Social media sahaj jivan jivva na niyam in Gujarati Philosophy by Matangi Mankad Oza books and stories PDF | સોશ્યલ મીડિયા સહજ જીવન જીવવા ના નિયમ

Featured Books
  • મારા અનુભવો - ભાગ 19

    ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 19શિર્ષક:- ભદ્રેશ્વરલેખક:- શ્રી...

  • ફરે તે ફરફરે - 39

      નસીબમાં હોય તો જ  કહાની અટલા એપીસોડ પુરા  ક...

  • બોલો કોને કહીએ

    હમણાં એક મેરેજ કાઉન્સેલર ની પોસ્ટ વાંચી કે  આજે છોકરાં છોકરી...

  • ભાગવત રહસ્ય - 114

    ભાગવત રહસ્ય-૧૧૪   મનુષ્યમાં સ્વાર્થ બુદ્ધિ જાગે છે-ત્યારે તે...

  • ખજાનો - 81

    ઊંડો શ્વાસ લઈ જૉનીએ હિંમત દાખવી." જુઓ મિત્રો..! જો આપણે જ હિ...

Categories
Share

સોશ્યલ મીડિયા સહજ જીવન જીવવા ના નિયમ

જય વસાવડા મામા એ જે સરળ રીતે સોશ્યલ મીડિયા સાથે જીવન જીવવાની ટિપ્સ ગુજરાત સમાચારમાં તેમની કોલમમાં મૂકી છે તે જ ટિપ્સ સાથે મારી થોડી સમજણ ઉમેરીને વાત અહીં રજૂ કરું છું.(#MMO}

૧. વચ્ચે વચ્ચે હોય એવા દેખાવું. ઉંમર કે અણઆવડત કે ચહેરો કે મૂડ કાયમ છુપાવવા નહિ.
( મારી સમજણ - ક્યારેક ફિલ્ટર વગર જીવન જીવવું, મેકઅપ વગરનો ફોટો શેર કરવો, સફેદ વાળ સાથે શેર કરવો)

૨. જાત ભૂલી જઈએ એવા કોઈ માધ્યમવાચન કે લેખન, રમત કે સંગીત, ચિત્ર કે ધ્યાન, ફિલ્મ કે ફૂડ - બીજાને દેખાડવા નહિ, ખુદને સુધારવા પકડી રાખવા
(મારી સમજણ - કોઈ એવો શોખ કેળવવો જે જાતને શોધવામાં મદદ કરે અને લોકો ને ભૂલવામાં)

૩. બહુ ભૂતકાળ વાગોળવો નહી, સ્મરણોમાં ડૂબકી મરાય, ડૂબી ન જવાય. આગળ તરફ ધ્યાન રાખવું.
(મારી સમજણ- યાદોને જીવનનો ભાગ માનવો યાદોમાં જીવન ન શોધવું... ક્યારેક ભૂલવું પણ જરૂરી છે)

૪. નાનીનાની પ્રવૃત્તિઓમાં જાતને વ્યસ્ત રાખવી. વિચારવાયુ થવા ન દેવો.
(મારી સમજણ - હું વ્યસ્ત છું એ લોકોને સાબિતી આપવા નહીં પણ મસ્ત રહેવા વ્યસ્ત રહેવું)

૫. કોઈ બાબત અટકાવવાના વધુમાં વધુ પાંચ-સાત પ્રયાસ પૂરી નિષ્ઠાથી કરવા.
પણ પછી જીદે ચડવાને બદલે જતું કરી વહેવા દેવી ઘટનાને ડેમના દરવાજા ખોલીને. ઈશ્વરઈચ્છા.
(મારી સમજણ - દુનિયા સુધારવાનો ઠેકો તમારો નથી પ્રયત્ન કરો શકાય બદલાવ માટે એમને પણ દર વખતે બદલી શકાય પણ નહિ.)

૫. બહુ ભારેખમ શોબાજીના કપડાં જ સતત ન પહેરવા. જાતને બાળકના વિસ્મયવાળી રાખવી. મતલબ કેઝયુઅલ. ફોર્મલ નહીં.
(મારી સમજણ- વજન થી દબાઈ ન જવું પછી એ દેખાડાનો જ કેમ ન હોય)

૬. સફેદને કાળા જેવા ડલ રંગોનો અતિરેક ટાળવો. આસપાસ વસ્ત્રોે હોય કે દીવાલો રંગીન રાખવી. બ્રાઈટ, વાયબ્રન્ટ કલર્સ.(મારી સમજણ- આપણી આસપાસ જે રંગ હોય એની અસર આપણા સ્વભાવ અને વિચારો પર પણ પડતી હોય છે માટે હંમેશા રંગો નો ઉપયોગ ભરપૂર કરવો.)

૭. બધું ખાવું પણ વચ્ચે વચ્ચે સાવ ન ખાવું. અને મોટે ભાગે ઘરનું ખાવું
(મારી સમજણ- ખોરાક ને જીવનનો ભાગ રહેવા દેવો, જીવવા ખાવું- ખાવા જીવવું નહીં)

૮. ચાલવું, કીપ વોકિંગ. એવરીડે. બહાર નીકળીને.
(મારી સમજણ- ઘરની બહાર નીકળવાથી તાજગી આવે છે)

૯. ઘર કે બહાર પીળી ઉદાસ લાઈટ્સ વચ્ચે રહેવાનું ટાળવું. સફેદ ટયુબલાઈટ ને વ્હાઈટ એલઈડી બેસ્ટ.
(મારી સમજણ- આપણા સ્વભાવ ને ઘણી જ વસ્તુઓ અસર કરતી હોય છે.)

૧૦. એકલા એકલા ન આવડે તો ય નાચવું, ગાવું ને ફરવા નીકળવું કંપની ખુદની.
(મારી સમજણ - શ્રેષ્ઠ સાથી પોતે જ પોતાનો હોય છે.)

૧૧. અકરાંતિયાની જેમ નહિ, પણ હેવ ગુડ સ્ટ્રેસ ફ્રી લવેબલ સેક્સ. હાર્ટ, બ્રેઈન સ્ટ્રોક, કેન્સર જેવા અનેક રોગોનું એક કારણ ખાડે પડેલી સેક્સલાઈફની અરસિકતા છે. એ ય એક હોર્મોન થેરેપી છે.
(મારી સમજણ - સેક્સ જીવન જીવવા માટે નો એક જરૂરી ભાગ છે જેમ ખોરાક જરૂરી છે તેમ)

૧૨. વ્યસનોના ગુલામ ન જ થવું. અતિની ગતિ નહીં.
(મારી સમજણ- કોઈ નું પણ ગુલામ થવું નહીં ખુદ જ રાજા ખુદ જ પ્રજા)

૧૩. નાના ભૂલકાંઓ સાથે કાયમ રમવું. પપીઝ પણ ચાલે.
(મારી સમજણ- બાળકો નિદોર્ષ હોય છે , પ્રાણી વફાદાર હોય છે એટલે હકારાત્મક વાઈબ્સ આવે છે.)

૧૪. બહુ મોટી નહિ, પણ આગળ કશુંક કરવાની યાદી બનાવતા જવી જેથી એ સપના પુરા કરવામાં ચિત્ત ચોંટે.
(મારી સમજણ- જીવન જીવો છો તો એવું કંઇક કરો કે ન હો ત્યારે લોકો તમને યાદ કરે)

૧૪. ઘરમાં ઝાઝી દલીલ કરવી નહિ. બૂમબરાડા પાડી પછી વાત ભૂલી જવી. ભલે સાચા હોઈએ ને નમતું જોખવું પડે. જીવો ને જીવવા દો. માન ને સ્પેસ, આપો એટલ સામા મળે
(મારી સમજણ- ઘરનાં લોકો પહેલાં તમને સાથ આપશે એ ક્યારેય ન ભૂલવું અને એક બીજા ના જીવનમાં બિન જરૂરી ડખલ કરવી નહીં)

૧૫. પ્રકૃતિના ખોળે રહેવું. ખેતીબાગાયતીપશુપાલન ન કરો તો ય રાત કે દિવસ મૌન રહી નેચર માણવાનું વ્રત લેવું
( મારી સમજણ - પોતાના માટે સમય કાઢવો જરૂરી છે)
૧૬. મોબાઈલમાં કોલ કે મેસેજ આપણી ફુરસદે જ લેવાવાંચવા. ને જજમેન્ટલ લોકોને ગાંઠવા જ નહિ.
(મારી સમજણ- અત્યારે ને અત્યારે જવાબ દેવો જરૂરી નથી. કોઈ એવું કાર્ય નહીં હોય કે જે તમે ન હો તો ન બને )

આટલું જ ધ્યાન રાખશો તો સોશ્યલ મીડિયામાં બહુ જ વાસ્તવિક બની જાતને તકલીફ આપ્યા વગર જીવી શકશો. {#માતંગી}