Aaghat in Gujarati Moral Stories by Khodifad mehul GuRu books and stories PDF | આધાત

Featured Books
Categories
Share

આધાત

કૃણાલ તેની કંપની ની કેબીનમાં બેઠો છે.તેના લેપટોપ ને ઓન કરી ને,હાથમા પકડેલા કપ માંથી હુંફાળી ચાના ધૂટડા ધીમે ધીમે ભરે છે. સાથે સાથે એક હાથની આંગળીથી માઉસની છકડી ફેરવી ઇનબોકસમા આવેલા ઇમૈલ ચેક કરે છે.તેમા અમુક મૈલ રોજબરોજની કામગીરીની જાણકારી આપતા હતા,તો અમુક મૈલ વેન્ડરોના બાકી પેમેન્ટની મુંઝવણ બતાવતા હતા,તો અમુક મૈલ કંપનીમાં નવી સુવીધા ઊભી કરવાની માગણી કરતા હતા,એક બે મૈલ જુદા જુદા ડીપાર્ટમેન્ટમાં ચાલતા હોબાળાની આગ ઓકતા હતા.અમુક મૈલમા સરકારી નોટીસના ફટકા હતા.
"ગુડ મોર્નિંગ સર,આપણા સ્ટાફ મેમ્બર કોનફરન્સમા તમારી રાહ જુવે છે"કૃતીયે કૃણાલને ટકોર કરી.
"ગુડ મોર્નિંગ...હુ થોડીવારમાં ત્યા હાજર થઇશ."કૃણાલે ચાના કપને ટેબલ પર મુકતા જવાબ આપ્યો.
"ઓકે...સર"કૃતીયે જવાબ આપ્યો.
"ગુડ મોર્નિંગ એવરીવન."કૃણાલે શુભ શબ્દથી પોતાના કામની શરુઆત કરી.તેને તેની કંપનીના નવા પ્રોજેક્ટની જાણકારી તેના સ્ટાફ મેમ્બર ને આપી.ત્યાર બાદ એક પછી એક ડીપાર્ટમેન્ટ હેડ પોતપોતાના ડીપાર્ટમેન્ટમાં થયેલા કામનો રીપોર્ટ કૃણાલને આપે છે. સાથે સાથે કૃણાલ પણ નવા નવા કામ દરેક ડીપાર્ટમેન્ટ હેડને આપતો જાય છે.સાથે સાથે અમુક કામ પુરુ ન થવાનો ગુસ્સો પણ ઠાલવતો જાય છે.સવારની આ મીટીંગ પુરી કરી કૃણાલ તેની કેબીનમાં જાય છે.
પોતાના ટેબલ પરથી ફૉન ઉઠાવી એકાઉન્ટન્ટને પેમેન્ટ રીલીજ કરવા ની પરવાનગી આપે છે.નવી સુવીધાને ઉભી કરવાની પરવાનગી આપે છે.સરકારી નોટીસોને સોલ્વ કરવા તે પોતાના મોબાઈલ થી વકીલ જોડે સલાહ સુચન માગે છે.પોતાના નવા પ્રોજેકટ માટે પૈસાની સગવડ માટે બેન્કો પાસે લોન માગવાની મથામણ પણ કરે છે.થોડો સમય નિકાળીને તે લંચ કરે છે.પોતાને મળવા આવેલા માણસો સાથે મિટીંગ કરે છે.રોજ આ રીતે તે પોતાનુ કામ ચાલુ રાખી કંપની ચલાવે છે.
એપ્રીલ મહીનૉ પુરો થવાને એક અઠવાડિયાની વાર હતી.કંપનીમાં બધેજ પગાર વધારાની વાતો થતી હતી.પરંતુ પગાર વધારાની જાહેરાત ના થઇ.બધા કર્મચારીયો HR ડિપાર્ટમેન્ટમા આ બાબતની બબાલ કરતા હતા.આ બબાલ કૃણાલ તેની કેબીન ની બારી માંથી જોય રહ્યો હતો.પોતાના હાથમાં રહેલા કપ માથી ચાનો એક ઘુટ ભરે છે. પરંતુ પેલા ઝધડાને જોવામા તેની આ ગરમ ચા ઠંડી થઇ ગઇ હતી.તે આ ચાનો કપ તેના ટેબલ પર મુકે છે.પોતાના પેન્ટના ખીસા માથી સીગારેટ નુ પેકેટ કાઢે છે.તે માથી એક સિગરેટ સળગાવી બારી પાસે ઉભો થઇને કસ ઉપર કસ મારી,તેની ચિંતાને ધુમાડો કરવાની કૉશીશ કરે છે.ડ્રાઈવર તેની કેબીનમા જાય છે,લેપટોપને બંધ કરી બેગમાં મુકી તે ડ્રાઈવર તે બેગ લઇને ચાલતો થાય છે.ડ્રાઈવર આ બેગ કૃણાલની કારમા મુકે છે.કૃણાલ પણ પુરી થયેલી સિગરેટને કચરા ટોપલીમાં નાખે છે.એક ગ્લાસ પાણી પીયને પોતાનો કોટ પહેરીને ઓફીસની બહાર નીકળીજાય છે.ઓફીસની બહાર ઉભેલી કારનો ડોર ખોલી,સીટ પર બેસી સીટ બેલ્ટ બાંધે છે.તેના મોબાઈલમાં આવેલો કોલ રીસીવ કરે છે,તેની સાથે તે ડ્રાઈવરને ગાડી ચલાવાનો ઇશારો કરે છે.ડ્રાઈવર ગાડી હોટલ તરફ હાકી મુકે છે.
કૃણાલ થોડીવારમા હોટલ પર પહોંચી જાય છે.તે રીલેક્સ થઇને ડિનર કરે છે.તેના રૂમની બાલ્કનીમાં બેસીને પોતાના ફોન થી તેની પત્નીને કોલ કરે છે.
"હેલ્લો...પપ્પા"તેનો ટેણીયો કોલ રીસીવ કરે છે.
"હેલ્લો બેટા,તે જમી લીધુ?મમ્મી શુ કરે છે "કૃણાલે તેના ટેણીયાને પુછયુ.
"હા...પાપા...મમ્મી જમે છે,તમે ચોકલેટ લઇને જલદી આવોને,નહીતો મમ્મી મને સુવાડી દેશે"ટેણીયા એ તેના અંદાજમા જવાબ આપ્યો.
"હા..બેટા,હુ ચોકલેટ લઇને જલદી આવુ છુ.તારી મમ્મીને ફોન આપ"કૃણાલે ટેણીયાને સમજાવતા કહ્યું.
"મમ્મી,પપ્પા સ્પીકીંગ "ટેણીયા એ આવુ બોલતા,તેને મોબાઈલ તેની મમ્મીના કાન પર ધરો.
"હલ્લો...તમે હોટેલ પર આવી ગયા?જમી લીધું? "ધારા એ ટેણીયાના હાથ માથી ફોન લઇને કૃણાલ ને પુછ્યુ.
"હા..હુ હોટેલ પર છુ,મે જમી લીધું છે, તે જમી લીધું? "કૃણાલે ધારાને જવાબ આપતા પુછ્યુ.
"હા...બસ હમણાંજ જમવાનું પતાવુ,તમે ધરે કયારે આવાના? "ધારાયે જવાબ આપતા કૃણાલને પુછ્યુ.
"બે દિવસ પછી આવીશ,મલયને મનાવીને સુવડાવી દેજે "કૃણાલે ધારાને જવાબ આપ્યો.
"સારુ,તમે પણ ટાઇમે સુઇ જજો,મોડી રાત સુધી જાગતા નહી,ગુડ નાઈટ "ધારાયે કૃણાલ ને જવાબ આપ્યો.
"સારુ,ગુડ નાઈટ,બાઇ "કૃણાલ ધારાને જવાબ આપી મોબાઈલ સાઇડમાં મુકે છે.
કૃણાલ તેની બેગમાં થી લેપટોપ બહાર કાઢી તેને ઓન કરે છે.ટેબલ પર પડેલા સિગરેટના પેકેટ માથી એક સીગરેટ સળગાવીને,ધુમાડા કાઢવાનુ ચાલુ કરે છે સાથે સાથે મૈલ મા આવેલી તેની કંપની ની બેલેન્સશીટ લેપટોપમા છેક કરે છે.તેના મો માંથી ધુમાડાના ગોટા વધી રહ્યા હતા.કૃણાલની નજર બેલેન્સશીટના લાલ આંકડાઓની જેમ લાલ થઇ ગઇ .કૃણાલની આંખો સામે ચમકતા ચિતારા વગરનુ, ચાંદાના પ્રકાશ વગરનુ અમાસનુ અણગમતુ આકાશ હતુ.

અચાનક ડોરબેલ વાગે છે.પરંતુ કોઈ ઉભુ થઇને ડોર ખોલતુ નથી.કૃણાલના મોબાઈલ પર રીંગો પર રીંગો કરવામાં આવે છે,પરંતુ એક પણ કોલ રીસીવ નથી થતો.અંતમા હોટેલનો સ્ટાફ ઇમરજન્સી કીય થી કૃણાલનો કમરો ખોલે છે.
"વ્હાલા ટીમ મેમ્બર,
શુભ સવાર,હુ તમારી આશાઓને સમજવાની કોશીશ કરુ છુ. હુ આજે જે કંઈ પણ શુ તે તમારી મહેનતના પરિણામે શુ,છેલ્લા છ વષઁથી આપણી કંપની એ સારો એવો દેખાવ કર્યો છે,પરંતુ છેલ્લા બે વર્ષથી આપણે થોડા નબળા પડી ગયા છીયે.નફોખોટ એ ધંધાર્થીના ધ્યેયનોજ એક ભાગ છે.મારુ મનોબળ,મારો આત્માવિશ્વાસ,મારી ઇચ્છા એ તમારી મહેનતથી જ છે.મને આશા છે કે આવનારા દિવસોમાં તમારી મહેનત મારા ધંધામાં રંગ લાવ છે.છેલ્લા બે વર્ષથી મારી ઇચ્છાઓ આશા બનીનેજ રહી ગઇ છે.સપના દરેક માણસના હોય છે,મારા સપના છેલ્લા બે વર્ષથી ટુટી રહ્યા છે.આ વખતે મને બેલેન્સશીટ લેટ મળવાના લીધે ,હુ આપ સૌવના પગાર વધારવામાં લેટ પડયો,તે બદલ હુ માફી માગુ છુ.ભલે મારી કંપની છેલ્લા બે વર્ષથી નુકશાન ભોગવી રહી છે.પરંતુ તમારા કામના પરસેવા પર મને વિશ્વાસ છે કે તમે ફરીથી કંપનીનો વિકાસ કરશૉ.આવતી કાલે તમને બધાને તમારા ઇનકરીમેનટ લેટર મળી જશે.મારા ટેણીયા માટે ચોકલેટની ફેકટરી બનાવા માટે સેવ કરેલા પૈસા આપ સૌવને હુ ઇનકરીમેનટ રૂપે આપુ છું. આપ સૌને સાથ અને સહકાર આપવા મારી નમ્ર વિનંતી છે.

આભાર,
કૃણાલ કેશવાની,
મેનેજીંગ ડાયરેક્ટર.

આ મૈઇલ કૃણાલના લેપટોપ પર દેખાય છે.કૃણાલની આસપાસ પીધેલી સીગરેટના ટુકડા પડયા છે, તો તેના એક હાથની આંગળીમા ઓલવાઈ ગયેલી સીગરેટ જોવા મળે છે.કૃણાલના બીજા હાથની એક આંગળી લેપટોપની enter કીથી થોડી ઉપર વાકી વળી ગયેલી જણાય છે.હોટેલના સ્ટાફ મેમ્બર એક પછી એક કૃણાલને બોલાવે છે,તેને હલાવે છે,પરંતુ કૃણાલનુ શરીર કોઈ પણ જાતનો રીસ્પોન્સ આપતુ નથી.તેના હિસાબે આ ઇનકરીમેનટનુ આનાઉનસ અને કૃણાલના છોકરાનું સપનુ અધુરુ રહી જાય છે. ડોક્ટરે આપેલા રીપોર્ટ પરથી જાણવા મળે છે કે,કૃણાલનુ મૃત્યુ આધાતથી થાય છે.

લેખક,

ખોડીફાડ મેહુલ (ગુરુ )

9537288451