તેમનું નામ જલ્પાબેન કેતનભાઈ પટેલ
ગામ રાજકોટ
કામ સમાજ સેવક રિધમ રિયલ એસ્ટેટ ના સંચાલક
આ બેન છેલ્લા દસ વર્ષ થી નિયમિત રીતે રાજકોટ ની સિવિલ હોસ્પિટલ માં દર શનિવાર ના દિવસે ભોજન બનાવી ગરમ ભોજન હોસ્પિટલ ના દર્દીઓ ને જમાડે છૅ આ કામ શરુ કરતી વખતે તે એકલા હતા પણ આજે તે એકલા નથી તેમની પાસે આજે લગભગ પચીસ થી ત્રીસ સમાજ સેવકો ની આખી ટીમ છૅ તેમાં મહિલા પુરુષ કોલેજ માં ભણતા યુવાનો સિનિયર સીટીઝન એમ બધા પ્રકાર ના લોકો સામેલ છૅ આજે તેઓ દર શનિવાર ના દિવસે લગભગ ચારસો જેટલા લોકો ને જમાડે છૅ આ ચારસો લોકો માં રાજકોટ સિવીલ હોસ્પિટલ ના દર્દીઓ ઉપરાંત રસ્તા પર રહેતા ભિક્ષુક અપંગ અને મંદ બુદ્ધિ ના લોકો વગેરે સામેલ છૅ તે આ કામગીરી ને ફેસબુક લાઈવ દ્વારા દેખાડે છે આ કામગીરી માટે નાણાં ની વ્યવસ્થા પણ તેમની કામગીરી ની પારદર્શકતા જોઈ ને લોકો દ્વારા મળતી મદદ થી થઇ જાય છે ક્યારેક તે પોતાના ખર્ચે પણ સેવા ના વિવિધ કર્યો કરે છૅ તેમની ટીમ દ્વારા થતા અન્ય સેવા કાર્યો માં નિયમિત રક્તદાન રોડ પર રહેનારા લોકો ને ધાબળા અને કપડાં નું વિતરણ રોડ પર રેહનારા વૃદ્વ નિરાશ્રિત માનસિક અસ્થિર કે અપંગ લોકો ને થોડા દિવસે નિયમિત સ્નાન કરાવવા નું કામ તેમ જ ગરીબ લોકો જો ગંભીર રીતે બીમાર પડે તો તેમની સહાય માટે નાણાં ની વ્યવસ્થા જેવા અનેક સેવાકીય કાર્યો તેમની ટીમ કરે છૅ તેમની સંસ્થા નું નામ સાથી છૅ તેમની સેવા માંથી પ્રેરણા લઇ ને અમદાવાદ માં પણ સંગીતાબેન પટેલ અને તેમના સાથી લોકો એ રોડ પર રહેતા નિરાશ્રીત લોકો ના વાળ કાપી દાઢી કરી તેમને સ્નાન કરાવવા નું કામ શરુ કર્યું છૅ
સમગ્ર ગુજરાત ની રોડ પર રહેતી મહિલાઓ સાથે કોઈ અયોગ્ય કે ખરાબ ઘટના ના બને તે માટે સાથી નામ ની આ સંસ્થા એ મેહસાણા પાસે એક નવો મહિલા આશ્રમ
પણ બનાવેલ છૅ તેમાં અનેક નિરાશ્રીત મહિલાઓ ને આશ્રય મળશે તો સલામ છૅ આ સંસ્થા ની નિસ્વાર્થ સેવા ની કામગીરી ne.
આવું જ સેવા નું કામ રાજકોટ નું બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ પણ કરે છૅ તે જરૂરિયાત મંદ લોકો ને નિઃશુલ્ક ભોજન પૂરું પાડે છૅ તમે રોડ પર કોઈ ભૂખ્યા લોકો ને જોવો તો તમારે ટ્રસ્ટ ના નંબર પર ફોન કરી ને સ્થાન ની માહિતી આપશો તો ભૂખ્યા ને ભોજન મળી જશે
આવી જ સેવા ની કામગીરી જૂનાગઢ નું બાબા મિત્ર મંડળ કરે છૅ તેના પ્રમુખ શ્રી નિલેશભાઇ માળી છૅ તે જૂનાગઢ માં હરતું ફરતું નિઃશુલ્ક ભોજનાલય ચલાવે છે અને એકલા રહેતા વૃદ્ધ અને અશક્ત લોકો ને માત્ર દસ રૂપિયા માં ગરમ ભોજન નું ટિફિન ઘર સુધી પહોંચી જાય છે આ ટ્રસ્ટ રોડ પર ના કુતરાઓ ને દરરોજ બિસ્કિટ ખવડાવે છે અને શિયાળા માં રોડ પર રહેતા લોકો ને ધાબળા વિતરણ ઉનાળા માં જૂનાગઢ ના વિવિધ માર્ગ પર નિઃશુલ્ક પાણી ના પરબ શરુ કરવા નવરાત્રી માં જૂનાગઢ ના બધા જ ગરબી મંડળ ની બાળાઓ ને એક દિવસ જમાડવી મહા શિવરાત્રી ના મેળા વખતે ભવનાથ માં અન્ન ક્ષેત્ર ચલાવવા જેવી અનેક સેવા આ સંસ્થા પણ છેલ્લા પંદર વર્ષ થી કરે છે તેમની નિઃશુલ્ક ભોજન રીક્ષા માંથી મળતા ભોજન નો. લાભ જૂનાગઢ ના બસ સ્ટેન્ડ રેલવે સ્ટેશન અને રોડ પર રહેતા અનેક નિરાશ્રિત લોકો દરરોજ સાંજે લે છે અને કુતરા દરરોજ સવારે બિસ્કિટ ખાય છે
જલ્પા બેન મોબાઈલ નંબર =9909390909
બાબા મિત્ર મંડળ =9426168296
બોલબાલા ટ્રસ્ટ મોબાઈલ નંબર =09377442044