Kathputli - 29 in Gujarati Detective stories by SABIRKHAN books and stories PDF | કઠપૂતલી - 29

Featured Books
Categories
Share

કઠપૂતલી - 29

આલિશાન બંગલા આગળ પોલિસની ગાડીને હળવી બ્રેક લાગી.
અભય એક પણ મિનિટ ગુમાવ્યા વિના ગાડીમાંથી નીચે કૂદી પડ્યો. અભયની સાથે જ સમીર અને ડ્રાઇવિંગ સીટ પર રહેલો કોન્સ્ટેબલ નારંગ બંગલા તરફ ભાગ્યા...
સૂરજ નમી ગયો હતો. આથમણા આકાશમાં કેસુડાનો રંગ કુદરતે ઢોળી દીધેલો. પંખીઓનો કલશોર પીપળાના વૃક્ષ પર ગુંજી રહ્યો હતો. એક અસીમ સન્નાટો ઓઢીને બંગલાનો ખાલિપો જાણે એમની જ રાહ જોઈ રહ્યો હતો. એક પછી એક કમરાને અભય સમીર અને નારંગ ખંગાળવા લાગ્યા... પાંચમા નંબરના કમરામાં પહોંચ્યા ત્યારે એક ખૂણામાં ટાઈલ્સ નીચેથી ઢમ ઢમ ઢમ.. અવાજ આવતો સાંભળી અભયની આંખોમાં વિસ્મય ધોળાયુ... ઈસ્પે. અભય અને નારંગ ખૂણા તરફ દોરવાયા.. નીચેથી કોઈ ઠોકતું હતું. ત્રણેએ જોયું કે ફર્શ પર પથરાયેલી ટાઈલ્સમાં ખૂણાની જગ્યા જરાક અલગ પડતી હતી. સમીરે એના પર પગ મૂકી જોયો. એ લંબચોરસ ટાઇલ્સને મેચ કરતો લોઢાનો બે ફૂટ લાંબો દરવાજો હતો..
"સર અવાજ તો આની નીચેથી જ આવે છે મને લાગે છે અંડર ગ્રાઉન્ડ રૂમ હોવો જોઈએ..!" સમીરે લંબચોરસ દરવાજાને ધારી ધારીને જોતાં કહ્યું.
નીચેથી અવાજો આવી રહ્યા હતા. અભયે ધારી-ધારીને નીચે બેસી જોયું.. લંબચોરસ દરવાજો એકસાઇડે સ્ટીલની ક્લિપથી લોક થયેલો હતો.
અભયે કમરમાં ખોસેલી નાનકડા ઓજારોની કીટ કાઢી એક ચપ્પુ વડે સ્ટીલની ક્લિપ ખોલી નાખી. જેવો દરવાજો ખોલ્યો એવો જ અંદરથી તાવડેનો અવાજ સંભળાયો.
"સર હું છું તાવડે..!"
"અરે તાવડે તમે અંદર શું કરી રહ્યા છો બધા.?" ઈસ્પે. અભયે એમની મજા લીધી..
"વાત જવા દો સાહેબ..! ખાખા-ખોળા કરતાં અમે 5 નંબરના બેડરૂમમાં પહોંચ્ચા તો ભૂગર્ભમાં કંઈક પડવાનો અવાજ થયો. નીચે ઉતરવાનુ દ્વાર ગોતી અમે અંડરગ્રાઉન્ડ રૂમમાં ઉતર્યા.. પણ ઉપરથી કોઈએ દરવાજો ભીડી દીધો. કોઈએ ચાલાકીથી અમને અંડરગ્રાઉન્ડમાં બંધક બનાવ્યા. લીલાધરને કદાચ અગાઉથી અમારા આગમનની જાણ થઈ ગઈ હોવી જોઈએ...!" પરસેવે રેબજેબ થયેલા તાવડે એ ખુલાસો કર્યો. ચારેય જણા બહાર નીકળી ગયા. સમીરે અભયને કહ્યું.
"જોયું સર હું નહોતો કહેતો ખૂની પોતાનું ધાર્યું કરી જવાનો.?"
અભયના કપાળમાં ચિંતાની લકીરો ઉપસી આવી. મેટર ક્લોઝ થઇ ગઇ તો માસ્ટર માઇન્ડ ગાયબ થઈ જવાનો.. અભય તરત જ કંટ્રોલ રૂમ પર કોલ કરી લીલાધરના મોબાઈલનું લોકેશન મંગાવ્યું. તરતજ કંટ્રોલ રૂમ પરથી ઇસ્પેક્ટર અભયને લીલાધરના મોબાઈલનું એક્ઝેટ લોકેશન મળી ગયું.. એક સેકન્ડનો પણ વિલંબ કર્યા વિના પોલિસ ટુકડી બંને ગાડીમાં ભરાઈ થઈ ગઈ. નારંગે પોલિસ વાનને આગળ ભગાવી.. પાછળ તાવડે હતો..
અભયની પડખે બેઠેલા સમીરે કહ્યું ઇન્સ્પેક્ટર સાહેબ તરુણના મર્ડર વખતે ખૂનીએ મીરા દાસને મોહરુ બનાવી પોતાનો ટાર્ગેટ પાર કરી લીધો. પરંતુ લીલાધર ઉપર કાનુનની ચોંપતી નજર નહોતી. હું માનું છું ત્યાં સુધી ખૂની એના સુધી પહોંચી ગયો હોવો જોઈએ...
"આપણે 10 મિનિટમાં લોકેશન વાળી જગ્યાએ પહોંચી જઈશું..! હા જેને રંગેહાથ ઝડપી લઇ આ ખૂની પરંપરાનો હું અંત લાવી દઈશ.. કેટલાય સમયથી એ મારા માથાનો દુખાવો બની ગયો છે મારા માટે આ કેસ એક ચેલેન્જ બની ગયો છે.. હું એને છોડીશ નહીં..!" અભયની આંખોમાં ખૂન્નસ ઉતરી આવ્યું. જાણે કે કોઈ એને લલકારી રહ્યું હતું.
ગાડી એક ફાર્મ હાઉસ પર ઉભી રહી. કારણકે લોકેશન અહીંનુ જ સ્પાર્ક થઈ રહ્યું હતું.. હાથ માં ગન સાથે પોલીસ ટુકડી ફાર્મ હાઉસ તરફ ભાગી.. ફાર્મહાઉસ બિલકુલ સુનસાન પડ્યું હતું. ઈસ્પે. અભયે આંગળી મોં પર મૂકી ચૂપ રહેવાનો ઈશારો કરી આગળ વધવાની સલાહ આપી.. સંપૂર્ણ સભાનતાથી ખૂણા કવર કરતા તેઓ ફાર્મહાઉસમાં પ્રવેશી ગયા. લગભગ દરવાજા અડકાવેલા જ હતા. અભયને લાગી રહ્યું હતું જાણે કોઈક મોજુદ હતું ફાર્મહાઉસ પર.. હળવેથી અભય સેકન્ડ નંબરના રૂમમાં ડોકયુ કર્યું તો એની આંખો વિસ્મયથી પહોળી થઈ ગઈ. હૃદય એક ધબકારો ચૂકી ગયું. અભયે મજબૂતીથી ગનને પકડી. અભયને પોતાની આંખો પર વિશ્વાસ નોહતો થતો.. સામેનું દ્રશ્ય કેટલું બિભત્સ હતું..!"
પાછળની તરફ હાથ લાંબો કરી બધાને રોકાઈ જવાનો સંકેત ઇસ્પેક્ટર અભયે કર્યો.
(ક્રમશ:)