Pauranik kathao ane salamatini drushti - 3 in Gujarati Motivational Stories by Kishor Padhiyar books and stories PDF | પૌરાણિક કથાઓ અને સલામતીની દ્રષ્ટિ - ૩

Featured Books
Categories
Share

પૌરાણિક કથાઓ અને સલામતીની દ્રષ્ટિ - ૩

આપણે ઘણાં ભાગ્યશાળી છે કે આપણને ધાર્મિક પુસ્તકો અને કથાઓનો અમુલ્ય વારસો મળ્યો છે. આપણી ધાર્મિક કથાઓમાથી આપણે ઘણી બધી સમસ્યાઓનુ સમાધાન મળી જાય છે. તેના માટે યોગ્ય દ્રષ્ટિકોણ અપનાવવો પડે છે. જૂના પ્રસંગોમાંથી પણ ઘણી બધી શીખ મળે છે. મહાભારત સિરિયલનું ગીત પણ છે કે- 'सिख हम बिते युगोसे नये युग का करें स्वागत'
( અહીં રામાયણ અને મહાભારત તથા બીજા કેટલાક પ્રસંગોનુ ઉદાહરણ આપી સલામતીનો દ્રષ્ટીકોણ સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. મુળ કથા ફક્ત રૂપક તરીકે લેવામાં આવી છે. કારણ કે આ કથાઓ બધાને ખબર જ છે. પણ સલામતીની સરળતાથી સમજણ આપવા અહીં તેનું વર્ણન કરવામાં આવ્યું છે. અને તેમાં કંઇ ભુલ ચુક થાય તો માફ કરશો. )
કવચ:-
ધડએ આપણા શરીરનું મુખ્ય અંગ છે.અને તેનું રક્ષણ ખૂબજ જરૂરી છે. પહેલાના જમાનામાં જ્યારે યુધ્ધો લડાતા હતા. ત્યારે કવચ શરીરનુ રક્ષણ કરતું હતું. મહારાણા પ્રતાપનુ કવચ આજે પણ સંગ્રહાલયમાં સચવાયેલું છે. જેનો ઉપયોગ કરી એમણે ઘણા યુધ્ધો માં કર્યો હતો. જ્યારે કર્ણ જેવા મહારથીને યુધ્ધમાં હરાવવા માટે ભગવાને પહેલા જ કવચને દાનમાં માગી હરાવી દીધા હતા. આમ કવચનો ઉપયોગ ન કરવાથી કર્ણનું મૃત્યુ થયું હતું. જ્યારે બીજી આવીજ એક ઘટના લંકા નગરી ના રાજા રાવણ સાથે બની હતી. રાવણ ખૂબ જ શક્તિશાળી રાજા હતો. એના જેવો બલવાન બીજું કોઈ હતું નહીં. તે પોતે પોતાની શક્તિના અભિમાનમાં રહેતો હતો. તેના પર હુમલો કરવા વાળો કોઈ હતું નહીં એટલે એ સુરક્ષાના સાધન ઉપર વધારે ધ્યાન આપતો ન હતો. રામ સાથે યુદ્ધ કરવાનો થયો ત્યારે એ પોતે જીતી જશે એવા અભિમાનમાં લડવા નીકળી પડ્યો અને પોતાની શક્તિને મહત્વ આપ્યું અને સુરક્ષાને વધુ મહત્વ આપ્યું ન હતું. રાવણને વરદાન હતું કે તેની નાભિ પર હુમલો કરવામાં આવે તો તેનું મોત થઈ શકે. તેને પહેરેલુ કવચ ખૂબ નાનુ હતુ. એ નાભિની ઉપર રહી ગયેલું હોઈ શકે. અને રામે બાણ મારતા તેનું મૃત્યુ નીપજયું હતું. આમ સુરક્ષાના સાધનો ખરેખર ઉપયોગી છે કે નહીં તેની ચકાસણી કરવી જોઈએ. એમાં જરૂરી સુધારા-વધારા કરવાના હોય તે કરીને એને બરાબર કાર્ય કરે છે કે નહીં તે ચકાસી લેવું જોઈએ, નહીં તો ખરેખર જ્યારે જરૂર હોય ત્યારે સાધન કામમાં ન આવે એવું પણ બની શકે. માટે સુરક્ષા સાધનો ની સમયાંતરે ચકાસણી કરવી ખૂબ જરૂરી છે.યાદ રાખો કે વસ્તુ જરૂરના સમયે કામ ના આવે તો આપણી મુશ્કેલી માં અનેકઘણો વધારો કરી શકે છે. સુરક્ષા સાધનો જલ્દી પ્રાપ્ત થાય અને કાર્યક્ષમ રીતે કાર્ય કરે એવી એની દેખભાળ કરવી જરૂરી છે. કહેવત છે ને કે હાથે એ સાથે. હવે ના સમય માં એવા યુધ્ધો લડાતા નથી, પણ બોમ્બ ડિસ્પોઝલ કરનારને તેનું મહત્ત્વ ખબર છે. ઉપરાંત પોલીસ અને સેનાના જવાનો માટે ખૂબજ જરૂરી સાધન છે.
એસેમ્બલી પાઈન્ટ:-
એસેમ્બલી પોઇન્ટ એટલે સંકટ સમયે ભેગા થવાનું સ્થળ. જ્યારે કોઈ ખતરો કે કટોકટી હોય ક્યારે કોઈ સલામત સ્થળે ભેગું થવું જેથી ખતરાનો સામનો કરી શકાય અને ખતરાથી બચી શકાય. જ્યારે કોઇ દુર્ઘટના સમયે એક જગ્યાએ ભેગા થવાથી આપની આજુબાજુ માંથી કોણ કોણ સલામત છે અને કોણ સલામત નથી અથવા કોને સલામતીની જરૂર છે. તે ખબર પડી જાય છે. અને બચાવ નું કામ કરવામાં સરળતા રહે છે. સિતાજી માટે લક્ષ્મણે સંકટ સમયે રહેવાની જગ્યા નક્કી કરી હતી. પણ સિતાજી તે જગ્યાએ ન રહ્યા અને તેમની સલામતી ગુમાવી બેઠા હતા.
એસેમ્બલી પોઇન્ટનો સૌથી સારો ઉપયોગ સુગ્રીવે કર્યો હતો. વાલીથી બચવા તેને ઋષ્યમૂક પર્વત નો જ એસેમ્બલી પોઇન્ટ તરીકે ઉપયોગ કર્યો હતો. અને જીવ બચાવવામાં સફળ રહ્યા હતા.
માટે સલામતીના નિયમોનું સમજણ પુર્વક પાલન કરો અને સલામત રહો. ફરી મળીશું બીજા અંકમાં નવી કથાઓ સાથે....

Kishor Padhiyar
For you... With you... always...
______________________________