Kabir - rajniti na ranma - 7 in Gujarati Moral Stories by Ved Patel books and stories PDF | કબીર : રાજનીતિ ના રણમાં - 7

Featured Books
Categories
Share

કબીર : રાજનીતિ ના રણમાં - 7

કબીર પોતાનો પૂરતો સમય રાજ્ય ના વિકાસ માં લગાવે છે.બીજા 1 વર્ષ સુધી કબીર રાત-દિવસ એક કરે છે પોતાના રાજ્ય અને પ્રજા ના વિકાસ માટે.પણ જોઈએ એટલો વિકાસ હાજી થતો નથી.

કબીર પોતાની પ્રજા પાસે થી ફીડબેક મેળવે છે.એમાં જાણવા મળે છે 2 સમસ્યાઓ.
1 સરકારી કર્મચારીઓ ની કામચોરી
2. ભ્રષ્ટાચાર

પહેલા કબીર પોતાના રાજ્યના સરકારી અધિકારીઓ ના નામ પાર એક સંબોધન કરે છે જેમાં પોતાના રાજ્ય અને આ દેશ ની વાસ્તવિકતા જણાવે છે.

"પહેલા જયારે સરકારી કર્મચારીઓ નો પગાર ઓછો હતો અને પગાર સમયસર મળતો ન હતો એને માની શકાય કે ક્યાંક સિસ્ટમમાં બહુ મોટી ખામી હતી પણ અત્યારે પગાર પણ ખુબ જ વધારે મળે છે એ પણ સમયસર ".

"અત્યારે કામચોરી અને લાંચ ને કોઈ જગ્યા નથી.તમારો પગાર વધ્યો એની જોડે ભ્રષ્ટાચાર પણ ઓછો થવાની જગ્યા એ વધ્યો છે અને જોડે જોડે પ્રજાની સમસ્યાઓ પણ "
હવે કબીર પાસે 2 જ રસ્તા હોય છે.
1.સરકારી કર્મચારીઓ પોતે જ જવાબદારીપૂર્વક કામ કરે.
2.સરકારી કામ નું પ્રાઇવેટાઇઝેશન.મોટા ભાગ નું કામ પ્રાઇવેટ કંપનીઓ ને આપી દેવું.

કબીર 3 મહિના રાહ જોવે છે પણ પ્રજાની સમસ્યાઓ અને સરકારી કામકાજમાં કોઈ ફેર આવતો નથી.
કબીર જે સંવેદનશીલ વિભાગો છે એ પોતે સરકાર હસ્તક રાખશે જયારે બાકીના પ્રાઇવેટ કંપની ને આપી દેશે.
જેવી આ વાત સરકારી બાબુઓ સુધી પહોંચે છે બધા હડતાલ પર ઉતરી જાય છે.સરકારી કામકાજ નો બહિષ્કાર કરે છે!!!

પ્રજાના કામ અટકી જાય છે...
મીડિયા અને વિપક્ષ કબીર પર નિશાન સાધે છે.કબીર લેખિત માં ખાતરી આપે છે કોઈ પણ સરકારી અધિકારી ની નોકરી નહિ જાય કોઈ નો પગાર પણ ઓછો નહિ થાય !!!
પોતે જે પણ કઈ કરશે એ પ્રજાના હિત માટે કરશે ...
પણ સરકારી બાબુઓ માનતા નથી એમને ખબર હોય છે આવું થયું તો કામ કરવું પડશે ... ભ્રષ્ટાચાર કરવા નહિ મળે ...તેથી એ લોકો હડતાલ પાછી લેવા ની ના પડે છે...

પ્રજા પણ આ સરકારી બાબુઓ થી થાકેલી હોય છે એ પણ હવે ખુલીને પોતાના નેતાના સમર્થન માં આવી જાય છે.પણ જો હડતાલ વધારે ખેંચાય તો રોડ ની સફાઈ ,સરકારી બજેટ , પ્રજાના કામ , બધું જ અટકી જાય ...

બીજા દિવસે મીડિયા , સમાચાર , છાપા માં એક જ વાત ચાલે છે!!!
આવું ના બની શકે !!!
આવું તો શક્ય જ નથી !!!
માનવું પડે કબીરને !!!

કબીર હડતાલ પાર ઉતરેલા 1 લાખ કર્મચારીઓ ને નોકરીમાંથી કાઢી મૂકે છે...
બીજા દિવસે છાપામાં સરકારી વિભાગોમાં 1 લાખ લોકોની ભરતી ના સમાચાર આવે છે...
સરકારી બાબુઓ કબીર વિરૃદ્ધ હાઈકોર્ટ માં જાય છે , પણ કોર્ટ એ લોકોનું કશું જ સાંભળતી નથી અને ફેંસલોઃ કબીર ની તરફેણ માં આવે છે.

કબીર 1 લાખ યુવાનોની ભરતી કરે છે.જરૂરી વિભાગો ને પ્રાઇવેટ કંપનીઓ ને આપી દે છે.આમ કબીર વધુ શક્તિશાળી બને છે.હડતાલ વિવિધ વિભાગો ના સંગઠનો સામેલ હોય છે અને એમાં એમના 1 યુનિયન લીડર.બધાજ એક ઝાટકે ઘર ભેગાં !!!

સરકારી બાબુઓ સુપ્રીમે કોર્ટ જાય છે ત્યાં કબીર બધા પુરાવા રજુ કરે છે.વર્ષો થી અટકેલા કરોડો ના સરકારી પ્રોજેક્ટ,પ્રજાની સમસ્યાઓ ,દરેક વિભાગ ના કુલ કામ અને બાકી રહેલા કામ,ભ્રષ્ટાચારી બાબુઓ નું લિસ્ટ , વગેરે વગેરે ....

સુપ્રીમ કોર્ટ પણ કબીર ના ફેવર માં ચુકાદો આપે છે.
આ બધા ખેલ કબીર ના હોય છે !!! એને ખબર હોય છે અને જોવે પણ છે કે આ સરકારી , કામચોર કર્મચારીઓ સુધારવાના નથી.મફત માં પગાર લેવામાં જ એમને રસ છે.પછી એ પોતાના પાસ ફેંકે છે.

કબીર છેલ્લા 6 મહિના દરમિયાન દરેક વિભાગ ના લાયકાત વાળા કર્મચારીઓ ને ગુપ્ત મિટિંગ માં બોલાવે છે.એમને સરકાર વિરૃદ્ધ બોલવા માટે જણાવે છે...ધીમે ધીમે આ લોકો સરકાર વિરૃદ્ધ એક મોટો ચેહરો બની જાય છે.આમ ને આમ આ લોકો કર્મચારી સંગઠન ના લીડર બની જાય છે.આ લોકો જ સરકારી વિભાગ ને હવે પ્રાઇવેટ કંપની ને આપવા માટે ની વાત હવા માં ફેલાવે છે !!!

કબીર પ્લાન પ્રમાણે હડતાલ પડાવે છે.આ લોકો હડતાલ માં જોડાય છે અને કર્મચારીઓ વહેમ માં રહી જાય છે કે દર વખતે સરકાર જુકી જશે !!!
અંતમાં તો "ધાર્યું તો ધણી નું જ થાય " એમ કબીર એક સટીક રીતે પોતાનો ખેલ ખેલી જાય છે.

સારા 100 કર્મચારીઓ પોતાની પ્રજા અને માટી માટે બલિદાન આપી જાય છે બાકીના 99,900 કામચોર કર્મચારીઓ ની નોકરી ખાતા જાય છે !!!