Twistwalo love - 10 in Gujarati Fiction Stories by Ayushiba Jadeja books and stories PDF | ટ્વિસ્ટ વાળો લવ - 10

Featured Books
Categories
Share

ટ્વિસ્ટ વાળો લવ - 10


સવાર માં.... કુલજીત મોક્ષિતા ના રૂમ માં આવે છે.... અને એને ઉઠાડે છે.... અને કહે છે...

" ઉઠ મોક્ષિતા... કામ છે "- કુલજીત

" શુ કામ છે ભાઈ... શુંવા દો ને.... "- મોક્ષિતા

" ઉઠ.... કામ છે એક વાર કીધું ને... તને નથી સમજાતું..... "- કુલજીત થોડા ગુસ્સા માં....
.
એ ક્યારેય મોક્ષિતા જોડે આવી રીતે વાત નો કરે.... આજે કંઈક તો થયું છે... પછી કુલજીત વધારે ગુસ્સો કરે અને વધારે બીજું કંઈક બોલે એ પેલા મોક્ષિતા સફાળી ઉભી થઈ જાય છે.....

" શુ થયું ભાઈ.... શુ કામ છે.? ... "- મોક્ષિતા

" બસ... ખાલી મને એમ કે તૂ... કે....તે કાલે રાત્રે આભાસ ને કોલ કર્યો હતો.?? - કુલજીત

"મેં..... ના ના.... મેં નથી કર્યો કોલ એને.... અને હું શુ કામ એને ફોન કરું..... "- મોક્ષિતા

" ઓકે.... બસ..... "- કુલજીત રૂમ માંથી જતા જતા બોલે છે...

" પણ ભાઈ... થયું છે શુ... એ તો કયો..... "- મોક્ષિતા બેડ પર બેઠી બેઠી બોલે છે...

" બસ કઈ નય... જેટલું પૂછું એનો જવાબ જોઈએ.... બસ.... ઓકે.... "- કુલજીત

આશુ.... આ ભાઈ હતા... એજ ભાઈ જે..... એને એટલા પ્રેમ થી રાખતા હતા... ક્યારેય એની સામે ગુસ્સા ની નજરે જોયું પણ નથી... અને આજે આવી રીતે કેમ ભાઈ વાત કરી..... અને આભાસ ની... મેં એને ક્યાં કોલ કર્યો જ છે......?? એવું રૂપ ભાઈ નૂ પેલી વાર જોવા મળ્યું.... શુ થયું છે.. ભાઈને.... એવું મોક્ષિતા વિચાર તી હોય છે ત્યાં નીચે થી મામાં નો અવાજ આવે છે...
...............
" આશુ છે બધું.? ..... શુ ચાલી રહ્યું છે ઘરમાં? ....બેન ને ખબર પડશે તો.... એનું દિલ કેટલું દુખશે..... કે.... આ આવા કાંડ કરે છે.... "- મોક્ષિતા ના મામાં.બહુજ ગુસ્સા માં બોલે છે....

" પણ તમે થોડું ધીમે બોલો.... મોક્ષિતા ને ખબર પડશે......તો ...".. - મોક્ષિતા ના મામી મોક્ષિતા ના મામાં ને શાંત પડતા કહે છે....

" તો શુ..... શુ.. થયું એમાં.... એને જો તો કર્યું છે આ બધું.... તો એ મહારાણી ને તો ખબર પાડવી પડશે ને..... કે... એનો ભાંડો ફૂટી ગયો છે... એમ....... અને આ તારી દીકરી રુહી ને પણ ખબર હતી.... પણ એને પણ આપણને ના કીધું.... અને મોક્ષિતા નો સાથ આપ્યો...... " - મોક્ષિતા ના... મામાં મોક્ષિતા ના મામી ને કહે છે...

પછી મોક્ષિતા એના રૂમ માંથી નીચે આવે છે......

"શુ થયું.... મામાં... "- મોક્ષિતા

" તમે એમ પૂછો છો કે શુ થયું.... તમને તો ખબર જ હોય ને.... ભાણીબા... "- મામી કટાક્ષ માં બોલે છે...

" બસ... હું વાત કરું છું..... "- મામાં

" મોક્ષિતા.... તમારા ગામ માં કોઈ... આભાસ રહે છે....?? "- મામાં

" હા... રહે... છે.. પણ એનું શુ.... "- મોક્ષિતા

" તે એને કાલે ફોન કર્યો હતો....?? " - મામાં

" ના... ના... મામાં મેં એને કોલ નથી કર્યો..... "- મોક્ષિતા

" સાચે સાચું બોલી જા... મોક્ષિતા..... બાકી.... હું....મારી રીતે સાચું બોલાવી લઇસ.... "- મામાં

" પણ મામાં... મેં.... "- મોક્ષિતા

" તો કોને કર્યો હોય બોલ.... નઈ... તૂ જ કે..... તારા શિવાય કોને કર્યો હોય કોલ.... કુલજીતે કર્યો નથી.... હું આભાસ આભાસ ને ઓળખતો નથી..... કે ના તારા મામી ઓળખે છે........કે ના રુહી ઓળખે છે... તો બાકી તૂ જ હોય ને..... "- મામાં ગુસ્સા માં બોલે છે...

હવે મોક્ષિતા બીજું કઈ બોલી ના શકી..... એની હિંમત જ ના થઇ... મામાં એ પેલી વાર એના પર ગુસ્સો કર્યો હતો.... અને એ પણ વાંક વગર..... બોલવું હતું એને ઘણું.... કે મેં એને નથી કર્યો કોલ.... નથી કર્યો... પણ અહીં મોક્ષિતા નૂ સાંભળે કોણ... અહીં તો... પેલે થી જ મોક્ષિતા ને દોશી માની લીધી અને કહેવાય ગયું... ""કે તારા શિવાય બીજું કોણ હોય..... "" મામાં ના આ શબ્દો... એને.. ભાલા ની જેમ ખૂચવા લાગ્યા... એને તો પુરી વાત ની ખબર જ નોતી.... કે શુ થયું છે...? એમ... અને... એ... પણ વિચારતી હતી કે મારી ભૂલ ક્યાં થાય છે...? . જે પેલે થી જ કઈ હકીકત જાણ્યા વગર એના પર ગુનાહ નો પોટલો બાંધી દીધો...

હવે એને આ જગ્યા જ્યાં તે ઉભી છે.... જ્યાં એને પોતાના નાનપણ ના સારા સારા દિવસો અહીં વિતાવ્યા......એજ નાનપણ ના સારા દિવસો આજે એનું ગળું ઘોટે...છે.. જ્યાં એને પોતાને હંમેશા આઝાદ કરાવતૂ આ મામાં નૂ ઘરમાં હવે તેને અત્યારે ઘૂંટાઈ રહી છે એવુ થાય છે... બધા ની તીરછી નઝર.... કેવી રીતે એની સામું જોવે છે... એ પણ એ સ્પષ્ટ ના સમજી શકી..... પણ એ એટલું સમજી ગઈ કે એના ચરિત્ર પર દાગ લાગ્યો છે....

" જો.... મોક્ષિતા... આવા કામ છોડી દો... અને એક સારુ જીવન જીવો..... આ વખતે જવા દવ છું... આવતી વખતે નઈ જવા દવ.... ઓકે..... યાદ રાખજો..... "- મામાં..

પછી મામાં નોકરીયે જતા રહ્યા... અને માંમી પણ પોતાના કામ માં વળગી પડ્યા... આ વાત થઇ ત્યારે કુલજીત ત્યાં હાજર નોતો....... એટલે મોક્ષિતા ને વધુ એકલું લાગતું હતું... એને રડવું હતું... પણ રડી ના શકી......... એના દિલ માં જાણે પથ્થર કોઈ એ મુક્યો હોય.. એવુ લાગતું હતું... એને કઈ સમજાતું નહતું કે શુ કરે એ.... ક્યાં જાય... એ....... કોને કહે એ... પછી એ થોડી સ્વસ્થ થઈને પોતાના રૂમ માં જાય છે.... અને રૂમ નો દરવાજો બંધ કરી દે છે.....
.........

હવે સવાર ની વાત થઈ પછી રાત પડી ગઈ હતી..... સવાર ની તે એના રૂમમા જ હતી.. બાર નીકળી જ નોતી..... અને મામી એ પણ તેને બોલાવી નોતી... અને ના રુહી ને આવવા દીધી... મોક્ષિતા પાસે.. .. એ રૂમ માં પુરાઈ ને જ બેઠી હતી..... ત્યાં જ ફોન ની રિંગ વાગી...

" હાય... યારર કેમ છે ..... "- રિયા

મોક્ષિતા કઈ બોલી જ ના શકી..... પણ રિયા મોક્ષિતા ને જાણતી હતી એટલે એ તરત જ સમજી ગઈ કે કંઈક તો થયું જ છે...

" શુ થયું... છે... રડવું છે... તારે... રડીલે... રડીશ તો મન હળવું થઇ જશે....."- રિયા..

અને ત્યાં.... જાણે મોક્ષિતા ના આશુઓ ને જાણે માર્ગ મળ્યો બાર આવવાનો..... જે સવાર ના...દબાઈ ને બેઠા હતા... એ ચોધાર આસુંએ રડી પડી.... એને આવો જ સાથ જોતો હતો... જે એને મળ્યો.... અને એ.. 1-2 કલાક રડી.... પછી થોડી સ્વસ્થ થઇ.... અને...

" થૅન્ક્સ.... "- એટલું રડ્યા પછી એ બીજુંકઈ ના બોલી શકી... એટલું જ બોલી...

" રડવાનું પત્યું... તારું....તો હવે પાણી પીલે... અને પછી હવે.. શાંત મગજ રાખી ને હવે બોલ સુ થયું છે.... " - રિયા..

મોક્ષિતા એ બધું જ કહી દીધું.... પછી

" તો તને મૂડ વાત ની જ નથી ખબર...??? કે તારા મામાં તને સેના માટે કેતા હતા..? . "- રિયા

" હા.... પણ... મને એટલી તો ખબર છે... કે તેમને મારાં પર દાગ લગાવ્યો છે...આ દાગ ના ડર થી જ તો હું કોઈ છોકરા જોડે બોલતી નય.... અને આભાસ જોડે પણ... તૂ કેતી ને કે તારા માં હિંમત નથી આભાસ જોડે વાત કરવાની..પણ હું આ દાગ ના ડર થી કઈ બોલતી નય.... .. હું આભાસ ને પ્રેમ કરું છું પણ એને હું કયારે ય કહું....નહિ કારણકે હું મારી મર્યાદા જાણુ છું.... "- મોક્ષિતા

" ઓકે... તો.. તૂ પેલા એતો જાણી લે કે વાત શુ છે."- રિયા

" હા.... હું તને કાલે... પાછુ કહીશ બધું ઓકે... "- મોક્ષિતા

" .. અને હા... જમી લેજે...મને ખબર છે કે તે કઈ જમ્યુ નથી... અને હા અત્યારે તારું દિલ શાંત પડી ગયું ને... તો કાલે મને તૂ જાણી કેજે. અને હા હવે શૂઈ જજે ઓકે.... શાંતિ થી..... એ વિચાર ના કરતી... ઓકે... " - રિયા

" ઓકે... બાય.. ગુડ નાઈટ... "- મોક્ષિતા

" ઓકે. gn"- રિયા

પછી તોય મોક્ષિતા જમી નહિ.... અને એના રૂમ માં જ હતી... એ વિચારતી હતી કે ભાઈ ક્યારે આવે... અને એને બધૂ પૂછે... અને અહીં થી નીકળી જાય બસ.... પોતાના ઘરે.... જવા માટે.... પછી એ શૂઈ જાય છે....

.........................