Aek bhent - aek purn thayel apurn katha in Gujarati Love Stories by Hardik Chande books and stories PDF | એક ભેંટ - એક પૂર્ણ થયેલ અપૂર્ણ કથા

Featured Books
Categories
Share

એક ભેંટ - એક પૂર્ણ થયેલ અપૂર્ણ કથા

આજે બહુ દિવસ પછી હું મારા શહેરના ગાર્ડનમાં મારા એક પાક્કા મિત્ર સાથે ગાર્ડન ફરવા માટે ગયો.
અમે એક સારો બાંકડો શોધી રહ્યા હતા બેસવા માટે પણ અચાનક જ મારુ ધ્યાન એક છોકરી પર પડ્યું. મેં બરાબર ધ્યાનથી જોયું તો આ એ જ છોકરી હતી જેને મેં આજથી લગભગ 7 મહિના પહેલા જોયી હતી. મને નવાઈ લાગી. હું વિચારવા લાગ્યો, આ છોકરી હજુ પણ અહીં જ છે.
મેં મારા મિત્ર ને પૂછ્યું,"યાર! આ જે સામે છોકરી બેઠી છે એને તો મેં લગભગ 7 મહિના પહેલા જોયી હતી. આ જ બાંકડા પર બેઠી હતી અને હજી પણ એ અહીં જ બેઠી છે. શું એ ભણતી નથી કે ઘરે પણ નહીં જતી? મેં જ્યારે એને જોયી હતી અને આજે જોવ છું તો એ તો પહેલાથી ઘણી પાતળી થઈ ગયી છે."
"યાર! તું છોડને. શું કામ એના વિશે વિચારે છે?"
"નહીં યાર! મને લાગે છે કે એને મારી જરૂર છે. એવું લાગે છે કે હું એને ઓળખું છું. બહુ પહેલાથી. તું તો દરરોજ આ ગાર્ડન માં આવે છે ને, તો તને તો ખબર જ હશે ને?"
"હા! ખબર છે મને! પણ એને ને આપણે કાંઈ લેવા દેવા નથી. છોડી દે આ વાત! આપણે તો આપણી આગળની સ્ટોરી લખવા માટે સારું ટાઇટલ શોધવું છે એના માટે જ આવ્યા આ ગાર્ડન માં! બરોબર! આ વાત છોડ ને ભાઈ!"
"નહીં તું મને કે આ છોકરીની સ્ટોરી શું છે? તા એ ખબર છે તો બોલ, બાકી હું જઇ ને પૂછી આવીશ!"
મારો ફ્રેંડ એકદમ ચૂપચાપ ઉભો રહી ગયો. આગળ કાંઈ ના બોલ્યો એ.
"તો તું નહીં કહે એમ ને!? તો જા! હું જઇ ને પૂછીશ!"
હિંમત તો નહોતી થતી પણ છતાંય હું એ છોકરીની પાસે ગયો. જેવું મેં 'Excuse me' કીધું અને એણે મારી સામે જોયું. જોતાંની સાથે જ એ સફાળી ઉભી થઇ ગયી અને મને એક hug આપી દીધું. હું તો સ્તબ્ધ થઈ ગયો. ના કોઈ વિચાર ને ના કોઈ આજુબાજુનો અવાજ.... એકદમ mute!
"મને ખબર હતી તું જરૂર આવશે. જો તારા માટે કેટલું મસ્ત ગિફ્ટ લઇ આવી છું."
"Excuse Me! Hello! શું બોલો છો? અને મારું નામ કઇ રીતે ખબર તમને? હું તો તમને ઓળખતો પણ નથી. ને તમે આમ જ...!"
આગળ બોલું એ પેલા જ એણે મારા ફ્રેંડ ને જોયો ને એની પાસે જઈને બોલી,"તારા ફ્રેન્ડ ને સમજાવ ને, એ મને ઓળખવાની ના પાડે છે." એટલા ભાવુક અવાજથી બોલી રહી હતી જાણે મેં એની સાથે વર્ષો પહેલા breakup કર્યું હોય પણ મેં તો એને 7 મહિના પહેલા જોયી હતી ને આજે જોવ છું.
"પ્લીઝ યાર કહે ને એને! હું તારા હાથ જોડું છું, તું એને સમજાવ, જેથી મને એ ઓળખે." પેલી છોકરી મારા ફ્રેન્ડ ને કહે છે.
"શું સમજાવવાનું છે મને? બોલ યાર! હવે મારાથી રહેવાતું નથી." મેં મારા ફ્રેંડ ને કીધું.
"તું સહન કરી શકશે તો જ કહીશ બાકી નહીં."
"હા ભાઈ સહન કરી લઈશ."
"એક મિનિટ પેલા હું ડૉક્ટર ને બોલાવી લઉં."
હું મારા ફ્રેન્ડ ને કાંઈ કહેવા જાવ એ પેલા જ પેલી છોકરી મારો હાથ પકડે છે અને કહે છે,"તને ખબર છે, આ ગિફ્ટ ને છે ને મેં છે ને 1 વર્ષથી સાચવી ને રાખ્યું છે, બસ તારા માટે!" અને એ ગિફ્ટ મારા હાથમાં આપે છે.
હું તો પેલી છોકરીને પૂછવા જતો જ હતો કે,'તમારો અને મારો સંબંધ શું?' ત્યાં મારો ફ્રેંડ આવી ગયો.
કહેવા લાગ્યો,"તો સાંભળ! હૃદય મજબૂત રાખ. તું તારી યાદદાસ્ત ભુલાવી ચુક્યો છે.--" પેલી છોકરી વાત કાપીને બોલવા લાગે છે,"શું? ઈશ તું યાદદાસ્ત ખોઈ બેઠો? એટલે જ હું તને યાદ નથી!? તું ચિંતા ના કર હવે, હું આવી ગયી ને તારી પાસે baby. તને બધું યાદ કરાવી દઈશ."
"Excuse Me! પ્લીઝ તમે અહીં સાઈડ માં આવશો? Trust me!" એમ કહી મારો ફ્રેંડ એ છોકરી ને સાઈડમાં લઇ ગયો. અને એ પણ એની સાથે ગયી.
હું એમનો અવાજ સાંભળી ન શક્યો, કારણ કે એ લોકો થોડા દૂર ગયા હતા.
માત્ર થોડી મિનિટોની અંદર એ બંને પાછા આવી ગયા અને મને મારો ફ્રેન્ડ બીજી તરફ side માં વાત કરવા માટે લઈ ગયો. અમે ત્યાં બાંકડા પર બેઠા.
એ બોલવા લાગ્યો,"તું ખાલી સાંભળ. કાંઈ પણ બોલતો નહીં. તારા મગજને, હૃદયને, તારા વિચારોને; એ બધાને તું અત્યારે કંટ્રોલમાં રાખજે. તને એક સ્ટોરી કહું છું અને એ સ્ટોરીનો એક એક વળાંક તારે અનુભવવાનો છે. તને અત્યારે જે જે પણ સવાલ થતા હોય એને સાચવી ને રાખ, તારા બધા સવાલના જવાબ આ સ્ટોરીમાં મળી જશે.
તારો અને એનો સંબંધ શું છે? શું કામ એ તારી પાછળ પડી છે? શું કામ તને એવું લાગે છે કે તું એને થોડાંક અંશે તો જાણે છે? વગેરે વગેરે સવાલના જવાબ આ સ્ટોરીમાં મળી જશે. તું તૈયાર છે હવે?"
"હા! એકદમ તૈયાર!" મેં પુરેપુરા હોંશ સાથે મારા ફ્રેન્ડ ને કીધું.
"સ્ટોરી છે એક છોકરી અને એક છોકરાની. સંબંધ એવો મસ્ત કે બીજા કપલિયાંઓને એમને જોતાં જ શરમ આવી જાય. બધા એવું વિચારતા
કે કાશ! અમને પણ આવો જ જીવનસાથી મળે. આવો જ BF અને આવી જ GF મળે.
તારીખ 22 જાન્યુઆરી, 2019; એક એવા છોકરાના જીવનમાં ફ્રેંડશીપની શરૂઆત થઈ એ પણ એક છોકરી સાથે જેણે જીવનમાં કોઈ છોકરીને "Hii" પણ નહોતું બોલ્યું.
એવો ખુશમીજાજ બંનેનો સંબંધ, ક્યારેય દુઃખ તો આવે જ નહીં. કદાચ એ સંબંધ પર દુઃખ આવતા પણ એક વખત દુઃખ પોતે વિચારતું હશે કે ત્યાં જાઉં કે નહીં!?
બંનેની ફ્રેંડશીપ હવે loveshipમાં ફેરવાય ગયી હતી. બંને એકબીજાને એટલો પ્રેમ કરવા લાગ્યા. દરેકના પ્રેમમાં મુશ્કેલીઓ તો આવે જ છે એમ આમના પ્રેમમાં પણ આવી.
રિલેશનનાં 3 મહિના બાદ, એમના relationship ની ખબર બંનેના મમ્મી-પપ્પાને પડી ગયી. પણ એમના બંનેના પ્રેમએ એમના મમ્મી-પપ્પાને પણ હરાવી દીધા. હવે તો બંને એકબીજાના ઘરે ગમે-ત્યારે જાય કોઈ ચિંતા જ નહીં."
"ઓહ! આ તો ખૂબ સરસ સ્ટોરી છે. પણ હજુ મને તો મારા સવાલના જવાબ મળ્યા જ નહીં. તું મારાથી ખોટું બોલે છે? મને ખોટે ખોટી સ્ટોરી સંભળાવે છે!?" મેં મારા ફ્રેંડને કીધું.
"ઓકે! તો તને લાગે છે કે હું ખોટું બોલું છું!? સાંભળ આ સ્ટોરી આ સામે ઉભી એ છોકરીને પણ ખબર છે. તું કહેતો હોય તો હવે એ તને કહેશે સ્ટોરી. ઠીક છે?"
"હા! તારા કરતા તો સારું કહેશે!" દોસ્તની થોડીક બેઈજ્જતી કરીને મજા આવી ને હું મનમાં ને મનમાં હસવા લાગ્યો.
મારા ફ્રેંડ એ પેલી છોકરીને અમારી પાસે બોલાવી,"Excuse me! અહીં આવો ને."
થોડી વાર માં એ અમારી પાસે આવી. મારા ફ્રેંડ એ કીધું,"જરાક આને પેલી સ્ટોરી તો કહો. એ છોકરા છોકરીના રિલેશનના 5 મહિના પછી શું થયું?"
"પણ હું કઈ રીતે કહું? better છે કે તમે જ કહો, હું ત્યાં જઈને બેસી જઉં છું." પેલી છોકરી મારા ફ્રેન્ડને કહે છે.
"નહીં હવે તો તમે જ કહો. મને લાગે આ મને સમજાવી જ નહીં શકે."
"ઓહ! Baby! સાચે ને! Thank you." એ એટલું પ્રેમથી બોલી મને એવું લાગવા લાગ્યું કે આ સ્ટોરી સાંભળી એમાં એ બીજા કાલ્પનિક પાત્રોની જગ્યાએ હું અને આ છોકરી જ હોવા જોઈએ. એનો સહેજ લાંબો ચહેરો, આંખ એકદમ તેજ, મોં પર કતલ કરી દે એવું હાસ્ય સાથે જ્યારે એ બોલી,'baby! સ્ટોરી ચાલુ કરું?'
શું કહું મારો તો સમય જ ત્યાં રોકાઈ ગયો. લાગ્યું કે મારે આને ગર્લફ્રેંડ તરીકે સ્વીકારી જ લેવી જોઈએ પણ પછી લાગ્યું કે કદાચ એ મને દગો આપી દે.
ત્યાં જ મારા ફ્રેન્ડએ મને ધક્કો આપ્યો. હું હોંશમાં આવી ગયો.
"હા, હા, બિલકુલ. સ્ટાર્ટ!" મેં કીધું.
તો સાંભળો,"એમના રિલેશનના 5 મહિના 3 દિવસ બાદ, એ છોકરાનો જન્મદિન હતો."
"તમને એટલા ચોક્કસ દિવસો કેમ ખબર?" ઉત્સુકતામાં મેં પૂછી લીધું.
"તને કીધું હતું સવાલ સાચવીને રાખ! તો પણ?"
"ઓહ! સોરી!"
પેલી એ વાત ફરીથી ચાલુ કરી,"રિલેશનના 5 મહિના 3 દિવસ બાદ, એ છોકરાનો જન્મદિન હતો. છોકરી એને એના પસંદ નું ગિફ્ટ આપવા માંગતી હતી. અને એટલે જ એણે છોકરાને ગાર્ડનમાં બોલાવ્યો. છોકરીને ગિફ્ટ લઈને આવવામાં થોડી વાર લાગી. કારણ કે એ ટ્રાફિકમાં ફસાઈ ગયી હતી ને આ બાજુ એ છોકરો રાહ જોયા રાખે.
થોડી વાર માં એ છોકરી ત્યાં આવી ગયી. એનો baby એનાથી નારાજ બેઠો હતો. કારણ કે એ નક્કી કરેલા સમયથી મોડી પહોંચી હતી.
આવતાની સાથે જ એ બોલી,"મને માફ કરી દે જે, આજે આવતા મોડું થઈ ગયું, આ ટ્રાફિકના લીધે. અને જો આ તારા માટે ગિફ્ટ."
"નહીં જોતું તારું કોઈ ગિફ્ટ. તું હંમેશા late જ પહોંચે છે. હંમેશા તને એક જ વાત કહેવાની કે જલ્દી આવજે અને તું આવે જ મોડી. પછી આવીને સોરી કહે. દરેક વખતે મેં તને માફ કરી પણ મને નહોતું લાગતું તું આવા ખુશીના દિવસ પર પણ મોડી આવીશ !" એના બોયફ્રેંડ એ એને કીધું.
"Baby! Sorry! પ્લીઝ માફ કરી દે. આઈ પ્રોમિસ, હવેથી ક્યારેય મોડી નહીં આવું."
"હવે બહુ મોડું થઈ ગયું. મારે તારું કોઈ ગિફ્ટ નહીં જોતું."
"Baby! હું તને બીજું ગિફ્ટ લઈને આપીશ. પણ પ્લીઝ તું આમ ના કહે." પેલી છોકરી આંખમાંથી નીકળતા આંસુને લૂંછતા બોલે છે.
"હું તારાથી બ્રેકઅપ કરું છું. આજ પછી મને બોલાવતી નહીં. મારે તારું કોઈ ગિફ્ટ નહીં જોતું." પેલા છોકરાએ છોકરીને કીધું.
"શું થયું તને baby? તું ગુસ્સો ના કર. તારે કોઈ બીજું ગિફ્ટ જોઈએ છે તો હું તને લઈને આપીશ. પણ તું ગુસ્સો ના કરીશ." પેલી છોકરી રડતાં રડતાં બોલે છે પણ પેલો છોકરો એના સામું જોતો પણ નથી ને ત્યાંથી ઉભો થઈને ચાલ્યો જાય છે.
"ઓહ! આ તો ખરેખર કોઈ જાતનો પ્રેમ કહેવાય જ નહીં. પણ ભાઈ હવે તો કહે કે આ સ્ટોરી મને સંભળાવવાનું કારણ?"મે ઉત્સુકતાથી મારા ફ્રેન્ડ ને પૂછ્યું.
"કારણ કે તું એ જ છોકરો છે જેણે આ છોકરીને આમ જ રડતાં રડતાં છોડીને ચાલ્યો ગયો હતો."
હું એકદમ ચોંકી ઉઠ્યો. મને ત્યારે મારા એ ભૂતકાળના વલણ પર હું એકદમ ગુસ્સે થઈ ગયો અને પેલી છોકરીને કીધું,“ખરેખર હું જ છું એ? તો તો મને જીવવાનો પણ હક નથી. મેં એક એવી વ્યક્તિને ખૂબ જ દુઃખ આપ્યું છે જે હંમેશાથી મારી જ હતી અને છે. થઈ શકે તો મને માફ કરી દેજો. મને કશું પણ યાદ નથી હજુ પણ કે મેં તમને શું કામ છોડી,પણ તમે મારી રાહ જોઇ રહ્યા છો પુરા 7 મહિનાથી. બધા લોકોને આવો જ પ્રેમ મળે."
હું એને ભેંટી પડ્યો ને આજે કેટલાં દિવસો બાદ મારા આંખે એ આંસુ નીકળ્યા.
"તમને તો ખબર હશે ને? તમે કહો ને પ્લીઝ!" પેલી છોકરીએ મારા ફ્રેન્ડને કીધું.
"તમારો આ પ્રેમ જોઈને મને પણ મારી ગર્લફ્રેંડની યાદ આવી ગયી. ખબર નહીં એ ક્યાં હશે? શું કરતી હશે? ઠીક તો હશે ને?"
"ભાઈ સંભાળ ખુદને. તને પણ એ જલ્દી મળી જશે. ચિંતા ના કર."
"હા ભાઈ. થેન્ક યુ. સાંભળો. હવે તમારી સ્ટોરી તો પુરી કરું. અને સાંભળ આ તારી ગર્લફ્રેન્ડનું નામ ઋતુ છે. તું પ્રેમથી "રૂ"કહે છે. પ્રેમ મળ્યો એમાં એટલો પાગલ થઈ ગયો છે કે નામ પણ ના પૂછ્યું. હવે મેઈન મુદ્દા પર આવીએ. બંને પોતાના દિલ-દિમાગ ને કંટ્રોલમાં રાખજો, કારણ કે આગળની વાત ખુબ જ દુઃખ ભરી છે. હું આગળ જે કાંઈ પણ બોલવાનો છું એને લઈને પ્લીઝ તમે વચ્ચે કોઈ પણ પ્રકારના સવાલ ના કરતા."
"ઓકે! નહીં કરું હું અવાજ." હું ને મારી "રૂ" બંને એક સાથે બોલી ઉઠ્યા.
"એમ ને! આજે તમારો પ્રેમ જાગી ઉઠ્યો છે. તો સાંભળો, તમને મુકવા પાછળનું કારણ એને કેન્સરનું નજીવું જોખમ આવી ગયું હતું. નહીં...નહીં...નહીં... ગભરાશો નહીં બંને, તારું એ કેન્સર હવે તારા શરીરમાંથી નાબૂદ થઈ ગયું છે. એક વર્ષ પહેલાં જે દિવસે એનો જન્મદિવસ હતો એ દિવસે તમારી સાથે જે ઝઘડો કર્યો હતો એ આ માટે જ હતો. ભાઈ તને જો કાંઈ થઈ જાત તો આ ઋતુ જીવી જ ન શકત. તે એટલા માટે એને છોડી દીધી. હું એ દુઃખને કેવી રીતે સમજું? મેં તો એનો અનુભવ પણ નથી કર્યો છતાં તમારું બંનેનું દૃષ્ટાંત લઈને હું ફક્ત વિચારું તો પણ મારા આંખના આંસુ રોકાતા નથી. ભાઈ તારી એ શક્તિને હું સલામ કરું છું. મને ખબર પણ નથી, આજે તમને બંને ને સાથે જોઈને આ આંસું પણ માંડ માંડ રોકાઈ રહ્યા છે. છતાં હું સ્ટોરી કહું છું.
તમારા બંનેના ઝઘડા બાદ જ્યારે એ ઘરે આવી રહ્યો હતો તો એનું એક્સિડન્ટ થયું હતું. હા એ 7 મહિના પહેલા. અને એમાં જ તું યાદદાસ્ત ખોઈ બેઠો એ પણ ફક્ત છેલ્લા 1 વર્ષ 2 મહિનાની. આજે તમારી દોસ્તીને,તમારા પ્રેમને 1 વર્ષ પૂર્ણ થયા છે અને આજે સંજોગથી, ભાઈ આપણી દોસ્તીને પુરા 10 વર્ષ થયાં છે યાર. આ એક ગિફ્ટ છે મારા સિંહ જેવા ભાઈને એના પહેલા પ્રેમ સાથેની મુલાકાત. એક ભેંટ છે તને આ - એક પૂર્ણ થયેલ અપૂર્ણ કથા.
તું તારી યાદદાસ્ત ખોઈ બેઠો ને સાથે મારી ભાભીને પણ ભૂલી ગયો...."
એટલી વાતો સાંભળ્યા બાદ હવે મારું મગજ ખૂબ જ ભારે થઈ રહ્યું હતું. થોડા ચક્કર જેવું લાગી રહ્યું હતું. પણ હજુ પણ હું એકદમ સ્થિર ઉભો હતો. કાંઈ સંભળાઈ નહોતું રહ્યું. બસ એક જ અવાજ આવ્યો મને એ પણ ખૂબ જોરથી જાણે કોઈએ મારા કાનની પાસે જ બોલ્યું,"ડોકટર! જલ્દી આવો! આને પ્રોબ્લેમ આવી રહી છે."
* * * * * * * * * * * * * *
મારી આંખ ખુલી જોયું તો હું હોસ્પિટલમાં હતો. મારી આજુ બાજુ મારો પરિવાર સાથે એ ઋતુનો પરિવાર પણ ઉભો હતો. બધા મને એકીટશે જોઈ રહયા હતા. મેં નજર ફેરવી પણ ઋતુ અને મારો ફ્રેન્ડ ક્યાંય દેખાતા નહોતાં.
એટલાં માં જ મારા પપ્પા બોલ્યાં,"હે ભગવાન! તમારો ખૂબ ખૂબ આભાર! મારો દીકરો એકદમ સુરક્ષિત છે."
"તમારા દીકરાને કાંઈ નહીં થયું. પણ પપ્પા શૈલ અને ઋતુ ક્યાં? એ તો મારી સાથે જ હતાં."
"બેટા! આજે તું પુરા 8 મહિના પછી હોંશમાં આવ્યો છે. ઋતુ હજુ પણ એ જ ગાર્ડનમાં બેસીને તારી રાહ જોવે છે અને તારો દોસ્ત શૈલ, પાક્કી દોસ્તી નિભાવી રહ્યો છે. તારી ઋતુને એ દરરોજ ગાર્ડનમાં લઇ જાય છે, ઋતુને એમ લાગે છે કે તું એને ત્યાં જ મળવા આવશે. એ શૈલ અને તારા ને તારા પર જ ભરોસો કરે છે. એ અમારામાંથી કોઈને પણ એ ગાર્ડનમાં એની સાથે આવવા નથી દેતી. તમારો પ્રેમ અને તમારી ત્રણેયની દોસ્તી. ભગવાન સલામત રાખે.
દરરોજ એ પાગલોની જેમ આવતા જતા દરેક લોકોને પૂછે છે જે એની સામું જોવે છે,"baby, તને આ ગિફ્ટ નહીં ગમ્યું, હું તને બીજું ગિફ્ટ લઈને આપીશ." બસ આ એક જ વાક્ય એ વારંવાર પૂછ્યા કરે છે.
ઘણા છોકરાએ એને મેળવવાની કોશિશ કરી પણ તારા ફ્રેન્ડએ એ બધાને એનાથી દુર રાખ્યાં, કારણ કે એ જાણતો હતો કે તું જરૂરથી કોમામાંથી બહાર આવીશ. હું હમણાં જ એને ફોન કરીને ઋતુ સાથે હોસ્પિટલ બોલાવું છું."
પપ્પા શૈલને ફોન કરવા રૂમ બહાર જાય છે. અને આ તરફ મમ્મી કહે છે,"બેટા! તને બધું યાદ આવી ગયું. તારા પપ્પા તારા હોશમાં આવવાથી એટલા ખુશ થઈ ગયા કે એના મગજમાં તો આ વાત આવી જ નહીં."
"તો મમ્મી મારી યાદદાસ્ત મને પાછી મળી ગયી પણ તમે હજી પણ ઋતુને હું જીવતો જ છું એના વિશે નહીં કીધું!? શું કામ મમ્મી?"
"બેટા! જો અમે એને તારાથી મળાવી દેત તો એને એ ના સમજાત કે પ્રેમ આસાનીથી નથી મળતો અને બીજી વાત તમે આમ તો તમારા પ્રેમને અમારી સામે સાબિત તો કરી દીધો હતો પણ વાત હતી આ સમાજને પણ સાચા પ્રેમની ઓળખ કરાવવાની." ઋતુના પપ્પા એટલે કે હિન્દી ભાષામાં કહું તો મેરે હોનેવાલે સસુરજીએ એટલું મસ્ત હ્રદય સ્પર્શી જાય એવી વાત કહી દીધી.
"Thank you so much uncle. કદાચ જો તમે અને તમારા આવા વિચારો ના હોત તો આજે આટલા લાંબા સમયગાળામાં ઋતુ કોઈ બીજાની થઈ ગયી હોત અને તમે બંનેની ખુશી જોઈને ફેંસલો કર્યો. પરંતુ અંકલ મને માફ કરી દેજો, મારા લીધે તમારી દીકરી સાવ પાગલ બની ગયી. હું વચન આપું છું એને આજ પછી કોઈ બીજા દુઃખ નહીં આપું."
"મને તારા પર પૂરો વિશ્વાસ છે બેટા. હું તને માફ કરું છું. અરે આમ તો જો તારી ઋતુ આવી ગયી."
સહેજ મોં ત્રાંસું કર્યું અને જોયું "રૂ" રૂમની અંદર આવી રહી હતી, ગિફ્ટના બે બોક્સ લઈને; એકદમ પાગલની જેમ. એનું સૌંદર્ય આજે પણ એવું જ હતું. એકદમ એક પરી જેવું. ત્યાં જ એના પપ્પાએ એને કીધું,"ઋતુ! આમ જો બેટા, તારો ઈશ અહીં બેડ પર સૂતો છે. એને મળીશ નહીં.? જો એ પણ તારી રાહ જોવે છે."
એનાં હાથમાંથી બોક્સ પડી ગયાં જ્યારે એણે મારી સામે જોયું. એના પાગલ થયેલા મગજને હું યાદ હતો. એ મારી પાસે આવી અને બોલી,"ઈશ! તું આવી ગયો. જો ને તારા માટે 2-2 ગિફ્ટ લઇ આવી છું. મને ખબર જ હતી તું જરૂર આવશે." એ એનાં હાથ ઉપર કરે છે જોવે છે તો ગિફ્ટ નહોતા. એ રોવા લાગી.
"મારા ગિફ્ટ! પેલો વાંદરો લઈ ગયો. હું એને છોડીશ જ નહીં. જોઈ લે. તું મારા ઇશના ગિફ્ટ લઈ ગયો. તું આવ મારી સામે." એનું પાગલ થયેલું દિમાગ ગિફ્ટ પકડીને ઉભેલા શૈલને થપ્પડો મારવા લાગ્યું. ઋતુની મમ્મી એ તરત જ એના હાથ પકડી લીધા અને મારી સામે લઇ આવી.
"રૂ!રૂ! મારી વાત સાંભળ. રૂ! રૂ!" હું બોલ્યો.
"ઈશ! તું ઠીક છે ને. આ વાંદરો તો મને દરરોજ ખોટું બોલીને ગાર્ડનમાં લઈ જતો હતો. કહેતો હતો ઈશ હમણાં આવે છે. એમ કહી એ ક્યાંય બીજે ચાલ્યો જતો. ને હું પછી એને શોધ્યા રાખું. તને ખબર છે મેં હમણાં મારી કોલેજમાં ટોપ કર્યું. મને મમ્મી-પપ્પાએ કીધું કે જો તું પરીક્ષામાં સારા નંબર લઇ આવીશ તો ઈશ તને સામેથી મળવા આવશે. અને સાચેને આજે તું મને મળી ગયો."
મારા હોંશ આવ્યાના 5 કલાક બાદ ડોક્ટરે મને હોસ્પિટલમાંથી રજા આપી દીધી.
એ પછી મેં શૈલને ઋતુની કાળજી રાખવા બદલ અને સાચી દોસ્તી નિભાવવા માટે એનો ખૂબ ખૂબ આભાર માન્યો.

*********************

1 વર્ષ બાદ -

"હું આજે મારા પ્રેમની સાથે છું. જુઓ એ ત્યાં બેઠી છે. થોડી પાગલ દેખાય છે પણ મારા માટે એ પાગલ જ બધુ બની ગયી છે. હું ફિલ્મ પ્રોડયુસર ઈશાન મારા આ જીવન પ્રસંગને 'એક ભેંટ - એક પૂર્ણ થયેલ અપૂર્ણ કથા' શીર્ષકથી એક ફિલ્મ બનાવવાનું એનાઉન્સમેન્ટ કરું છું.
એક ભૂતકાળની વાત કહી દઉં. મને આ વાત વિચારીને પણ હજુ રોવું આવી જાય છે. ઋતુ! તારું મગજ એટલું સ્ટ્રોંગ છે કે એક પાગલ જેવા થયેલા વ્યક્તિત્વ સામે તે દુનિયાને કોલેજમાં ટોપ કરીને એક અલગ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તને પાછી મેળવીને હું ખૂબ જ ખુશ છું.
અને હા એક વાત, મને થયેલું કેન્સર જાનલેવા નહોતું અને એ કેન્સરનો ઈલાજ મારા કોમામાં જવાથી ડોક્ટરે આપેલ તમામ દવાઓથી આપમેળે જ થઈ ગયો. ડોક્ટરને ખબર ન હતી કે મને કેન્સર છે. જ્યારે મને દવાઓનો ડોઝ ચાલુ થઈ ગયો, ત્યારે ડોક્ટરની જાણમાં આવ્યું કે મને કેન્સરનું નજીવું જોખમ છે. પણ ત્યારે બહુ વાર થઈ ગયી હતી. મેં આ વાત મારા દોસ્ત પાસેથી સાંભળી છે.
હું શૈલને આપ સર્વની સમક્ષ હૃદયથી આભાર માનું છું અને કહું છું, ભગવાન બધાને દોસ્ત હંમેશા તારા જેવો જ આપે. મારા પ્રેમાળ મમ્મી-પપ્પા, મારા સાસુ-સસરા, મારો ભાઈ જેવો મિત્ર, મારી ઋતુ, અને આપ સર્વનો ખુબ ખુબ આભાર. તમે આ આવનારી ફિલ્મ જરૂરથી જો જો અને મને આગળ પ્રેરણા આપતા રહો.
જય હિન્દ. જય ભારત."
તાલીઓના ગળગળાટથી બધાએ મને વિદાય આપી અને મેં ફિલ્મ બનાવવા માટેના દરેક પાસાંઓને જોડવા એક નવું પ્રયાણ કર્યું.
મારો ઉદ્દેશ આ સ્ટોરી લખવાનો અહીં જ પૂરો થયો.
એક પ્રખ્યાત ફિલ્મ પ્રોડ્યૂસર - ઈશાન ગજ્જર