Raghav pandit - 11 in Gujarati Fiction Stories by Pratik Patel books and stories PDF | રાઘવ પંડિત - 11

Featured Books
Categories
Share

રાઘવ પંડિત - 11



હેલો મારા ફેવરિટ વાચક મિત્રો
સૌને મારા જયશ્રી કૃષ્ણ આગળનો ભાગ તમને કેવો લાગ્યો તેના સૂચનો રીવ્યુ પ્લીઝ જણાવજો







રોની ને ખુબજ થાક લાગ્યો હોય છે તે પરસેવાથી ભીંજાય ગયું હોય છે પરંતુ તે મનથી ખુબજ ખુશ હોય છે રોની પોતાની પનિશમેન્ટ પૂરી કરી હોય છે રોની રૂમ તરફ જાય છે રૂમમાં જઈને રોની ફ્રેશ થાય છે.
પછી રોની ટેબલ પર થોડા પ્યાદાઓ ગોઠવે છે અને પોતાની પ્લાનિંગ રેડી કરવામાં સમય લે છે અને નોટમાં પેનથી થોડા પોઇન્ટ્સ નોટ ડાઉન કરે છે અને પોતાની પ્લાનિંગ રેડી કરી લે છે પછી થોડો ટાઈમ તે આરામ કરે છે.
વહેલી સવારમાં બધા ફ્રેશ થઈને ગ્રાઉન્ડ પર આવે છે અને થોડી હળવી પ્રેક્ટિસ અને ફાઇટ માટે તૈયારીઓ કરે છે. બીજી તરફ ફાઈટર ની ટીમ પણ ગ્રાઉન્ડ પર આવી હોય છે તે લોકોએ પણ પોતાની તૈયારીઓ કરી લીધી હોય છે.
રોની બધાને પોતાની પ્લાનિંગ સમજાવવા બોલાવે છે
હેલો ગુડ મોર્નિંગ all of us. બધા તેને જવાબમાં ગુડ મોર્નિંગ કહે છે.
રોની સ્ટાર્ટ કરે છે તે કહે છે મેં આપણા બધા ની તાકાત અને કમજોરીઓ ને ધ્યાનમાં રાખીને એક ફૂલ પ્રુફ પ્લાન બનાવ્યો છે આપણે બે ટીમ બનાવીશું એક ટીમમાં મીરા સૌરવ અને કાર્તિક રહેશે અને બીજી ટીમમાં શ્યામ દ્રષ્ટિ અને અમિત રેશે. જેમાં શ્યામ અને દ્રષ્ટિ સારી રીતે ડિફેન્સ કરી શકે છે તો તમારે બંને સામેની ટીમના બે ફાઇટરો ને ડિફેન્સમાં અટકાવી રાખવાના છે અને અમિત મોકો જોઈને તેમના પર અટેક કરશે અમિત તમારી એકદમ પાછળ પોઝીશન લેશે પછી રોની બુકમાં તેમને પોઝિશન સમજાવે છે દ્રષ્ટિ અને શ્યામ બંને આગળ રહીને ડિફેન્સ કરશે અને અમિત મોકો મળતા જ તેમના પર અટેક કરશે સેમ આ જ રીતે મીરા અને સૌરવ ડિફેન્સ કરશે અને શ્યામ અટેક કરશે જ્યાં સુધી મારો ખ્યાલ છે ત્યાં સુધી સામેની ટીમ આપણને કમજોર સમજીને આપણા પર અટેક કરશે તેઓ ડિફેન્સ નો કોઈ પ્લાન નહિ બનાવે અને જો તેઓ ડિફેન્સ નો પ્લાન બનાવશે તો મારી પાસે plan b પણ રેડી છે જો એ જરૂર પડશે તો હું તમને એ ગ્રાઉન્ડ પર જ સમજાવીશ. તમારે ટોટલ ૪ ફાઈટર ને સાચવવાના છે હું બંને ગ્રુપની આગળ v શેપમાં બાકીના ૩ ફાઈટર ને સંભાળી તમારે ઝડપથી જરૂર પડે તો મારી પાસે આવવાનું છે પરંતુ જ્યારે તમે મારી હેલ્પ માટે આવો તો એ લોકો રાઉન્ડની વચ્ચે આવી જવા જોઈએ જેથી તેઓ બહાર ના નીકળી શકે પછી રોની બધાને થીયરી કલી બધું નોટમાં બતાવે છે અને સમજાવે છે.
રોની પૂછે છે બધાને બધું સમજાઈ ગયું બધા એક સૂરમાં હા પાડે છે રોની પૂછે છે રેડી સામે બધા રેડી બોલે છે.
પછી અમિત સૌરવ ને ઈશારો કરે છે અને અમિત વોટર સ્ટેન્ડ તરફ જય છે સૌરવ પણ તેની પાછળ પાછળ જય છે જે થોડું દૂર હોય છે રોની ને ખતરાનો હજી સુધી કોઈ ખયાલ હોતો નથી.
આ તરફ અમિત ના મનમાં રોનીના કેપ્ટન બનવાથી ખુબજ ઈર્ષા થતી હોય છે તે એક ખતરનાક પ્લાન બનાવી રહ્યો હોય છે જેની કોઈને ખબર નથી અને તેણે સાંભળ્યું હોય છે કે રોની થોડા અંતર સુધી મનના વિચારો જાણવાની પાવર ધરાવે છે તેથી જ તેણે વોટર સ્ટેન્ડ તરફ જવાનું વિચાર્યું હોય છે કારણકે તે થોડું દૂર હોય છે અને આમ પણ તે થ્રી આઈ માં કોઈ ને જાણ થાય તેનો ખતરો ઉઠાવવા તૈયાર નથી હોતો કારણકે તો તેનું પણ બેસ્ટ એજન્ટ બનવાનું સપનું પૂરું થઈ જાય.
વોટર સ્ટેન્ડ પાસે પહોંચીને અમિત ચારે તરફ જુએ છે કોઈ તેમને જોઈતો નથી રહ્યું. પછી અમિત ખુબજ સાવધાનીથી સૌરવ ને પોતાનો પ્લાન સમજાવે છે અમિત કહે છે રોની ને આપણે સફળ નથી થવા દેવાનો તારે ડિફેન્સમાં ભૂલ કરીને મીરા અને કાર્તિક ને હરાવવાના છે અને હું તક મળતા અટેક એવી રીતે કરીશ કે શ્યામ અને દ્રષ્ટીને બચવા ની તક જ ના મળે પછી આપણે પણ એક બે વાર આપણા પર થવા દેવા પડશે પછી આપણે નીચે પડવાનું નાટક કરવાનું છે જેથી બધા ફાઈટર રોની પર અટેક કરશે જેથી રોની આસાનીથી હારી જશે પછી આપણે લાસ્ટ મોમેન્ટ પર રોની ની પાસે જઈશું અને ફાઇટર ને હરાવી દઈશું પરંતુ કોઈને આ પ્લાન ની ભનક પણ ના લાગવી જોઈએ સમજી ગયો. સૌરવ હા નો ઈશારો કરે છે. પછી બંને પોતાની ટીમ તરફથી જાય છે.
ભરત સર બધાને બોલાવે છે અને માઈકમાં ટીમ ફાઈટિંગ ની જાહેરાત કરે છે.
ભરત સર કહે છે ટીમ ફાઈટિંગ માં બંને ટીમના સાત સાત ફાઈટર ભાગ લેશે બંને ટીમમાંથી જે ટીમનો એક પણ મેમ્બર લાસ્ટ સુધી ગ્રાઉન્ડ પર હશે તે વિજેતા જાહેર થશે. બંને ટીમના મેમ્બરો હાર સ્વીકાર કરીને મેદાનની બહાર જશે જે પણ મેમ્બર હાર સ્વીકાર કરશે પછી તે મેદાનમાં પાછો નહીં આવી શકે અને તેની ટીમે તેના વગર કંટીન્યુ કરવાનું રહેશે મેચ નો ટાઈમ ત્રીસ મિનિટનો રહેશે અને તમારું ટીમ ભાવના જોવામાં આવશે અને તમારા એજન્ટ પોઇન્ટમાં પોઇન્ટ્સ મુકવામાં આવશે તો તમે રેડી છો બધા એકસાથે રેડી હોવાનું કહે છે પછી બધા ગ્રાઉન્ડમાં પ્રવેશ કરે છે.
રોની પોતાની ટીમને લાસ્ટ મેસેજ આપે છે અને થમ્સ અપ કરે છે.
ફાઇટરો ની ટીમ પણ તૈયાર હોય છે તેમનો કેપ્ટન પણ ખુબજ શક્તિશાળી હોય છે તે પોતાની ટીમને કહે છે કાલની સિંગલ ની ફાઇટ મેચ પછી તમે આ લોકોને હલકામાં ના લઈ શકો અને તેમના કેપ્ટન રોની ને તો બિલકુલ નહીં તે ખુબજ બુદ્ધિશાળી અને તાકતવર છે પરંતુ આપણે જીતવાનું છે તમે બધા ટ્રેન્ડ છો. આપણે તેમના પર અટેક કરવાનો છે શરૂઆત થી જ આપણે તેમના પર આવી થવાનું છે ઓકે બધા એકસાથે ઓકે કહે છે.
કાલની મેચ પછી આજે બહુ બધા આર્મી કમાન્ડર અને એજન્ટો જોવા માટે આવ્યા હોય છે તેમનામાં રોની ને જાણવાની ખુબજ ઉત્સુકતા હોય છે.
અભય સર બંને ટીમના મેમ્બરો ને પૂછે છે. રેડી all.
બધા એકસાથે રેડી હોવાનું કહે છે મેચ રેફરી બંને કેપ્ટનના હાથ મિલાવે છે પછી બંને પોતપોતાની ટીમ તરફ જાય છે રેફરી મેચ સ્ટાર્ટ કરવાનું સંકેત આપે છે.
ફાઈટરની ટીમના ચાર ફાઈટર અટેક કરવા માટે આગળ આવે છે રોની પોઝિશન ટીમ કહે છે રોની ની ટીમ v પોઝીશન બનાવે છે જેમાં રોની પાછળ હોય છે ફાઈટર ૨ ના ગ્રુપમાં અટેક કરે છે જેને શ્યામ અને દ્રષ્ટિ સામનો કરે છે બંને ફાઈટર ખુબજ પાવરથી કરાટેના વાર પર વાર કરે છે શ્યામ અને દ્રષ્ટિ તેમના વારથી બચે છે અને તેમને અટકાવે છે તો આ તરફ બીજું ગ્રુપ મીરા અને સૌરવ પર વાર કરે છે તેઓ માર્શલ આર્ટ ટ્રેન્ડ હોય છે તેમને સંભાળવા ખુબજ મુશ્કેલ થઈ રહ્યા હોય છે રોની પોઝિશન ચેન્જ કરીને આગળ આવે છે રોની પર બે ફાઈટર હુમલો કરે છે રોની એક જ મુકા થી પહેલા ફાઈટર ના નાક પર વાર કરે છે પેલો ફાઈટર પાછળ જઈને નીચે પડે છે ત્યાં સુધીમાં બીજો ફાઈટર રોની પર કરાટે નો વાર કરે છે રોની પાછળ કુદી ને તેનો વાર થી બચે છે આ જોઈને તેમનો કેપ્ટન પણ ત્યાં આવી જાય છે તે રોની પર કરાટે kick મારે છે રોની માર્શલ આર્ટના વી એંગલ થી તેનો વાર ચૂકવે છે ત્યાં ત્રણ તરફથી રોની પર વાર પર વાર થાય છે રોની પોતાની સમગ્ર તાકાતથી બધા વાર નિષ્ફળ કરે છે.
આ તરફ સૌરવ એકવાર થી ઘાયલ થઈને નીચે પડે છે પછી તેના સ્થાન પર કાર્તિક આવે છે તે ફાઈટર ના પેટમાં એક જોરદાર પ્રહાર કરે છે ફાઈટર થોડો પાછળ ધકેલાય છે પરંતુ મીરા ડિફેન્સમાં એકવાર ચૂકી જાય છે જે તેના ફેસ પર ખૂબ જ જોરથી વાગે છે પછી ફાઈટર તકનો લાભ લઈને મીરાને પર એક જોરદાર કિક મારે છે મીરા દૂર જઈને પડે છે કાર્તિક એ તરફ જુએ છે ત્યાં જ બંને ફાઇટરો કાર્તિક પર એકસાથે હુમલો કરે છે અને કાર્તિક ને કમર પર જોરદાર પ્રહારો થાય છે કાર્તિક સામેના ફાઈટર ને ચહેરા પર એ પંચ મારે છે પરંતુ ત્યાં બીજી તરફ થી કાર્તિક પર એક પ્રકાર થાય છે કાર્તિક નીચે પડીને બેહોશ થઇ જાય છે.
આ તરફ શ્યામ અને દ્રષ્ટિ ખૂબ જ બહાદુરીથી સામનો કરી રહ્યા હોય છે તેમને ખુબજ ઘાવ પણ વાગ્યા હોય છે કારણકે અમિત ફાઈટર ઉપર પૂરી તાકાત થી હુમલો નથી કરી રહ્યો. શ્યામ ની શક્તિઓ પૂરી થઈ જાય છે તે નીચે પડી જાય છે અમિત આગળ આવીને મારવાની ટ્રાય માં ફાઈટર પર ધીમો હુમલો કરે છે ફાઈટર અમિતના પેટ પર માર્શલ આર્ટ થી પાંચ છ પંચ મારે છે અમિત નીચે પડી જવાનું નાટક કરે છે આ તરફથી બીજા બે ફાયટરો આવે છે દ્રષ્ટિને ચારે તરફથી ઘેરી લે છે.
રોની ને પોતાની પાવરના કારણે થોડું થોડું સમજાય છે તેને અમિતના ખતરનાક પ્લાન નો અહેસાસ થઈ જાય છે પરંતુ તે અને દ્રષ્ટિ ચારે તરફથી ફસાઈ ગયા હોય છે.






To be continue...........
શું થશે આગળ????? શું રોની દ્રષ્ટિને બચાવી શકશે?????? શું રોની પોતે બહાર નીકળી શકશે???? દ્રષ્ટિ હાર માની લેશે???? સવાલ બહુ જ છે પણ જવાબ આવતાં ભાગમાં પ્લીઝ વાંચતા રહો રોની ની સામાન્ય માણસથી એજન્ટ બનવા ની સફર અને તમને આ ભાગ કેવો લાગ્યો તેના રીવ્યુ જરૂર આપો.
Instagram I'd :- pratik Patel
Yaa. :- pratik ૭૧૪૯