Aavu thaai kharu?? in Gujarati Short Stories by કરણ books and stories PDF | આવું થાઈ ખરું??

Featured Books
  • ખજાનો - 40

    " નુમ્બાસા મુંબાસા શહેરનો કુખ્યાત લૂંટારો છે. છળકપટથી તેણે મ...

  • આપા રતા ભગત

    આપા રતા ભગતમોલડી ગામમાં નળીયા ચારવા આવેલ કુંભાર ભગતના નિંભાડ...

  • ભાગવત રહસ્ય - 72

    ભાગવત રહસ્ય-૭૨   શમીકઋષિના પુત્ર-શૃંગીને ખબર પડી કે –પોતાના...

  • ઈશ્વરીય શક્તિ - ભાગ 2

    ઈસ્વરીય શક્તિજય માતાજી આપણે આજે વાત કરવી છે ઈસ્વરીય શક્તિ ની...

  • ડિજિટલ અરેસ્ટ

    સાયબર માફિયાઓનો નવો કિમીયો : ડિજિટલ અરેસ્ટડિજિટલ અરેસ્ટ : ઓન...

Categories
Share

આવું થાઈ ખરું??

શોધવા નતો માંગતો તેને પણ જોવા જરૂર માંગતો હતો. હું છૂટા પડેલા દોસ્તોને મળવો ગયો હતો, તે થોડી હવે ત્યાં હશે! પણ કહે છે ને કે ભગવાન માટે કયા કઈ અશક્ય છે. તે પથ્થરને પણ તરાવી શકે તો આ કયા વાત કાય અઘરી છે. એક ભમરાને બસ ફૂલ સુંખવું છે. તો બસ આ વાત હતી ને ભાઈબંધો હતા, તેની મસ્તીઓ હતી અને છૂટા પડ્યા પછી ની વાતો હતી. પણ આમાં કયા મારું ધ્યાન હતું. મારે તો બસ તેને જોવી હતી. સમય વીતતો હતો અને મારી આશા પણ ઓસરતી હતી.

તેમાં છૂટા પડતી વખતે વાત નીકળી ભાભીઓની. તે સ્વીટી તે શ્ર્ધા તે પાવડરનો ડબ્બો અને છેલ્લે તેઓની ભાભી એટલે તેની. બધામાં આ વાત કયા છુપી હતી કે તું મને ગમતી હતી. બસ પછી તેઓ હતા અને તારી વાત પર મારી મરાતી હતી. પણ સાચું કવ તો મને હમેશા આ મારી મરાતી તેમાં મજા આવતી. મને ગદગદિયા થાતા. સાચે ન‌‌ઈ તો કાઈ નઈ મસ્તી માં તારી સાથે મારું નામ જોડાતું, મસ્તી માતો તું મારી 'બેનપણી' હતી. તો બસ આવા ગદગદિયા ઘણા સમય પછી થયા હતા અને મને મજા આવતી હતી. ત્યાજ ભગવાનનો ચમત્કાર થયો અને સામે એના દર્શન થયા. પીળું ટોપ, કાળું પેન્ટ, ખુલાં વાળ, અને હોઠ પર લિપસ્ટિક. પરફેક્ટ ફેશન સેન્સ. જરાય બદલી નતી. એમની એમ જ.

મારું મોઢું જ્યારે એક તરફ ચોંટ્યું ત્યારે આખા જુંડ ની નજર એના તરફ પડી. અને વાક્ય પાછું કાને પડ્યું,'કરણ નો માલ આઈવો....' આ વાક્ય મને ક્યારેય ગમતું નથી પણ મને ગમાળે છે તે એક શબ્દ 'નો'. તેમાં જે મારૂપણૂ આવે ને તે.

બસ પછી મારી અને મારા લુખાઓની નજર બસ એક જગ્યાએ હતી. હું તો તને જોવામાં મસગુલ હતો પણ ભાઈબંધો ન‌ઈ. તેનું મગજ તો હવે કામે લાગ્યું હતું.

કરણયા આજ મોકો છે કઈ દે બધું એને, એટલે આર યા પાર થાઈ, આજે નંબર કે જાપ‌ટ બસ આ બે માંથી એક કરવા નો મોકો છે. મારે પણ એને કેહવુ હતું પણ ખબર નઈ શું રોકતું હતું મને. ડર કે ના હિંમત કે શરમ કોણ જાણે આ શું હતું. પણ જે હોય તે, મારે કેહવુ હતું પણ પગતો ઉપળવો જોઈએ ને. તે નજીક આવતી હતી અને તે બધાઓની વાણી અને અવાજ તીવ્ર થતા હતા. બોલ સાલા ચોદું, બોલ આવો મોકો નઈ મળે, જા સાલા જા ગાંડનું છાણ બતાવ જા. પણ નઈ મને તે બધું કયા કાને પડતું હતું. હું તો ત્યાં બસ ત્યાજ સ્થિર હતો. તે હવે મારા થી દુર જવા આવી રહી હતી અને બધા હવે મારા પર ગુસ્સે હતા. તેમાં એક ભગવાનનો ફરિસ્તાએ, જ્યારે તે સામે આવી ત્યારે મને ધક્કો માર્યો. અને હું........(*_*)


તેની સામે તેની નજીક તેને ભટકાતાં બસ જેમ તેમ બચ્યો. કાસ સાલા એ જરીક વધારે જોરથી ધક્કો માર્યો હોત.
તો હું તેની.... ^_^ નઈ કરણ શિસ્ત રે મે કહ્યું. પણ હવે તો ખરું આર યા પાર હતું. હું તેની સામે હતો તેના કરતાં વધારે ખરું તેનું ધ્યાન મારા તરફ હતું. બોલ, કઈક તો બોલ..... જેટલી જોર થી અને દાત ભીંસીને કહી શકાય એટલી જોરથી મે મનમાં બૂમ પાળી. પણ આને કાય ફરક પડે. બસ હું તેની સામે જોતો રહ્યો અને તે થોડી વાર સામે જોઈ અને ચાલતી પકડી. નઈ નઈ યાર ના જા હું કવ છું ઉભિતો રે.... બૂમ પાળી પણ ક્યાં મનમાં,જો જીભે પાળી હોત તો..... તેની સામે એક દમ નજીક રહી ને આ હ્ર્દય જેમ બમણી ઝડપે ભાગતું હતું તેમ કાસ આ જીભ ભાગતી હોત. યાર.... નઈ તે જાય છે..... અને અંતે બસ જેવો હું હતો તેવો જ. ના બોલી શક્યો તો ના જ બોલી શક્યો. કાસ હું બદલાયો હોય. કાસ, આ શબ્દ એ મારી એવી મારી હતી કે શું કેવું બધું તમારી સામે જ છે. જ્યાં હતો ત્યાં જ, બીકણ.

તેણે ચાલવાનું શરૂ કર્યું. ત્યારે તે ફરિસ્તાએ જોરથી બૂમ પાળી, હેય........ અને તેણે પાછળ જોયુ. હવે, હું હતો
અને તે. બસ બીજું કોઈ નઈ આજુ બાજુમાં.

"હાઈ...! તું મને ઓળખે છે?"

થોડું વિચારીને, "ના"

"એ છે ને કુદરતનો નિયમ છે, એક છોકરાને બધી છોકરીની ખબર હોય પણ એક છોકરીને કોઈ ખાસ છોકરાની જાણ નો હોય"

તેણે આ સાંભળી કઈક અલગ જ રીતે જોયું. કોઈ પોતાનું, નઈ બધા છોકરા વતી પોતાનું દુઃખ‌‌ળુ કેતો હોય...તો અજીબ તો લાગે!!!!
ત્યાં ઓલા પ્રેક્ષકોએ બૂમ પાળી, ભઈ સીધી વાત કર ને. શું લઇ ને બેઠો છે. મે તેમને મારી પાચ આંગળીઓ અને હથેળી બતાવી. તે સમજી ગ્યાં અને ચૂપ..

"મારી વાત સાંભળજે, (એકી શ્વાસે) જ્યારથી તને જોઈ છે ત્યારથી આજ સુધી તું મારી પેલી નઈ પણ આજ સુધીની છેલ્લી ક્રશ છો. ટૂંકમાં કવ તો સીધી વાત, તું મને બોવ ગમે છે યાર!!!! તારે ફ્રેઇન્ડસ ઘણા હસે અને કોઈ ખાસ પણ હસે. પણ મને ખાલી ઓલું કેવાય ને ફ્રેન્ડ વિથ બેનિફિટ બનાવીશ??? અને છેલ્લે પાછું કવ છું (પેલી વારમાં પેટ નો ભરાણું!!!!)તું મને બોવ ગમે છે, really I like you!!!!



તો તારી હા હોય તો મારો નંબર.....


અને પછી શું!!! આટલા વરસોના બંધાયેલા વાદળો એવા વરસ્યા કે પછી થોડું કોઈ બાકી રહે ભીંજાવા માં :-)