Adhuro Prem - 11 in Gujarati Love Stories by Anjali Bidiwala books and stories PDF | અધૂરો પ્રેમ - 11

Featured Books
  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

Categories
Share

અધૂરો પ્રેમ - 11

આગળ જોયું કે જય નિશા સાથે લગ્ન કરવા માની જાય છે. તે નિશા ને લગ્ન પહેલાં કાયરા વિશે બધુ કહી દે છે અને નિશા એ જાણ્યા પછી પણ તેની સાથે લગ્ન કરવા તૈયાર થાય છે. . ચાર દિવસ પછી બંને નાં લગ્ન થઈ જાય છે. હાલ નાં સમય માં ખુશી દાદુ પાસે થી તેની દાદી વિશે જાણે છે અને તે લંડન જઈ કાયરા ને મળવાની જીદ કરે છે.

ખુશી : "આપો ને દાદુ.....લંડન નું એડ્રેસ..."

દાદુ : "ખુશી....આમ ખોટી જીદ ન કર...."

ખુશી : "દાદુ...તમને મારી કસમ...હું છું ને હું બધું મેનેજ કરી લઈશ....ડોન્ટ વરી...."

દાદુ : "તું આવું કરે તે ન ચાલે.....પોતાની જીદ પૂરી કરવા બીજા ને આમ બ્લેકમેઇલ ન કરાય...…; ઠીક છે આપુ છું."

ખુશી લંડન નું એડ્રેસ લઈ ફોન માં જોવા લાગી.

"શું જોઈ છે...?"દાદુ એ પૂછ્યું.

"જીપીએસ પર જોવ છું....આ એડ્રેસ... ટીકીટ બુક કરાવવાની સમજ પડે ને..." ખુશી એ કહ્યું.

"ટીકીટ....? એવું કરવાની કઈ જરૂર નથી...." દાદુ એ કહ્યું.

"જોવ દાદુ...એમ પણ આપણે બે મહિના પછી ન્યૂયોર્ક ફરવા જવાના જ છે ને....પણ હવે ન્યૂયોર્ક નહિ લંડન ફરવા જશું....એટલે આ વિશે કોઈ ને ખબર પણ નહીં પડે અને આપને આપનું કામ પણ કરી લેશું..." ખુશી એ કહ્યું.

"અરે...પણ ન્યૂયોર્કના વિઝા લીધેલા છે આપણે...લંડનના વિઝા તો જોઈએ ને...." દાદુ એ કહ્યું.

"એની ચિંતા તમે ન કરો....હું ડેડી ને વાત કરીશ...બધું થઈ જશે....."

બે મહિના પછી.....

જય નું આખું પરિવાર લંડન ફરવા નીકળી ગયા.

લંડન પહોંચ્યા પછી ખુશી અને તેનું પરિવાર ત્યાં જુદી જુદી જગ્યા એ ફરવા નીકળે છે.

એક ગાર્ડન માં ખુશી તેની બેન સાથે રમતી હોય છે ત્યાં તે પડવાની જ હોય છે કે સામે થી એક સ્ત્રી આવે છે અને ખુશી ને પડતા બચાવી લે છે.

ખુશી :"થેંક યુ આંટી....."

સ્ત્રી : "ઇટ્સ ઓકે....વૉટ ઇઝ યોર નેમ્.....?"

ખુશી :"આઇ એમ ખુશી.....એન્ડ યુ...?"

સ્ત્રી : "જીયાના...."

ખુશી ત્યાંથી સ્માઈલ આપી જતી રહી.

ખુશી નાં ડેડી : "કોની સાથે વાત કરતી હતી....ખુશી...?"

ખુશી : "હું પડી જતી હતી પણ જીયાના આંટી એ મને બચાવી લીધી..."

ખુશીના ડેડી :" સારું...ચાલ, હવે હોટલ પર જઈએ."

જય ત્યાં બેસી બધું સાંભળતો હતો.

બીજે દિવસે.....

"ડેડી... મને પેટ માં બહુ દુઃખે છે...હું આરામ કરું છું તમે લોકો શોપિંગ કરી લો આજે.....હું નથી આવતી...દાદુ મારી સાથે રહેશે...."ખુશી એ પેટ પકડી ને દુખાવો થતો હોય તેમ નાટક કરી કહ્યું.

"હા....હું ખુશી સાથે છું તમે જઈ આવો....એમ પણ હું તો આખું લંડન ફર્યો જ છું..." દાદુ એ કહ્યું.

ખુશી નાં મોમડેડ માની ગયા અને તેઓ શોપિંગ કરવા જતાં રહ્યા..

દાદુ :"તને કાલે જ કીધેલું ને બ્રેડ ન ખા....જોયું હવે પેટ માં દુખે છે ને..."

ખુશી હસી ને : " દાદુ.....હું નાટક કરું છું...કઈ પેટ માં નથી દુખતું ....."

દાદુ : " નાટક...,પણ કેમ?"

ખુશી : "હા...તો, કાયરા દાદીને શોધવા જવાનું છે તે..."

દાદુ : "ચાર ફુટ ની છે પણ મગજ તો બહુ ભારી છે ને તારું....સાચવી ને રહેવુ પડશે.."

ખુશી : " આ મગજ નહિ મૂવી નો કમાલ છે...તમે બોલો છો ને બહુ ટીવી જોઈ.....જોયું કેટલું કામ લાગે છે...!"

દાદુ : "હા...હા..મારી મા.....ચાલ...હવે..પણ જો તને કહી દઉ છું હું એની પાસે મળવા નથી જવાનો...હું માત્ર દૂર થી જ તને બતાવીશ કે એ કાયરા છે ...."

ખુશી : " હા...હા...હું મળી લઈશ...તમે ચિંતા ન કરો.."

જય અને ખુશી કાયરા નાં ઘરે ગયા.ત્યાં બધું બદલાય ગયું હતું...એટલે ઘણી મુશ્કેલી પછી જય ને કાયરાનું ઘર મળ્યું. તેણે ડોર બેલ વગાડ્યો... મન માં તેને ગભરાટ થતી હતી કે અત્યારે કાયરા કેવી હશે...એને જોશે તો શું કહેશે...એ અહીં રહેતી પણ હશે કે કેમ...

સામે નાના છોકરા એ ઘર નો દરવાજો ખોલ્યો.....

"યસ.... હુ આર યુ...?"

"ઘર માં બીજું કોઈ છે...?"ખુશી એ પૂછ્યું.

પાછળ થી એક વૃદ્ધ મહિલા આવી.

"જી. ..બોલો..કોનું કામ છે...?"

"અહીં ઘણા વર્ષો પહેલાં કાયરા રહેતી હતી તમે જાણો છો એના વિશે....?" જય એ પૂછ્યું.

"કાયરા.....? હા.....બાર વર્ષ પહેલાં એક મહિલા રહેતી હતી અહીં...પણ એણે આ ઘર વેચી દીધું હતું..એનું નામ મને યાદ નથી અત્યારે...."

"હા....તો એ ક્યાં ગયા એ ખબર છે તમને....?" જય એ પૂછ્યું.

"ના...એ તો નથી ખબર...."

જય અને ખુશી ત્યાં થી ચાલ્યા ગયા.

દાદુ : "મેં તને પહેલા જ કીધેલું.... કેટલા વર્ષ થઈ ગયા...હવે એને ક્યાં શોધીશું..?"

ખુશી : " દાદુ....! ટેન્શન શું કામ લો છો.... અહીં નહીં તો હોસ્પિટલ માં ખબર પડી જશે.....ત્યાં તો એડ્રેસ લખાવ્યું જ હશે ને...."

દાદુ : "હા...અને ત્યાં પણ નહીં મળ્યું તો આપને એને શોધીશું નહીં.....પ્રોમિસ કર."

ખુશી : " હા.....ઓકે..."

બંને હોસ્પિટલ ગયા. ત્યાં એક નર્સ ને જૂનો રેકોર્ડ કાઢવા કહ્યું પણ નર્સ એ ના કહી દીધી કે એ લોકો કોઈની વિગતો આપતા નથી....પણ ખુશી એ કહ્યું કે એ મારી દાદી હતી એમને મારે મળવું છે એમ નર્સ ને રેકોર્ડ જોવા મનાવી લીધી.

રેકોર્ડ માં કાયરા‌ નું જૂના ઘર નું જ એડ્રેસ હતું. એટલે બંને નિરાશ થઈ ત્યાં થી જવા નીકળ્યા.ત્યાં જ બહાર ખુશી એ જીયાના ને જોઈ.

"દાદુ જોવ...પેલા જીયાના આંટી છે...કાલે ગાર્ડન માં મળેલા તે ...." ખુશી એ કહ્યું.

"એ ડોક્ટર લાગે છે...." દાદુ એ એના કપંડા જોઈ કહ્યું.

ખુશી જીયાના પાસે ગઈ.

ખુશી : "હલો.... આંટી...., તમે અહીં કામ કરો છો ...?"

જીયાના : "હું અહીં વિઝિતિંગ ડૉક્ટર તરીકે આવું છું..."

ખુશી : " ઓકે..."

જીયાના : "બધું નોર્મલ છે ને....તું અહીં હોસ્પિટલ માં......?"

ખુશી: "હા...બધું ઠીક છે...એ તો અમને એક વ્યક્તિની જાણકારી લેવી હતી...તે અહીં ઘણા વર્ષો પહેલાં નર્સ હતી..."

જીયાના : "તમારી કોઈ ખાસ છે...એ વ્યક્તિ...?"

ખુશી : " હા....દાદી...., દાદી છે મારા.."

જીયાના : " ઓકે .....તો મળી ઇન્ફોર્મેશન.....?"

ખુશી : " ના....."

જીયાના : "અહીં એક ડોસા નર્સ છે.....એમની આખી લાઈફ આ હોસ્પિટલ માં કામ કરતા જ વિતી છે.....કદાચ એમને કંઇક ખબર હોય...."

તેઓ હોસ્પિટલ માં એ ડોસા નર્સ પાસે જાય છે. જય ને મન માં વિચાર આવે છે કે આ ડોસા નર્સ કાયરા જ તો ન હોય ને.....?"

ક્રમશ.......