*એક સ્ત્રી ની મનોવેદના* પત્ર... વાર્તા.. ૮-૧૨-૨૦૧૯
આજે આરતી સવારથી જ બેચેન હતી કારણકે આરતી અને અચલને છુટાછેડા લીધે આજે પાંચ વર્ષ થયા હતા....
આરતીની આંખો સામે ચલચિત્રની જેમ બધું તરવરતુ હતું... અને એ હ્દય દ્રાવ્ય ઘટનાઓ ની યાદથી આંખમાં થી આંસુ નિકળી ગયા અને એ ખોવાઈ ગઈ એ યાદોમાં ...
આજે કોલેજ નો પ્રથમ દિવસ હતો એ સ્કુટી પાર્ક કરી નિકળી અને કોલેજના તોફાની છોકરાઓ એ ઘેરી લીધી એ ગભરાઈ ગઈ કપાળ પર પરસેવાના બુંદો તરવરવા લાગ્યા ત્યાં જ અચાનક અચલ આવ્યો અને ટોળાંમાં થી આરતીનો હાથ પકડી કોલેજમાં લઈ ગયો... આરતી એટલી ગભરાઈ ગઈ હતી કે એ આભાર પણ ના માની શકી...
બીજા દિવસે આરતીએ અચલને જોઈ આભાર માન્યો અને પછી એમની મુલાકાત નો સિલસિલો ચાલુ થયો.... આરતી ના ઘરમાં ખબર પડી તો એના મમ્મી, પપ્પા એ સમજાવ્યું કે તું અચલને છોડી દે એ તારા રૂપિયા અને સુંદરતા ના લીધે જ તને ફસાવી છે તું સમજ... એ એક ગુંડો છે ....આપણી નાતમાં થી કોઈ સારો છોકરો મળી જશે તું સુખી થઈશ.... પણ આરતી ની આંખો પર પ્રેમની પટ્ટી જો હતી.....
આરતીએ ઘરમાં થી દાગીના અને રૂપિયા લઈને ભાગી ને અચલ સાથે લગ્ન કર્યા .... લગ્ન ની પહેલી રાત્રે જ અચલ ખુબ દારુ પીને આવ્યો અને એક વહેસી દરિદાની જેમ આરતી ઉપર ટુટી પડ્યો.....
આમ અચલ કોઈ નોકરી કરે નહીં અને એક નાની ઓરડીમાં આરતીની જિંદગી નર્ક થી પણ બદતર બની ગઈ.... આરતી રડતી.... હવે જ મમ્મી પપ્પા ની વાતો યાદ આવતી...અચલ રોજ આરતીને મારતો અને રૂપિયા, દાગીના બધું જ સાફ કરી નાખ્યું....આરતી આજુબાજુ ના નાના છોકરાઓને ભણાવી થોડું કમાતી પણ અચલ છીનવી લઈ જતો ... એક દિવસ અચલ એના ભાઈબંધ ને લઈ આવ્યો અને આરતી ને નિર્વસ્ત્ર થવા કહ્યું અને આરતી નું સ્વમાન અને સ્ત્રી શક્તિ જાગૃત થઈ એણે વિરોધ કર્યો તો અચલે હાથ ઉપાડ્યો સામે આરતી એ આજે હાથ ઉપાડી વિરોધ નોંધાવ્યો...
અને એ ઝુંપડપટ્ટીમાં આવતા એક સમાજ સેવિકા દ્વારા અચલ જોડેથી છુટકારો મેળવ્યો અને લેડીઝ હોસ્ટેલમાં રહીને એ સમાજ સેવિકા ની ઓળખાણ થી એક કંપનીમાં નોકરીએ લાગી અને પછી એક નાનો ફ્લેટ લીધો અને શાંતિ થી જીવવા લાગી...
પણ એક દિવસ એની જ ઓફિસમાં નવા મેનેજર તરીકે અચલ આવ્યો અને આરતી ને કેબિનમાં બોલાવી... થોડીવાર કેબિનમાં ચુપકીદી છવાઈ ગઈ ...આરતી હું તારી માફી ને લાયક નથી પણ તારા ગયા પછી હું દારૂ પીને પડ્યો હતો રસ્તામાં એક સજ્જન ગાડી લઈને જતા હતા એમણે મને ડ્રાઈવર ની મદદથી ગાડીમાં સુવાડી ઘરે લઈ ગયા અને મારા ગોડફાધર બની મારી જિંદગી સુધરી મને માણસ બનાવ્યો અને આ કંપનીમાં મુક્યો.... આરતી મને તારી જરૂર છે તું પાછી આવ મારી જિંદગીમાં હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું....
આ સાંભળી આરતી કેબિનમાં થી બહાર નીકળી અને પોતાના ટેબલ પર બેસીને કાગળ લખવા લાગી..
પત્ર...
કોઈ સંબોધનની જરૂર નથી...તારા થી જુદા પડ્યા પછી.....કદાચ ખોવાઈ ગઈ હું.... બહુ શોધી ખુદ ને પછી માંડ જાતને સંભાળી છે... કદાચ શરૂઆત ખરાબ થઈ હતી .. અલગ થવા નું નક્કી જ હતું...પણ એ નહોતી ખબર કે ખોઈ બેસીસ હું ખુદ ને.. તારા પ્રેમમાં પડવાની સજા થી..
કૈક બદલાયું... ને આપણે બદલાયા... ને આપડો સંબંધો પણ બદલાયા ને.. હવે આપડે પહેલા ની જેમ વાત નથી કરી સકતા, કે કરી શકવાના..
કોઈ ફરિયાદ નથી કરતી હું તને.. અને કરી પણ ના સકું.. વાંક મારો જ હતો જો તારા પ્રેમમાં પડી મેં ભૂલ કરી મારો પરિવાર ગુમાવ્યો.... તેં શું ગુમાવ્યું??? તારુ તો કંઈ હતું જ નહીં... આપણું પ્રારબ્ધ જ એ નહોતું કે આપણે સાથે હોઈએ.. અને જો આજે એજ થયું...
એક સ્ત્રી ની મનોવેદના તને નહીં સમજાય કારણ કે તું પુરુષ છે મેં તો મારું સર્વસ્વ ગુમાવ્યું.... મારી સાચી ભાવનાઓ તે કચડી નાખી અને એ ફરી જીવંત થાય એમ નથી..
જયારે જ્યારે હું ખોવાઈ જાઉં છું... ત્યારે ત્યારે ખુદ ને શોધું છું .. ખબર છે તારી સાથે નો સમયગાળો મારા માટે એક દુર્ઘટના છે જ્યાં હું કોઈ દિવસ હવે ફરી નૈ ખોવાઉ.. એટલો તો મને તારા થી નફરત છે...પણ મને વિશ્વાસ છે કે જયારે હું ખોવાઈ હતી એવી હવે ફરી ખોવાઈશ નહીં એ ભયાનક યાદો ભુલી શકીશ નહીં...હું શોધુ છું ખુદ ને શબ્દો માં.. તારા બનાવટી પ્રેમની વાતો ને..
તારા બનાવટી બધાજ શબ્દો... જેના અર્થ માં ફક્ત હું જ રહેલી છું એવા ભ્રમમાં... પણ આજે બધું સમજી ગઈ છું... કદાચ તારા શબ્દો, તારો દંભી ચેહરો એજ મારો સહારો હતો... મેં એ સહારો જ ઠુકરાવ્યો કારણ તું એને લાયક જ ન હતો ..કદાચ એ જ આ સજા છે.. કે હું ખોઈ બેઠી ખુદ ને.. હું આજાણ હતી કે તું કોઈનો ન હતો તું તારી બદીયો નો જ સગો હતો....હું અંદર થી તૂટી ગઈ છું.. પણ મને મેં સાચવીને રાખી છે.. સ્ત્રી તત્વ ની કમી મારા માં પણ હતી અને એટલે જ તારી તરફ આકર્ષિત થઈ જે તું લાયક ના બની શકયો ... દગો અને મારો ઉપયોગ કરી મધ દરિયે રઝળાવી... મારી સાચી ભાવનાઓ ને લોહીલુહાણ કરી તે એને રુઝ જીવનભર નહીં આવે.. એ તું પણ જાણે છે અને હું પણ જાણું છું ... મજબુર છું હવે હું મારા સ્ત્રીત્વ નું અપમાન નહીં થવા દઉં.... તેં મને ક્યારેય કોઈ પણ વસ્તુ સમજાવા નો સમય જ ના આપ્યો.. તારી આદતોમાં કોઈ સુધારો ના આવ્યો પણ કદાચ હું ખુદ જ નથી રહી હવે..
કૈક અધૂરું છે આજે પણ મારા માં... જેને હું ક્યારેય પૂરું નથી કરી શકવા ની..
અને દરેક પળે મને યાદ આવે છે તારા એ દંભી શબ્દો... જીવનનું પૂર્ણવિરામ હોય છે પ્રેમ નું ક્યારેય પૂર્ણવિરામ નથી હોતું પણ એક દિવસ એ પણ હાંસિયામાં ધકેલાઈ જાય છે... મારા જેવી સ્ત્રીને હવે જ્ઞાન મળ્યું છે... મને તારો ઓછાયો પણ ના જોયે... આ સાથે મારુ નોકરીનું રાજીનામું પણ છે.... મને ફરી મળવાની કોશિશ ના કરીશ... સ્ત્રી ને પણ સન્માન અને સ્વાભિમાન હોય છે....
ભાવના ભટ્ટ અમદાવાદ....