Shikar - 26 in Gujarati Fiction Stories by Vicky Trivedi books and stories PDF | શિકાર : પ્રકરણ 26

Featured Books
Categories
Share

શિકાર : પ્રકરણ 26

આદિત્યએ સોનિયા, દીપ, શીલા, ટ્રીસ, ટોમ, કેબ ડ્રાઈવર એજન્ટ કે એ બધાની મિટિંગ થઇ. નિમિષા ઉર્ફ મોહિની ઉર્ફ નીમી વાજા અને સબનમ પણ એજન્ટ હાઉસમાં હાજર જ હતા.

"સોનિયા બધી જ વિગતો આ લોકો સામે ફરી એક વાર રિપીટ કર." પછી બધા સામે એક નજર કરીને કહ્યું, "એક પણ મુદ્દો ધ્યાન બહાર રહી જવો ન જોઈએ."

સોનિયાએ બધી જ વાત શરૂ કરી. કઈ રીતે સમીર અને સોનિયા ગર્લફ્રેન્ડ બોય ફ્રેન્ડ બનીને કોલેજમાં ગયા. સ્કેચ પરથી એમણે એ છોકરાને કઈ રીતે ઓળખ્યો, એમને બીજા કોના ઉપર શક ગયો અને કઈ રીતે ગયો. અનુપ અને લંકેશે કઈ રીતે સોનિયા અને સમીરનું બ્રેક અપ કરાવ્યું. બ્રેક અપ જલ્દી થાય અને અનુપની ગેંગ સુધી પહોંચી શકાય એ માટે સમીરે એજન્ટ નીમીની કઈ રીતે હેલ્પ લીધી એ પણ સમજાવ્યું. બ્રેકઅપ પછી સોનિયા ડિપ્રેશનમાં છે એનું નાટક સોનિયાએ કઈ રીતે કર્યું એ બધી જ વિગતો કહી સંભળાવી. પછી ઉમેર્યું, "હવે બધા ધ્યાનથી સાંભળજો આ ટોળકી કેટલી ભયાનક અને ક્રૂર છે તેમજ એ લોકો કેવા માનસીક બીમાર માણસો છે એની સમજ તમને હવે જ આવશે."

એજન્ટ એ સહિત બધા જ આતુરતાથી સોનિયાને સાંભળવા લાગ્યા. એજન્ટ એ મુદ્દા સાંભળી લીધા હતા પણ ફરીથી સાંભળીને કઈક વધારે માહિતી હાથ લાગે એ જરૂરી હતું.

"વેલ જ્યારે અનુપે મને સમીરને રંગે હાથે પકડવામાં મદદ કરી ત્યારે મેં એના મોબાઇલમાંથી લંકેશનો નંબર મારા વોટ્સએપ પર મોકલ્યો અને મેં કહ્યું કે ભૂલથી બીજો નંબર સેર કરી દીધો છે. એ બહાને મેં એ મેસેજ અનુપના વોટ્સએપમાંથી ડીલીટ ફોર ઓન્લી મી કર્યું અને ફરીથી લંકેશનો નંબર સેર કર્યો. પણ ખરેખર તો મેં પહેલીવાર લંકેશનો નંબર સેર કર્યો જ ન હતો. મેં એના બધા જ કોન્ટેક સેર કર્યા હતા. પણ બધા કોન્ટેક સેર કરેલો મેસેજ જોતા જ અનુપ બધું સમજી જાય એટલે મેં નાટક કરીને મેસેજ ડીલીટ કરી દીધો."

બધા સોનિયાની ચાલાકી સાંભળી રહ્યા.

"એ પછી અનુપે મને ઈન્ટરનેટ ઉપર ડિપ્રેશનથી દૂર રહેવાના આર્ટિકલ્સ વાંચવાનું કહ્યું." સોનિયા ઉભી થઇ. ટેબલ પરથી લેપટોપ ઉઠાવ્યું, એક સ્વીચ દબાવી અને સામેની દિવાલ ઉપર લગાવેલ 5 × 5 ના પરદા ઉપર દ્રશ્ય દેખાવા લાગ્યું.

"અનુપે મને ટકોર કરી હતી કે ગૂગલમાં સિત્તેર ટકા એવા આર્ટિકલ્સ છે જે માણસને નેગેટિવ વિચારો તરફ ધકેલે છે. એનો ઈરાદો ત્યારે મને એ બધા આર્ટિકલ્સ તરફ વાળવાનો હતો." કહીને સોનિયાએ લેપટોપમાં ગૂગલ કર્યું. પછી એક લિંક ઓપન કરી. બધાએ લીંક જોઈ.

“આમ તો સરકાર જાપતો રાખે છે એટલે આવી વેબસાઈટ કે બ્લોગ તરત જ બંધ કરી દેવામાં આવે છે. પણ છતાંય હેકરો ગમે ત્યાં આવી લિંક્સ મૂકી દે છે.”

સોનિયાએ પહેલા એ સમજાવ્યું.

"જેમ કોઈ પણ નવી ફિલ્મ આવે છે એ થ્રિએટરમાં લાગે એ દિવસે અથવા બે ત્રણ દિવસમાં જ ઓનલાઈન મળી જાય છે. જોકે એ ફિલ્મો સરળતાથી મળતી નથી. એની અમુક સાઇટ્સ પર જ મળે છે. એ ફિલ્મોની લિંક હેકરો ગોઠવે છે. એમને સરકાર પકડી નથી શકતી. આમ ગણીએ તો સરકાર આંખ આડા કાન કરે છે. અને સરકાર આઇટી સ્પેશ્યલિસ્ટ એન્ટી હેકિંગ ટીમને પગાર આપી શકવા સમર્થ પણ નથી હોતી. એ લોકોની લિંક ગોઠવવાની એક રીત હોય છે." ઘડીભર સોનિયા શ્વાસ લેવા રોકાઈ ફરી આગળ કહેવા લાગી, "પહેલી વાર કોઈ યુઝર એવી લિંક ઉપર ક્લિક કરે તો એક ફેક પેજ ખુલે છે. એટલે યુઝર લિંક નકામી છે સમજીને બંધ કરી દે. પણ જેને એવા અનુભવ હોય એ લોકો બીજી ત્રીજી અને ચોથી વાર પણ એ જ લિંક ઉપર ક્લિક કરે છે. બીજી વાર ક્લિક કરવાથી સેક્સ વિડીયોનું પેજ ખુલે છે. આ રીતે એ લોકો સેક્સ ક્લિપનો પણ ફેલાવો કરે છે. ત્રીજી ક્લિક કરવાથી કદાચ બ્લૅક પેજ કે કોઈ કોન્ડમ્સ કે સેક્સ સંબંધિત માહિતીનું પેજ ખુલે છે. એ માહિતી માણસને વિકૃત બનાવી દેવા પૂરતી જ હોય છે." સોનિયા અટકી રૂમની લાઈટ્સ ઓન કરી અને એ મુદ્દો સમજાવ્યો.

"તમે બધાએ ઘણીવાર સાંભળ્યું હશે કે લગન પછી પતિના ત્રાસથી છૂટાછેડા લેવાયા? એ બધા ત્રાસમાં સેક્સ્યુઅલ ત્રાસ આવે છે. જેમ કે આવી વિકૃત સેક્સ ક્લિપ્સ જોઈને આજે લોકો તરહ તરહના સેક્સ ચેડાં કરે છે. જેવું એ ક્લિપસમાં હોય છે એ રીતે વાઈફ સાથે કરવા લાગે છે જેથી કંટાળેલી પત્ની છૂટાછેડા લઈ લે છે."

"સેક્સ પહેલા માત્ર બાળકો પેદા કરવા માટે જ થતો હતો પણ ઈન્ટરનેટ આવ્યા પછી એની રૂખ બદલી છે. એનું એક સરળ ઉદાહરણ આપું તો પહેલાના જમાનામાં દરેક સ્ત્રી બસમાં ટ્રેઇનમાં અરે જાહેર બસ સ્ટેશનમાં કે લગ્ન પ્રસંગે નાના બાળકોને ખુલ્લામાં સ્તનપાન કરાવી લેતી અને કોઈ પુરુષ એ તરફ દેખતો પણ નહીં. પણ આજે તો અંતરિયાળ ગામડાની કોઈ સ્ત્રી પણ આ રીતે બાળકને સ્તનપાન કરાવતી નથી. બાળક ભલે ગમે તેમ રડતું હોય તો પણ નથી કરાવતી. કારણ આજે લગભગ 90 ટકા લોકો ઈન્ટરનેટ ઉપર સેક્સ કલીપસ જોઈને વિકૃત બન્યા છે. એનું કારણ એ નથી કે પહેલાના માણસો સંસ્કારી હતા સને અત્યારના નથી. પણ પહેલા આવી કોઈ ક્લિપ્સ વિડીયા હતા નહિ, આવા વાહિયાત સેક્સ વિડીયો અને એની અવનવી રીતો જોઈ જ ન હતી એટલે એ સમયે પુરુષોના મગજમાં સેક્સ માટેની વિકૃતિ ન હતી. અને ખાસ તો પંદર સત્તર વર્ષ સુધીના તરુણ કે બાળકો તો કઈ જાણતા જ ન હતા. પણ અત્યારે તો દસ વર્ષના બાળકો આવા વિડીયો જોઈને સમજવા લાગ્યા છે. અને કમનસીબે આપણે બધા એમ સમજીએ છીએ કે અત્યારનું બાળક જલ્દી મેચ્યોર થાય છે. જોકે એ મેચ્યોર નથી થયું એ વિકૃત થયું છે. એ બીમાર થયું છે. કારણ સેક્સ એ જાતિ ટકાવી રાખવાં માટે છે એ કોઈ શોખ નથી. પણ અત્યારે બાળકોથી લઈને છેક વૃધ્ધો સુધી બધું કામ પછી પહેલો ધ્યેય ગર્લ ફ્રેન્ડ બનાવવાનો હોય છે."

દીપ અને શીલાએ એક બીજા તરફ જોયું. બધાને આ વાત હવે સમજાતી હતી.

“બ્રેવો એજન્ટ સોનિયા....” લગભગ બધા એક સાથે જ બોલી ઉઠ્યા.

"બસ આવી જ રીતે એ લોકો નેગેટિવ વિચાર તરફ માણસ ધકેલાય એવી લિંકો ગમે ત્યાં મૂકે છે. ઘણીવાર તો આપણે કોઈ ફ્રી સોફ્ટવેર ડાઉનલોડ કરવા માંગતા હોઈએ અને એવી લિંક્સ ઓપન થઈ જાય છે. યુઝર એ આર્ટિકલ વાંચે. પહેલા તો એને એવું જ લાગે કે આ આર્ટિકલથી વળી શુ થવાનું હતું? પણ જેમ જેમ એક બે ત્રણ ચાર એવા આર્ટિકલ્સ વાંચતો જાય તેમ તેમ મગજ ઉપર એ હાવી થતા જાય. મરવાના વિચારો, જીવન કાઈ જ નથી, આત્મા અમર છે, પૈસા માત્ર દુઃખનું કારણ છે, વગેરે વગેરે... માણસ ડિપ્રેશન તરફ વળતો જાય અને પછી કદાચ ગંભીર માનસિક બીમારીનો ભોગ બને અથવા તો સ્યુસાઇડ કરે."

"યસ ધેટ્સ રાઈટ." એજન્ટ એ બોલી ઉઠ્યા.

"વેલ આ વાત તમને સમજાઈ ગઈ હશે. એ પછી અનુપે મને કેટલીક લિંક મૂકી. મેં લિંક્સ પર જઇને આર્ટિકલ્સ વાંચ્યા અને પછી મેં સ્યુસાઈડનું નાટક કર્યું."

સોનિયાની આ બધી જ તરકીબો અને ઈન્ટરનેટને લીધે આવતી માનસિક બીમારીઓ વિશેની સચોટ રિસર્ચ સાંભળી બધાએ "ગુડ વર્ક સોની એક્સેલેન્ટ." કહીને ફરીથી એને માન આપ્યું.

"થેન્ક યુ ઓલ." સોનિયાએ આગળ ચલાવ્યું, "પછી સમીર અનુપ સાથે ટીમમાં જોડાઈ ગયો."

બધી વાત પૂરી થઈ એટલે લેપટોપ બંધ કરીને સોનિયા પોતાની જગ્યાએ બેઠી અને એજન્ટ એ ઉભા થયા.

"વાત અહીં પુરી નથી થતી."

હવે બધાનું ધ્યાન આદિત્ય ઉપર ગયું કારણ હવે જ સ્ટ્રેટેજી ઘડાવાની હતી.

"સોનિયાએ અનુપના મોબાઇલમાંથી લીધેલા કોન્ટેક્ટ્સમાંથી એક નંબર ડાઉટ ફૂલ હતો. બાપુ નામથી સેવ કરેલો નંબર."

"કયાનો નંબર છે? કોનો છે?" ટ્રીસ અને ટોમ ઉત્સાહમાં બોલ્યા.

"એ નંબર આચાર્ય સત્યાનંદના આશ્રમનો છે."

અને બધાની આંખોમાં નવાઈ ડોકિયાં કરવા લાગી.

“વેલ, આ બધું હજુ પૂરેપૂરું તો મને પણ સમજાયું નથી. પણ સતત આવા આત્મહત્યાઓના કિસ્સા સાંભળી મને એમાં કઈક રહસ્ય લાગ્યું એટલે મેં એક સર્ચ કરી.”

હવે બધા આ મિશનના મૂળ ક્યાંથી મંડાયા એ જાણવા તત્પર બન્યા. બધાના ચહેરા પરની આતુરતા જોઇને આદિત્યએ ટોમને ઈશારો કર્યો, “ટોમ લેટસ સ્ટાર્ટ.”

“ઓકે સર...” કહી ટોમ ઉભો થયો, બધાની નજર એની તરફ મંડાઈ.

“એજન્ટે એ રીસર્ચ મને સોપી હતી. રીસર્ચ કરવા હુ ત્રણ ચાર શહેરોની એવી કોલેજોમાં ગયો જ્યાં કોઈએ આત્મહત્યા કરી હોય. પણ તપાસમાં કોઈ પણ કલયુ મળ્યા નહી. બધી જ કોલેજોમાં આત્મહત્યા કરનારના મિત્રો પાસેથી એટલું જ જાણવા મળતું. કોઈ મરનારને ફેમીલી પ્રોબ્લેમ્સ હતા, કોઈ એકલા રહેતા હતા, કોઈએ લવ ફેઈલ્યુંરને લીધે સ્યુસાઈડ કરી હતી, કોઈએ ડીપ્રેશનમાં તો અમુકે તો કેમ સ્યુસાઈડ કરી હશે એની એક આછી સંભાવના એના ક્લોઝ મિત્રો પાસેથી પણ મળી નહી.”

“તો પછી ટોમ તને આ બધી ખબર કઈ રીતે પડી?” દીપે વચ્ચે પૂછી લીધું.

“એ પોઈન્ટ ઉપર જ આવું છું દીપ, વેલ પણ મને એક જગ્યાએ મૃતકના મિત્રએ કહ્યું કે દિશાના મૃત્યુ પછી એનો બોયફ્રેન્ડ જેનું બ્રેકઅપ થયું હતું એ કલ્યાણ કોલેજ છોડીને ચાલ્યો ગયો. અને એનો એક મિત્ર અનુપ પણ કોલેજ છોડીને ચાલ્યો ગયો.”

“એટલે?” અનુપ નામ આવ્યું એ તો સમજાયું પણ એમાં અનુપ જ ગુનેગાર છે એવું કઈ રીતે સાબિત થાય એ દીપને સમજાયું નહી.

“એટલે મને પહેલો ડાઉટ થયો. બોયફ્રેન્ડ તો કદાચ દુખી થઈને કોલેજ છોડી દે એ શક્ય છે પણ એનો ફ્રેન્ડ અનુપ શું કામ કોલેજ છોડે? મેં એની સર્ચ કરી તો જાણવા મળ્યું કે અનુપ વડોદરામાં જ્યાં રહેતો હતો ત્યાંથી અમદાવાદ ગયો છે. ફરી એકવાર મને થયું કદાચ અમદાવાદ સિફટ થયો એટલે કોલેજ બદલી હશે પણ તેમ છતાય મને થયું એકવાર તપાસ કરી લઉં. હું અમદાવાદ ગયો. તપાસ પછી મને ખબર પડી કે અનુપે એન.પી. કોલેજમાં એડમીશન લીધું છે. અને મારો શક ત્યારે મજબુત થયો.”

“પણ એથી તારો શક મજબુત કઈ રીતે થયો ટોમ? અનુપ અમદાવાદમાં ક્યાંક તો એડમીશન તો લેવાનો જ હતો ને?” શીલાને પણ સમજાયું નહી.

“સવાલ એડમીશન લેવાનો નથી શીલા પણ અનુપે વડોદરામાં એફ.વાય. કમ્પ્લીટ કર્યું હતું છતાં અમદાવાદ જઈને એણે ફરી એફ.વાય.માં જ એડમીશન લીધું.”

“માય ગોડ ટોમ પણ છેક અહી સુધી તારી વાતમાં અમને કોઈને અનુપ ઉપર કોઈ શક જાગતો ન હતો તો પછી તું તારા એક પાતળા શક ઉપર વળગી કઈ રીતે શક્યો?” નીમી ટોમના આત્મવિશ્વાસથી પ્રભાવિત થઈને બોલી.

“કારણ કે મી. આદિત્યએ કહ્યું હતું તમારી છઠ્ઠી ઇન્દ્રિય જે કહે એ ભાગ્યે જ ખોટું હોઈ શકે.” ટોમ પોતાની ચેરમાં બેઠો. તેણે એક ફાઈલ ટેબલ ઉપર મૂકી. સી.બી.આઈ. એજન્ટ બનીને તેણે કઈ રીતે શું કર્યું અને શું માહિતી મેળવી તેની રજે રજ માહિતી, તેણે બનાવેલા અલગ અલગ ફેક આઈડી, તેના અલગ અલગ રૂપના ફોટા, બીજું બધું જ તેમાં હતું. દરેક એજન્ટે એ ફાઈલ જોઈ. તેમાં અમુકે એ ફાઈલ સાડા ચાર મહિના પહેલા જોઈ હતી.

પંદર વીસ મિનીટ ફાઈલ જોવામાં ગઈ. એ પછી ટ્રીસે કઈ રીતે અમદાવાદની કોલેજોના ડેટા હેક કર્યા એ પણ સમજાવ્યું.

“એજન્ટ્સ....” આખરે આદિત્ય ફરી ઉભા થયા, “એ પછી સમીર અને સોનિયાને મેં અમદાવાદમાં એ જ કોલેજમાં એડમીશન લઈને મુક્યા. પછી જરૂર મુજબ એમાં નીમી ભળી. સમીરે સબનમને પણ જરૂર પડ્યે બોલાવવી પડશે એવું કહ્યું હતું પણ એની જરૂર ઉભી થઇ નથી.”

આદિત્યને પણ એ ખબર ન હતી કે સબનમની ફેક આઈડી કૌશલ નામથી બનાવીને સમીરે સરફરાઝને સુધારવા માટે ઉપયોગ કર્યો હતો કારણ મિશન ઉપર બીજું કામ કરવું એ નિયમ વિરુદ્ધ હતું. એટલે સમીરે એજન્ટ એ’ને એ કહ્યું ન હતું કે પોતે સરફરાઝ નામના કોઈ રસ્તો ભટકેલા છોકરાને સુધારવાનું કામ પણ આ મિશનમાં કરે છે.

“તો સર હવે અનુપ શિકારી છે અને એનો કોન્ટેક્ટ આશ્રમમાં છે. આત્મહત્યા કરનાર બધા આશ્રમમાં કે મદિરમાં દાન કરે છે. એમાંથી એક આશ્રમનો કોન્ટેક્ટ અનુપના મોબાઈલમાં છે એ જાણ્યા પછી પોલીસનો છાપો જ મારીએ ને?" ટોમ બોલ્યો.

"નહિ. મેં ઇન્સ્પેકટર વિરાજ અને મેવાણીને રોક્યા છે. આશ્રમમાં છાપો મારીને આપણા હાથમાં કઈ લાગવાનું નથી. સિવાય કે સમીર કોઈ પ્રુફ લઈ આવે."

"પણ એમાં તો ઘણો સમય નીકળી જાયને? ત્યાં સુધી કદાચ કેટલીયે છોકરીઓ એન્જી જેમ આપઘાત કરી લેને સર?" ટ્રીસ હવે રોષે ભરાઈ હતી. ટ્રીસ સ્ત્રીઓ પ્રત્યે લાગણીશીલ હતી.

"એ માટે મેં એક બીજી તરકીબ વિચારી છે."

"શુ?" સોનિયાને હવે આગળનો પ્લાન ખબર ન હતો એટલે બધાની જેમ એ પણ ઉત્સુક બની ગઈ.

“શિકારીઓનો શિકાર કરવો હોય તો શિકારી બનવું પડે.”

“એટલે?” કોઈ બોલ્યું નહિ પણ આદિત્યને બધાની આંખમાં એ સવાલ દેખાયો એટલે કહ્યું.

"હું આચાર્યને બ્લેક મેઈલ કરીશ." અને પછી બધાને પ્લાન સમજાવવા લાગ્યા. પણ એમાંથી કોઈને ખબર ન હતી કે ક્યાંક સમીરની હાલત ખરાબ હતી!

*

‘મ્હારો વાલમ કેસરિયો...’

‘બાગ રે થારી બાગ મેં જુલા જુલ્યો તારે મનડે તારે હિબળે રે મોરલો નાચે મારા હે વરદા...’ની રાજસ્થાની ઢોલ ખંજરીવાળી ધૂન જોરશોરથી ખેતરમાં ગુંજતી હતી. લખુંભાનો હુક્કો ધુમાડા કાઢતો હતો. ટીલું ખાવા માટે હણહણાટી બોલાવતો હતો. જોરાવર અને એના ભાઈ ભીમસિંહની બીડીનો ધુમાડો હવામાં ભળતો હતો. એ સાથે રૂમમાંથી ચીસો આવતી હતી.

"સાલાઓ કોઈ સવાલ પૂછ્યા વગર પહેલેથી જ મારવાનું કેમ ચાલુ કર્યું?" હોઠમાંથી નીકળતા લોહીને ધૂંકીને સમીર બરાડ્યો.

પૃથ્વીએ ચાર છ મુક્કા રૂમમાં ઘૂસતા જ એને ફટકારી દીધા એ જોઈને સમીર હેબતાઈ ગયો હતો.

"અમારે વોર્મઅપ તો કરવું પડે ને દોસ્ત." પૃથ્વીએ એને ઉઠાવીને ખુરશીમાં નાખ્યો. બંને હાથ ખુરશી પાછળ બાંધી દીધા.

"ઓકે થઈ ગયું વોર્મઅપ તો હવે સવાલ પૂછો." સમીરને એમ હતું કે આ અનુપના માણસો જેક સને જિમી થોડા સવાલો પૂછશે પછી ફરી થોડો મારશે અને અંતે વિશ્વાસ આવતા મને છોડી દેશે. પછી તો અનુપ મને એના બોસની મુલાકાત પણ કરાવશે. અને એજન્ટ એ’નું આખું મિશન સફળ બનશે.

"તારું ખરું નામ સમીર હશે એ તારી આ દાઢી ઉપરથી ખ્યાલ આવે છે. પણ તું છે કોણ એ હવે કહેવા માંડ જલ્દી."

"હું સ્ટુડન્ટ છું. અમદાવાદમાં ઉસ્માનપુરાની એન.પી. કોલેજમાં હું અભ્યાસ કરું છું. અને અમદાવાદમાં નવરંગપુરામાં નવી કોલોનીના ફ્લેટમાં ત્રીજા માળે એક ફ્લેટમાં રહું છું."

"ઓહ જિમી બિચારો સ્ટુડન્ટ છે આ તો." પૃથ્વી હસીને બોલ્યો. એની ખંધાઇ સમીર પારખી ગયો.

જે રીતે એ કોલેજ અને રહેઠાણ બધું વિગતવાર બોલી ગયો એ પરથી મનુને લાગ્યું એના રહેઠાણ પર કોઈ સર્ચ કરવાનો અર્થ નથી. કારણ એણે જે રીતે વિગત આપી છે એ રીતે કોઈ સામાન્ય ગુનેગાર ન આપી શકે. અને આ રીતે આટલો સ્વસ્થ પણ એ ન જ રહી શકે. મનુના મનમાં ક્રિમીનલ સાયકોલોજીના રૂલ્સ તાજા થવા લાગ્યા. પણ સમીર તો એમ સમજતો હતો કે આ અનુપના જ માણસો છે માત્ર ખાતરી કરીને છોડી દેશે એટલે એ સ્વસ્થ હતો. મનુએ એની સ્વસ્થતાનું ઉલટું જ અર્થઘટન કર્યું.

"અહીં વડોદરામાં શુ કરતો હતો?"

"તમે તો પોલીસની જેમ સવાલ કરો છો. કામની વાત બોલોને મને કિડનેપ શુ કામ કર્યો છે? તમારે પૈસા જોઈએ છે ને? તો મારુ ક્રેડિટ કાર્ડ લઈ લો અને જેટલા દિવસ ઉપાડવા હોય એટલા દિવસ રૂપિયા ઉપાડી લો. અંદર બત્રીસ લાખ રૂપિયા પડ્યા છે."

"અમે પોલીસ જ છીએ સમીર ખાન. અને તારા જેવા સ્ટુડન્ટસને હું સીધા રસ્તે લઈ આવું છું." મનુએ કરડાકી ધારણ કરી લીધી.

"તો તમારે શુ જોઈએ છે?"

"અમારે તારી ટોળકી, તારી ગેંગ વિશે માહિતી જોઈએ." મનુએ તેની આંખોમાં જોઇને કહ્યું. મનુની આંખોમાં નાગની આંખ જેવી સતર્કતા પારખતાં સમીરને વાર ન લાગી. તેને નવાઈ થઈ કે આવો માણસ અનુપ પાસે હશે તેની મને કલ્પના પણ નહોતી.

"પણ શેની ગેંગ? કેવી ટોળકી? મને લાગે છે તમે કોઈ ખોટા માણસને ઉઠાવ્યો છે." હવે સમીરને લાગ્યું કે આ લોકો મુદ્દાની વાત પર આવ્યા છે. મને થોડો મારશે પછી છોડી દેશે.

અને સમીરની ધારણા મુજબ જ થયું. મનુએ એના વાળ પકડીને ગાલ ઉપર ત્રણ ચાર લાફા માર્યા. મનુના મજબૂત હાથના આંગળા એના ગાલ ઉપર ઉપસી આવ્યા. તેનાથી કારમી રાડ નીકળી ગઈ. પણ બહાર છોટી સી ઉમરમે પરણાવી રે...... ના અવાજમાં એ ચીસ ઓગળી ગઈ.

"જેક કીટ ખોલ...." એની રાડ્નો પડઘો સમે એ પહેલા જ મનુએ ઓર્ડર આપ્યો, "એનું મોઢું બીજી રીતે ખોલાવવું પડશે."

પૃથ્વીએ કીટ ખોલી અંદરથી ડોકટરી સાધન જેવું એક અસ્ત્રા જેવું તિક્ષણ સાધન કાઢ્યું. એની ધાર ઉપર આંગળી ફેરવીને મનુને આપ્યું. સમીરના હાથ ખોલીને ખુરશીના પાયા સાથે કાંડાથી બાંધ્યા. સમીર એમ સમજતો હતો કે આ લોકો મને ડરાવે છે. એટલે એણે કોઈ પ્રતિકાર ન કર્યો. જોકે પ્રતિકાર કરીને પણ એ કઈ કરી શકે તેમ ન હતો.

મનુએ એની પહેલી આંગળી પકડી અને ઊંચી કરી. પછી આંગળીના અંદરના ભાગે નખની નીચેની જગ્યાએ કાપો મૂકીને ચામડી ઉખાડી નાખી. એક ભયાનક ચીસ નાખીને સમીરના આંખમાંથી પાણી તરી આવ્યું. પૃથ્વીએ એના મોઢામાં રૂમાલ ખોસી દીધો.

આંગળીમાંથી લોહી નીકળવા લાગ્યું. જોકે એ જીવલેણ ન હતું પણ એમાં પારાવાર દર્દ થાય. એટલી પીડા કે જો બે ત્રણ આંગળીઓ આ રીતે છોલવામાં આવે તો માણસ બેહોશ થઈ જાય. સમીરના મગજમાં પીડાનો સંદેશો સતત જતો હતો. પણ તેના હાથ બાંધેલા હતા તે કોઈ રીએક્શન આપી શકે તેમ ન હતો. અને જ્યાં સુધી ઈજા થયેલા અવયવ ઉપર દબાવવું, લૂછવું. ફૂંક મારવી કે પછી દવા એપ્લાય કરવી જેવી ક્રિયા ન થાય ત્યાં સુધી મગજ પીડાનો સંદેશો આપવાનું બંધ નથી કરતુ. પેઈન મેસેજ સતત તેના મગજના કોશમાં આવતો રહ્યો અને પારાવર પીડાથી તેની આંખોમાંથી આંસુ ખરતા રહ્યા.

ભયંકર આતંકવાદીઓને પકડીને સરકાર આ રીતે જ બધુ ઉગલાવે છે. પણ સરકાર એમ જ કહે છે કે આતંકીઓએ મો નથી ખોલ્યું જેથી બીજા આતંકીઓ સાવધાન ન બને. દરેક દેશનું એ રહસ્ય છે કે ટેરેરિસ્ટસ પાસેથી બધી માહિતી મેળવી લઈને એ બધું જાહેર કરતા નથી. જોકે બધા ટેરેરિસ્ટ કઈ આપમેળે બનેલા હોતા નથી અમુક આતંકવાદીઓ દરેક દેશની સરકારની જ દેન છે!

મનુએ પૃથ્વીને ઈશારો કર્યો, "આ બેહોશ ન થવો જોઈએ જેક."

પૃથ્વીએ કિટમાંથી થોડીક ટ્યુબ પાટા અને રૂ કાઢીને તરત એક રૂનું પેલ બનાવ્યું. એના ઉપર દવા લગાવી અને સમીરની આંગળી ઉપર લગાવ્યું. સિસકારા સાથે એના હાથમાં ધ્રુજારી ઉપડી. પણ એ હાથ ખેંચી શકે તેમ ન હતો. પેલ ઉપર પાટો બાંધીને એની ગાંઠ દીધી. ગાંઠના છેડા કાતરથી કાપીને પૃથ્વીએ હાથ ધોયા. સિગારેટ સળગાવી. મનુએ પણ સિગારેટ સળગાવી. ત્યારે ફરી વરસાદ શરૂ થયો. અને બહારથી આવતા ગીતનો અવાજ તબેલાના પતરા ઉપર પડતા વરસાદને લીધે થતા અવાજમાં ધીમો પડી ગયો.

સમીરે જોયું બંનેએ સિગારેટ સળગાવી એટલે તેને થયું હવે મને છોડી દેશે. એ લોકોએ પુરી ખાતરી કરવા એક આંગળી છોલી છે. પણ એ અનુપના માણસ હતા જ નહીં તો એને છોડે ક્યાંથી?

મનુએ એક ખરશી ખેંચી એની સામે બેઠો. ખિસ્સામાંથી આઈડી કાઢીને સમીર સામે ધર્યા, "આ બધા ખોટા આઈડી અલગ અલગ નામના કોઈ સ્ટુડન્ટ કેમ રાખે?"

સમીર સમસમી ગયો. અનુપના માણસો આટલા સવાલ કરે તે હવે તેને અજુગતું લાગતું હતું. તેની પાસે કોઈ જવાબ હતો નહિ. છતાય એને હજુય એમ લાગતું રહ્યું કે આવી ખતરનાક ગેંગનો સભ્ય બનવા માટે આ આકરી પરીક્ષા આપવી જ પડશે. એ ચૂપ રહ્યો.

મનુએ એને મોબાઈલ બતાવ્યો. ગેલેરી ખોલીને સોનિયાનો ફોટો બતાવ્યો.

"આ કોણ છે?" કહીને એના મોઢામાંથી રૂમાલ કાઢી લીધો.

"સોનિયા..." સમીર એટલું જ બોલ્યો.

"એ તો મને પણ ખબર છે. પણ તારા મોબાઈલમાં એનો ફોટો ક્યાંથી આવ્યો? કોણે આપ્યો? અને તું કેમ આ ફોટો રાખે છે?" હવે સમીરને થોડું થોડું એમ લાગયું કે સામે કા’તો અનુપની કોઈ દુશ્મન ટોળકીએ મને ઉઠાવ્યો છે અથવા તો પોલીસે. પણ હજુ નિધિ પાસે એ ગયો ન હતો. પહેલી જ વાર વડોદરામાં એ આવ્યો અને કાઈ પણ કર્યા વગર જ પોલીસ એને પકડે એ શક્ય ન હતું. આમ પણ પોલીસ આવી જગ્યાએ એને શુ કામ લાવે જ્યાં ઘોડા હણહણવાનો અવાજ આવે છે. જ્યાં આ રાજસ્થાની ગીત વાગે છે. ટોટલી કોઈ દેહાતી માણસો અહીં રહેતા હશે એનો અંદાજ સમીરને આવી જ ગયો હતો. પણ આ જેક અને જિમી જેવા નકલી નામના માણસો અભણ કે દેહાતી લાગતા ન હતા. એ કદાચ કોઈ ગેંગના મુખ્ય માણસો હશે અનુપ અને લંકેશ જેમ જ.

"બોલ જલ્દી..." કહીને મનુએ સિગારેટનું ઠૂંઠું એની ઉલટી હથેળી ઉપર દબાવી દીધું. અને ફરી એક ભયાનક ચીસ એનું ગળું ફાટી જાય એટલા જોરથી નીકળી ગઈ અને રૂમમાં ગુંજવા લાગી. આ ચીસ સાંભળીને બહાર જોરાવર અને લખુભા પણ ધ્રુજી ઉઠ્યા. જોરાવરનો ભાઈ બેઠો બેઠો આરામથી દાતણ કરતો હતો. જોકે લખુંભા અને જોરાવરે પણ આ જ ઓરડીમાંથી આવી ઘણી ચીસો સાંભળી હતી. પણ આજે દર્દ કંઈક અલગ જ હતું. બધા ગુનેગાર તો તરત બકવા લાગતા પણ આ કોઈ રીઢો ગુનેગાર હશે એમ બહાર બધાને લાગ્યું.

"એ મારી ગર્લફ્રેન્ડ છે." દાંત દબાવીને એ માન્ડ બોલ્યો. સમીર હવે ખરેખર બેહોશ થઈ જવા માંગતો હતો કેમ કે એનાથી આ ટોર્ચર હવે વધુ સહન થાય તેમ ન હતું. હવે જો પોતે બધું કહી દે અને આ માણસો અનુપના દુશ્મન હોય તો પણ બધી મહેનત માથે પડે. અને જો આ પોલીસ કે સી.બી.આઈ. હોય તો પણ એજન્ટનો આખોય પ્લાન માથે પડે. જોકે સમીરને આ ગુંડા હોવાની શક્યતા વધારે લાગી કારણ અનુપ જોડે કરોડો રૂપિયા હશે એનો અંદાજ આવતા કોઈ ગુંડાએ એને બ્લેક મેઈલ કરવાનું નક્કી કરીને બધી માહિતી મેળવી હશે જેથી અનુપ પાસેથી પૈસા પડાવી શકાય. પણ સમીર હવે ફસાયો હતો.

"અચ્છા તારી જ ગર્લફ્રેન્ડને તે મારી નાખી એમ?"

મનુએ ધડાકો કર્યો. આ સાંભળીને સમીર થીજી ગયો. એક પળ માટે એના હાથમાં થતી પારાવાર પીડા એ ભૂલી ગયો. એ સમજી ગયો અ જિમી બરોબરનો અભ્યાસ કરીને આવ્યો છે. પણ સોનિયા મરી નથી એ બધું નાટક હતું એ કહેવાય એમ ન હતું એટલે એ ચૂપ જ રહ્યો. તે મનુની આંખમાં જોઈ રહ્યો. તેમાં નાગ જેવી ચમક હતી અને એ અજગર જેમ ધીમે ધીમે ભરડો લે છે તે હવે તેને સમજાયું.

મનુ ઉભો થયો. એના હાથ ઉપર હાથ મૂકીને તેની આંખોમાં જોયું. ખરેખર તો એના ધબકારા જોવા માટે જ તેના હાથ ઉપર હાથ મુક્યો હતો. હવે સમીરને વધારે ટોર્ચર કરવાનો કોઈ અર્થ લાગ્યો નહિં. પૃથ્વીને ઈશારો કરીને એ બહાર નીકળી ગયો.

પૃથ્વીએ એના હાથ છોડ્યા એક સિગારેટ સળગાવીને એને આપી અને કીટ લઈને બહાર નીકળી દરવાજો બંધ કરી દીધો.

"કેમ બંધ કર્યું?" કીટ વેનમાં મુકતા જ પૃથ્વીએ પૂછ્યું.

"એ હવે કઈ જ સહન કરી શકે તેમ નથી. એક વધારે જખમ એને મૂર્છામાં ઢાળી દેશે. અને જીવતા જીવંત આ માણસ બોલવાનો નથી."

"પણ એ હરામીએ સોનિયાને આત્મહત્યાં કરવા મજબૂર કરી છે મને એવું લાગે છે. અને આ ટોળકી આવી હજારો છોકરીઓને આત્મહત્યા કરવા મજબુર કરતી હશે. પૈસા પડાવતા હશે. હું તો કહું છું સાલાને મરી જાય ત્યાં સુધી ધોઇએ હમણાં જ બોલી જશે."

"તું સમજતો કેમ નથી. હવે આપણે બીજો રસ્તો અપનાવીશું મારી પાસે બે પ્લાન છે." પૃથ્વી ઉશ્કેરાયો પણ મનુ આરામથી ખુરશી ખેંચીને બેઠો કારણ મનુ હમેશા બે ત્રણ પ્લાન લઈને જ કામ કરતો જેથી એક પ્લાન કામ ન આવે તો બીજો કે ત્રીજો કામ આવે.

"શુ?"

"એક મી. આદિત્યને જેર કરવાનો. એ મજબુર થાય તો આ ટોળી સાથે એમને શુ સોદો થયો છે એ જાણી શકાય. એજન્ટને હું મજબુર કરી શકીશ."

એજન્ટ એ’ને મજબુર કરવા અને પકડવા પૃથ્વીને આ શક્ય લાગ્યું નહીં એટલે તરત પૂછ્યું, "અને બીજો પ્લાન?"

"તને મારા ઉપર વિશ્વાસ નથી ને?" મનું પણ પૃથ્વીની મુંજવણ સમજી ગયો. "બીજો પ્લાન આવીને કહીશ."

"પણ જવું છે ક્યાં?"

"કિડનેપીંગ કરવા..." કહીને એ ઉભો થયો અને લખુંભાની જીપમાં ગોઠવાયો. પૃથ્વી પણ બાજુમાં બેઠો. વરસતા વરસાદમાં હોર્ન વગરની જીપ ખેતર બહાર નીકળી અને દેમાર ઝડપે વડોદરા તરફ ભાગવા લાગી. વરસાદના પાણીમાં બ્રેકના કિચુડાટા અને ક્યાંક ક્યાંક ભરાયેલા પાણીમાંથી જીપના ટાયર પાણીની છોળ ઉડાવતા હતા એ કઈ પણ ધ્યાનમાં લીધા વગર મનું હંકારે ગયો. પૃથ્વીએ જોયું એના ચહેરા ઉપર ખૂનન્સ કોઈ ગજબ જુનુંન ઉતરી આવ્યું હતું.

પૃથ્વી મનોમન મુંઝાતો રહ્યો પણ તે મનુને કાઈ કહી ન શક્યો. એ માણસને જેર કરવો એ કાઈ બાળકનો ખેલ ન હતો. આદિત્ય જેણે મનુને ટ્રેઈન કર્યો હતો એ ખૂંખાર એજન્ટ એ’ને જેર કરવામાં મનુ સફળ રહે તેવી કોઈ આશા પૃથ્વીને દેખાતી ન હતી. છતાં મનુ પણ એના ક્ષેત્રમાં ઓછો ન હતો. મનુએ પણ આવા કઈક શિકાર કર્યા હતા. પૃથ્વી વિચારતો રહ્યો. જો ગમેતેમ કરીને મનુ અને આદિત્ય સામ સામે આવશે તો ખુવારી ઓછી નથી થવાની એ ભયાનક દહેશત તેના મનમાં ચાલતી રહી.

***

ક્રમશ:

લેખકની વાર્તાઓ અને લેખ વાંચવા અહી ફોલો કરો :

ફેસબુક : Vicky Trivedi

Instagram : author_vicky