The Accident - 23 in Gujarati Love Stories by Dhruv Patel books and stories PDF | ધ એક્સિડન્ટ - 23

Featured Books
Categories
Share

ધ એક્સિડન્ટ - 23




{ બીજા દિવસે સવારે }


પ્રિશા:- હે ભગવાન... 6 વાગી ગયાં !! (ઊંઘ માં મોબાઈલ માં time જોઈને ) ધ્રુવ... ઓય ઉઠ ને late થશે યાર....


ધ્રુવ:- ઊંઘવા દે ને... ફરવાનું તો આખી જિંદગી છે, માણસ મહેનત જ શાંતિ થી ઊંઘવા માટે કરે છે તો મને ઊંઘવા દે ચલ ઊંઘ ના બગાડ. (ઊંઘ માં)


પ્રિશા:- તું નહી ઉઠે ને...? (ગુસ્સામાં)


ધ્રુવ:- કેમ અલગ થી કેવું પડશે મારે..!


પ્રિશા :- (પાણી નો ગ્લાસ ધ્રુવ પર રેડી દે છે) હાહાહાહાહા 😆


ધ્રુવ:- ઓયય આ શું કર્યું! (એકદમ ઉઠીને)


પ્રિશા:- છાનુમાનું તૈયાર થા ને નાટકો કરે છે...


ધ્રુવ:- માણસ ઘર માં ઊંઘી પણ નથી શકતો.... આના કરતાં પહાડીઓ ઉપર જતું રહેવું સારું.


પ્રિશા:- શાંતિ બચ્ચા શાંતિ.... પંચગીની જ જઈએ છીએ, ત્યાં શાંતિ અને આરામ બંને મળશે.


ધ્રુવ:- શાંતિ નું ખબર નથી પણ મસ્ત હોટેલ માં આરામ કરવા ના છીએ આપણે તો 😊😊


પ્રિશા:- હા કુંભકરણ પેલા તૈયાર તો થઈ જાઓ.... હજું પોલીસ સ્ટેશન જવું છે પાસપોર્ટ જમા કરવાં.


ધ્રુવ:- અરે હા... ચલ હું ready થઈ જાઉં.


પ્રિશા:- ok હું coffee બનાવીને રાખું....


(ધ્રુવ અને પ્રિશા તૈયાર થઈ ને નીચે બેઠા હોય છે...)


ધ્રુવ:- ચલ પ્રિશા પોલીસ સ્ટેશન


પ્રિશા:- હા ચલ પણ પપ્પા ને મળી લઉં , ત્યાં થી સીધાં આપણે નીકળી જવાનું છે.


ધ્રુવ:- પણ એ તો મંદિર ગયાં છે... mom dad અને આયરા બધાં.


પ્રિશા:- એમને મળ્યાં વગર કેમનું જવાય યાર!?


ધ્રુવ:- ચાલ ને હરખપદુડી 4/5 દિવસ માં પાછા જ આવી જશું ને ત્યાં કાંઈ ઘર લઈને રહેવાનું નથી હો.


પ્રિશા:- idea સારો છે ચાલ ત્યાં જ ઘર લઈ લઈએ. (હસતાં હસતાં)


ધ્રુવ:- હા.... વિચારીએ હો.. છાનીમાની ચાલ પોલીસ સ્ટેશન


પ્રિશા:- હા હો(હસતાં હસતાં)


{ ધ્રુવ અને પ્રિશા પોલીસ સ્ટેશન જાય છે }


ઇન્સ્પેક્ટર:- ઓહહ.... ધ્રુવ & પ્રિશા.... Good morning...


ધ્રુવ:- Good morning sir...


પ્રિશા:- સર પાસપોર્ટ જમા કરાવવા આવ્યાં છીએ , અમારે અહીંયા થી સીધાં પંચગીની જવું છે.


ઇન્સપેક્ટર:- જરૂર ... લાઓ પાસપોર્ટ અને અહીંયા સહી કરી દો. ( એક પેપર આપે છે)


ધ્રુવ:- આ શાનું પેપર છે?


ઇન્સપેક્ટર:- તમારા પર મર્ડર નો કેસ ચાલે છે તો જો તમે ત્યાં થી નાસી જવાની કે કોઈ પણ આડીઅવળી હરકત કરી તો અમારે shoot at sight નો ઓર્ડર પાસ કરવો પડશે.


ધ્રુવ:- જરૂર નહી પડે સર એની...


ઇન્સપેક્ટર:- અમને તમારાં પર trust છે પણ કાનૂન છે એટલે કરવું પડે છે અમારે


પ્રિશા:- thank you સર અમે નીકળીએ હવે...


ઇન્સપેક્ટર:- ok happy journey....( ઈશારા માં પ્રિશા ને ધ્રુવ પર નજર રાખવા માટે કહે છે )


પ્રિશા:- yes sir sure thanks...


(પોલીસ સ્ટેશન ની બહાર આવી ને)


ધ્રુવ:- ચાલો મેડમ.... હવે શું પ્લાન છે...?


પ્રિશા:- અહીંયા થી પંચગીની બસ માં.


ધ્રુવ:- ઓહહ helloo..... બસ માં નહિ હોં car લઈ લઉં છું હું...


પ્રિશા:- ઓહહ.... industry ના માલિક બસ માં નહિ ફાવે એમ ને


ધ્રુવ:- અરે બાપા એવું નથી... પણ મને નથી પસંદ બસ.... યાર 100 જગ્યાએ ઉભી રે એમાં પણ લોકો smoking કરે મને નથી પસંદ.....


પ્રિશા:- ચાલ ને યાર..... જુના દિવસો યાદ કરીએ.... હું જેમ nature lover હતી અને તું canada થી આવેલો NRI જેને અહીંયા ના nature and culture વિશે બહુ જ ઓછી ખબર હતી.... I know you are a VIP person .. sorry .. VVIP person but sometimes ... You should be a middle class person.


(હાથ પકડી ને)


ધ્રુવ:- હવે આ ઈમોશનલ અત્યાચાર કરવાની સાથે સાથે લેક્ચર આપવાનું બંધ કરીશ ? (ખૂબ જ માસૂમ ચહેરો બનાવી ને)


પ્રિશા:- મારા સામે તો જો તને મારા પર થોડી પણ દયા નથી આવતી? તે પ્રોમિસ કરેલું મને કે એવરી મંથ તું મને પંચગીની લઈ જઈશ ... આજે 6 months થયા...


ધ્રુવ:- ok મારી માઁ ....ok..... ચાલ બસ માં (મોઢું ચડાવીને)


પ્રિશા:- ધ્રુવ.....


ધ્રુવ:- શું....?


પ્રિશા:- I....


ધ્રુવ:- ઓહો ..... આજ mood માં હો પણ બોલ તો ખરા શુ....I.... પછી..


પ્રિશા:- I am happy (હસવા લાગે છે)


ધ્રુવ:- મને તો લાગ્યું કંઈક બીજું જ કહીશ ...😏


પ્રિશા:- અરે રે બચ્ચું બિચારું.


ધ્રુવ:- હટ્ટ....


પ્રિશા:- ચલ હવે છાનોમાનો late થાય છે....


{ બસ સ્ટેશન પહોંચીને }


પ્રિશા:- હું બારી પાસે જ બેસીશ.


ધ્રુવ:- નાના છોકરાં જેવું કરે છે હો તું.


પ્રિશા:- હા તો ભલે ને મને બેસવા દે....


ધ્રુવ:- નહી હું પ્લેન માં પણ બારી પાસે બેસું... car માં પણ and બસ માં છું તો બસ માં પણ


પ્રિશા:- હા તો બીજી સીટ પર બેસી જા પણ આ સીટ તો મારી જ.


ધ્રુવ:- નામ લખેલું છે તારું એના પર ?


પ્રિશા:- ના, પણ હવે લખી દઈશું તું તારું કર ને..... મારી સીટ છે હું નહિ આપુ બસ.... કહી દીધું તો કહી દીધું...


ધ્રુવ:- બોલો.... 7 જન્મ સાથે રહેવાના વાયદા કરીને લોકો સીટ પણ નથી આપતાં.


પ્રિશા:- એ જીવવા મરવાની વાત હતી હો... traveling time બારી વાળી સીટ આપીશ તને એવી deal હતી જ નહિ હો...


ધ્રુવ:- બેસ હો (પ્રિશા સામે જોઇને)


પ્રિશા:- બેસ તું મારી બાજુ માં નહિ તો ખોવાઈ જઈશ... (હસતાં હસતાં)


ધ્રુવ:- હા હવે ડાહી... બાય ધ વે ..... થેન્ક ગોડ બસ time પર છે....


પ્રિશા:- આજ હું તારા સાથે છું ને એટલે ...


ધ્રુવ:- તું સાથે જ હતી ... જ્યારે કેનેડા થી મારા 2 પ્લેન delay થયાં હતાં....😂😂🤣


પ્રિશા:- હા તો એ time અલગ હતો હો ડાહ્યા... 😏


{ બસ ઉપડે છે.... શાંત song વાગતાં હોય છે.... લાંબા પ્રવાસ બાદ ધીમે ધીમે બસ પંચગીની ના રસ્તે ચડે છે આજુ બાજુ એકદમ લીલોતરી, આકાશ એકદમ ખૂલેલું ...અને ધરતી એ જાણે લીલી ચાદર ઓઢી નાખેલી છે.... પક્ષીઓ નો કલરવ અને ઠંડા પવન ના સુસવાટા અને એ જ પવન ની ઠંડી લહેર થી બારી વાળી સીટ માં બેસેલી પ્રિશા પોતાની આંખો ને કુદરત ના આ કરિશ્મા ને આંખો બંધ કરીને નિહાળતાં રોકી ના શકી અને એની આંખો બંધ થઈ જાય છે અને માથું ધ્રુવ ના ખભા પર મૂકીને સુઈ જાય છે તો ધ્રુવ પણ એના હાથ માં એનો હાથ લઈ લે છે.... પવન થી પ્રિશા ના વાળ એના ચહેરા ને ચૂમી રહ્યાં છે એ જોઈને ધ્રુવ એને આંગળી થી એના વાળ ને side માં કરે છે.... એ સમય ધ્રુવ અને પ્રિશા બન્ને માટે કિંમતી હતો કારણ કે બંનેને city ના કામ કાજ, office અને કેસ માંથી શાંતિ મળી હતી.


શાંત સંગીત ઠંડી હવા કુદરત નો ખોળો પોતાનો પ્રેમ = એક સંપૂર્ણ જિંદગી બની ગઈ હતી , ધ્રુવ અને પ્રિશા માટે ( બસ થોડી જ મિનિટો માટે ) બસ માં અચાનક driver એ બ્રેક મારી અને પ્રિશા ઉઠી ગઈ.....


પ્રિશા:- આ કોણ છે જેણે મારી ઊંઘ બગાડી!?


ધ્રુવ:- ઓહ તમે બોલ્યાં... 🤔🙄😂


પ્રિશા:- હા જ તો ઊંઘ બગડી મારી.


ધ્રુવ:- રોજ સવારે લોકો અમારી ઊંઘ બગાડે ને એટલે એવું જ થાય છે.


પ્રિશા:- યાર પણ એ વસ્તુ અલગ છે ને...


ધ્રુવ:- કેહતી હોય તો હું બસ ચલાઉ??


પ્રિશા:- રહેવા દે , પંચગીની ના બદલે પંચમઢી લઇ જાય એવો છે તું. ( હસતાં હસતાં)


ધ્રુવ:- યાર પણ સાચે જ બહુ યાદો જોડાયેલી છે અહીંયા થી આપણી.


પ્રિશા:- હા યાર બઉ જ બધી... હું ક્યારે ના ભૂલી શકું.


ધ્રુવ:- હા જ તો અહીંયા આવીને તારા જોડે પ્રેમ થયો અને હું છેતરાઈ ગયો life time યાદ રહેશે આ છેતરામણી 😂


પ્રિશા:- ઓહહ (ધ્રુવ સામે જોઇને)


ધ્રુવ:- ગુસ્સો ... ઓહો .. મસ્ત લાગે હો...


પ્રિશા:- તું નીચે ઉતરી જા ... તારું કંઈ જ કામ નથી... અહીંયા થી જા પાછો જા...


ધ્રુવ:- હું તો જતો રહુ પણ પપ્પા પછી કહેશે ક્યાં મૂકી ને આવ્યો એકલી ને આમ પણ પંચગીની માં જંગલી પ્રાણીઓ નો ત્રાસ છે અને તને મૂકી ને જાઉં તો પંચગીની માં કોઈ ફરવા પણ ના આવે 😂😂


પ્રિશા:- બસ હો ( નારાજ થઈ ને)


ધ્રુવ:- પાગલ મજાક કરું છું ......I......


પ્રિશા:- શું આગળ તો બોલ....


ધ્રુવ:- I am joking.... હાહાહાહાહાહ


પ્રિશા:- હટ્ટ


(પ્રિશા અને ધ્રુવ પંચગીની પહોંચે છે)


બસ સ્ટેશન ઉતરતા ની સાથે જ પ્રિશા ની નજર ઠીક પાછળ ઉભા એક માણસ પર જાય છે એ એમને જોઈ રહ્યો હોય છે.... પ્રિશા ને એ માણસ ઈશારો કરે છે પ્રિશા સમજી જાય છે કે પોલીસ નો agent છે એ....


ધ્રુવ:- અરે હોટેલ નું શું કરશું હવે?


પ્રિશા:- ભગવાન ને thanks કે તને આટલી smart wife મળી છે.


ધ્રુવ:- કેમ?


પ્રિશા:- મેં પેલા થી જ બુકિંગ કરી દીધેલું છે.


ધ્રુવ:- એમાં શું નવાઈ લે... લોકો દુબઇ જાય fresh થવા અને તું મને અહીંયા લઈને આવી એ વાત પરથી ખબર પડી ગઈ તું કેટલી સમજદાર છે ..(હસતાં હસતાં)


પ્રિશા:- હા તો બેટા એ તો આમ પણ ઘર કી મુરગી દાળ બરાબર જ હોય હો


ધ્રુવ:- ઓહહ તેરી.... જબરું બોલે હો...


પ્રિશા:- કેમ લખવાનું તમને જ આવડે કે શું...


ધ્રુવ:- મારી માઁ માફ કર મને... ચલ હવે થાક્યો છું.


(પ્રિશા અને ધ્રુવ હોટેલ જાય છે... પેલો માણસ એમના પાછળ પાછળ એ જ હોટેલ માં રોકાય છે...... પ્રિશા ને કોઈ પ્રોબ્લેમ નથી કારણ કે એ એમની જ help કરવા માટે હોય છે.... ધ્રુવ અને પ્રિશા રૂમ માં પહોંચે છે)


ધ્રુવ:- ઓહહ.... wow પ્રિશા બહાર સીન તો જો (બારી ખોલીને)


પ્રિશા:- બેટા આ પંચગીની છે ... તારા પેલા દુબઇ કરતાં એક દમ મસ્ત .... અહીંયા ના car નો અવાજ, ના કોઈ પ્રદુષણ , ના મોટી બિલ્ડીંગ... આકાશ ખુલ્લું અને પાણી પણ ચોખ્ખું.... ગમે તેટલી smart city હોય કુદરત ના કરિશ્મા જેટલું સારું ના હોય....


ધ્રુવ:- બધી વસ્તુ માં કુદરત નો પ્રેમ ક્યાં થી નીકળે છે.... અમારા માટે પણ રાખો થોડો.🤤


પ્રિશા:- શું રાખું? (હસતાં હસતાં)


ધ્રુવ:- ગુસ્સો (એની સામે જોઇને)


પ્રિશા:- એ તો આમ પણ રોજ કરું છું.(હસી ને)


ધ્રુવ એને એટલી ખુશ જોઈને પોતાનાં બધાં દુઃખ ભૂલી જાય છે..... એનો હાથ પકડે છે અને એને જોઈ જ રહે છે... બારી માં થી ઠંડી આવે છે બંને એકબીજા માં ખોવાયા છે....... પણ બહાર થી એ સમયે કોઈક gate પર knock કરે છે....


ધ્રુવ:- અહીંયા બી શાંતિ નથી...


પ્રિશા:- હાહાહાહાહાહ


ધ્રુવ:- કોણ છે જો ને યાર..


પ્રિશા:- તું જા હું નથી જવાની અહીંયા હું કોઈ કામ નહીં કરું તારે જ કરવાનું.


ધ્રુવ:- નોકર સમજ્યો છે તે તો.... સારો એવો બૉસ હતો અમદાવાદ માં અને અહીંયા આવીને નોકર જેવું રાખે છે.


પ્રિશા :- ચાલ હવે જો કોણ છે ...


( Waiter ડોર પર Coffee લઈને આવે છે)


ધ્રુવ:- ઓહહ wow coffee


પ્રિશા:- yes my dear .... for you


ધ્રુવ:- આ લોકો ને કેવી રીતે ખબર મને coffee જોઈએ છે !


પ્રિશા:- પેલા થી જ તારી પસંદ ના પસંદ નું લિસ્ટ આપી દીધું છે... dinner પણ તને ગમતું જ બનશે.


ધ્રુવ:- ઓહો... special treatment એમને...!


પ્રિશા:- ના આ તો just formality છે મોલ માં શોપિંગ પછી બેગ્સ તારે જ ઉપાડવાની છે ને એટલે પેલા તને ખુશ કરી દીધો.


ધ્રુવ:- ઓહ... હવે સમજ્યો ... બાલી ના બકરા ને બલી ચડાવતાં પહેલાં ફુલ પેટ જમાડવામાં આવી રહ્યો છે.


( બંને હસી પડે છે. )


સાંજે પ્રિશા અને ધ્રુવ city માં ફરવા નીકળે છે...


ધ્રુવ:- તને આવડા મોટા india માં થી આ જ જગ્યા કેમ ગમે છે?


પ્રિશા:- કારણ કે અહીંયા શાંતિ છે યાર... ના કોઈ અવાજ ના કોઈ પ્રદુષણ... ના કોઈ કામ ની દોડધામ.


ધ્રુવ:- એક કામ કર અહીંયા તારા માટે પ્લોટ લઈને એક ઘર જ બનાવી દઈએ પછી રહેજો તું ને તારી શાંતિ એક ઘર માં ... (હસતાં હસતાં)


પ્રિશા:- વિચારી લેજે હું તો રહી લઈશ પણ મને જોયા વગર રહી શકીશ!?


ધ્રુવ:- હા એમાં શું મોટી વાત છે લે....


પ્રિશા:- ઓહહ અચ્છા.... તો હું મારાં ઘરે જાઉં અને 2/3 દિવસ રોકાઉ એમાં call ઉપર call કોના આવે છે કે પાછી આવ જલ્દી ?


ધ્રુવ:- એ બહું ખુશ ના થા હો.. એ તો એટલે આવે છે કે તારી મમ્મી મને call કરે છે કે એને જલ્દી બોલાવી લે તારા જોડે અમને હેરાન કરે છે.


પ્રિશા:- ઓહહ hello ... એવું બને જ નહીં


ધ્રુવ:- પૂછી લે જે હો ... ઘરે જઈને.


પ્રિશા:- હવે ફરવા આવ્યાં છીએ તો ફરને પાગલ અહીંયા બી જગડા....


ધ્રુવ:- આય હાય... આજ તો ફૂલ મૂડ માં (smile આપી ને)


પ્રિશા:- (ધ્રુવ નો હાથ પકડે છે અને ચાલવા લાગે છે) ધ્રુવ યાદ છે અહીંયા જ આપણે મળ્યા હતા... અહીંયા ની હવા મને special feel કરાવે છે...


ધ્રુવ:- માણસ જે જગ્યાએ થી છેતરાયો હોય એ જગ્યાએ પાછો વળી ને જાય એને પાગલ કહેવાય અને હું છું એ પાગલ કે અહીંયા આવ્યો ...(હસતા હસતા)


[ પ્રિશા ધ્રુવ નો હાથ છોડી ને ચૂપ ચાપ ગાર્ડન માં જઈને બેસી જાય છે. ]


બે મિનિટ......પાંચ મિનિટ......દસ મિનિટ સુધી બેસી રહે છે.... એને એમ કે ધ્રુવ આવશે અને મનાવશે પણ પાછળ વાળીને જોવે છે તો ધ્રુવ ત્યાં નથી હોતો....... એ ડરી જાય છે, આમ તેમ જોવે છે પણ ધ્રુવ નથી ત્યાં.....


ધ્રુવ ક્યાં ગયો..?


શું ધ્રુવ ના દુશ્મન ત્યાં પણ પહોંચી ગયા?


પ્રિશા હવે શું કરશે...?

to be continued.....