Thar Marusthal - 20 in Gujarati Fiction Stories by kalpesh diyora books and stories PDF | થાર મરૂસ્થળ (ભાગ-૨૦)

Featured Books
Categories
Share

થાર મરૂસ્થળ (ભાગ-૨૦)

શું તમને ગુફામાંથી ખજાનો પણ મળ્યો છે.મને ખબર હતી કે આ ગુફા કોઈ રાજા મહારાજા વખતની છે અહીં હીરા અને સોનામહોર હશે જ.એ જ તમે લઈ આવિયા છો ને?

***************************************

હા,માધવી હીરા અને સોનામહોરથી પણ કિંમતી વસ્તું આ ગુફામાંથી મળી છે.તમે ગુફામાં થોડા અંદર આવી અમને બહાર લાવવામાં મદદ કરો.

હા,કેમ નહિ..!!!મહેશ કિશન અને માધવી ત્રણેય ગુફાની અંદર ગયા.વસ્તુંઓને બહાર લઈ આવવા માટે
મદદ કરી.અહીં તો અંધારું છે.આની અંદર કોઈ સોનામહોર હોઈ એવું મને લાગતું નથી.

માધવી આ રેગીસ્તાનમાં હીરા અને સોનામહોર કરતા પણ કિંમતી અત્યારે પાણી છે.અને આ ગુફામાંથી અમને એક પાણીનું કુંડ મળ્યું છે.એ કુંડામાંથી અમે આ માટલું પાણીનું ભરીને લાવીયા છીએ.માધવી મિલને તે ગુફામાં જ ભેટી પડી.બધાએ એકસાથે પાણી અને ફ્રૂટ લઈને ગુફામાંથી બહાર નિકળિયા.

ત્રણ દિવસથી પાણી પીધું ન હતું.બધાયે પેટ ભરીને પાણી પીધું.ઘણા બધા ફ્રૂટ પણ ખાધા.આવા મીઠા ફળ રેગીસ્તાનમાંથી મળી રહેશે એ વાત કોઈને ગળે ઉતરતી ન હતી.પણ હાથમાં આ ફ્રૂટ જોઇને માનવી પડે તેમ હતી.

મિલન અંદર ગુફામાં કોઈ મોટી વાડી છે કે એમ જ
અંદર પડીયા હતા આ ફ્રૂટ?નહીં કવિતા અંદર જતા અમને પહેલા એક પક્ષી મળ્યું અમને થયું અહીં કેવી રીતે પક્ષી જીવિત રહી શકે.અમે તેની શોધમાં ને શોધ માં એક ઋષિ પાસે પોહચી ગયા.

માધવી દોડીને મિલન પાસે આવી તો શું અંદર કોઈ ઋષિ છે?નહીં અંદર ઋષિની મૂર્તિ છે ગારાથી બનાવેલી છે.એની આજુબાજુ ફ્રૂટના ઝાડ છે.એ ફ્રૂટને પાણી કેવી રીતે મળતું હોઈ તે અમને જાણ નથી.પણ બધા ઝાડ એકદમ લીલા સમ હતા.

મિલન મારે એ ગુફાને જોવી છે.એ ઋષિની મૂર્તિને મારે જોવી છે.તું મને અંદર લઇ જશ.નહીં માધવી આ ગુફાની અંદર હવે કોઈ નહીં જાય.આપણે જે જોતું હતું તે આપણને મળી ગયું.અંદર કહીપણ થઈ શકે છે.ગુફાની અંદર આગળ જતા ભયાનક અવાજ આવી રહ્યા છે.માટે આ ગુફાને હવે બંધ કરીને આપડે આગળ વધવું જોઈએ.

હા,મિલન હું પણ એમ જ કેહવા માંગુ છું.આપણને જીવા માટે જેની જરૂર હતી તે ઇશ્વર આપણને આપી દીધું.હવે આપડે આગળ ચાલીને કોઈ ગામ શોધવું જોઈએ.ફ્રૂટ અને પાણીથી હવે બધાના શરીરમાં તાકાત આવી ગઈ છે.બધા જ આગળ જવા માટે સક્ષમ હતા.

મિલન અને મહેશે બંને બાજુ ગુફાનો દરવાજો
ખેંચીને બંધ કરી દીધો.આજ રેગીસ્તાનમાં પાંચમો દિવસ હતો બધાના પેટ ભરાઈ ગયા હતા.હવે પાણી પણ મળી ગયું હતું.પણ હજુ આ બળબળતા રેગિસ્તાન માંથી બહાર નીકળવું મુશ્કેલ હતું.

બપોરના બે વાગી ગયા હતા.માથે ધમધમતો તાપ હતો.જીગર અને મિલને બહાર આવવામાં ઘણું મોડું કરી દીધું હતું,પણ બધાને રાહત હતી.આગળ જવા માટે શરીરમાં ઘણી શક્તિ મળી ગઈ હતી.મિલન હવે આપણે અહીંથી જલ્દી નીકળવું જોઈએ નહિ તો આ જગ્યા પર જ આપણે રાત્રી વિતાવવી પડશે.હું પણ એ જ વાત કરવાની તૈયારી કરતો હતો.થોડા ઘણા જમરૂખ અને બોર અને પાણી લઈને ફરી બધાએ રસ્તાની ઉત્તર દિશા તરફ ચાલવાનું નક્કી કર્યું.

રેગીસ્તાનમાં બળબળતા તાપમાં ચાલવું મુશ્કેલ હતું. તો પણ કોઈ ને કોઈ ગામ સાંજ સુધીમાં મળી જશે એ ઈરાદા સાથે બધા આગળ વધ્યા કવિતા મેં તને કહ્યું હતું ને કે સ્ત્રીની મૂર્તિ ની આજુબાજુ એવું કંઇક તો આપણને મળશે જ.તો પણ તને ખજાનો તો ન જ મળ્યો ને?મને ખબર છે તું ખજાનાની શોધમાં અંદર અંદર ગયો હતો.

ના એવું નથી કવિતા હું આપણા સૌ માટે એ ગુફામાં ગયો હતો.કોઈ વસ્તું મળી જાય તો આપણને આ બળબળતા રેગીસ્તાનમાં ઉપયોગ થાય,પણ તે જોયું ને શું અમને મળ્યું?હા,જીગર તમને બંનેને હાથે તો મોટો ખજાનો લાગ્યો,આવો ખજાનો તો રેગીસ્તાનમાં જેના ભાગ્ય હોઈ અને ઈશ્વરનો સાથ હોય તેને જ મળે.

મહેશ કોઈ ગામ આગળ દેખાય છે કે પછી આજની રાત પણ આપણે આ રેગીસ્તાનમાં જ વિતાવવી પડશે.મિલન મને તો એવું લાગે છે કે આજની રાત પણ અહીં જ વિતાવવી પડશે.આગળ રેતી સિવાય બીજું મને કંઈ નથી દેખાઇ રહ્યું સાંજના છ ને ત્રીસ થઈ ગઈ હતી.ઘણું બધું ચાલી ગયા હતા.ધીમે ધીમે અંધારું થઈ રહ્યું હતું હવે કોઈ સારી જગ્યા શોધીને બેસવું જ પડે તેમ હતું.મહેશ કોઈ આગળ સારી જગ્યા હોય તો જણાવજે હવે મને આ રેગીસ્તાનમાં કંઈ દેખાઈ રહ્યું નથી.થોડે દૂર કાંટાળી વનસ્પતિ દેખાઈ રહી છે.ત્યાં આપણે આરામ કરીશું અને આજની રાત ત્યાં જ વિરામ કરીશું.તમે બધા થોડા ઝડપી ચાલો નહી તો પગમાં સાપ કરડી શકે છે.આ જગ્યા પર સાપ મને ઘણા દેખાય રહ્યા છે.

મહેશ જગ્યા પર રેતી એવી છે કે આગળ ચાલવામાં તકલીફ પડી રહી છે.તારી પાછળ અમે આવી રહ્યા છીએ આગળ અમને કંઈ દેખાઈ રહયું નથી.થોડી વારમાં એ કાંટાળી વનસ્પતિ આવી ગઈ.આજુબાજુ બધી જગ્યા પર કાંટાળી વનસ્પતિ હતી.જગ્યા થોડી સાફ કરી.તે જગ્યા પર બધા એ આરામ કર્યો.આજ ખાવા માટે અને પીવા માટે બધા પાસે પૂરતું ભોજન
હતું.

મહેશ ભલે આપણને આ રેગીસસ્તાન માંથી ખાવા અને પીવાની વસ્તુઓ મળી ગઈ પણ મને હજુ અંદરથી ડર લાગે છે કે આપણને કોઈ ગામ મળવાનું નથી અને એક પછી એક બધાના આ થાર રેગીસ્તાનમાં મૃત્યુ થવાના છે.મને સેકન્ડે સેકન્ડે આ મૃત્યુનો ડર લાગી રહ્યો છે.

સોનલ એવું કંઈ નથી આપણે ગમે તેવી પરિસ્થિતિમાં આ રેગીસ્તાન માંથી કોઈ ને કોઈ ગામ શોધી લેશું. પણ ક્યારે?કોઈ ગામ ક્યારે આવશે?આ બળબળતા રેગીસ્તાનમાં છ દિવસ આપણા પૂરા થઈ ગયા.હજુ પણ આપણે કોઈ ગામ ની શોધ કરી શક્યા નથી.મને તો અફસોસ થાય છે,જીગર અને મિલન જો આ ગુફામાં અંદર ગયાં ન હોત તો આજે આપણે કોઈને કોઈ કામ શોધી લીધું હોત.

સોનલ જીગર અને મિલનને દોષ ન દે..!!
કેમ નહીં?એણે જ આપણાને આગળ જતાં રોક્યા છે.નહીં તો આજે કોઈને કોઈ ગામ આવી જ ગયું હોત.મને ખબર છે તે અંદર સોનાની શોધમાં ગયા હતા અને મળિયા અંદર બોર.

સોનલ તારે એ વિચારવું જોઈએ કે જીગર અને મિલન એ પોતાને તકલીફ આપી ગુફામાં જઈને આપણા માટે ફળ અને પાણી લાવ્યા તારે તેનો આભાર માનવો જોઈએ.તેની બદલે તું તેની નિંદા કરી રહી છે.

હું અત્યારે શું બોલી રહી છું.મને પણ ખબર નથી હું અહીંથી ગમે તેમ કરીને આ રેગીસ્તાન માંથી બહાર નીકળવા માગું છું.તમારા બધાના તો લગ્ન પણ થઇ ગયા છે.મારા અને મહેશ ના લગ્ન પણ બાકી છે.તમને બધાને એ ખબર નહીં હોય મારા અને મહેશ ના આવતા મહિને લગ્ન છે.મારા લગ્નને એક મહિનો અને ૧૭ દિવસ ની વાર છે.હું રેગીસ્તાનમાં એક એક દિવસ
ગણી રહી છું.હું મારું લગ્નજીવન મહેશ સાથે ખુશી ખુશીથી જીવવા માંગું છું.

હું આ રેગીસસ્તાનમાં મરવા નથી માંગતી મારે મરવું નથી મારે જીવવું છે,પણ હવે મારા ધબકારા વધી રહ્યા છે.મારી સામે મને મોત દેખાઈ રહ્યું છે મને એવું લાગી રહ્યું છે કે હું હવે નહીં જીવી શકું.મને મારી સામે મારું મોત દેખાઈ રહ્યું છે.

સોનલ તું ડર નહિ આપણી પાસે હવે બે દિવસનું ખાવાનું પણ છે,અને પાણી પણ છે.આપણે આ બે દિવસમાં કોઇ ને કોઇ ગામ શોધી લેશું.તું અમારી બધા પર અને ઈશ્વર પર ભરોસો રાખ.

બધા જ એકબીજાની સામે ટગર ટગર જોઈ રહ્યા હતા.રેગીસ્તાનમાં રાત્રે પણ સિસકારા મારતી રેતીના અવાજો આવી રહ્યા હતા.થોડે દુર જમણી બાજુ ડર લાગે તેવાં ભયાનક અવાજ સંભળાઈ રહ્યા હતા.
બધાને હજુ પણ ચિંતા થતી હતી કે પેટનો ખાડો પુરવા કંઇક તો મળ્યું પણ શું આપણે આપણું ઘર જોઈ શકીશું.થોડીજવારમાં સવાર પડી ગઈ.શરીરમાં થોડીઘણી શક્તિ હતી એટલે સવારે વહેલા આગળ ચાલવાનું નક્કી કર્યું.

આ ભયાનક રેગીસસ્તાનમાં કઈ બાજુ જઈ રહ્યા છીએ તે કોઈને ખબર ન હતી બધાને કોઈ ગામની આશા હતી.જો કોઈ ગામ મળી જાય તો ત્યાંથી બહાર નીકળવાનો રસ્તો મળી જાય.

***********ક્રમશ**************

રાજસ્થાનના રેગીસ્તાનના થાર મરૂસ્થળમાં હનીમૂન મનાવવા માટે ચાર કપલ જાય છે,અને બનવાનું જોગ એવું બને છે,કે આ રેગીસ્તાનમાં તેનું જીવન નરક બની જાય છે,તેવોને એવી પરિસ્થિતિમાંથી બહાર નીકળવું પડે છે કે પેટનો ખાડો પુરવા તેના મિત્રના જ શરીરના ટુકડા કરીને તેમને ખાવા પડે છે.


લેખક -કલ્પેશ દિયોરા.


આ ઉપરાંત તમે મારી અન્ય નવલકથા પ્રેમકુંજ, કોલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ,અલિશા સંકટ અને પ્રેમકુંજ માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...


મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.


મો-8140732001(whtup)