Pret Yonini Prit...PremVasna Series-3 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | પ્રેત યોનિની પ્રીત... - 1

Featured Books
Categories
Share

પ્રેત યોનિની પ્રીત... - 1

પ્રેત યોનિની પ્રીત...
પ્રકરણ: 1
મેઘમંડળ અવિરત ઘેરાઈને વરસી રહેલો. અનરાધાર સતત વરસતો મેહુલો શાંત થવાનું નામ નહોતો લેતો. નભમાં વાદળોનો ગડગડાટ વાતાવરણને વધુ ભયાનક બનાવી રહેલો. કુદરતનાં અફાટ સામ્રાજ્યમાં ક્યાંય બીજી ચહલ પહલ નહોતી. બસ વરસી રહેલો વરસાદ જ પોતાની તાન છેડી રહેલો..કુદરતનું આ ડરાવણુ છતાં અદભુત દ્રશ્ય હતું..કલ્પનાથી પર હતું..
ચારો તરફ લીલી વનરાજી,પહાડ,ડુંગરા,ઝરણાં, અને નદીઓનું જાણે સામ્રાજ્ય હતું. 400..500 કિમિ.નાં વિસ્તારમાં લીલી લીલી શ્રુષ્ટિ સિવાય કંઈજ નહોતું. આ જંગલની વચ્ચે વચ્ચ આ માઁ માયાનું માયાવી મંદિર..
નામ કરતાં પણ વધુ માયાવી આ મંદિર હતું. શેષનાગ ટેકરીની આગોશમાં માઁ માયાનું મંદિર..કહેવાયુ શેષનાગ ટેકરી..પણ ઊંચા પહાડને આંટી મારે એવી એની બાજુમાં મોટા મોટા વૃક્ષોની હારમાળા સર્જાઈ હતી. ધોળે દિવસે અંધારું રહે એટલી વનરાજી. અસંખ્ય હિસંક અને ઝેરી જીવોનો કાયમી નિવાસ..દર બે ફૂટે ફરતા ઝેરી નાગ સાંપ અજગર બિનદાસ ફરી રહેલાં દેખાઈ રહયાં છે.
મોટા મોટા ચારો તરફ ફેલાયેલાં વડનાં વૃક્ષો એટલી મોટી મોટી વડવાઈઓ કે એની જાળમાંથી પસાર થવું ખૂબ કઠિન..એક ઇંચ આગળ વધી ના શકાય.
માઁ માયા મંદિરની વિશેષતા એ હતી કે ત્યાં વરસમાં એકજ દિવસ પ્રવેશ શક્ય બને છે. અને એ પણ માત્ર મહાશિવરાત્રિનાં દિવસે જ... બારેમાસ મંદિરનાં પ્રાંગણમાં અને પ્રવેશની આગળ નદીનાં પાણી ભરાયેલાં જ હોય. માથોડાબંધ પાણી અને ભયંકર જળચર પ્રાણીઓની હાજરી. ઉપરથી ભયાનક દેખાતી વડવાઈઓ જાણે દરવાજો બની આડશ કરી દે છે.બધું જ બંધ...પરંતુ......
જેવી મહાશિવરાત્રિ નજીક આવે અને અગિયારસથી જ વડવાઈઓ જાણે ધીમે ધીમે સંકેલાવા માંડે... શિવરાત્રિનાં દિવસે રાત્રી સુધીમાં સ્પષ્ટ રસ્તો દેખાય...મધ્ય રાત્રી સુધીમાં નદીનાં જળ બન્ને બાજુ વહેંચાઈ જાય રસ્તો સરળ દેખાય આવા વિજ્ઞાન કાળમાં આ અજાયબી દર વર્ષે દેખાય છે હયાત છે. લોકોની નજરે જોયેલી હકીકત છે જે આ ભેદને હજી સુધી કોઈ ભેદી નથી શક્યું. વિજ્ઞાનકાળમાં ચમત્કાર છે.
માઁ માયાનાં મંદિરનો વિસ્તાર જે પાછળનો ભાગ ખૂબ વિશાળ છે જે કોઈ કલ્પનામાં ના આવે એવો પ્રવેશ અને પછી નવીજ દુનિયાનો નજારો...
પ્રવેશ કરી આગળ વધ્યા પછી ઊંચા નીચા રસ્તાની પગદંડી આજુબાજુ વાંસ, કદમ, આંબા, સાગ, સીસમ, વગેરે બહુમૂલ્ય વૃક્ષો..જાતજાતના વેલાં વેલીઓ ક્ષુપ્રો આયુર્વેદ ઔષધિઓનો ભંડાર જેમ જેમ આગળ વધો એમ એમ ધીમો ધીમો પ્રકાશ વધતો જાય અને એકાદ કિમિ ચાલ્યા પછી વિશાળ મેદાની પ્રદેશ દેખાય.ત્યાં સામે ઊંચા બે પર્વત સાથે સાથે જાણે માઁ મહાદેવ સાક્ષાત ઉભા છે.તળેટીમાં માઁ માયાનું મંદિર..બાજુમાં જૂનો કોતરણીવાળી બાંધણી વાળો ચબૂતરો..અને નીચે ગુફા જેવી જગ્યા.
મંદિરની આસપાસ ફ્લફુલોના છોડ વૃક્ષો એની બાજુમાં પથ્થરની બનેલી બે મઢુંલી દેખાય છે. એમાં પ્રવેશ ક્યાંથી થાય ખબર જ ના પડે.બધું જ જાણે માયાવી લાગે.ભલભલાના હૈયા બેસી જાય એવી ભયાનક શાંતિ..નસીબ હોય તો પરોઢે પંખીઓના અવાજ સાંભળવા મળે. અગિયારસથી અમાસ અને પૂનમ સુધી વૈદિક ઋચાઓ અને શ્લોકોનો અવાજ કોઈ બુલંદ પહાડી અવાજે સંભળાય...
મંદિરમાં ખબર નહીં વર્ષો કે સદીઓ વીતી ગઈ..એક અઘોરીબાબા રહે છે.અઘોરનાથ. મોટા લાંબા બરછટ વાળ, અંબોડી, લાંબી દાઢી મૂછ.વિશાળ ભાલ પ્રદેશ..મોટી મોટી આંખો જાણે વિશાળ સાગર ઉમટતો.. ઊંચું મજબૂત પહાડી કદ મસલદાર ભુજાઓ ગળા ,હાથ પગમાં નાના મોટા રુદ્રાક્ષની માળાઓ અને હાથમાં મોટો ચિપીયો. અંગણમાં મોટા અષ્ટકોણ હવનયજ્ઞ કુંડ.જેમાં વર્ષોથી હવન અગ્નિ સતત પ્રજ્વલિત છે ક્યારેય શમ્યો નથી.અને એમાં હવનયજ્ઞ ચાલુ જ હિય છે એમાં અનેકવિધ આહુતિઓ અપાતી હોય છે.
કોઈએ ક્યારેય જોઈ ના હોય એવી વેશભૂષા ડિલ પર મોટી જાડાદોરાની જુનોઈ કેડે વ્યાઘચર્મ આખા શરીરે ભભૂત ભસ્મ લગાડેલી હોય..હાડ થીજવતી ઠંડી કે ગરમી વરસાદ બસ આજ દેખાવ...
મહાશિવરાત્રીએ અહીં અનેક શ્રદ્ધાળુઓ આવે ત્યારે મોટાં મેળા જેવું દેખાય. અઘોરીજી ની ઈચ્છા હોય તોજ પાંચ દિવસનો મેળો ભરાય નહીંતર અમાસનો જ દિવસ મેળો ભરાય.એમની મરજી વિરુદ્ધ કોઈ ત્યાં કંઈ કરી ન શકે ના રહી શકે.અને હુકમનું ઉલ્લંઘન થાય તો જીવથી જાય એટલો કડપ અને ભય.
શિવરાત્રિના દિવસે લોકો પોતપોતાની ઈચ્છાપૂર્તિ કરવા એમનાં આશીર્વાદ લેવાં અને સંકટ નિવારણ માટે આવે અને અઘોરીજીની કૃપા થાય તો માલા માલ પણ થઈ જવાય.
માઁ માયાનું આમકદ સ્વરૂપ એટલી મોહમયી અને રહસ્ય મૂર્તિ જે પથ્થરમાંથી કંડારેલી હતી...પણ એવી કંડારેલી અને પ્રાણપ્રતિષ્ઠા એવી થયેલી કે માઁ સાક્ષાત ઉભી છે.અહીં એ સાક્ષાત વસે છે..સહુને ખૂબ શ્રદ્ધા છે કે અહીં ધરતી પર પગ મુકો માઁ નો એહસાસ થાય જ. અઘોરનાથજી એ એમને સાક્ષાતકાર કરી લીધો છે સદાય એમની સાથે વાતો કરે વરદાન મેળવે છે. અહીં જીવંત અને ધબકતી ધરતી છે.
અઘોરનાથબાબા અહીં કેટલાં વર્ષોથી છે કોઈને ખબર નથી..કોઈ કહે 50 વરસથી કોઈ 100 વરસ ઉપર કોઈ કહે આતો અશ્વસ્થામાં જ છે અહીંના જંગલોમાં તપસ્યા કરે છે..જેટલાં મોં એટલી વાતો..કોઈ કહે પર કાયા પ્રવેશ સિદ્ધિ છે.આત્માઓને બોલાવે છે સિદ્ધહસ્ત યોગી છે.કોઈનેય સાથે રાખતા નથી.નથી કોઈ ચેલો ના શિષ્ય ..એકલાજ રહે છે કોઈને રોકવા દેતા નથી..કોઈની કંઈ વિધિ હોય સિદ્ધ કરવાનું હોય તોજ રહેવા સંમતિ આપે. મંજૂરી વિના કોઈ રહી શકે નહીં.
માઁ નાં મંદિરમાં રહેલો વિશાળ હવનકુંડનો અગ્નિ કદી શાંત થતો નથી અવિરત અગ્નિ પ્રજ્વલિત રહે છે. સનારાધાર મુશળધાર વરસાદ કુંડ ઉપર વરસી શકતો નથી નજરે જોનારાએ નજરોનજર જોયું છે. અઘોરીજી ફળ, કંદમૂળ, પાન, અને જળ પર જીવે છે ક્યારેક લાવનારા ઘી દૂધ માખણ આપી જાય છે.તો ક્યારેક મહિનાઓ સુધી ખોરાક શું જળ શુદ્ધા લેતાં નથી.લોકો તરેહ તરેહની વાતો કરી રહસ્ય વધું ઘેરું બનાવે છે.
ડાંગ આહવાના જગલોની મધ્યમાં આવેલા આ મંદિરની વાતો અચરજ પમાડે એવી છે.એમાં રહેતા અઘોરીનાથ એક રહસ્યમય અજુબા છે....હવે. મહાશિવરાત્રિ નજીક આવી રહી છે..........
***********
શેષનાગ ટેકરીનો ઢાળ ઉતારતાં જ બધા અવાજ વધવા લાગ્યાં. શ્રધ્ધાળુઓનું આગમન ચાલુ થઈ ગયું હતું. આ તહેવાર સમયે સેવક અને ગાઈડ બની સેવા આપતાં અજિત, વિરબાળા, નીરજ, ગોકર્ણ.. બધાં આવનાર શ્રધ્ધાળુઓને રસ્તો બતાવતાં હતાં તેઓને જરૂરિયાત મુજબ પાણી જમવાનું અને ફળો આપતાં હતાં. આવનાર માનવ મહોરામણ મેળામાં ફેરવાઈ ગયો હતો. જેની પાસે જે સાધન હોય એ લઈને .બાઈક, સ્કૂટર, ટ્રેક્ટર ટ્રોલી ,ટેમ્પા, કાર , બળદગાડામાં કોઈ ઘોડા પર બાકીના પગપાળા આવી રહ્યાં હતાં. શેષનાગ ટેકરીની તળેટી સુધી બધા આવી ગયાં હતા. હવે બધાએ ફરજીયાત પગપાળા ચાલતા ટેકરી ચઢવાની હતી .અહીંથી કોઈ સાધન શું બુટ ચપ્પલ શ્રીપલ પણ પહેરવાની મનાઈ હતી ખુલ્લા પગે પગપાળા જ જવાનું એવું માહત્મ્ય હતું જો નિયમ તૂટે ભૂલ થાય તો માઁ સજા શ્રાપ આપે બાબાના ક્રોધનો ભોગ બનવું પડે એટલે બધાં સજાગ હતાં તળેટીમાં જ બધુ મૂકી ઉપર આવતા.કોઈની એક ચીજ ત્યાંથી આઘીપછી પણ નથી થતી હોતી..એવી માન્યતા હતી.
લપસણી ટેકરીના રસ્તા સાચવીને ચાલવાના હતા.એકબીજાનો હાથ પકડી સહુ ચાલતા.આવા સમયે સરીશરૃપ સાપ નાગ બીજા પ્રાણીઓ દેખા નહોતા દેતા બધા આ સમયે ટેકરી અને મંદિરથી દૂર રહેતા.બધા સુરક્ષિત રહેતાં એમની શ્રદ્ધાનું રક્ષા કવચ જ હતું. અત્યારે લગભગ 400..500 માણસો આવી રહેલાં. સાંજ પહેલાં દર્શન કરી પાછા વળી જનારા વિશેષ ઉતાવળમાં હતાં. મધ્યરાત્રિથી બીજા દિવસ સુધી રોકાનારા ની લાઇન જુદી કરાવી હતી. અજિતે પોર્ટેબલ માઇક દ્વારા બધી જાહેરાત કરી..બધાને એલર્ટ કર્યા સાંજ થાય અંધારું થાય પહેલા બધાએ ઉપર પહોંચી જવું. ગામ ગામ શહેર શહેરથી લોકો આવેલા. અગાઉ આવી ગયેલા શાંત હતાં પણ શહેરથી આવેલા થોડા ભયમાં હતાં. 50 થઈ 60 શ્રધ્ધાળુ હવનયજ્ઞમાં ભાગ લેવાના હતાં. જે પુરી તૈયારી સાથે આવેલાં.
આ બધી ટુકડીમાં વ્યારાથી આવેલો માનસ એકધારો કોઈ વિચારો અને સંકેતો ભણતો પગદંડી પર ચાલી રહેલો... પાછળ સ્ત્રીઓ અને છોકરીઓનાં ઝુંડમાં કોઈ કંઇક કૌતુક જોવાનાં ઇરાદે આવી હતી..આમ કાફલો ટેકરી આખી ચઢી ગયો..ઉપરનું દ્રશ્ય જોઈ બધાનાં હાંજા ગગડી ગયા.....
વધુ આવતા અંકે.....પ્રકરણ 2.