ...મહેમાન પર પાની ગીરાતી હૈ..?!...


આકાશ અને બીજા લોકો એ તેને છોડાવવાની કોશિશ કરી..પણ બેબી ની પકડ બહુ જ મજબૂત હતી. બિચારી સંગીતા ની હાલત સૌથી વધુ ખરાબ હતી....હજુ તો તેને વાગેલા ગ્લાસ નું દર્દ તે સમજે , તેની પહેલા તેની પર બીજો પ્રહાર થયો જે ગ્લાસ કરતા પણ વધુ જોરદાર હતો. મહામુસીબતે લોકો એ સંગીતા ને છોડાવી...જો જરા સરખી પણ વધારે વાર લાગત તો સંગીતા નું મૃત્યુ દમ ઘૂંટવાથી થઈ જાત....!


આકાશે બેબી ને શાંત પડવાનું કહ્યું અને માફી માંગી...


આકાશ : સંધ્યા(બેબી) ઉસે છોડ દો...ઉસકી તરફ સે મેં માફી માંગતા હું....!


ત્યારે બેબી શાંત થઈ અને પાછી પોતાની જગ્યાએ આવી ને બેસી ગઈ....! લોકો થોડા શાંત પડ્યા...આકાશ બેબી ને જોઈ રહ્યો હતો. તેના મેનેજરે ફરીથી આકાશ ને કહ્યું,


મેનેજર : સર હું , તમને પહેલા થી જ કહું છું કે આ નાટક કરે છે....પોલિસ ને બોલાવો ,એક ડંડો મારશે એટલે અક્કલ ઠેકાણે આવી જશે..!


આકાશે મેનેજર સામે જોયું....પછી તેને કહ્યું


આકાશ : ચૂપ...ઇડિયટ....તારી સલાહ માંગી...મેં..?!


મેનેજર ગભરાઈ ગયો અને બોલ્યો,


મેનેજર : નો સર....સોરી...!


આટલું બોલી તે પાછળ ખસી ગયો. લોકો તેને જોવા લાગ્યા. આકાશ તેને ખીજવાયો તેનું કારણ હતું કે આકાશ જયારે સંગીતા ને બેબી ની પકડ માંથી છોડાવવા ની કોશિશ કરી રહ્યો હતો , ત્યારે તેણે માર્ક કર્યું કે બેબી ની અંદર કોઈ બીજી તાકત હતી...નહિતર તે પોતે બોડી બિલ્ડર હતો અને બેબી કરતા ઘણો તાકાત વાળો હતો, તે પોતે અને બીજા ચાર લોકો પણ બેબી ની પકડ છોડાવી સકતા ન હતા...!

પછી આકાશ બેબી પાસે પાછો ગયો. તેણે ઈશારા થી પાછું પાણી લાવવાનું કહ્યું.... એક બીજી લેડી આ વખતે પાણી આપવા આવી. આકાશે આ વખતે ગ્લાસ તે લેડી પાસે થી લીધો અને બેબી ને આપ્યો...તેણે જોયું કે ગ્લાસ પુરેપુરો ભરેલો હોય અને બેબી પર તેનું ટીપું પણ ના પડે....બેબી નીચું મોઢું રાખીને બેઠી હતી.


આકાશ : સંધ્યા યે લો પાની....!


બેબીએ ગ્લાસ લીધો...પછી થોડી વાર તેની સામે જોયું... આકાશ સાવધ થઇ ગયો...કારણ કે સંગીતા ની જેમ બેબી તેને પણ ગ્લાસ મારી શકે અને પોતે બેબી થી એકદમ નજીક હતો...! પણ બેબી એ એક મિનિટ સુધી કઈ ના કર્યું પછી...ગ્લાસ ને ઢોળી દીધો....આથી આકાશે પૂછ્યું


આકાશ : ક્યાં હુઆ સંધ્યા ? પાની નહિ ચાહિયે ?


બેબી : ( નીચું મોઢું રાખીને ) નહિ.......!

આકાશ : તો ક્યાં ચાહિયે ?


બેબી એ કોઈ જવાબ ના આપ્યો...આમને આમ પાંચ મિનિટ પુરી થઈ ગઈ. આથી આકાશ તેની વધુ નજીક ગયો.

( વધુ આવતા અંકે - બેબી..! - ૨ માં )

ક્રમશ :