Lagn ni lagan in Gujarati Moral Stories by Jeet Gajjar books and stories PDF | લગ્ન ની લગન

Featured Books
  • ખજાનો - 39

    ( આપણે જોયું કે અંધારી કોટડીમાં કોઈ મૂર્છિત માણસ મળી આવ્યો....

  • હમસફર - 27

    રુચી : કેમ ? કેમ મારી સાથે જ આવું થાય હંમેશા જ્યારે પણ બધુ ઠ...

  • ફરે તે ફરફરે - 21

    ફરે તે ફરફરે - ૨૧   "તારક મહેતામા માસ્તર અવારનવાર બોલે...

  • નાયિકાદેવી - ભાગ 28

    ૨૮ અજમેરના પંથે થોડી વાર પછી ગંગ ડાભીનો કાફલો ઊપડ્યો. ગંગ ડા...

  • કવિતાના પ્રકારો

    કવિતાના ઘણા પ્રકારો છે, જે મેટ્રિક્સ, શૈલી, અને વિષયવસ્તુના...

Categories
Share

લગ્ન ની લગન

જેસિકા એટલે એટીટ્યુડ, ઇગો, થી ભરી પડેલે એક છોકરી. 
જેસિકા ને ઘણા છોકરા જોવા આવે પણ તેનો એક નિયમ થી તે કોઇ છોકરા તેને હાં ન પાડતા. જેસિકા નો નિયમ એ હતો કોઈ સારો છોકરો મને રિજેક્ટ કરે તો તેને હું લગ્ન માટે હા પાડીશ. પણ પંદર છોકરા જોઈ ગયા પણ જેસિકાને  કોઈ એ પણ રિજેક્ટ ન કરી. એટલે જેસિકા ની ચિંતા હમેશા તેના માતા પિતા કરતા. જેસિકા પૈસે ટકે બહું સુખી ને વળી તે ડીગ્રી કરી રહી હતી એટલે એટીટ્યુડ તો હોય ને.

બીજી તરફ વાત કરું તો તે છે મનન ખુબ પૈસાવાળો પણ જાડી ધાર એટલે બુધિ ક્યાં વાપરવી તે તેને જરાય ભાન નહી. તેણે પણ સાત આઠ છોકરી જોઈ હસે પણ તેને હમણાં લગ્ન નહીં કરવા હતા એટલે જ્યાં છોકરી જોવા જાય ત્યાં ના પાડી દેતો. પણ મમ્મી પપ્પા કહે એટલે છોકરી જોવા જવું તો પડે. ફરી એક છોકરી જોવા જવાનું થયું. આ વખતે તો મનન નો મૂડ જ ન હતો. એટલે આ વખતે છોકરી ગમે તેવી હોય રિજેક્ટ તો કરીશ. અને તેની સાથે ઝઘડો કરીશ એટલે બીજી વાર ઘરે થી મને જોવા ન મોકલે.

જે છોકરી મનન જોવા જવાનો હતો તે જેસિકા હતી. એટલે બધા જેસિકા ની ઘરે ગયા ત્યાં સારી રીતે સ્વાગત થયું. મનન જાણે કોઈ ની જાન માં આવ્યો હોય તેમ બિંદાસ રીતે બેસી ગયો. મન મા નક્કી જ હતું ગમે તે થાય તોય છોકરી ને રિજેક્ટ કરવાની. જેસિકા પાણી લઈ આવી મનન ને જેવો પાણી નો ગ્લાસ આપ્યો તરત મનન તેની સામુ જોઈ ના નો ઈશારો કર્યો. મોઢું તો જેસિકાએ પણ બગાડ્યુ પણ ઇગો થી ભરપૂર ને જેસિકા ને મનન ને સામેથી  રિજેક્ટ કરી એટલે જેસિકા નો તો મગજ હલી ગયો. બધા બેઠા હતા એટલે જેસિકા મનન ને કાંઈ કહી ન શકી એટલે મમ્મી પપ્પા ની મંજૂરી લીધી મનન સાથે વાત કરવાની. બધાની હા હતી એટલે જેસિકા અને મનન બહાર ગાર્ડન માં ગયા.

જેસિકા અને મનન એક બીજાના ઇગો પર આવી ગયા. તારાથી મને કેમ રિજેક્ટ કરાય હવે જો હું શું કરું છું. જેસિકા તો મનન ને ધમકાવવા લાગી. પણ મનન થોડો પાછો પડે તેણે પણ કહી દીધું તારે થાય તે કરી લે. મેં તને રિજેક્ટ કરી છે ને રિજેક્ટ કરતો રહીશ. તો હું પણ જોવ છું એક મહિના મા તારી પાસે હા નો પડાવુ તો હું જેસિકા નહીં. મનન પણ તેની ચેલેન્જ સ્વીકારી. જેસિકા અંદર જઈ બંને પરિવાર પાસે એક મહિના નો ટાઈમ માંગી લીધો.

જેસિકા એ મનન ની સીઆઈડી શરૂ કરી. તે જ્યાં જોબ કરતો ત્યાં તે જોબ કરવા લાગી. અને એ પણ એક કેબીન માં. જેસિકા તેની સાથે વાતો કરવાની કોશિશ કરે પણ મનન તેની સામે જુએ પણ નહીં. આમ એક અઠવાડિયા વહી ગયું પણ જેસિકા તો નિરાશ ન થઈ એતો ઇગો નો સવાલ હતો. એક યુક્તિ મા તે કામયાબ થઈ.

બીજા દિવસે બૉસે જેસિકા અને મનન ને કંપની ના કામ માટે વિદેશ જવાનું કહ્યું. બૉસે કહ્યું જો તમે બંને નહીં જાવ તો તમને કંપની માંથી કાઢી મૂકવામાં આવશે. જેસિકા તરત હા પાડી દીધી પણ પંદર દિવસ માટે મનન નોકરી ગુમાવવા માંગતો ન હતો . એટલે ન છુટકે તેણે હા પાડી દીધી.

બંને નીકળી ગયા વિદેશ. તેના માટે ત્યાં તો કોઈ જાણીતું કે સગુ ન હતું એટલે સાથે તો રહેવું પડે. કંપની ની કામમાં સાથે રહેતા, હોટલમાં સાથે જમતા, તો એક રૂમમાં પણ સૂવું પડતું. સતત સાથે રહેવાથી તેમના ઇગો જવા લાગ્યા ને એક બીજા ફ્રેન્ડ ની જેમ રહેવા લાગ્યા. ધીરે ધીરે નજીક આવવા લાગ્યા. તે બધું ભૂલીને એક બીજા કેર કરવા લાગ્યા. ધીરે ધીરે તેઓ એક બીજાને પ્રેમ કરતા થઈ ગયા તે ખબર ન પડી. ને વિદેશ કંપની નું કામ પૂરું થયું એટલે તેઓ ઘરે આવતા રહ્યા.

હવે બંને પરિવારો ભેગા થઈ જેસિકા અને મનન ની સગાઈ ની વાત આગળ વધારવી કે નહીં તે વાત પર ચર્ચા કરવા લાગ્યા. પણ જેસિકા અને મનન કઈ ન બોલ્યા એટલે બંને પરિવારોએ ડીશીઝન લે છે કે આ વાત અહીં થી પુરી કરી દેવી. ત્યાં તો જેસિકા અને મનન ફટાક ઉભા થયા ને બોલ્યા અમે ક્યાં ના કહી છે. અમારે તો બંનેને હજુ લગ્ન કરવા છે. બધાં હસવા લાગ્યા.

જીત ગજ્જર