આ રહસ્ય જાણવા એક અખતરો ફરીથી કરી લઉ એમ પણ મને પાણીની તરસ લાગી છે એના વિશે ધારું....
એટલામાં આગળ ટ્રોલી પર નજર પડી છે એની નીચે તડકો ના આવે એવી જગ્યા છે ત્યાં પાણીનો ઘડો હોવો જ જોઈએ. ૪૦-૫૦ ડગલા ચાલતા ચાલતા ટ્રોલી જોડે પહોચ્યો નીચે નમીને જોયું તો પાણી ભરેલો ઘડો પડયો હતો. અવાચક થઈ ગયો બધું સાચું પડે છે. પહેલા અડધો અડધ ઘડો પી ગયો ત્યારે તો તરસ છીપાઈ.
અત્યારે જે અનુભવો થતા હતા એનાથી એટલું બધું આશ્ચર્ય થયું એનો કોઈ પાર જ નહોતો.
ચલો એક તર્ક લગાવું જો આ તર્ક સાચો પડે તો મારી પાસે આ પ્રકારના પાવર છે એ વાત ની ખાતરી થઇ જાય....
શું કરું??? શું કરું..???
હા આવી તકલીફ માં મુકાયો છું એ વાતની જાણ પપ્પા ના ગાઢ મિત્ર અને ગામના પ્રમુખ કેશવલાલને કરવી જોઈએ. પણ એમનો મોબાઇલ નંબર?
હા કદાચ આમંત્રણ પત્રિકા ઓફીસે હોય તો એમાંથી કોઈકનો નંબર મળી જાય.....
મારા પપ્પાના ભાગીદારને ફોન કરું.
એ અત્યારે ઓફીસે જ હશે અને એમની આજુબાજુ માં ગામના ઉત્સવની પત્રિકા હશે એના પર કોઈકને કોઈક નંબર લખેલો હશે એનાથી કેશવલાલ જોડે વાત થશે અને આખા ઉત્સવની તૈયારીઓ ગામના પ્રમુખ કેશવલાલ એ જ કરી છે તો પત્રિકા પર નંબર પણ એમનો જ હોવો જોઈએ.
પપ્પા ના ભાગીદારને ફોન કર્યો. એ ખરેખર ઓફીસે જ હતા. અને પત્રિકા એમના અને પપ્પા ના ઈન્વીટેશન કાર્ડ મુકવાના ખાનામાં જ હતી.એમને વધારે કંઈ કહેવાનું યોગ્ય ના લાગ્યું એટલે પપ્પા ના ભાગીદારે કાર્ડ માં થી નંબર બોલ્યા અને મેં યાદ રાખીને એ નંબર પર ફોન કર્યો. ખરેખર જેવું ધારેલું એવું જ થયું. ફોન નંબર કેશવલાલનો જ હતો અને કેશવલાલે જ ફોન ઉપાડયો. મારો પરીચય આપ્યો અને એમને મને ઉત્સવમાં ના આવવાનું કારણ પુછ્યું તો મે એમને જે જે બન્યું એનાથી વાકેફ કર્યા.એટલે એમને એમના છોકરાઓને મદદ માટે મારી પાસે દોડી જવા ચાલું ફોને જ હુકમ કરી દીધો.
હજીય વિચારો ચાલું જ હતા .આ ગોળાઓ દ્વારા આટલી બધી તાકાત અને આત્મવિશ્વાસ નો પાવર મને આપવાનુ કારણ શું હોઈ શકે???
પાવરની કોઈ લીમીટ હોય તો ...હવે બહું જલ્દી ત્યાં પહોચીને મને મળેલા પાવરનો ઉપયોગ કરીને મારે મમ્મી પપ્પા બહેન બનેવીને છોડાવી લેવા જોઈએ અને મે એ ઘર બાજું ધીમે ધીમે આગળ વધવાનું ચાલું રાખ્યું.
જો આ પાવર ઓછો થશે તો એ લોકોને બચાવવા સાથે સાથે મારું ય બચવાનું અઘરૂં થઈ પડશે.