Operation Delhi - 9 in Gujarati Fiction Stories by Dhruv vyas books and stories PDF | ઓપરેશન દિલ્હી - ૯

Featured Books
Categories
Share

ઓપરેશન દિલ્હી - ૯

“હવે મારી પાસે એક યોજના છે. આપણે એ પ્રમાણે કામ કરીશું તો આપણા સફળ થવાના તકો વધારે છે અને જોખમ પણ ઓછું છે.” પાર્થ એ કહ્યું અને પોતાની યોજના જણાવવાનું શરૂ કર્યું “હું અને કેયુર પહેલાં કેફે વાળા માણસનો પીછો કરી શું તમે ચારેય અહીયા હોટેલ પર રહી હોટેલમાં આવતા જતા વ્યક્તિ પર નજર રાખજો. જો કોઈ શંકાસ્પદ નજર પડે તેની વિશે માહિતી મેળવવાની મેળવવાના પ્રયત્ન કરજો. પણ યાદ રહે ખોટી ઉતાવળ કરવી નહીં જેથી કરી આપણી ઉપર મુશ્કેલી આવે.” પાર્થ.

ત્યારબાદ પાર્થ અને કેયુર પેલા માણસની પાછળ જવા માટે નીકળતા હતા એ પેલા પાર્થ એ કહ્યું કે “અમે બંને તેની પાછળ જઈએ છીએ.હું મારું લોકેશન તમારી સાથે શેર કરી દઈશ જેથી કરી કોઈપણ તકલીફ પડે તો આપણે એકબીજાની મદદ કરી શકીએ.”

બધા એ સહમતી દર્શાવી પોતાના મોબાઈલ જીપીએસ સાથે કનેક્શન કર્યા. તેમજ પાર્થે પોતાનું લાઇવ લોકેશન બધાને એક ગ્રુપ બનાવી એમાં શેર કર્યું. જેથી આગળ ની માહિતી મળી શકે તેમ જ તેનું લોકેશન પણ ઓટોમેટીક અપડેટ થાય. જેથી કોઈ મુશ્કેલી પડે તો મદદ માટે તરત કોઈપણ હાજર થઈ શકે. પાર્થે પોતાના મોબાઈલમાં પહેલા ટ્રેકિંગ સોફ્ટવેર વડે રાજની ઘડિયાળ નું લોકેશન મેળવ્યું તો તેમાં જાણવા મળ્યું કે પેલો માણસ તો હોટેલ પર પરત ફરી રહ્યો છે. તેણે કેયુર ને કહ્યું.”હવે આપણી યોજનામાં થોડા ફેરફાર છે. કેમકે પેલો માણસ ફરીથી હોટલ પર આવી રહ્યો છે. આપણે એની પાછળ જવા કરતાં હવે આપણે હોટલમાં જ રાહ જોવી પડશે. કેયુર તું મારી સાથે ચાલ આપણે વેઇટિંગ એરિયા માં જવું પડશે” પાર્થ

“વેઇટિંગ એરિયા માં જવાની શું જરૂર છે?” રીતુ.

“પેલો માણસ પરત હોટેલ પર આવી રહ્યો છે. અમે વેટિંગ એરિયા પર હોઈએ તો તેનો પીછો કરી તેનો રૂમ નંબર મેળવી શકીએ.” પાર્થ.

બંને ઉપરથી વેઇટિંગ એરિયા તરફ ગયા.

@@@@@@@@@@

ગઈકાલે રાત્રે બનેલા બનાવ પછી હુસેનઅલી એ રાજ તેમજ અંકિતને હોટલમાંથી બીજી જગ્યાએ ખસેડવાનું કહ્યું એ પણ કોઈને ખબર પડે નહીં એ રીતે.

એજાજ આ બંને ને અહીંથી ખસેડવા પડશે. પણ કોઈને જાણ ન થવી જોઈએ.” હુસેનઅલી.

“પણ આપણે તેને કઈ જગ્યાએ લઈ જઈશું?” એજાજ.

“એજાજ એક કામ કર અત્યારે મહમદ ને અહીં બોલાવ આપણે તેને જ પૂછવું જોઈએ કે એવી કોઈ જગ્યા છે જ્યાં આપણે આ બંનેને રાખી શકાય.” હુસેનઅલી

એજાજે ફોન કરી મહમદ ને તાત્કાલિક હોટેલ પર આવવા જણાવ્યું. થોડીવાર પછી એ હોટેલ પર આવી પહોંચ્યો એટલે એજાજ ખાને તેને સંપૂર્ણ વિગતથી વાકેફ કર્યો અને કહ્યું “એવી કોઈ જગ્યા છે જ્યાં આપણે આ બંને ખસેડી શકીએ.”

મહમદે થોડીક વાર વિચાર્યું પછી કહ્યું “આ બંને ને આપણે કાસીમના ગોદામમાં ખસેડી આપીએ તો. આમ પણ એ જગ્યા અહીંથી દૂર અને જંગલમાં આવેલી છે. ત્યાં માણસોની અવરજવર પણ ઓછી હોય તેથી આપણે જેટલા પણ દિવસ તે બંનેને રાખવા હોય તેટલા દિવસ રાખી શકીએ છીએ.”

“અહીંયા તો તેમની પૂછપરછ શક્ય નથી. આપણને એ કોણ છે એ ખબર ન પડે ત્યાં સુધી તેઓને બંદી. જ રાખવા પડશે” હુસેન અલી

“આપણે કાલે સવારે કાસીમ ને ત્યાં જવાનું છે આપણા બધા માણસો ત્યાં પહોંચી ગયા છે.” મહમદ.

“બરોબર છે આપણે કાલે સવારે મળીએ” એજાજ

“ઠીક છે હું તમને લેવા માટે હોટેલ પર આવી જઈશ તમે તૈયાર રહેજો” મહમદ

ત્યાર બાદ મહમદ ત્યાંથી રવાના થયો. એજાજ અંદરના રૂમમાં ગયો.જ્યાં નસીર રાજ તેમજ અંકિતને બેહોશીનું ઇન્જેક્શન નો બીજો ડોઝ આપી રહ્યો હતો. આવા ઇન્જેક્શનો તે લોકો હંમેશા સાથે જ રાખતા કેમ કે તેની જરૂર કયારે પડે એ કહી શકાય નહીં. એજાજ ને અંદર પ્રવેશ તો જોઈને પૂછયું “આ બંનેનું શું કરવું છે?”

“આજની રાત તો આવી જ રીતે રાખવા પડશે. કોણ છે આ બંને કંઈ ખબર પડી?” એજાજ.

“ તેના વોલેટ માંથી તો આઈ.ડી.પ્રુફ ઉપરથી એવું લાગે છે કે આ લોકો શાંતિનગરમાં રહે છે. અહીંયા વેકેશન ગાળવા માટે આવ્યા હોય તેવું લાગે છે. ચહેરા ઉપરથી પણ બંને સ્ટુડન્ટ જ લાગે છે.” નાસિર


“પણ આપણે કોઈ પણ પ્રકારનું જોખમ લેવું અત્યારે પોસાય તેમ નથી” એજાજ.

ત્યાર બાદ એજાજે મહમદ તેમજ હુસેનઅલી સાથે જે વાત થઇ હતી તેના વિશે જણાવ્યું અને કહ્યું કે “આવતીકાલે સવારે તેમને મળવા અમે જવાના છીએ. પછી મોડી રાત્રે આ બંને ત્યાં ફેરવવા પડશે તે પણ કોઈને ખબર પડે નહીં એ રીતે.”

“ઠીક છે તો અત્યારે બંને ને થોડો થોડો વધારે ડોઝ આપી દઉં જેથી સવાર સુધી બંને સુતા રહે.” નાસીર.

નાસીરે બંનેને થોડો વધારે ડોઝ આપ્યો પછી તે તથા એજાજ બીજા રૂમમાં સુવા માટે ચાલ્યા ગયા. બીજા દિવસે સવારે ઊઠીને નિત્યકર્મ પતાવી એજાજ કોફી પીવા માટે નીચે ઊતર્યો. હોટલની સામે આવેલા કેફે માટે ગયો ત્યાં તેણે કોફીનો ઓર્ડર આપ્યો. તે કોફી પીતો પીતો મહમદ ની રાહ જોતો હતો પણ એને એ ખબર ન હતી કે તેને કાંડામાં પહેરેલી રાજ ની ઘડિયાળ તેની આખી યોજનામાં કેવી નડતરરૂપ થવાની હતી. તેણે બહાર મહમદને ગાડીમાં જોયો તેથી તે કોફી નું બિલ ચૂકવી ઝડપથી કેફે માંથી બહાર નીકળી મોહમ્મદ સાથે કારમાં બેસીને ચાલ્યો ગયો. જો એ ત્યાં તો થોડીવાર વધુ કેફેમાં રોકાયો હોય તો ઘણી બધી ઘટના ઘટતા રહી જાત. તે લોકોનું કામ યોજના બહાર પાડી શકાત પણ કહે છે કે ધાર્યું હોય એવું કશું થતું નથી આપણે તો ખાલી પ્યાદોજ છીએ બાકી બધો ખેલ તો ઉપરવાળો પોતે જ રમે છે.