'પ્રસ્તાવના'
આ સ્ટોરી માં લીધેલ સ્થળ અને પાત્ર કાલ્પનિક છે જેને રીયલ લાઈફ સાથે કોઈ સંબંધ નથી. આ સ્ટોરી સંપૂર્ણ પણે કાલ્પનિક છે. આ મારી પહેલી સ્ટોરી છે,જો જોડણી લખવામાં થોડીક ભૂલ થઈ હોય તો માફ કરજો.. આ સ્ટોરી લખવામાં મારી મદત કરનાર જય પટેલ(JD) ને પણ ખૂબ ખૂબ આભાર અને આ સ્ટોરી માં થોડીક શાયરી નો ઉપયોગ કર્યો છે જે મારા પ્રિય લેખક જતીન આર. પટેલ ની શાયરી માંથી લીધેલ છે..હું આશા રાખું છું કે તમને આ સ્ટોરી પસંદ આવશે..
એક પ્રેમ કહાની મેરે એક દોસ્ત કી..- ભાગ 2
જેને પણ આ સ્ટોરીનો પહેલો ભાગ ન વાચ્યો હોય એ પહેલાં એ વાચે અને પછી આ ભાગ વાચે તો આ ભાગ શું થઈ રહ્યું છે એ વિશે ખબર પડશે...5 વર્ષ પહેલાં....
"પ્રેમ શું જિંદગી આપી શકે દોસ્ત,
એની તો શરૂઆત જ કોઈકના પર મરવાથી થાય છે."
કેન્ટિન માથી નિકળી કુણાલ અને જય લેકચર ભરવા કલાસમાં ગયા,આજે કુણાલને પહેલી બેન્ચ પર બેસવાનુ મુડ ન હોવાથી એ છેલ્લી બેન્ચ પર મારી ( અરવિંદ પુરોહિત) બાજુમાં આવિને બેસ્યો...
મેં ( અરવિંદ પુરોહિત) આશ્ચર્ય સાથે પૂછીયું "કેમ ભાઈ આજે આ બાજુ ભૂલા પડ્યા?"
એને મારું બાજુ એવી રીતે જોયું કે મને હમણાં એક થપ્પડ પડશે, પણ એટલામાં તો સર આવી ગયા..
બધા વિદ્યાર્થીઓએ ઉભા થઇ ને good morning કહ્યું અને પછી બધા બેસી ગયા..
લેક્ચર હતો Maths - 3 નો, મને પણ એમાં ઇન્ટરેસ્ટ ઓછો પણ આ કુણાલ તો ટોપર એટલે એમનું તો શુકેવું...
પણ આજે મને લાગ્યું કુણાલ નું ભણવામાં ધ્યાન ન હતું .. એ તો આંખો બંધ કરી નીચે જ જોતો હતો..
મેં એને પૂછ્યું શું થયું KP(કુણાલ પટેલ), પણ કંઈ જવાબ નહી..
અમે છેલ્લી બેન્ચ વાલા એટલે ભણવામાં ધ્યાન પછી પહેલા વાતો..
મેં મારા બાજુ માં બેઠા જિનીત જેને હું લાડ માં જાડિયો કહી બોલાવતો ..
એ જાડિયા આ KP ને શું થયું કઈ બોલતો નથી, બાકી તને ખબરને આના લવારા પૂરા ની થાય , લેક્ચર પણ ઓછો પડે chu*ti*ને...
મને શું ખબર મેં થોડી એની girlfriend છે..
' અરે sorry chu*ti*... , તારી girlfriend તો એલી computer વાળી, નામ શું છે એનું હું ભૂલી ગયો ', મેં કહ્યુ
' lo..d.. એ મારી ફ્રેન્ડ છે, એનાથી વધુ કંઈ નથી', જિનીત એ કહ્યુ
' ફ્રેન્ડ માંથી બેસ્ટ ફ્રેન્ડ અને બેસ્ટ ફ્રેન્ડ માંથી girlfriend અને પછી અમારી ભાભી..', મેં હસ્તા મોંઠે કહ્યુ
'બસ હવે chu*ti* ..', એણે કહ્યુ..
'ભાભી નું નામ તો કે, મેં ભૂલી ગયો', જિનીત ની મશ્કરી કરતા મેં કહ્યુ..
' ભણવામાં ધ્યાન આપની chu*ti*..,' જિનીતે ગુસ્સામાં મને કહ્યુ..
' પણ ભાભી નું નામ તો કે', મેં કહ્યુ..
મારી અને જિનીત ની વાત સાંભળતા ,મારા આગળ બેસેલા ધનરાજે કહ્યુ,' ભાઈ, ભાભી નું નામ પલ્લવી.. છે'..
' we are just friend ', કેટલી વાર તમને કહેવાનું, જિનીત એ કહ્યુ
અમારી વાત પુરી થતાં,જિનીત એ આંખોના ઈશારા વડે કુણાલ તરફ જોવાનું કહ્યુ..
મેં જોયું કુણાલ એ બુક કાઢી જેના પર લખેલું હતુ My Personal Diary અને એ કંઇક લખવા લાગ્યો ..
"લાગણી એટલે પ્રેમની વ્યાખ્યા અને પ્રેમ એટલે લાગણીની વ્યાખ્યા. કેટલાંકને મળે છે તો કેટલાકને નથી મળતો.પણ કેમ નથી મળતો? આ પ્રશ્નનો ઉત્તર કોઈની પાસે નથી અને છે તો સાચો નથી, કોઈ રડે છે તો કોઈ હસે છે,કોઈ ભુલી જાય છે તો કોઈને ભુલાતો નથી,કોઈ ખુશ થાય છે તો કોઈ રડે છે, કોઈ અલગ થઈને પણ અલગ નથી થતા તો કોઈ મળીને પણ અલગ થઈ જાય છે.કેમ આવું થાય છે ?"
આ દુઃખ ભર્યા પ્રેમ ના શબ્દો વાચતા મને ખ્યાલ આવ્યો કે નક્કી ભાઈ નું *breakup* થયું, એને લખવાનું બંધ કરી બુક પાછી બેગ માં મુકી દિધી..
મેં એની બાજુ શાયરી બોલતા કહ્યુ..
"વો જવાની જવાની નહીં..
જીસકી કોઈ કહાની નહીં.."
આ સાંભળી એ થોડું હસ્યો..
' ભાઈ તને તો તારી વાલી મળી ગઈ છે ,અને અમને મળતા મળતા રહી ગઈ ' કુણાલ એ કહ્યુ.
અમે બંને હસ્યા ,એવામાં સર જોઇ ગયા ..
'ઓ તમે બંને છેલ્લી બેન્ચ વાલા ઉભા થાઓ' ,સર એ કહ્યુ..
મેં જાડિયા ને ધીમેથી કીધું ' મરાવાની આજે અમારી '.
મેં ઉભા થતા થતા કુણાલ ને આંખોના ઈશારા વડે આ બધું આ જાડિયા પર ધોળી દેવાનું કહ્યું..
' સા માટે હસતાં હતા તમે બંને ' સર એ કહ્યુ..
કુણાલ એ કહ્યુ ,' સર આ જિનીત કોમેન્ટ પાસ કરતો હતો '
મેં પણ માથું હલાવી હા પાડી..
સર એ જિનીત ને ઉભો કરીયો..
' તારા પપ્પા તને અહીંયા કોમેન્ટ પાસ કરવા માટે મોકલે છે કે ભણવા ' સર એ કહ્યુ..
જિનીત કઈ બોલે એ પહેલા તો અમેય ત્રણેય મિત્રો ને એમ કહી બહાર કાઢી મૂક્યા કે તમારા કારણે આખા કલાસનો સમય બગડે છે..
અમેય ત્રણેય મિત્રો કલાસ માંથી બહાર નીકળી કેન્ટીનમાં ગયા..
રસ્તામાં ચાલતા ચાલતા તો જિનીત સૌં એક ગાળ બોલી ગયો હોય મને અને કુણાલ ને..
મેં અને કુણાલ તો હસ્યા જ કર્યા ચાલતા ચાલતા..
કેન્ટીનમાં જઈ થોડો નાસ્તો મંગાવ્યો એટલે જિનીત શાંત થયો..
અને પછી આજે સવારે કુણાલ અને જય વચ્ચે જે વાત થઈ એ બધી કુણાલે મને અને જિનીતને કહી..
"આ પ્રેમની રમત પણ કમાલ છે,
હાર હોય કે જીત એક સરખી ધમાલ છે,
નિરાળા એના નિયમ નિરાળી એની ચાલ છે,
હારેલા તો ઠીક તેમાં જીતેલા પણ બેહાલ છે".. મેં શાયર ની ભાષા માં કહ્યું.
જિનીત એ કુણાલ ને કહ્યુ,' ભાઈ નસીબ માં હસે ને તારો પ્રેમ તો તને મલીનેજ રહેશે, બસ તું ખાલી વિશ્વાસ રાખજે તારા પ્રેમમાં '..
ઓહ.... જનાબને ખાવા સિવાય પણ કઈ આવડે છે ', મેં હસતા મોઢે કહ્યુ..
અને ત્રણેય હસી પડ્યા...
કુણાલ હવે આગળ નું વિચાર્યા સિવાય કેરિયર પર ધ્યાન આપજે , શાયદ એને પણ એમજ વિચારી હમણાં ના પાડ્યો હોય ' મે કહ્યુ..
''હવે નસીબ માં હસે તો મળીશું સંજના'' કુણાલ એ નિચે તરફ આંખો બંધ કરી ધીમેથી કહ્યુ..
અમારા કારણે જિનીત ને ક્લાસમાં જે બોલ પડી એના માટે અમે માફી માંગી ..
" Chu*ti*** O દોસ્તીમાં નો sorry નો thanks", જિનીત એ કહ્યું..
આસાથે લેક્ચર પૂરો થતાં બીજા અમારા ખાસ ફ્રેન્ડસ પણ આવી પહોંચ્યા..જેમાં પાંડે, વૈદિક, વિઘનેશ, ચાર્મીન, જય and ધનરાજ..
આમજ હસતાં ભણતાં આજનો દિવસ પૂરો થયો..
હું ઘરે પોહહ્ચી હાથ - પગ ધોઈ નીકળી ગયો મારી પાસે રહેતી મારી બેસ્ટ ફ્રેન્ડ *રૂપાલી* ના ઘરે ..
ઘર માં જતાં જ આંટી જોવાયા ..
' આંટી રૂપાલી ક્યાં છે ', મેં કહ્યું..
'' એ તો ઉપર અગાસીમાં છે" આંટી એ કહ્યુ..
ઓકે આંટી..કહી હું અગાસીમાં ગયો..
અગાસીમાં જોયું તો રૂપાલી અગાસીના એક ખૂણા માં ઉભી હતી..
મેં એની બાજુ માં જઈ ને ઉભો રહ્યો..
મેં જોયું કે એને કોઈ ને WhatsApp પર બ્લોક કર્યો...
' મને તો બ્લોક નથી કર્યોને ', મેં કહ્યું..
' ગુસ્સામાં ,હા તને જ બ્લોક કર્યો છે ', એણે કહ્યું..
' ઓહ.. આટલો બધો ગુસ્સો ' મેં કહ્યું.
' એક તો આજે મૂડ ખરાબ છે , અને તારા આ લવારા ' રૂપાલી એ કહ્યું..
" कुछ होश नहीं रहता ,कुछ ध्यान नहीं रहता, इंसान मोहब्बतमें इंसान नहीं रहेता ।" મેં શાયર ની ભાષામાં બોલ્લયો..
એટલે હું જાનવર જેવી લાગતી છું.. એને કહ્યુ
ના, પણ તારા તેવર તો જાનવર જેવા લાગતા છે , મેં કહ્યું ..
અને અમે બંને હસ્સી પડ્યા..
' આ પ્રેમના ચક્કરમાં હમણાં પડ્યા સિવાય કેરિયર ઉપર ધ્યાન આપ ' ,મેં કહ્યું..
' બસ પોતાનું ગોઠવાઈ ગયું એટલે બીજાને આવીજ સલાહ આપવાની ', એણે કહ્યું..
હું થોડો હસ્યો... અને કહ્યુ ,તો બીજું શું કરું..
તો ચાલ નાસ્તો કરી આવીએ..રૂપાલી એ કહ્યુ.
અમે બંને નાસ્તો કરવા બહાર ગયા..
બસ આમજ કૉલેજ ના બાકી ના બે વર્ષ પૂરા થઈ ગયા કઈ ખબર જ નહિ રહી..
અને બધા લાગી ગયા પોત પોતાનું કરિયર બનાવવા..
રૂપાલી ની પણ નર્સિંગ તરીકે કોઈ હોસ્પિટલમાં સારી એવી જોબ લાગી ગઈ..
હું ,કુણાલ, જય અને બીજા બધા ફ્રેન્ડ સારી એવી જોબ કરતા થઈ ગયા...
દિવાળી વેકેશન માં...
' હેલ્લો ,હા રૂપાલી બોલ , શું કામ હતું ', મેં ફોન ઉપર વાત કરતા કહ્યું..
' અરે યાર તારું કામ હતું,તું ઘરે આવ ', એણે કહ્યું..
ઓકે હું થોડા સમયમા આવું..
રૂપાલી ના ઘરે ગયો તો કોઈ દેખાયું નહિ ..
એટલામાં રૂપાલી કિચનમાં થી બહાર આવી ..
' uncle and aunty જોવાતા નથી ,ક્યાં ગયા', મેં કહ્યું..
એતો ગામ ગયા છે કામથી...
તો બોલ શું કામ હતું..
જો યાર મારા સ્કૂલ ફ્રેન્ડના મેરેજ હોવાથી ઉનાઈ જવાનું છે,અને મને એકલી જતાં કંટાળો આવે છે,તો તારે સાથે આવવાનું છે ', હુકમ આપતી હોય એમ રૂપાલી એ કહ્યુ..
એમ પણ આપણે તો નવરા આ દિવાળી વેકેશન માં, કારણકે તારી ભાભી પિયરે ગઈ છે અને મમ્મી-પપ્પા પણ ગામ છે, ( મારા લગ્ન જયારે હું final year માં હતો ત્યારે થઈ ગયેલા, પણ રૂપાલી લગ્નમાં કોઈ કારણસર ની આવેલી) એટલે તારી ઈચ્છા ને માન આપીને આવ્યે.. મેં કહ્યું..
Thanks..રૂપાલી એ કહ્યુ ..
બોલ તો ક્યારે જવાનું છે ઉનાઈ ..
કાલે સવારે ..
આ બાજુ કુણાલ પણ દિવાળી વેકેશન માં ફ્રી હતો,એટલે એને પણ કોઈ ફ્રેન્ડ નું મેરેજ invitation આવેલું ...
કુણાલ હમણાં પણ સંજનાને એટલોજ પ્રેમ કરતો હતો જેટલો પહેલા.. એને બો પ્રયત્ન કર્યા એને ભૂલવાના પણ , એ વધારેને વધારે યાદ આવતી ..
કુણાલ ની ભગવાન પાસે એક જ માગણી હતી કે મને મારી સંજના મળી જાય..
કુણાલ ને સવારે મેરેજમા જવાનું હોવાથી એ આજે વહેલો સુવા માગતો હતો "પણ આ ઊઘ છે ને બહુ વિચિત્ર છે..જો આવી જાય તો યાદ આવેલું બધું ભુલાવી દે ..પણ જો ના આવી તો ભૂલેલું પણ યાદ કરાવતી જાય..."
ખબર ની કેમ આજે કુણાલ ને સંજના ની યાદ આવતી ...
આજે કુણાલ જાણે કુદરત સાથે વાત કરતો હોય એમ..
"એના પર કવિતા લખું એવા મારી પાસે છંદ નથી,
એનું ચિત્ર દોરી શકું એવા મારી પાસે રંગ નથી,
કુદરતને કહ્યુ ફરી બનાવ આવી સુંદરતા,
કુદરતે કહ્યુ મજબૂર છું આવા સુંદર બીજા અંગ નથી .."
બસ આમજ પોતાની સાથે વાતો કરતા ક્યારે ઊઘ આવી ગઈ એને ખબર જ નહિ..
સવારે ઉઠીને સ્નાન કરી, કપડાં પહેરી માથું ઓળવા અરીસા સામે ઉભો રહી ત્યાર થતો હતો ત્યારે એનું ધ્યાન પોતાના ચહેરા પર ગયું અને મનોમન પોતાની જાત ને કહેવા લાગ્યો..
" આંખ, હોથ અને હૈયામાં હરખ લાગે છે..
એનાં મળવાનાં કોઈ ખબર લાગે છે...
આમ ના જોઇશ અરીસાને કુણાલ..
સાંભળ્યું છે પોતાની પણ નજર લાગે છે.."
અને મનોમન હસ્સી પડ્યો..
અને નીકળી ગયો ફ્રેન્ડ ના મેરરેજમાં..
આ બાજુ હું અને રૂપાલી પણ નીકળી ગયા એના ફ્રેન્ડના મેરેજમાં ...
કાર રૂપાલી ચલાવતી હતી ,રૂપાલી એ મોબાઈલ ફોન ખોલી કોઇ નંબર ને unblock કર્યો ..
મે કહ્યુ,' કોને unblock કર્યો ?
( શાયદ આ એજ નંબર હતો,જે એ દિવસે બ્લોક કર્યો હતો..)
'અરે આ કેરિયર બનાવવામાં હું મારા પ્રેમને તો ભૂલીજ ગઈ', એને કહ્યુ..
' શું પ્રેમ , કોની સાથે , ક્યારે, કઈ રીતે? મે એક સામઠા આટલા બધા સવાલ પૂછી મુક્યા..
" જે હવે શાયદ મળવાનો નથી,તો તને કહી ને શું ફાયદો ", રૂપાલી એ કહ્યુ..
પછી બંને વચ્ચે મૌન પથરાઈ ગયું..
૨ કલાક આજુ બાજુ તો અમે પોહ્ચી ગયા ઉનાઈ..
' હું,કાર પાર્ક કરીને આવું ,તું અંદર જા ', રૂપાલી એ કહ્યુ..
ઓકે કહી હું નીકળી પડ્યો મેરેજ હોલ તરફ..
અંદર જતાં જ મારી નજર એક પર્શન પર ગઈ....મને લાગ્યું હું આને ઓળખતો છું..
હું એની નજીક ગયો ,અને એના ખભા પર હાથ મુકીને.. હેલ્લો કહ્યુ..
એ પર્શન કોઈ નહિ પણ કુણાલ હતો..
" ઓહ...ભાઈ તું અહીંયા..", કુણાલ એ કહ્યુ..
' અરે ભાઈ મારી એક ફ્રેન્ડ લઈ આવી છે ', મેં કહ્યું..
અને બંને ગળે લાગ્યા..
બો દિવસ પછી આવી રીતે મળ્યા એટલે હું અને કુણાલ જૂની વાતો કરવા લાગી ગયા..
મારું મોઢું મેરેજ હોલના દરવાજા તરફ હતું અને કુણાલ નું આગળ તરફ..
એવામાં રૂપાલી આવી,એણે મને ઉભેલો જોયો,એણે નવાઈ લાગી કે હું કોના સાથે વાતો કરું છુ, એ પણ અહીંયા ..
લે મારી ફ્રેન્ડ આવી ગઈ..
કુણાલ એ જેવું રૂપાલી તરફ અને રૂપાલી એ જેવું કુણાલ તરફ જોયું..
.....
.
.
.
.
.
.
.
.
.
.
.
બંને એક સાથે બૉલ્યા ," તું અહીંયા ?"..
To be continued.......
શુ કુણાલ અને રૂપાલી એક બીજાને પહેલેથી ઓળખતા હતા?..... શું રૂપાલી એ સંજના ની ફ્રેન્ડ હતી?.... શું રૂપાલી કુણાલ ને પ્રેમ કરતી હતી?.... શું રૂપાલી એ સંજના અને કુણાલ ના મિલનમાં આશીર્વાદ કે પછી શ્રાપ રૂપ નીવડશે? આ બધા પ્રશ્નોના જવાબ માટે આવી રહ્યો છે આ સ્ટોરી નો છેલ્લો ભાગ, જે ટૂંક સમયમાં આવશે...
આ સ્ટોરીના અંંગત અભિપ્રાય મારા WhatsApp number '8141825711' પર આપી શકો છો....