Varraja ke aatma ? in Gujarati Horror Stories by Jignasha Patel books and stories PDF | વરરાજા કે આત્મા ?

Featured Books
Categories
Share

વરરાજા કે આત્મા ?

કોમલ કેટલી વાર ? આવી મમ્મી બસ આ જો ને ફોટો સૂટ કરાવવા માટે તૈયાર થઈ રહી છુ .મેકઅપ કરતા વાર તો લાગે ને મમ્મી .હા હા હવે વધારે મેકઅપ જોઈને જમાઈ રાજા ગભરાઈ ના જાય ....જલ્દી કર બેટા કાલે જાન માંડવે આવી ઊભી રહેશે અને તૈયારી માં તારી મદદ ની જરૂર છે .આપણે તો ઘર ના જ કરીશું તો જ પાર આવશે બાકી કુટુંબ માં ક્યા એવો કોઈ નો સપોર્ટ છે દીકરા .હા મમ્મી તું જરાય ચિંતા ના કરીશ બધુ જ થઈ જશે મને ખબર જ છે કે મારા લવ મેરેજ થી આપણા કુટુમ્બીજનો ને માઠું લાગ્યું છે પરંતુ ધીમે ધીમે હું બધા ની સામે ખરી ઊતરીશ કે મે કોઈ જાત ની ભૂલ નથી કરી .અને તારો તો હું જીવનભર આભાર માનું તો પણ ઓછો પડી જાય .દુનિયા ના બેસ્ટ મમ્મી પાપા મને મળ્યા છે કે બીજા ની વાત પર ધ્યાન આપ્યા વગર મારા પર વિશ્વાસ મૂકે છે .
રાહુલ સાથે મારા લગ્ન થશે એ પણ તમારા આશીર્વાદ થી હું ખૂબ જ ખૂબ જ ખુશ છુ ....કોમલ કોમલ હવે માખણ લાગવાનું મૂકી ને તૈયારી માં લાગીયે કે નહિ ? ? હા હા મમ્મી રાહુલ ની વાતો જ એટલી અનોખી છે ને કે તને શું કહું ! ! !

ધામધૂમ તૈયારી થઈ રહી છે દીકરી ના લગન માં કોઈ કમી નહિ આવા દઈયે સવિતા કોમલ ના પપ્પા બોલ્યા કોમલ આ બધુ જોઈ રહી હતી .ક્યારે સવાર પડે ને ક્યારે રાહુલ ને જોવે એક અનોખી જ તાજગી છે કોમલ ના ચહેરા પર મન માં ગીતો ગુનગુનાવી રહી છે .
હવે ક્યા સુધી દૂર રહીશ સાહિબા મારા .....
હું તારી રાની ને તું મારા મન નો એક ચોર સાહિબા મારા
દલડું દીધું હવે તું જ પર વારી સાહિબા મારા
ક્યા સુધી હવે રહેશો દૂર બસ એક રાત છે બાકી ....
રાત પડી બધી તૈયારી કંપ્લેંટ છે સવિતા દીકરી ને આટલી મોટી કરી અને કાલે મારો કાળજા નો ટુકડો મારા થી છૂટો પડી જશે ? દિનેશ આ તો દરેક ઘર નો નિયમ છે દિલ કાઠું તો રાખવું જ પડશે ..મને પણ આજ ની રાત નીંદર જ નહિ આવે .સવિતા તું જા આજે આપની કોમલ પાસે સાથે સૂઈ જા મન ભરી વાતો પણ કરી લેજો .હા હા હું જાવ જ છુ .બન્ને માં દીકરી થાકેલા થાકેલા ક્યારે સુઈ ગ્યા ને સવાર થઈ ગઈ જાન સવારે લીમડી ગામ થી નીકળી ગઈ દસ વાગે હસ્તમેળ થવાનો સમય છે બધું જ સરસ ચાલી રહ્યું છે કોમલ તેમજ રાહુલ અને પરિવારો ની ખુશી નો પાર નથી રાહુલ એક કંપની માં CA પોસ્ટ પર છે અને એ જ કંપની માં બરોડા માં કોમલ પણ BCA ના બેજ પર કોમ્પુટર વર્ક કરે છે બન્ને ક્યારે નજીક આવ્યા ખબર છતા ના થઈ.બરોડા થી કોમલ નું ગામ નજીક હતું ત્યાંથી બસ માં અવર જવર રહેતી .રાહુલ નું પણ એવુ જ હતું .
વરઘોડો ધામધૂમ થી આવે છે બેન્ડ ના અવાજ ફટાકડા ના અવાજ કોમલ ના મન ની હલચલ વધી રહી છે .કોમલ વરઘોડો જોવા આમ તેમ બારી બારણા ઓ માં જોવા મથે છે છેવટે તેમના દોસ્તારો નું ગ્રૂપ નાચતું નજરે પડે છે .પણ રાહુલ નથી દેખતો છેવટે થાકી ને બેસી જાય છે ને બબડે છે કંઈ નહિ હવે તો આખી જિંદગી જોવાનો જ છે ને .દ્રાક્ષ ખાટી છે એમ હા હા હા .
મમ્મી વરરાજા ને પોંખવા ચાલી છે સવિતા બેન આજે સરસ દેખાઈ રહ્યા છે તેમની સાથે રહેલા સગા માંથી અવાજ આવે છે .હા સરસ ઓઢણી નાખી છે માથામા જમાઈ પણ હીરો શોધ્યો છે ચલો ચાલો હવે બધીઓ ગાવો બધા ગીતો ગાય છે .જમાઈ રાજા નું નાક ખેંચો અવાજ આવે છે .જૂના ગુજરાતી ગીતો ગવાય છે
' ' તારી માં એં જામ્બુ ખાઈ ને જણ્યા રે એટલે કાળા
મેશ ' '
આવું ગીત ગુંજે છે બધા જાનેયા મંડપ મા જગ્યા લઈ લે છે વરરાજા માયરા મા અને શરબત થી આગતા સ્વાગતા શરુ છે .ખુશી ના માહોલ મા અમુક સ્ત્રી ઓ હા હા ગપ્પા ગપસપ મા ગુલ છે .અમુક પંચાત મા અને અમુક આ લગન જોવા આતુર .કોમલ ની ફ્રેન્ડ્સ આવી ગિફ્ટ ના બોક્ષ નજરે પડતા હતા .
અચાનક કંઈ સમજાયું નહિ જોર થી કોઈ એ ચીસ પાડી દોડો દોડો હું જોવા ભાગી અચાનક હું થોડી વાર માટે આંખો ખુલી રહી ગઈ અને કંઈ સુજ્યુ નહી .મમ્મી પાપા બધા ને કોઈ બોલવા ભાગ્યું ને જાણે ભીડ જમા થઈ ગઈ .કોઈ ડૉક્ટર ને કૉલ કરો કોઈ એમબ્યુલસ બોલવો આ શું ? ? કેવી રીતે ? ના આવજો થી મારી આંખો ભરાઈ ગઈ કેમ ? ? કેમ કે બીજું કોઈ નહિ મારો રાહુલ મારી સામે ખુરશી માંથી અચાનક નીચે પુતડુ બની પડ્યો છે .કોણ જાણે શું થયું એને મારું શરીર કામ આપતું બંધ થઈ ગયું છે .કંઈ સૂજ નથી શું કરું ક્યા જવું .બસ હાલ તો રાહુલ ને ભેટી પડી .બધા ઊંચકી ને ખટલા પર સુવાડ્યો પાણી છાંટ્યું .ડોકટર તત્કાલ આવી ગયા .તરતજ હૉસ્પિટલ મા દાખલ કરવા કહ્યું જોવો જરા મોડુ ના કરો આમને તુરંત દાખલ કરો સારવાર ની જરૂર છે .ચાલો ચાલો ગાડી લાવો ઉતાવળા પગે પપ્પા દોડ્યા .આખું વાતવરણ જાણે ખુશનુમા માંથી ગમગીન થઈ ગયું .રાહુલ ના મમ્મી પપ્પા ખૂબ ચિન્તા મા ગાડી માં રાહુલ સાથે બેસી ગયા હૉસ્પિટલ જવા .જલ્દી કરો જલ્દી કરો કરી બીજી બે ચાર ગાડી પછળ પછળ દોડી હું જવા ગઈ પણ બધા એ ના કહી પાછી વાળી .લગન નો મહોલ ગમગીન અને મારા સપના ત્યા જ થમી ગયા .હવે તો બસ રાહુલ જલ્દી સારો થાઈ એ જ ધુન વાગી રહી હતી બીજા બધા વિચારો સ્થગિત છે .હૉસ્પિટલ થી કોઈ ફોન પણ નથી આવતો કેમ ? ?કોઈ તો જણાવો ત્યા શું ચાલી રહ્યું છે ! ! હું પાગલ થઈ જઈશ હે ભગવાન મારા રાહુલ ને સાજો કરો .
ઘણો સમય થઈ જાય છે કોઈ જવાબ આવતો નથી હવે રાહ નથી જોવાતી હું પપ્પા ને ફોન કરી પુછી લવુ કૉલ જાય છે પણ ઉપાડતા નથી .વારમવાર ફોન લાગવાનું ચાલુ છે .અચાનક અવાજ આવ્યો હા દીકરા બોલ .કોમલ એકી
સાથે ફટફટ પૂછે છે કેવું છે હવે ? કેમ છે ? રાહુલ ને ? પપ્પા થોડી વાર ચુપ છે .ફોન માં કોઈ નો અવાજ આવ્યો રાહુલ ભાઈ ICU માં છે ત્યા કોઈ જશો નહિ દાક્તર એ ના કહી છે .કોમલ તો આઘાત માં સરી ગઈ ને તુરંત કોઈ ને કંઈ કહ્યા વગર નજીક ની સિટી માં હોસ્પિટલ પહોંચી ગઈ .બધા ને પૂછતી પૂછતી રાહુલ ને શોધી કાઢ્યો .બધા ખૂબ ચિન્તા માં છે મને કોઈ કહેશે શું વાત છે ? પ્લીજ઼ .મારા થી નથી રેવાતુ .રાહુલ ની મમ્મીએ રડતા સ્વર માં જવાબ આપ્યો કે અચાનક રદય નો હુમલો થયો છે અને નીચે પડતા નાના મગજે ઈજા થઈ છે .હાલત ખૂબ નાજુક છે મારા રાહુલ ની બેટા આ શું થયી ગયું ' ' હે ભગવાન ક્રુપા કર ' ' અમે રાહુલ ની આ હાલત નહી જોઈ શકતા ......
તુરંત દાક્તર આવતા નજરે પડે છે ને એક જે નજીક નું હોઈ એ મારી સાથે આવો ...રાહુલ ના પપ્પા મનોજ ભાઈ બોલ્યા હા સાહેબ ..દાક્તર કહે જોવો મનોજ ભાઈ બનતી બધી કોશિશ કરી પણ અમે ના કામિયાબ રહ્યા અમે રાહુલ ને બચાવા માં નિષ્ફળ નીવડ્યા અમે દિલગીર છીયે .આ એમ સૉરી મનોજ ભાઈ .રાહુલ ના પપ્પા ના પગ નીચે થી જાણે જમીન સરકી પોતે ચક્કર આવે એવી હલતે બહાર આવતા જ જોર થી ચીસ પાડી રડવા લાગ્યા રો કકળાટ થવા લાગ્યો .રાહુલ ની મમ્મી ને કહે મંજુ આપણો રાહુલ ............બાપ રે .....મને કેમ ના લઈ લીધી ......મારા દીકરા એ શું પાપ કર્યું આવી સજા ....... કોમલ તો પાગલ જ થઈ ગઈ જાણે આ જોતા પોક મૂકી રડતા સીધા icu માં ભાગી રાહુલ ને હલાવતા ઉઠાડવા લાગી ના રાહુલ ના હું નહી જીવી શકું તે પ્રૉમિસ કર્યું હતું .મને મૂકી ને નહી જઈ શકે .જોર જોર થી કોમલ રડે છે બધા પરિવાર ના લોકો પણ ચોધાર આંસુ રડી પડે છે .આ શું થઈ ગયું ....
એક નો એક જીવતો જાગતો રાહુલ મારો ........
યે દીકરા આંખો ખોલ ને .....બધા રાહુલ ને લઈ ને ઘરે આવે છે .વાત માનવા કોમલ તૈયાર નથી કે આવું કંઈ બની શકે .યે ને હજુ વિશ્વાસ છે કે રાહુલ ને કંઈ નથી થયું ક્દાચ બેભાન છે .ઘર ના બધા બીજા દિવસે રાહુલ ના અંતિમ સંસ્કાર નું નક્કી કરે છે .રાહુલ ને બરફ માં રાખ્યો છે ! ! એને ઠંડી સહન નથી થતી આ શું કરો છો બધા કોમલ મોટે થી બોલી ....પણ શું જવાબ આપે હવે બધા ..
સવાર પડતા જ ઘર માં ગમગીન માહોલ છે બધા સફેદ કપડા માં નજરે પડે છે અંતિમવિધિ ની તૈયારી થઈ રહી છે .રાહુલ ને તો વરરાજા નો જ શૃંગાર કર્યો છે .તે ને ઇચ્છા ખૂબ જ હતી પરણવાની .ઘણા કોડ માં બાપ ને પણ હતા બધું વેરવિખેર થઈ ને રહી ગયું .રડવાના આવજો ગુંજી ગયા .ઓ મા રે આવી નાની ઉંમરે કેમ આવું કર્યું સંસાર તો જોવા દેવો તો .........
રાહુલ ને હવે બધા દાહ દેવા લઈ જઈ રહ્યા છે ખૂબ જ શૌક છે .પણ હવે કુદરત આગળ ક્યા કોઈ નું ચાલે .જેવી ઉપર વાળા ની ઇચ્છા પોક મૂકી મૂકી રુદન ના આંસુ રેલાઈ છે રાહુલ ને એ જ વરરાજા ના કપડા માં સજ્જ કર્યો અને જાણે હજુ રાહુલ નવો પરણવા જતો વરરાજા જ નજરે પડે છે ફરક એ કે બગી ના બદલે સબવાહિની છે .આ કંઈ ઓછું નથી મા બાપ અને કોમલ એ તો દિલ પર પથરા મૂક્યા હોઈ એવો ભાર .કોમલ બોલી હું દુનિયા ની પહેલી છોકરી હોઈશ જેની સાથે આવું થયું હશે કે ફેરા ફરવાની તૈયારી માં જ આવું બન્યું હું કેટલી કમનસીબ છુ .
ઠાઠડી તૈયાર થઈ ગઈ અંદર રાહુલ છે અને ચો કોર થી એને પકડી રામ રામ સત્ય હો બોલાઈ છે .પુરૂષો ઘર ની બહાર લાવે છે .કોમલ અને ઘરવાળા ઓ છેક સુધી પાછળ પાછળ જાય છે .
થોડા જ સમય માં બધું આંખો થી ઓજલ થઈ જાય છે.રાહુલ ને બધા રામ નામ સત્ય હો બોલતા બોલતા આગળ વધે છે ગામ માં જ થોડે દૂર સુધી જવાનું છે પછી શબવાહિની મા મૂકવાનો ગામ થી બહાર જ સ્મશાન છે થોડો દૂર છે .હજુ તો બધા ગામ માં રડતા રડતા અને રામ રામ બોલતા બોલતા આગળ વધ્યા ગામ ને સીમાડે આવી પહોંચ્યા બધા ગમગીન અવસ્થા માં ચાલતા હતા અચાનક જ પછળ થી અવાજ આવ્યો એ મોટા ભાઈ જોવો જોવો આ ઠાઠડી માં અચાનક હલન ચલન દેખાઈ છે .બધા ઊભા રહી ગયા હજુ બધા નીચે ઠાઠડી ઉતારી ને જોવે એ પહેલા તો ફટ કરી ને લાશ ઊભી થઈ ગઈ બધા સ્તબ્ધ રહી ગયા આંખો જોતી રહી ગઈ .અંદર થી બે ચાર જણા બૂમો પાડવા મંડ્યા અલ્યા રાહુલ તો જીવે છે રાહુલ તો પાછો આવી ગયો અને એકાએક બધા ને પણ સાચું જ લાગ્યું અને હકીકત છે રાહુલ ભગવાન ના ઘરે થી પાછો આવ્યો બધાનું નસીબ આડે આવ્યું .
બધા ત્યાંથી પાછા ઘર તરફ ચાલ્યા અને ખૂબ જ ખુશ હતા .ઘર ના આંગન મા આવતા જ બધા જોતા રહી ગયા આ તે કેવો ચમત્કાર હજુ તો કુટુમ્બ ના બધા ત્યા જ હતા કોમલ અને બધા ધ્રુસકે રડે છે આજુ બાજુ માં ઊભેલા માંથી કોમલ જો બેટા સામેથી કોણ આવે છે જોતો ખરી તારો રાહુલ લાગે છે .કોમલ રડતા અવાજ માં કહે માસી શું મજાક કરો છો ? માસી જો તો ખરી બેટા ! ! અચાનક બધાના રડવાનો અવાજ એકા એક શાંત પડતા જ કોમલ ઉપર જુવે છે .જુવે છે કે રાહુલ ના મમ્મી પપ્પા તેને ભેટી પડ્યા છે ને ભગવાન ને યાદ કરે છે વાહ મારા ભગવાન તારો ચમત્કાર અદ્ભુત છે તે આજે અમને અમારા પ્રાણ પાછા આપ્યા છે .તારો ખૂબ આભાર .કોમલ પણ પવન વેગે દોડીને રાહુલ ને ભેટી પડી અને એક ગાલ પર મરી પણ દીધી કે મને મુકી ને જતુ રેવાનું આપણા સપના હજુ બાકી છે તને મારી માટે જ પાછો મોકલ્યો છે .🤗
બધા ખૂબ જ વિચારો માં છે ગામ આખા માં આ સમાચાર ખૂબ જ જોર થી ચાલી રહ્યા છે .બધા ને એક ચમત્કાર લાગે છે .કોમલ ખરેખર નસીબ લઈ ને આવી છે .ઘરે રાહુલ ને બેસાડ્યો તેના કપડા બદલાવ્યા અને આરામ કરવાનું કહ્યું .રાત્રે જયારે બધા સાથે બેઠા હતા ત્યારે કોમલ ની મમ્મી બોલી હવે તો આપણે જો રાહુલ ને શરુ જ છે તો લગન ની વિધિ પણ બે દીવસ માં લઈ લિયે એક વાર આ લગન મા બંધાઈ જશે ત્યાર ચિંતા પણ ઓછી થઈ જશે .છોકરા ઓ નું સપનું પણ સાકાર થાઈ અને ખુશ રહે .બધા ની હા જ છે સવિતા બેન સાચી વાત છે અને આ સારું રહેશે આપણા સગા વ્હાલા પણ અહીંયા આવેલા જ છે તો તેઓને પણ સારુ રહેશે .બધું નક્કી છે .ચાલો ત્યારે .કોમલ રાહુલ ના રૂમ માં મળવા ગઈ જોયું તો રાહુલ નસકોરા બોલાવી સૂતો છે .કેવો સુંદર લાગે છે મારો રાહુલ મારા માટે ભગવાને મોત માંથી પણ ઉગાર્યો .હવે રાહુલ ને કોઈ ની નજર ના લાગે રાહુલ ને જોઈને કોમલ પણ સુઈ ગઈ આજે તો કોમલ ને ખૂબ જ સરસ નિદ્રા પણ આવી ગઈ .બે દીવસ ફટા ફટ વીતી ગયા અને લગ્ન ની એ આતુર ઘડી આવી ગઈ ધામધૂમ થી લગન થયા અને વિદાય પણ કડવી લાગી પરંતુ સામે એક નવું સપનું પણ પાંખો ફેલાવી ઊભું હતું .🤗
રાહુલ ના ઘર માં દૂધ માં સાકર ની જેમ કોમલ સેટ થઈ ગઈ .કોમલ ને રાહુલ ના સ્વભાવ માં ફર્ક ક્યારનો લાગતો હતો જ્યારથી રાહુલ મોત ના મુખ માંથી બહાર આવેલો પરંતુ તેના નવા સ્વભાવ થી કોમલ ને કોઈ શિકાયત ન હતી રાહુલ કોમલ ને ખૂબ જ પ્રેમ કરતો તેમનો સુખી સંસાર આમ ને આમ ચાલ્યા કર્યો .આજે લગ્ન ને
સાત વર્ષ થઈ ગયા રાહુલ અને કોમલ ને એક દીકરો અને એક દિકરી છે એક નું નામ રાજ અને એક નું નામ નીલા છે બન્ને રાહુલ કરતા કંઈ ક અલગ જ દેખાઈ છે કોમલ ને પણ ઘણી વખત નવાઈ લાગે કે આવું કેમ હશે કારણ કે બીજા બાળકો કરતા પણ જુદા જ તરી આવતા હતા રાજ અને નીલા એક દમ બગલા ની પાંખ જેવો તેમનો વર્ણ , ચકમક આંખો ઘેરા ભૂરા રંગ ની , વાળ તો જાણે સોના કરતા પણ સોનેરી , એક દમ ગુલાબી ગાલ , નાજુક નમણો બાંધો , જાણે બહાર ના દેશ થી આવ્યા એક નજર માં જોઈ ને ગમી જાય .કોમલ ને આ માટે તો ખૂબ પ્રેમ હતો પણ વિચાર એ આવે કે આખા ખાનદાન મા આવું કોઈ નથી મારા બાળકો બધા કરતા અલગ છે .પછી વિચારો છોડી રાજ નીલા અને રાહુલ સાથે પાછી મસ્તી મા લાગી ગઈ .
ઘણો સમય વીતી ગયો જિંદગી મા કોઈ કમી નથી કોમલ ની એક બાત નો અફસોસ છે કે રાહુલ નાસ્તિક છે .
કોઈ બાર એ મંદિરે નથી ગયો અને લગન પછી તો કુળદેવી ના દર્શન માટે કીધેલું તો પણ ના કહી દીધું .મમ્મીજી પણ નવાઈ લાગે તેવુ કે છે કે રાહુલ પહેલા તો ખૂબ જ ભક્તિ મા માનતો અચાનક તેને રસ કેમ જતો રહ્યો ? ઘર મા પણ ભગવાન ની કોઈ પૂજા મા કોઈ પણ બહાના બનાવી છટકી જતો .આવખતે તો રાહુલ ને કીધા વગર ઘર મા પૂજા રાખવી છે ઑફીસ થી આવે ત્યારે જ રૂબરૂ જોઈને શું કરે છે મારે જોવું છે .આવું તો કેમ નું ચાલે જે ઉપરવાળા નો આભાર માનવાના બદલે કયો બદલો લે છે ? હવે જોવું છુ નાસ્તિક નો આસ્તિક થવું જ પડશે રાહુલ તારે ! !
થોડા દીવસો પછી મમ્મીજી આપણે આજે ઘરે કથા કરાવીયે અમારા લગ્ન પછી કોઈ પૂજા થઈ નથી તો મારી ઇચ્છા છે કે કથા રાખીયે .હા બેટા એ તો સારું કેવાય ભગવાન ના કામ મા ના શું કામ કેવાય આપણે જરૂર કરાવશુ પણ મમ્મીજી એક કામ તમારે કરવું પડશે આપણે ઘર ઘર ના સભ્યો જ આ પૂજા મા રહીશુ અને તમારે રાહુલ ને આ વિશે કોઈ વાત ખબર નથી પડવા દેવાની હું તેમને સપ્રાઈસ આપવાની છુ .સારું બેટા તું ચિંતા ના કર હું રાહુલ ને ભનક પણ નહિ આવા દઈશ .😊
કથા આજે સાંજે જ રાખીયે દિવસ પણ સારો છે અને રાહુલ ઑફીસ થી આવે ત્યા સુધી તૈયારી પણ થઈ જશે અમારા ઓળખાણ મા એક પંડિતજી છે તેઓને બોલાવીએ મમ્મીજી ? હા દીકરા તું તેઓને આમંત્રણ આપી આવ .વસ્તુ જે લાવાની રેહશે તારા પપ્પા ને કામ સોંપી દઈશ .બધા તૈયારી મા લાગી ગયા છોકરાઓ પણ સ્કૂલ થી આવી ગયા અને કથાની શરૂઆત પણ થઈ ગઈ હવે ફકત રાહુલ આવી જાય ! !
રાહુલ ને આ વાત ની કંઈ ખબર ના હોવાથી દરરોજની જેમ જ તેની પાસે ચાવી હતી તેનાથી દરવાજો ખોલ્યો દરવાજો ખોલી ને રાહુલ જેવો પગ ઘરના ઉમરા પર મૂક્યો કે જોર થી ચીસ પાડી ને ઘર ની અંદર ફેંકાઈ ગયો જાણે કરંટ લાગ્યો હોઈ બધા તુરંત આવી ગયા પણ રાહુલ જોર જોર થી ધ્રૂજવા ને બૂમો પાડવા લાગ્યો પંડિત જી ને થયું કે આ કંઈ અલગ જ છે તેમને ગંગા જળ છાંટ્યું રાહુલ પર તો ના ના નહિ નહિ કરીને પાછો બૂમો પાડવા લાગ્યો .પંડિત જી એ પૂછ્યું કોન હો તુમ ? યહા ક્યોં આયે હો ? ઘણાં પ્રયાશો કર્યા પછી રાહુલ બોલ્યો મે વિનોદ હું ઔર મે યે શરીર નહિ છોડ શકતા .પંડિતજી મહરાજ એ
કીધું ક્યોં આયા હૈ ? ઔર ક્યોં નહિ જા શકતા ? મેરી કોમલ કે સાથ શાદી હો ચૂકી હૈ .હું વિનોદ છુ એક સમય હતો આ ગામ પણ મારું ગામ છે .હું મારા પરિવાર સાથે ખુશી ખુશી અહીંયા રેહતૌ હતો મારા ભાઈ બહેનો પણ હતા.હું શહેર મા નોકરી ની શોધ મા ફરતો હતો ભણતર પૂરું કરી મારે મા બાપ ને ગરીબી માંથી બહાર લાવવા હતા .શહેર મા મને શરૂઆત મા કોઈ નોકરી ના મળતા મે ટેક્ષી ડ્રાઈવ કરવાનું સરું કર્યું અને થોડા મહિના ઓ સુધી ચાલ્યું અને થોડા પૈસા પણ ઘરે મોકલવા લાગ્યો એક વાર એક રફ ચાલી આવતા ટ્રક સાથે હું અથડાઈ ગયો અને લોહી લુહાણ થઈ ગયો માથા મા વાગ્યું મારા ખૂબ જ અરમાન અને ઇચ્છા ઓ હતી તેનાથી હું મોક્ષ ના પામી શક્યો અને ભટકતો રહી ગયો થોડા સમય માટે તો લાગ્યું હતું કે હું જીવતો જ છુ પછી ખબર થઈ કે હું મોક્ષ ના લઈ શક્યો .હું કોઈ ને ઈજા નથી પહોંચાડવા માંગતો જયારે રાહુલ ને સ્મશાન લઈ જતા હતા ત્યારે હું ત્યા જ હતો અને તેના આ વરરાજા ના રૂપ ને જોઈને મારા થી રેહવાયુ નહિ હું પણ કુંવારો હતો અને પરણવા માંગતો હતો એટલે તેના અંદર પ્રવેશ લઈ લીધો અને કોમલ જેવી જીવન સંગીની મને મળી હું કોમલ ને ખૂબ જ પ્રેમ કરું છુ મારા બાળકો ને પણ હું હવે આ રીતે જ રહેવા માંગુ છુ મોક્ષ કરતા પણ આ જીવન સુંદર હશે જે હું જીવતા જીવ ના જોઈ શક્યો એ મને રાહુલ થી મડ્યું .કોમલ જોર થી દોડીને વિનોદી ના ગળે લાગી ગઈ અને આંસુ સરી પડ્યા કોમલ બોલી ક્દાચ જો તમે ના આવ્યા હોત તો રાહુલ ની યાદો મા મારી જિંદગી પણ જિંદગી ના રહેત આ કુદરત નો મારા પર ખૂબ જ મોટો ઉપકાર છે ભલે બધા ને જે કેવું હોઈ એ કહે પણ હું તો તમને જ પરણી છુ અને તમારી જ રહીશ આખી જિંદગી તમારી સાથે વિતાવી છે મારે હું નથી ઇચ્છતી કે તમે રાહુલ નો દેહ છોડી ને જતા રહો આપણા છોકરાઓ અને મને બન્ને ને તમારી જરૂર છે .અમે હવે તમારા વગર ના રહી શકીયે .આટલું બોલી કોમલ ચુપ થઈ ગઈ વિનોદી કોમલ ના બન્ને હાથ હાથ મા લઈ બોલ્યો આટલી સુંદર જીવનસાથી ક્દાચ માને જીવતા જીવ પણ ના મળત જેટલો તું કોમલ મને સમજી છે .મારો મર્યા પછી નું પણ જીવન ધન્ય થઈ ગયું .બધા ખુશ થઈ ગયા .અને વિનોદી એ રાહુલ બની તેના પોતના મા બાપ ની પણ મદદ કરી અને તેનું સપનું સાકાર કરવા કોમલ હજુ વિનોદ ના સાથે જ છે .આ પરિવાર હજુ સાથે સુખી થી રહે છે .
આ એક સાચી હકીકત છે અને એક દમ સાચી બનેલી ઘટના છે આમા ફકત પાત્રો ના નામ અને ગામ ના નામ બદલાયેલ છે .આંખે જોયેલો આ કિસ્સો છે .
સૌને મારા પ્રણામ
જીજ્ઞાશા પટેલ