કોઇ પણ મહાન કાર્યને અંજામ આપવા માટે હીંમત, સાહસ, શૌર્યથી પડકારોનો સામનો કરવો પડતો હોય છે, આવા પળકારોનો સામનો કરવાની શક્તી પણ ઇચ્છાશક્તીમાથીજ ઉત્પન્ન થતી હોય છે. દા.ત.તમને ચાલતી બસેથી કુદવાનુ કહેવામા આવે તો તમે નહીંજ કુદો પણ જો એ બસની બ્રેક ફેઇલ થઇ ગઇ હોય, ઉપરથી તેમા આગ પણ લાગી હોય અને બચવાનો કોઇ રસ્તોજ ન હોય તો કદાચ પોતાનો જીવ બચાવવા માટે સૌથી પહેલા તમેજ કુદવાના હતા ખરૂને !! તો અહી ચાલતી બસે કુદવાની હીંમત તમારામા ક્યાંથી આવી ? તમે તમારા જીવનને બચાવવા ઇચ્છતા હતા એટલેજને !
આમ દરેક પ્રકારના અશક્ય લાગતા કે પળકારજનક કામ કરવાની હીંમત દરેક વ્યક્તીમા હોયજ છે પણ શરત માત્ર એટલીજ હોય છે કે માણસ તે કામ કરી બતાવાની ઇચ્છા પ્રગટ કરે. આવી પ્રબળ ઇચ્છા ધરાવતો વ્યક્તી પોતાના કામમા સફળતા પ્રાપ્ત કરીનેજ રહેતો હોય છે.
મે ઘણી વખત ઇંન્ટરનેટ પર જોયુ છે કે જંગલમા જ્યારે ભેંસના ટોળા પર સીંહ હુમલો કરી તેના બચ્ચાને પકળી લે છે ત્યારે તેની માતા પોતાના બચ્ચાને બચાવવા ખુબ ભાવુક બની જતી હોય છે. આવી ભાવુકતાના આવેશમા આવી તે ખુબ પરાક્રમી બનીને કોઇએ વિચાર્યુ પણ ના હોય એ રીતે લળત આપી પોતાના બચ્ચાને સીંહના પંજામાથી પણ છોળાવી બતાવતી હોય છે. જો સામાન્ય એવી ભેંસ પણ કોઇનો જીવ બચાવવા કાળમુખા સીંહ સાથે બાથ ભીળી શકતી હોય તો આપણે બધાતો માણસ છીએ, એક માણસ તરીકે આપણે પોતાનીજ જીંદગીને ગરીબી, નિશ્ફળતા, અને નકારાત્મકતાના રાક્ષસથીતો બચાવીજ શકીએને !! શું આપણે એટલીય ઇચ્છા ન કરી શકીએ ?
આપણી પાછળ કોઇ જંગલી જનાવર કે હડકાયુ કુતરુ પડ્યુ હોય ત્યારે આપણે બધા કેવા જીવ બચાવવા ૪૦-૫૦ કી.મી.ની જડપે દોળવા લાગતા હોઇએ છે ? અરે ! ક્યારેકતો આપણી ઉંચાઇ કરતા પણ મોટી વંડીઓને ઠેકી જતા હોઇએ છીએ ! તો આવી ઉંચી ઉંચી દિવાલો ઠેકવાની કે ચીત્તા જેવી જડપે દોળવાની ક્ષમતા આપણામા ક્યાંથી આવી જાય છે? આપણે આવી દિવાલો ઠેકી શક્યા તે બાબતજ દર્શાવે છે કે આપણામા તેમ કરવાની શક્તી રહેલીજ છે....જો આવી શક્તીઓ આપણામા છુપાયેલીજ હોય તો પછી શા માટે આપણે તેને જાગૃત કરી કરોડપતી બની પોતાના જીવનને સુખી નથી બનાવી જતા ?? ક્યારેય આવો વિચાર આવ્યો છે ?
આમ વિશ્વના દરેક જીવમા મોટામા મોટી સમસ્યાઓ, પડકારોનો સામનો કરવાની છુપી શક્તીઓ પડેલી હોયજ છે, આ શક્તીઓ જયાં સુધી સુશુપ્ત અવસ્થામા હોય છે ત્યાં સુધી તે વ્યક્તી સામાન્ય જીવન જીવતો હોય છે પણ જેવી તે જાગૃત થઇ પડતી હોય છે કે તરતજ સજીવ શૌર્યથી ભરપુર બની પોતાનાથી પણ મોટી તાકતોને હરાવી બતાવતો હોય છે. પણ હવે સવાલ એ થાય છે કે આવી અદ્ભુત શક્તીઓને જગાવવી કેવી રીતે ? તો તેનો જવાબ છે ઇચ્છા ભાવુકતા. એટલેકે જ્યારે વ્યક્તી કોઇ કામ કરી બતાવવાની ઇચ્છ કરશે અને તે કામ સાથે લાગણીથી જોળાઇ જશે ત્યારે તેની શક્તીઓમા ઘોડાપુર આવશે અને ક્યારેય જોવા ન મળી હોય તેવી વિરલ સફળતા તે પ્રાપ્ત કરી બતાવશે.
જો માત્ર એક ઇચ્છામા આટલી શક્તી હોય તો શું તેનાથી પરીસ્થીતિઓ બદલી ન શકાય ?
ચોક્કસ બદલી શકાય...
દરેક વ્યક્તી આ શક્તી દ્વારા જીવનની તમામ પરીસ્થીતિઓને બદલી શકતો હોય છે જો તે પોતાના અંતરમા રહેલી શક્તીઓને ઇચ્છા દ્વારા જાગૃત કરી બતાવે તો...
ઇશ્વરે આપણને આટલુ સરસ શરીર અને જીંદગી આપી છે, તો તેને દુ:ખ, નિરાશા, ગરીબાઇ કે નિર્ધનતામાથી બચાવી રાખવુ એ આપણી જવાબદારી બને છે. જો તમેજ તમારી ગરીબાઇ કે પરીસ્થીતિઓને સુધારવાની માત્ર એક ઇચ્છા પણ ન કરી શકતા હોવ અને દોષનો ટોપલો ભાગ્ય કે ઇશ્વર પર ઢોળી પોતાની જવાબદારીમાથી છટકી જતા હોવ તો પછી દુનિયાની કોઇ તાકાત તમારી વહારે આવી શકે તેમ નથી, પછી તમે નશીબ કે ઇશ્વરને પોતાની ગરીબાઇ માટે જવાબદાર ઠેરવી શકો નહી.
ઘણી વખત ઇચ્છાઓ કરવી સહેલી હોય છે પણ તેને પુરી કરવા જતા થાપ ખાઇ જવાતી હોય છે, ઉપરથી એવા પ્રશ્નો પણ ઉદ્ભવતા હોય છે કે આવી ઇચ્છાઓને પુરી કરવી કેવી રીતે ? સફળ થવા માટે પ્રબળ ઇચ્છાઓ કરવી જોઇએ તેવી વાતો કરવી સહેલી છે પણ તેને અમલમા મુકવી કઠીન હોય છે, તો આવી ઇચ્છાને અમલમા મુકવા માટે સૌ પ્રથમતો માણસે પોતાનુ સામર્થ્ય ચકાસવુ જોઇએ કે પોતે શું કરી શકે તેમ છે અને શું કરી શકાય તેમ નથી. જે કામ કરી શકાય તેમ છે તેનોતો કોઇ પ્રશ્ન નથી પણ જે કામ કઠીન છે તેને પુર્ણ કરવા માટે કેવી આવળતો, સામગ્રીઓ, વાતાવરણ, પધ્ધતીઓ અને વ્યવસ્થાઓની જરૂર પળશે તે જાણી લેવુ જોઇએ, તેને લગતા તમામ પ્રકારના પ્રશ્નો, કારણો અને સમસ્યાઓનુ બારીક જ્ઞાન મેળવી બુદ્ધીથી તેના સમધાન ગોતવા લાગી જવુ જોઇએ, તેમજ શરૂઆતથી લઈને અંત સુધીની એકે એક ક્ષણનુ આયોજન કરી બતાવવુ જોઇએ. આવુ આયોજન તૈયાર થયા પછી બધુ સારુજ થશે તેવી આશા રાખી કામે લાગી જવુ જોઇએ, પોતાની ઇચ્છા પુરી કરવાનો આજ સર્વ શ્રેષ્ઠ ઉપાય હોઇ શકે છે. આમ આ દુનિયામા કશુજ અશક્ય હોતુ નથી. જરૂર માત્ર તેને શક્ય બનાવવા એક ઇચ્છા કરવાનીજ હોય છે. જો માત્ર એક વખત પણ ઇચ્છા કરવામા આવે અને તે મુજબ આગળ વધતા રહેવામા આવે તો પોતાની તમામ સમસ્યાઓને ખોળી તેના સમાધાનો લાવી બતાવી શકતા હોય છે. સફળ થવા માટે આનાથી વધારે બીજુ તો શું જોઇએ ?
તમે સમગ્ર જીવશ્રૃષ્ટીનુ નિરીક્ષણ કરશો તો માલુમ પડશે કે દરેક પ્રાણીનુ શરીર જમીનને સમાંતર હોય છે જ્યારે મનુષ્યજ એકજ એવુ પ્રાણી છે કે જેની વૃદ્ધી ઉંચાઇ તરફ થતી હોય છે. એનો મતલબ એમ થયો કે મનુષ્યોએ ઉંચાઇ તરફ ગતી કરવી જોઈએ, આપણા શરીરનુ બંધારણ, બુદ્ધીચાતુર્યતા, કુશળતાઓ એ વાતનો નિર્દેષ કરે છે કે મનુષ્યો ઉંચા લક્ષ્યાંકો પ્રાપ્ત કરવા માટેજ જનમ્યા છે. ઘણી વખત મનુષ્ય આ હકીકતને ઓળખી શકતા નથી કારણકે તેના નકારાત્મક અને નિષ્ક્રિય વિચારો તેને તેમ કરતા રોકતા હોય છે. તો આવી પરીસ્થીતિઓ દુર કરવા માટે મનમાથી નબળા વિચારો કાઢી નાખવા જોઈએ અને કર્મને આત્મસાત કરવાનો, સતત પ્રયત્નો કરવાનો, સંઘર્ષ કરવાનો નિર્ધાર કરવો જોઈએ. આ રીતે જીવનની તમામ બાજીઓ જીતી શકાતી હોય છે. કુદરતે દરેકને જીતવાની શક્તી આપી છે તો તેના વપરાશ કરી બતાવવો જોઇએ. જો તમારી શક્તીઓ સુશુપ્ત અવસ્થામા હોય તો તેને જગાળી, તેને કામે લગાળી આજથીજ તેનો મહત્તમ ઉપયોગ કરવાનુ શરુ કરી દેવુ જોઈએ.
છેલ્લેતો એટલુજ કહીશ કે ખંખેરી નાખો કચરા રુપી આળસ અને કરી દો કુચ કદમ. આજની ઘડી છે રડિયામણી. આજે નહી તો ક્યારેય નહી તેમ સમજી લગાઓ તીર નિશાન પર. જીત તમારી રાહ જોઇ રહી છે. આ લેખ વાંચીને ઘણા લોકો જાગી જશે, તૈયાર થઈ જશે અને ઉંચે સુધી ઉડાન પણ ભરી લેશે, તો પછી તમે ક્યારે જાગવાના છો ? તમારે પણ તે બધાની સાથે ઉડવાનુ છે, આનંદ કીલ્લોલ કરવાના છે, ઉંચામા ઉંચુ લક્ષ્ય પ્રાપ્ત કરવાનુ છે તો ફેલાવો પ્રયત્નો રૂપી પાંખ અને ભરો ઉંચી ઉડાન ....
ફાયદાઓ
૧) ઇચ્છાશક્તી દ્વારા તમે તમારા જીવનની દોરને પોતાના હાથમા લઇ શકો છો, તમે જે દિશામા ધારો તે દિશામા વાળી શકો છો અને તેને આમ તેમ ફંગોળાતા બચાવી પણ શકતા હોવ છો.
૨) તેનાથી અન્ય શક્તીઓ, ગુણો અને આવળતો વિકસાવવાની શરુઆત થશે કે તેમ કરવાની પ્રેરણા મળશે.
૩) દરેક કાર્યની શરુઆત સૌ પ્રથમ આપણા મનમા થતી હોય છે તો તેની શરુઆત સૌ પ્રથમ મનમા કરવા માટે ઇચ્છાશક્તી મદદરૂપ થશે.
૪) પોતાના પર અડગ વિશ્વાસ અને હીંમત રાખી કાર્યની શરુઆત કરી શકાતી હોય છે.
૫) સફળતા મેળવવા માટે ખુબ સંઘર્ષ કરવો પડતો હોય છે પરંતુ ઘણા વ્યક્તીઓ સંઘર્ષ અને હાર્ડવર્કથી ડરી જતા હોય છે તો આ ડરને દુર કરનારુ ધારદાર હથીયાર જો કોઇ હોય તો તે વ્યક્તીની ઇચ્છા શક્તીજ છે. મજબુત ઇરાદાથી કામ કરનાર વ્યક્તી ક્યરેય સંઘર્ષ કરવાથી કે હાર્ડવર્ક કરવાથી દુર ભાગતો હોતો નથી કારણ કે મજબુત ઇરાદાઓ રાખનાર વ્યક્તી માટે સાહસો કરવા એજ તેનો હેતુ અને શોખ બની જતો હોય છે.
૬) ઇચ્છાશક્તી દ્વારા અશક્ય લાગતા કાર્યો પણ શક્ય બનાવી શકાતા હોય છે. દા.ત. મહાત્મા ગાંધીએ કોઇ પણ પ્રકારના હથીયાર અને હીંસા વગર અંગ્રેજોની વિશાળ સેના અને સત્તા સામે અશક્ય લાગતી બાજી પણ જીતી બતાવી, આ જીત તેમની અને તેમના જેવા નેતાઓની ઇચ્છાશક્તીનુજ પરીણામ છે. આ ઉદાહરણ પરથી ઇચ્છાશક્તીમા કેટલી શક્તી છે, તેનુ જીવનમા કેટલુ મહત્વ છે તે ખુબ સરળતાથી સમજી શકાતુ હોય છે.
૭) ઇચ્છાશક્તી મજબુત હોય તો વ્યક્તી ગમ્મે તેમ કરીને અડચણો પાર કરી શકતો હોય છે, અનેક વખત હારવા છતા પણ પાછા બેઠા થઇ પ્રયત્નો કરવા કટીબધ્ધ બની શકાતુ હોય છે.
૮) મજબુત ઇચ્છાશક્તી વ્યક્તીને ગીવઅપ કરતા કે અધવચ્ચેથી પાછા વળતા પણ રોકતી હોય છે જેથી તે અંત સુધી ટકી રહી શકતો હોય છે.
૯) ઇચ્છાશક્તી વ્યક્તીને ચપળતા બક્ષતી હોય છે, આવી ચપળતા વ્યક્તીને કંઇકને કંઇક નવુ કામ કરી બતાવવાની અપેક્ષામા વધારો કરતી હોય છે જેથી વ્યક્તી સતત પ્રવૃત્તીમય રહેવા પ્રેરાતા હોય છે અને આમ તેઓ જોઇતા પરીણામો મેળવી બતાવતા હોય છે. જે માણસ આવી ઇચ્છાઓ ધરાવે છે તે તો વહેલી સવારમાજ સફાળો જાગી કામે લાગી જતો હોય છે જ્યારે કોઇ પણ પ્રકારની ઇચ્છા ન ધરાવતો વ્યક્તી આરામથી ૧૦-૧૨ વાગ્યે ઉઠશે, થોડી વાર આમથી તેમ આટા મારશે, ગપ્પાબાજી કરશે અને દિવસ પુરો થતા ફરી પાછો ખાઇ પી ને સુઇ જશે. પછી આવા માણસો જીવનમા કશુ પામી શકતા હોતા નથી જ્યારે પ્રબળ ઇચ્છાશક્તી ધરાવતો વ્યક્તી દરરોજ થોડા થોડા પ્રયત્નો કરીને પણ ખુબ લાંબી મંજીલ કાપી લેતા હોય છે.
૧૦) ઇચ્છાશક્તીનો પ્રભાવ ખુબજ અસરકારક હોય છે, તેની તુલનાએ બીજી કોઇ શક્તી આવી શકે નહી કારણકે ઇચ્છાશક્તીથીજ બાકી બીજી તમામ શક્તીઓ અને આવળતોનો વિકાસ થતો હોય છે એટલેકે ઇચ્છાશક્તીજ તમામ શક્તીઓની જનની હોય છે. આવી મહાન શક્તીના જોરે માણસ એક પછી એક અદ્ભુત કાર્ય કર્યે જતો હોય છે જેથી નવી નવી સીધ્ધીઓ તેને પ્રાપ્ત થતી હોય છે. આમ ઇચ્છાશક્તી દ્વારા વિશ્વનો દરેક વ્યક્તી મોટા મોટા પરાક્રમોને અંજામ આપી શકતો હોય છે. જીવનનુ માત્ર આટલુ સત્ય જો લોકો સ્વીકારી લેય તો ઘરે ઘરે સફળ માણસોના નિર્માણ કરી શકાતા હોય છે.
૧૧) જ્યારે તમે ઇચ્છા કરો છો ત્યારે તમે વિચારી શકો છો કે હા હુ તેમ કરી શકુ છુ. જ્યારે તમે તેમ વિચારી શકો છો તો તેમ કરી પણ શકતા હોવ છો. It means if you think that, than definately you can do it દા.ત. તમને એમ લાગતુ હોય કે હુ થોડુ જોખમ લઇ મારો સ્વતંત્ર વેપાર શરુ કરી શકુ તેમ છુ અને તેમ કર્યા વગર રહી શકુ તેમ નથી તો ચોક્કસ પણે તમે એક નાનો એવો પણ વેપાર શરુ કરવાનો પ્રયત્ન કરશોજ કારણકે તમને તમારી આવી ઇચ્છા અને આત્મવિશ્વાસ તેમ કર્યા વગર ચૈનથી સુવાજ નહી દે. આ રીતે તમે નાની એવી પણ શરુઆત કરી ધીરે ધીરે અનુભવો મેળવી મોટો વેપાર સ્થાપીત કરી શકાતો હોય છે. આમ સફળતા મેળવવા માટે તમારે સતત પ્રયત્નો કરવા પડે, તેમા આવતી કઠીન અડચણોને પાર કરતા રહેવુ પડે, પોતાનામા વિશ્વાસ જાળવી રાખવો પડે, સાહસો કરવા પડે, અને નિડરતાથી આગળ વધવુ પડે, તો આ બધુ ત્યારેજ શક્ય બનતુ હોય છે કે જ્યારે તમારુ ડિટર્મીનેશન મજબુત્ત હોય, અડગ હોય, અનશેકેબલ કે અન ડીસ્ટ્રોયેબલ હોય.
૧૨) લોકોએ એક વાત ખુબ સારી રીતે સમજી લેવી જોઇએ કે વ્યક્તીનુ ભવિષ્ય તેની ઇચ્છા શક્તી પર આભારી હોય છે એટલે કે એક વખત વ્યક્તી નક્કી કરી લે કે મારે આગળ ભણવુ છે, વધુ જ્ઞાન મેળવવુ છે તો પછી તે ગમે તેમ કરીને શાળાએ ગયા વગર પણ જ્ઞાન મેળવીજ લેતા હોય છે અને પછીતો આ જ્ઞાનજ તેના ભાગ્યના દ્વાર ખોલી આપતા હોય છે. આમ વ્યક્તીનુ ભવિષ્ય, તેની સુખ સુવિધાઓ અને સમૃધી એ બધુજ તેની એક ઇચ્છા પર અધારીત હોય છે. આવી ઇચ્છા દ્વારા વ્યક્તી સમગ્ર વિશ્વની સફળતાઓ, સુખ, સમૃધ્ધીઓ અને સન્માનો પ્રાપ્ત કરી શકતા હોય છે અને એવા જીવનનુ નિર્માણ કરી શકતા હોય છે કે જેમા આળસ, નિરાશા, નિષ્ફળતા કે અસંતોષનુ નામોનિશાન પણ ન રહે.
૧૩) આ વિશ્વમા બધુજ શક્ય છે જો તમારી પાસે ઇચ્છાશક્તી નામનો પાવર હોય, માત્ર એક ઇચ્છા દ્વારા વ્યક્તી પોતાના હેતુઓ માટે જરુરી હોય તેવા તમામ કાર્યો, સુધારાઓ, બંધનો તોડવા, તેમજ બલીદાનો આપવા તૈયાર થઇ જતા હોય છે કે જે કાર્યસીધ્ધી માટે અતી અનિવાર્ય હોય. આવુ કામ ઇચ્છાનો અભાવ ધરાવતી વ્યક્તી ક્યારેય કરી શકતા હોતા નથી. આમ માત્ર એક હેતુ કે ઇચ્છા દ્વારા વ્યક્તી પોતાના હેતુને અનુરૂપ એ બધુજ ગોઠવવા લાગતા હોય છે કે જે હેતુ સીધ્ધી માટે સ્મૂધ રસ્તાનુ નિર્માણ કરવા માટે જરુરી હોય. આમ એક ઇચ્છા દ્વારા વ્યક્તી નવા રસ્તાઓને ખોળી શકે છે, બંધ દરવાજાઓ તોળી શકે છે અને જરૂર પળ્યે નવા રસ્તાઓનુ નિર્માણ કરી સફળતા પણ પ્રાપ્ત કરી બતાવતા હોય છે.
૧૪) કોઇ પણ ક્ષેત્રમા સફળતા મળવવા માટે તે વિષયને લગતુ પ્રબળ મનોમંથન થવુ જરુરી છે, પરંતુ આ મનોમંથન ત્યારેજ શક્ય બનતુ હોય છે જ્યારે વ્યક્તીની તે કાર્ય કરવાની ઇચ્છા પ્રબળ હોય. જે વ્યક્તીને તે કાર્ય કરવાની ઇચ્છાજ નથી તે વ્યક્તી ક્યારેય તેના વિશે પુરતી વિચારણાઓ કરીજ નહી શકે. આ વાતને તમે ઘણી વખત અનુભવીજ હશે કે જ્યારે તમે કોઇ ઇચ્છા કરી હશે ત્યારે તમારા મન અને વિચારોને કોઇ કેન્દ્ર બીંદુ પ્રાપ્ત થયુ હશે કે જે સતત તમને તે કાર્યને લગતા વિચારોમાજ ડુબાળી રાખતુ હોય, એટલે કે જ્યારે વ્યક્તીના હેતુઓ નક્કી થતા હોય છે અને તેને પ્રાપ્ત કરવાની ઇચ્છા કરતા હોય છે ત્યારે તેના મનમા વિચારોનો વંટોળ ઉત્પન થતો હોય છે કે આ કામ હુ કેવી રીતે કરીશ, ક્યારે કરીશ, તેની પ્રક્રિયા શુ હશે, તેમા કેવી કેવી સમસ્યાઓ આવશે, તેમા મારે કઇ કઇ બાબતોનુ ધ્યાન રાખવુ પળશે, શુ મારી પાસે તે દરેક પરીસ્થીને પહોચી વળવાના પુરતા સાધનો છે ? વગેરે જેવા હેતુ ઉપયોગી વિચારોમા વ્યક્તી સરી પળતો હોય છે અને પોતાની ઇચ્છાશક્તી મજબુત હોવાને કારણે વ્યક્તી તે વિષય પર એટલુ તે મનોમંથન કરતો હોય છે, રાત દિવસ એટલી તે વિચારણા કરતો હોય છે કે જેથી તેને અંતે કાર્ય કરવાનો શ્રેષ્ઠ રસ્તો, કાર્ય કરવાની માસ્ટર કી તેમજ ઉડાણ પુર્વકની માહિતી પ્રાપ્ત થતી હોય છે જેથી વ્યક્તી સમસ્યાઓના સમાધાન કરવા સંપુર્ણ સક્ષમ બનતા હોય છે અને અંતે સફળ પણ થતા હોય છે.
આમ ઇચ્છાશક્તી વ્યક્તીના વિચારોને ઊંડી અસર કરતી હોય છે, આવા વિચારો તેની જીજ્ઞાશાને વધારતી હોય છે જેથી વ્યક્તી આવી જીજ્ઞાશાઓને સંતોષવા માટે વધુને વધુ જ્ઞાન અને સમજ પ્રાપ્ત કરતા હોય છે અને આવા જ્ઞાન અને સમજણનો ઉપયોગ કરી તેઓ વધુને વાધુ પ્રયત્નો કરી, અનુભવો મેળવી વધુને વધુ સમસ્યાઓનુ સમાધાન કરી બતાવતા હોય છે. આ રીતે આખરે પુરતા પ્રયત્નો, અનુભવો અને તમામ સમસ્યાઓના સમાધાન થતા વ્યક્તી વિષય પ્રત્યે એટલી બધી માસ્ટરી પ્રાપ્ત કરી લેતા હોય છે કે પછી તેઓને તે ક્ષેત્રમા હરાવવા અત્યંત કઠીન બની જતુ હોય છે.