AFFECTION - 20 in Gujarati Love Stories by Kartik Chavda books and stories PDF | AFFECTION - 20

Featured Books
Categories
Share

AFFECTION - 20

સવાર ના ચાર વાગ્યે...વહેલી પરોઢિયે ગામલોકો અને મારો પરિવાર ઉઠી ગયો કારણ કે આજે લગ્ન હતા....અને એના જ લગતા ઘણા બધા કામ કરવાના હતા...

સનમ એના રૂમ માં સૂતી જ હતી ત્યાં સેજલ આવી એને ઉઠાડવા...
સેજલ : સનમબેન ઉઠી જાઓ....તમારા જીવન નો સૌથી સારો દિવસ આવી ગયો છે....ઉઠો..

ત્યાં જ સનમ ઉઠી ગઈ....અને ઉઠીને તરત જ સેજલ ને બાથ ભરી લીધી...અને બોલી...
સનમ : સેજલ..આજે તો યાર...કન્ટ્રોલ માં જ નથી મારી ખુશી...હવે તો સમય આવી જ ગયો કે મારા દુઃખ ના દિવસો પતી જશે..

સેજલ એને થોડી શાંત કરી અને નાહીને તૈયાર થવા કહ્યું...એટલે સનમ જતી રહી નાહવા...અને સેજલ મન માં જ પ્રાર્થના કરતી રહી કે આજે બધું નિર્વિઘ્ને થઈ જાય....અને સનમબેન ના જીવન માં કોઈ દુઃખ જ ના આવે હવે....આજ જેમ ખુશી ખુશી ઉઠ્યા...એવી જ એમની સુખી સવાર થાય દરરોજ...

અને ત્યાં મારા રૂમ માં મારો પરિવાર સવારમાં જ સભા ભરીને બેઠો છે....

પપ્પા : મને તો આ છોકરા ની નિયત પર પહલેથી જ શક હતો...તે જ બોલતો હતો કે હું પપ્પા લગ્ન કરવા નથી માંગતો...પણ મેં જ જબરદસ્તી કરેલી...

મમ્મી : એવું કંઈ નથી....જરાક ચક્કર મારવા ગયો હશે બહાર....એને આદત છે....સવારે કસરત કરવાની તો નીકળી ગયો હશે ક્યાંક..

પપ્પા : તું તો બોલીશ જ નહીં...મને ખબર છે કાર્તિક ની....તે કોઈના હાથમાં નહિ આવે...તે ભાગી ગયો...આ વાત મારે વિરજીભાઈને કહેવા જવું પડશે અત્યારે જ....નહિતર બોવ મોડુ થઈ જાશે....પેલી સનમ બિચારી નિર્દોષ છે...એના પેટ માં બાળક છે આપણા ખાનદાન નું...એનું શું..એને આપણે ઘરે લઈ જાશું.....ભલે કાર્તિક લગ્ન ન કરે..ક્યારેક તો ઘરે આવશે ને..

દાદી : તો વિરજીભાઈ ને અત્યાર માં કહેવાની શુ જરૂરત છે??થોડીક રાહ તો જો..કદાચ કાર્તિક આવી જાય..

પપ્પા : માં...તમને ખબર તો છે જ એની..તે કોઈના હાથ માં આટલી સહેલાઇથી ના આવે...મને એની નિયત ની ખબર તો હતી જ...જ્યારે એ બોલ્યો હતો કે..એ પોતાના કરેલા પર દુઃખી છે...અને એને એનો પશ્ચાતાપ થઈ રહ્યો છે...તે ત્યારે જ ખોટો હતો...

હવે આ બધું મમ્મી થઈ સહન ના થયું...એટલે તે સાચું બોલવા મંડ્યા...
મમ્મી : તેવું કાઈ જ નથી....તમે લોકો નહિ માનો એટલે કાર્તિક એવું બોલ્યો કે સનમ ગર્ભવતી છે...બાકી હકીકત માં એવું કશું જ નથી...તે બન્ને એકબીજા ને પ્રેમ કરે છે...તો કાર્તિક શુ કામ ભાગે લગ્નમાંથી...

પપ્પા : તો તે પણ બધું છુપાડ્યું મારાથી..હું અહીંયા ચિંતા માં અને શરમ ના માર્યો રોજ મરતો હતો...અને તમે લોકો એ તો હદ પાર કરી નાખી...તું જ વિચારી લે..કાર્તિક આપણાથી આવું ખોટું બોલી શકે તો શું સનમ ને છેલ્લી ઘડીએ છેતરી ને ભાગી ન શકે??

હવે ખબર નહિ કેમ પણ દાદીએ પાટલું ફેરવી નાખ્યું....
દાદી : કાર્તિક પર તો મને પણ શક જ હતો...

આ લોકો ની વાતો ચાલતી રહી...જ્યારે ત્યાં બીજી બાજુ...લક્ષ્મીફોઈ ને જાનકી નહોતી દેખાઈ રહી...અને એમને સરખી રીતે ચેક કર્યું તો એમના દાગીના અને ઘણી બધી રોકડ ગાયબ હતી...લક્ષ્મીફોઈ ને દિલ માં ધ્રાસકો પડી ગયો...આ બધું જોઈને...તે તરત જ વિરજીભાઈ પાસે ગયા...એમને વાત કરી...

વિરજીભાઈ : જાનકી ઘર છોડીને ભાગી ગઈ...પણ એકલી તો ના જ જઈ શકે તે ક્યાંય...કોક ને લઈને તો ગઈ જ હશે..

એમને બહાર બૂમ પાડીને કાના ને બોલાવ્યો...વિરજીભાઈ ના આમ ગુસ્સા માં બૂમ પાડવાથી નિસર્ગ પણ ઉઠીને બહાર આવ્યો અને સેજલ પણ ત્યાં આવી ગઈ...સનમ તો એના રૂમ માં જ હતી...તેને બે ત્રણ છોકરીઓ તૈયાર કરતી હતી એટલે હજુ તે ત્યાં જ બેઠી હતી...

વિરજીભાઈ કાના ને ગુસ્સા માં જ બોલ્યા કે...
વિરજીભાઈ : જાનકી ઘર માં નથી મળી રહી..અને ઘરમાં થી અમુક દાગીના અને રોકડ પણ ગાયબ છે....તું શું કરતો હતો...જ્યારે આ બધું થયું..જા...તપાસ કર કે બધું શુ ચાલી રહ્યું છે..

કાનો : માલિક...જાનકીબેન ને મેં જમાઇરાજ ભેગા જતા જોયા હતા રાત્રે...અને એમના હાથમાં એક થેલો પણ હતો...

લક્ષ્મીફોઈ : શુ ??? કયો જમાઇરાજ??કોની વાત કરે છે ??

વિરજીભાઈ : કાના...તને ખબર પણ છે કે તું કોના પર આરોપ લગાડી રહ્યો છે...કાર્તિક સનમ નો થનાર પતિ છે...અને તું એને જ કહી રહ્યો છે...

કાનો : મને પાક્કી ખબર છે...અને તમને વિશ્વાસ ના હોય તો કાર્તિક ના રૂમ માં જઈને જોઈ લો...મને નથી લાગતું તે હવે ત્યાં હશે...કારણ કે લગભગ તે બન્ને ભાગી ગયા છે..તે બ્લેક ગાડી લઈને રાત ના જ ફરાર થઈ ગયા...

વિરજીભાઈ એ બીજા નોકર ને બોલાવડાવી મને ગોતવા અમારા રૂમ પર મોકલ્યો..અને જો હું ના મળું તો મારા પરિવાર ને હવેલી પર લઈ આવવા કહ્યું..

નિસર્ગ ને ખબર પડી કે કાર્તિક જ જાનકીને લઈને ભાગી ગયો છે તો તેને અંદર જઈને બંદૂક કાઢી..
નિસર્ગ : આજે તો એના ખાનદાન નો જ સફાયો કરી દઈશ....મારી બેન ને લઈ જવાની હિંમત જ કેવી રીતે કરી એને...

બહાર વાતાવરણ ઉગ્ર બનતા સેજલ તરત જ સનમ પાસે પહોંચી..સનમ ત્યારે એની આંખો માં કાજલ લગાવી રહી હતી...

સેજલ : સનમબેન...કાળો કેર વર્તાઈ ગયો તમારા જીવનમાં તો...હવે તમે ફટાફટ બહાર આવો...નહિતર નિસર્ગભાઈ આજે તો તમારા સાસુ સસરા ને બંદૂકે જ ઉડાવી દેશે...

સનમ : અરે એમ ચિંતા શેની.....કાર્તિક ને કહી દે જા...નિસર્ગ ને જ ઉડાવી દેશે દુનિયામાંથી..
એમ બોલી તે સહેજ હસી અને પાછો પોતાનો શણગાર કરવા લાગી...

સેજલ એ બીજી છોકરીઓ ને રૂમ ની બહાર મોકલી દીધી..અને બહાર શુ ચાલે છે તે બધું કહ્યું...

સનમ : અરે આમ થઈ જ ના શકે...કાર્તિક મને મૂકી ને જાનકી પાસે જઈને વાત જ ના કરે...તો એના જોડે ભાગવાની વાત જ દૂર રહી...
સનમ ના ફેસ પર હવે ગંભીરતા દેખાવા લાગી...તે બીજું કંઈ વિચારે એની પહેલા જ બહારથી ગોળી ચાલવાનો અવાજ આવ્યો...

એટલે સનમ અને સેજલ બન્ને જલ્દી જ બહાર પહોંચ્યા...
તો કાનો અને વિરજીભાઈ નિસર્ગ પાસે થી બંદૂક લેવા મથતા હતા...એટલે ગોળી ઉપર ની તરફ ચાલી હતી...સામે કાર્તિક નો આખો પરિવાર જોઈને પણ કાર્તિક ને ના જોઈને સનમ હવે વધારે અને વધારે ચિંતા માં આવતી જતી હતી...

પપ્પા અને દાદી તો અચાનક ગોળી ચાલવા ના અવાજ થઈ ગભરાઈ ગયા હતા....મમ્મી ચિંતા માં હતા કે મારા છોકરા ને શુ થયું હશે...

નિસર્ગ : તમારો છોકરો મારી બેનને લઈને ભાગી ગયો...તમે લોકો શુ કરતા હતા ત્યાં સુધી...ઘરમાંથી બધું સાફ કરી નાખ્યું...દાગીના,રોકડ કે કોરું નથી મૂક્યું..અને તમે બોલો છો કે તે જાનકી સાથે ના ભાગ્યો હોય...તમને શરમ કેમ નથી આવતી..

ત્યાં જ મારા મમ્મી બોલ્યા કે
મમ્મી : કાઈ સબૂત છે...કે જાનકી સાથે જ ભાગ્યો છે..

ત્યાં જ કાનો બોલ્યો...
કાનો : જાનકી સાથે ભાગ્યો એના સબૂત તો નથી પણ જાનકી સાથે કાર્તિક નો પ્રેમ સંબંધ હતો એના ઘણા સબૂત છે મારા પાસે... કારણ કે મને પહેલેથી જ શક હતો..

એમ કહી ને એને અમુક ફોટોસ કાઢ્યા...એકદમ ફૂલ HD ફોટોસ હતા...જેમાં હું અને જાનકી બાથ ભરીને ઉભા હતા એવા તો ઘણા ફોટોસ હતા...અમુક માં હું અને જાનકી હસીને વાતો કરતા હતા....અમુક માં જાનકી ને હું રડતી શાંત કરવા એના આંસુ લુછી રહ્યો હતો...

બસ મારા પર લાગેલા આરોપ ને સાબિત કરવા આ ફોટોસ તો એકદમ બેસ્ટ સબૂત હતા...સાચા ફોટોસ હતા....પછી ભલે ને જાનકીએ રડતા રડતા મને બાથ ભરી હોય...એ સૂરજ માટે રડતી હોય અને એના આંસુ મેં લૂછયા હોય...એને દુઃખ માં જોઈને મેં એને હસાવી હોય..ફોટોસ કોક લેતું હશે એ તો મને સપને પણ વિચાર ના આવી શકે...એ પણ સોનગઢ માં..

તે લોકો હજુ ફોટોસ જોતા જ હતા ત્યાં તો સનમ આવીને તરત ફોટોસ ઝુંટવી લીધા..અને પોતે એક એક કરીને જોવા લાગી....પછી ફાડીને એ લોકો સામે જ ફેંકી દીધા...

નિસર્ગ : તારા ફોટોસ ફાડવાથી સચ્ચાઇ નથી બદલાઈ જતી...હવે કાર્તિક નો પરિવાર અહીંયાંથી જીવતો તો નહીં જ જાય ...

સનમ : પપ્પા કાર્તિક ના પરિવાર ને કોઈ હાથ પણ નહીં લગાડે...કોક ની સજા કોઈ બીજું નહિ ભોગવે...

મારા પપ્પા અને બીજા બધા સનમને જ તાકી રહ્યા...કારણ કે જો તે ઇચ્છત તો હાલ જ કાર્તિકના કરેલા કાંડ ના લીધે એમને સજા દઈ શકતી હતી..

નિસર્ગ ઘણા પ્રયાસ કરતો રહ્યો પણ વિરજીભાઈ એ એમને બીજા નોકરો દ્વારા પકડી રાખ્યો હતો...

સનમ : પણ કમ સે કમ આપણે કાર્તિક ની સાંજ સુધી તો રાહ જોવી જ જોઈએ...મને વિશ્વાસ છે કે તે આવશે જ...માં તમે અહીંયા જ બેસો હમણે આવશે કાર્તિક....મારા વગર તેને જીવવું પણ ના ગમે...તો લગ્ન કોઈ બીજી જોડે ના જ કરી શકે...

સનમ ની આંખ માં આજે આંસુ નહિ પણ આશા હતી કે હું આવીશ..જરૂર આવીશ...પણ હકીકત શુ હતી એ ક્યાં એને ખબર હતી...

સનમ : પપ્પા બધા અહીંયા ઉભા શુ રહી ગયા છો??જાઓ તૈયારી કરો...કાર્તિક તો આવી જશે..એ મને કોઈ દિવસ એકલી ના મૂકી શકે...એને મને પ્રોમિસ આપ્યું છે...

એમ કહીને એ શણગાર કરવા જતી રહી..જે અધુરો મૂકીને આવી હતી.....
.
.
.
.
ગામ માં વાત બપોર પડતા પડતા તો તડકાની જેમ છવાઈ ગઈ...બધા લોકો હવે જોવા ઉત્સુક હતા અમે એકબીજા સાથે અમુક જુવાનિયાઓ શરત લગાડી રહ્યા હતા કે કાર્તિક આવશે કે નહીં...અમુક લોકો એ તો નક્કી જ કરી નાખ્યું હતું કે કાર્તિક નહિ જ આવે તે ભાગી ગયો છે જાનકી સાથે...

બપોર જતી રહી....સનમ ક્યારની સાંજ શણગાર કરીને બેઠી છે.એને કોઈ કસર બાકી નથી રાખી આજે શણગાર કરવા માં.બહુ જ મોંઘા આભૂષણો....અને એવડા જ મોંઘા એના પહેરેલા કપડાં..એ પણ જેવા તેવા નહિ....એ સિવવા માં વિરજીભાઈ એ સોનાના તાર થી શણગારવા માટે ખાસ દૂર થી સોની ને બોલાવ્યા હતા...કાર્તિક નામ લખેલી મહેંદી અને એમાં પણ એની અણિયાળી આંખો માં લગાવેલું કાજલ,ખાનદાની નથણી પહેરેલી હતી...અને બસ તે એક બાજુ બેસીને કાર્તિક ની રાહ જોઈ રહી હતી.....બધા સનમ સામે જોઈ રહ્યા હતા...

નિસર્ગ સનમ ને જોઈને હવે ખુશ થઈ રહ્યો હતો કે જાનકી એ એનું કામ કરી નાખ્યું....અને સનમ અને મારો રસ્તો ચોખ્ખો કરી દીધો...તે આજે બહારથી ગુસ્સો અને દુઃખ દેખાડતો પણ એની અંદર આજે ખુશી સમાઈ નહોતી રહી....લક્ષ્મીફોઈ જાનકી જતી રહી એટલે ઈજ્જત જતી રહી એમ માને છે પણ સનમ એકબાજુ કુંવારી રહી ગઈ તો લાગ જોઈને નિસર્ગ નું ગોઠવી દેવાની ફિરાક માં છે....

વિરજીભાઈ પોતાના મન માં પોતાને જ કોસી રહ્યા છે...કે આ બધું થઈ રહ્યું છે અમે પોતે કશું જ નથી કરી શકતા....દીકરી બિચારી પાગલ થઈ જશે જો આજે કાર્તિક નહિ આવ્યો તો.....

મારો પરિવાર એક બાજુ શરમાઈ ને ઉભો હતો મારા કારણે...મારા પપ્પાને તો ખબર જ હતી કે હું નહિ આવું...અને એમના આ જ્ઞાન નું કારણ ક્યાંક ને ક્યાંક હું જ હતો...મેં કોઈ દિવસ એમને ગર્વ થાય એવું કામ નહીં કર્યું હોય...દાદી તો ખબર નહિ શુ રમત રમતા કે એમને કશું ફરક જ ના પડતો. ...પણ એમને આજે લગભગ જીવ જતો રહેશે એમ તો લાગતું જ હતું.

મમ્મી તો મન માં જ ભગવાન ને પ્રાર્થના કરી રહ્યા હતા કે મારો છોકરો જ્યાં પણ હોય હેમખેમ હોય....

બપોરની સાંજ પડી ગઈ કોઈ ના આવ્યું....ગામલોકો હવે વિરજીભાઈ પર હસી રહ્યા હતા...એમની ઈજ્જત તો ચાલી ગઈ...પણ સનમની પણ બેઇજ્જતી જ કહેવાય કે એનો મંગેતર લગ્ન ચોરી માં જ ના આવ્યો...

લોકો એકબીજા ને કહી રહ્યાં હતાં કે હવે આ છોકરીનું શુ થશે??અમુક લોકો એ આવીને સનમ ના લગ્ન નિસર્ગ સાથે કરવી દેવાનું કહ્યું...વિરજીભાઈ કશું જ બોલવાની હાલત માં નહોતા...કારણ કે એમના જીવથી પણ પ્યારી ઈજ્જત હાલ નિલામ થઈ રહી હતી...

વિરજીભાઈ સનમ ને ત્યાં મંડપ પરથી ઉઠાડવા આવ્યા...કારણ કે હવે રાહ જોઈ જોઈને રાત પડી ગઈ હતી ....લોકો તમાશો જોઈને પોતપોતાના ઘરે જતા રહ્યા હતા...

તેમને સનમ પાસે બેસીને કહ્યું...
વિરજીભાઈ : બેટા....ઉઠી જા...કાર્તિક નહિ આવે...ચાલ અંદર રાત પડી ગઈ છે...

સનમે કઈ જવાબ જ ના આપ્યો.. અને એકદમ શાંત થઈને બેસી રહી...
વિરજીભાઈએ એને ઉભી કરવાનો પ્રયત્ન કર્યો...તો સનમ એ વિરજીભાઈને ધક્કો માર્યો અને દૂર ખસેડી દીધા....
સનમ : એ આવશે....એ મને પ્રેમ કરે છે...

વિરજીભાઈ : એ જાનકી જોડે જતો રહ્યો છે સનમ...ચાલ....

વિરજીભાઈ એ પાછો સનમને ખભે હાથ રાખ્યો...
સનમ : તમને એકવાર માં ખબર નથી પડતી...તે મને પ્રેમ કરે છે....જાનકી ને પ્રેમ તો શું વાત પણ ના કરે...મને પૂછ્યા વગર....તો જાનકી જોડે જાય જ નહીં...તે મારો છે....કોઈ બીજી સાથે શુ કામ ભાગે...

તેના ચહેરા પર એક અલગ પ્રકાર ની લાગણી સાથે અલગ જ વિશ્વાસ હતો...

વિરજીભાઈને ખબર પડી ગઈ કે સનમ હવે કાબુ માં નથી....એમને લાગ્યું કે હવે આને અહીં એકલા જ બેસવા દેવી પડશે...એટલે પોતે સેજલ ને તેની પાસે મોકલી અને દૂર જતા રહ્યા..સનમ કોઈની વાત નહોતી માની રહી .....હવે ત્યાં મંડપ માં ખાલી...મારો પરિવાર અને વિરજીભાઈ અને કાનો જ ઉભા હતા...કાનો બધું જોઈ રહ્યો હતો....

વિરજીભાઈ સનમ ને આવી રીતે જોઈને પોતાના પર કાબૂ ના રાખી શક્યા અને આટલા મજબૂત માણસ થઈને પણ પોતે આંખ માંથી આંસુ નીકળવા લાગ્યા સનમ ને જોઈને...

છેલ્લે મારા મમ્મી સનમ પાસે ગયા...અને કંઈક બોલ્યા અને સનમ ના માથે હાથ ફેરવી એને એક હુંફભરી બાથ ભરી તો સનમ ઉભી થઇ અને તેના રૂમ તરફ જવા લાગી...વિરજીભાઈ એ એમને આભાર કહીને રાત રોકાય જવા કહ્યું...

પણ મારા પપ્પા ના માન્યા..અને તે રાતે જ વિરજીભાઈ એ એમના માટે એક ગાડીની સગવડ કરીને એમને ઘરે રવાના કર્યા...
.
.
.
.
સનમ છેલ્લે એના રૂમમાં નહિ પણ મારા રૂમ માં ગઈ કે જ્યાં અમારા બન્ને ની ઘણી યાદો રહેલી હતી...અને ત્યાં બારી બારણાં બંધ કરીને...તેને પહેરેલા આભૂષણ ઉતારતા ઉતારતાં ખૂબ રડી....અને રડતા રડતા જ પલંગ પર બેઠી....

"દુનિયા રાજી જ નથી...આપણેને એક થતા જોઈને...પણ કાર્તિક તું ચિંતા ના કરતો...લોકો ગમે એ બોલશે હું એના પર વિશ્વાસ નહી કરું....તારા નિર્દોષ હોવાનો ભલે એકપણ પુરાવો નથી મારા પાસે...પણ પ્રેમ માં થોડી કાઈ કોઈના પુરાવા ની જરૂર છે...આજે આપણા લગ્ન ના થયા તો શું થયું....હું આજથી તારી જ વાઈફ છુ...તું ભલે ના આવે મારી પાસે...ગમે એ છોકરી જોડે ભાગી જા...પણ આ છેડે હું તો તારી આજીવન રાહ જોઇશ જ...મને દુનિયા ભલે પાગલ બોલે...પણ મારી દુનિયા તું જ રહેવાનો"

બહારથી સેજલ જે સનમ રડી રડીને બોલી રહી હતી તે બધું સાંભળીને પોતે પણ રડવા જેવી થઈ ગઈ...અને ભગવાન ને ફરિયાદ કરતા બોલી..

"કેમ ભગવાન તે આવું કર્યું....હજુ સવારે તો સનમબેન આખી જિંદગી ખુશ રહે એવુ માંગ્યું હતું મેં...અને તે તો રાત પડતા પહેલા જ બિચારીની જિંદગી માં ઉઝરડા પડી નાખ્યા..."
.
.
.
જ્યારે રસ્તા પર જઇ રહેલા વાહન માં બેસીને મારા પપ્પા મારા વિશે વિચારીને એમની નફરત માં વધારો કરી રહ્યા હતા....દાદી એમ વિચારતા હતા કે છોકરા એ અબજોની મિલકત ગુમાવી સનમ ને છોડીને...અને જ્યારે એક હતા મારા મમ્મી....જે ગાડીના કાચની બહાર આકાશ માં અચાનક એક તારો ખર્યો તો એમ માંગ્યું કે મારો છોકરા ને કશું જ ના થાય....તે અને સનમ બન્ને એક થઈ જાય....
.
.
.
વાહ!!!!
👏👏👏

જેના માટે એક તરફ આવી માં નો પ્રેમ હોય અને બીજી તરફ સનમ જેવી પ્રેમિકા હોય તો જિંદગી માં શુ થાય તમને...છતાંપણ હજુ હું દુનિયા મા છુ કે નહીં એવું લાગતું જ નથી...ખબર નહિ કાનો શુ પીવડાવીને ગયો...છે...ઈન્જેકશન એકલું જ બોવ કાફી હતું..જોઈએ હવે શું થાય છે...

ખબર છે ઘણું બધું ગુચ્ચમ થઈ ગયું છે..બાકી કાર્તિકની માં એ સનમને એવું તે શું કહ્યું કે તે ચાલી ને રૂમ માં જતી રહી...સનમ હવે શું કરશે...જાનકી નું શુ થયું હશે...ઢગલો સવાલ છે...પણ જવાબ તો નિરાંતે જ મળશે..




💜💜JUST KEEP CALM ND SAY RAM💜💜

On insta : @cauz.iamkartik