Sukh no Password - 12 in Gujarati Motivational Stories by Aashu Patel books and stories PDF | સુખનો પાસવર્ડ - 12

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

સુખનો પાસવર્ડ - 12

એક અમેરિકન યુવાન બ્રેકઅપને કારણે હતાશામાં સરી પડ્યો ત્યારે...

હતાશા આવે ત્યારે વાંચન કે સારા મિત્રનો સહારો લેવો જોઇએ

સુખનો પાસવર્ડ

આશુ પટેલ

અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ જેમ્સ મેડિસનના જીવનનો આ કિસ્સો છે. મેડિસન એકત્રીસ વર્ષના હતા એ વખતે તેઓ સોળ વર્ષની છોકરીના પ્રેમમાં પડ્યા.

મેડિસન મધ્યમ વર્ગના હતા અને છોકરી શ્રીમંત કુટુંબની હતી. છોકરીના પિતા તેને લઇને બીજા શહેરમાં ચાલ્યા ગયાં. તે છોકરીએ મેડિસનને પત્ર લખીને કહ્યું, ‘આજ પછી મારો સંપર્ક કરવાની કોશિશ ન કરતા.’

મેડિસનને આઘાત લાગી ગયો. પ્રેમની નિષ્ફળતાને કારણે તેઓ હતાશામાં સરી પડ્યા. હતાશાના એ તબક્કા દરમિયાન તેઓ હિંસક બનીને ભાંગફોડ કરવા લાગ્યા.

મેડિસનના જીવનના એ નાજુક સમયમાં તેમના મિત્ર થોમસ જેફરસન (અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ) તેમની વહારે આવ્યા. તેમણે મેડિસનને સધિયારો આપ્યો અને તેમને વાંચન તરફ વાળ્યા.

વાંચનને કારણે મેડિસનનું ધ્યાન ફંટાયું અને તેઓ પ્રેમિકાને ભૂલવા લાગ્યા અને સામાન્ય જીવન જીવતા થઇ ગયા. પછી તો તેમણે અમેરિકાનું બંધારણ ઘડવામાં સિંહફાળો નોંધાવ્યો અને અમેરિકાના પ્રમુખ પણ બન્યા.

જેમ્સ મેડિસનના જીવનના આ કિસ્સા પરથી કહી શકાય કે વાંચન અને સારો મિત્ર જીવનને બરબાદ થતું અટકાવી શકે છે.

મેડિસનના મિત્ર થોમસ જેફરસને તેમને વાંચન તરફ ન વાળ્યા હોત, ખરાબ સમયમાં તેમને સાચવી ન લીધા હોત તો મેડિસનનું જીવન બરબાદ થઇ ગયું હોત.

જીવનના ખરાબ તબક્કામાં માણસે સારા મિત્રનો કે સારા વાંચનનો સહારો લેવો જોઇએ. જેમ્સ મેડિસન સારા મિત્ર અને સારા વાંચન થકી હતાશામાંથી બહાર આવીને મહાન બન્યા હતા. એ રીતે કોઇપણ વ્યક્તિ સારા વાંચન કે સારા મિત્રના સથવારે નિષ્ફળતાના દુ:ખ કે હતાશામાંથી બહાર આવી શકે છે.

***