Love Revenge - 4 in Gujarati Love Stories by S I D D H A R T H books and stories PDF | લવ રિવેન્જ - ૪

Featured Books
Categories
Share

લવ રિવેન્જ - ૪

લવ રીવેન્જ

પ્રકરણ-4

“તારે ફક્ત એક્ટિંગ કરવાની હતી....!” લાવણ્યા બોલી “તું તો ખરેખર મજા લઇ રહ્યો હતો...!”. સામે વિશાલ ડબલ સ્ટેન્ડ કરેલા બાઈક ઉપર બેઠો હતો. અગાઉ નક્કી કર્યા મુજબ સવાર-સવારમાં લાવણ્યા વિશાલ અને રાકેશને મળવા S G Highway પર આવેલી ખેતલાપા ટી-સ્ટોલ ઉપર ગઈ હતી. આજુબાજુ તેમનાં જેવા અનેક યુવાન-યુવતીઓ સવારમાં ચાની ચુસ્કી લઇ રહ્યાં હતા. એટલાંમાં રાકેશ ત્રણેય માટે ચા લઈને આવ્યો.

“અરે chill બેબ...!” વિશાલે ચાનો કપ હાથમાં લીધો અને લાવણ્યા સામે ધર્યો “તું ચા પીને પે’લા....! પછી બીજી વાત....”

લાવણ્યાએ ચાનો કપ હાથમાં લીધો રાકેશ બાઈકના સ્ટીયરીંગ પાસે ઉભો રહ્યો.

“મારો ફોન...!?” રાકેશે લાવણ્યા સામે જોઇને પૂછ્યું.

“પાસવર્ડ શું છે તારા ફોનનો બોલ...!” લાવણ્યાએ રાકેશનો ફોન હાથમાં પકડીને પૂછ્યું.

“કેમ....!?” રાકેશ પૂછ્યું.

“કેમ વાળા ....! મારો વિડીયો ડીલીટ કરવો છે....!” લાવણ્યા તાડૂકી.

રાકેશે મોબાઈલ તેનાં હાથમાં લીધો અને તેનું લોક ખોલીને લાવણ્યાને પાછો આપ્યો. લાવણ્યાએ મોબાઈલમાં ગેલેરી ઓપન કરી અને તેમાંથી તેનો વિડીયો શોધ્યો. લાવણ્યાએ તેને સિલેક્ટ કર્યો અને પછી કંઇક વિચારીને અટકી. તેણે તેનાં વિડીયોને પહેલાં watsappમાં તેનાં નંબર ઉપર સેન્ડ કરી દીધો. રાકેશ અને વિશાલનું ધ્યાન તેની તરફ નહોતું. વિડીયો સેન્ડ થઇ ગયા પછી લાવણ્યાએ watsapp અને ગેલેરી એમ બંને જગ્યાએથી તેનો વિડીયો ડીલીટ કર્યો અને ફોન પાછો રાકેશને આપ્યો.

“તારે થોડું લીમીટમાં રહેવું જોઈતું હતું....!” લાવણ્યાએ ફરી વિશાલને કીધું અને ચ્હાનો એક ઘૂંટ ભર્યો.

“જો યાર તારે એક્ટિંગ પર રીયલ જોઈએ...અને આટલું રિસ્કી કામ તે અમારી જોડે મફતમાં કરાવ્યું તો અમને પણ “કંઇક” તો મળવું જોઇને ....! કમસે કમ તારા જેવી કોલેજની એક હોટ છોકરીની જોડે આવો ચાન્સ થોડો જતો કરાય....!” વિશાલ લાવણ્યા સામે જોઇને લુચ્યું હસ્યો અને તેણે ચ્હાનો ખાલી કપ રાકેશને પકડાવ્યો. લાવણ્યાએ સમસમીને આડું જોયું. પછી તેણે પણ તેનો કપ રાકેશને પકડાવ્યો.

“એ યાર હું કંઈ નોકર છું તમારો...!” રાકેશ બધાના કપ હાથમાં પકડીને અકળાતા બોલ્યો.

“એક મસ્કાબન લેતો આવજે....!” લાવણ્યા ઓર્ડર કરતી હોય એમ ઘમંડી સ્વરમાં બોલી.

રાકેશે પેહલાં તેની સામે જોયું અને પછી વિશાલ સામે.

“જામ પણ લગાવડાવજે....!” વિશાલે પણ ઓર્ડર કરી દીધો.

“કંઈ બીજું લાવવાનું છે કુંવરબા....!” રાકેશ અકળાયેલાં મોઢે બોલ્યો.

“ના....!” લાવણ્યા એ ના પાડતાં રાકેશ “ઓર્ડર” લેવા ગયો.

“તો હવે....!?” વિશાલે સિગારેટ સળગાવતા લાવણ્યાને પૂછ્યું.

“નેહા તો પાછળ પડી ગઈ હતી ...તમારી કમ્પ્લેઇન કરવા માટે....!” લાવણ્યાએ સળગેલી સિગારેટ વિશાલ જોડેથી લીધી અને તેનો એક કશ માર્યો

““તમે બંને ૧૦ દિવસ કોલેજ ના આવતાં...!” લાવણ્યાએ સિગારેટ વિશાલને ધરી.

“હમમ....!” વિશાલે હા ભરી અને સિગારેટનો કશ માર્યો.

“હું નેહાને સમજાવી દઈશ કે મેં તમારી લોકોની કમ્પ્લેઇન કરી હતી અને તમને બેયને દસેક દિવસ સસ્પેન્ડ કરી દીધા છે....!” લાવણ્યાએ કહ્યું.

“અને ઓલો સિદ્ધાર્થ....!?” વિશાલે લગભગ પૂરી થવા આવેલી સિગારેટ નીચે ફેંકી.

“એને તો કંઈ રસજ નથી લાગતો....!” લાવણ્યા બોલી “ગઈકાલે પણ તમારા ભાગ્યા પછી મેં જયારે તેને ઈમોશનલ થઇ “thank you” કહ્યું તો એ જાણે કંઈ બન્યુજ ના હોય એમ બાથરૂમમાં જતો રહ્યો.....”

“એને ખરેખર બાથરૂમ લાગી હશે....!” વિશાલે મજાક કરી.

“oh please ....તું પણ...!?” લાવણ્યા અકળાઈ. વિશાલ હસ્યો. રાકેશ બધા માટે મસ્કાબન લઇ આવ્યો.

“મને તો એ ધૂની માણસ લાગે છે....!” વિશાલે મસ્કાબનની એક સ્લાઈસ ખાતાં-ખાતાં કહ્યું “તું ખોટો એની પાછળ ટાઈમ વેસ્ટ કરે છે....!”

લાવણ્યા પણ મસ્કાબન ખાતાં-ખાતાં વિચારી રહી.

“મને એ તારી ટાઇપનો નથી લાગતો....!” થોડીવાર પછી લાવણ્યાએ વિશાલને કહ્યું.

“મારી ટાઈપ એટલે...!?” વિશાલે પૂછ્યું.

“શોર્ટ કપડાં પહેરેલી કે હોટ છોકરી જોઇને તેની પાછળ લટ્ટ થઇ જાય એવો...!” લાવણ્યાએ તીખાં સ્વરમાં કહ્યું.

“તો કેવો લાગે છે તને.....!?” વિશાલે રાકેશ સામે જોયું.

“ખબર નહિ....!” લાવણ્યાએ તેનાં હેન્કીમાં હાથ લુછતાં-લુછતાં ખભા ઉલાળ્યા “કદાચ...વ્યવહારમાં મોર્ડન પણ વિચારોમાં જુનવાણી....you know one woman type....!”

“હમમ....! may be...!” વિશાલે હામી ભરી.

“ચાલ ....!” થોડીવાર પછી લાવણ્યા બોલી “હું કોલેજ જાઉં છું...!”

“હું તને ડ્રોપ કરી દઉં...!?” રાકેશે ગોગલ્સ ચડાવતા કહ્યું.

“વિશાલ...!” લાવણ્યાએ વિશાલની સામે જોયું “આને સમજાવી દેજે....!”

“ok ડાર્લિંગ....!” વિશાલે ફરી ગંદુ સ્મિત કર્યું “bye...!”

લાવણ્યા વિશાલના “bye”નો જવાબ આપ્યાં વગર ત્યાંથી નીકળી ગઈ.

▪▪▪▪▪

“તો સિદ્ધાર્થ નથી દેખાતો....!?” લાવણ્યાએ બાજુમાં બેઠેલી નેહાને પૂછ્યું. નેહાની બાજુમાં પ્રેમ અને રોનક તેમજ સામે ત્રિશા અને કામ્યા બેઠાં હતાં. બધાજ પોત-પોતાનાં મોબાઈલ મંત્રી રહ્યા હતા. આખી કેન્ટીન કોલેજના વિદ્યાર્થીઓથી ભરેલી હતી.

“એ આપણા ગ્રુપમાં નથી લાવણ્યા..!” નેહાએ એનાં મોબાઈલમાંથી નજર હટાવ્યા વિના કહ્યું “એ અમીર ઘરનો છોકરો છે ....! એ આપણા જેવા જોડે ના બેસે....!”

“તું કોની વાત કરી રહી છે...! મારી...?” સિદ્ધાર્થે નેહાની પાછળથી આવીને એક ખાલી ચેયર ઉંધી ફેરવીને તેનાં ઉપર બેસતાં બોલ્યો.

“ઓહ તેરી....!” નેહા થોથવાઈ ગઈ “સોરી...મારો ઈરાદો...!”

“its ok sweetheart.....!” સિદ્ધાર્થે નેહાની વાત વચ્ચેથી કાપી નિખાલસતાથી કહ્યું“મને આદત છે આવા ટોન્ટ સંભાળવાની....!”

સિદ્ધાર્થે નેહાને “sweetheart” કહેતાં લાવણ્યાનું મન ઈર્ષાથી સળગી ઉઠ્યું. જોકે તેણે પોતાનાં મોઢા ઉપર એ ભાવ ના આવવા દીધા. સિદ્ધાર્થે હાથથી ઇશારો કરી કેન્ટીનમાં કામ કરી રહેલાં છોકરાને બોલાવ્યો.

“એક ચોકલેટ દૂધ બોર્નવીટા વાળું અને .....!” સિદ્ધાર્થે નેહા સામે જોયું “નેહા તું શું લઈશ...!?”

“મ્મ્મ્મ...હું ચ્હા....!” નેહાએ કહ્યું. લાવણ્યા રાહ જોઈ રહી કે ક્યારે સિદ્ધાર્થ તેને પૂછશે પણ સિદ્ધાર્થે એને કંઈ ના પૂછ્યું.

“તમે લોકો....!?” સિદ્ધાર્થે બાકી બધાં સામે જોઇને પૂછ્યું.

“અમે પણ ચ્હા....!” બધા વતી ત્રિશા બોલી ઉઠી. તે સિદ્ધાર્થ સામે જોઈ રહી. તેનાં આવતાં પહેલાંજ નેહાએ સિદ્ધાર્થ વિષે અને આગલી રાત્રે બનેલી ઘટના વિષે બધાને જણાવ્યું હતું.

છોકરો ઓર્ડર લઈને જતો રહ્યો.

“તો પછી ...! ગઈકાલે અમને મુકીને કેટલાં વાગે ઘરે પહોંચ્યો હતો....!?” નેહાએ તેનો ફોન ટેબલ ઉપર મુક્ત સિદ્ધાર્થને પૂછ્યું.

“લગભગ બે વાગે....!” સિદ્ધાર્થે કીધું.

“તને ઘરે કોઈ પ્રોબ્લેમ તો નહોતી થઈને .....!?” સિદ્ધાર્થે નેહાને પૂછ્યું. લાવણ્યા તીખી નજરે જોઈ રહી.

“ના ....! મેં ઘરે હજી કોઈને કશું કીધુજ નથી....!” નેહાએ કહ્યું.

“you are so brave “Sid”!” ત્રિશા બોલી. તેનાં મોઢાં ઉપર રમતિયાળ સ્મિત હતું “Do you mind if I call you “Sid”?”

“Sure....”Trish”....!” સિદ્ધાર્થે રમતિયાળ સ્વરમાં ત્રિશાને પણ pet nameથી બોલવી.

ત્રિશા તેની સામે જોઈ રમતિયાળ હસી. બીજાં પણ હસ્યાં.

“એ લોકોની પોલીસ કમ્પ્લેઇન કેમ કરી...!?” રોનકે નેહા સામે જોઇને પૂછ્યું.

“એ બંનેને સસ્પેન્ડ કોલેજમાંથી કરી દેવાયા છે....” કામ્યા બોલી.

બધા વાતો કરતાં હતાં. કોઈપણ ખાસ કરીને સિદ્ધાર્થ લાવણ્યાનો “ભાવ” નહોતું પૂછતું. લાવણ્યા અકળાઈ ઉઠી.

“for your kind information......!” લાવણ્યા સિદ્ધાર્થનું ધ્યાન તેની તરફ ખેંચવા અધીર્યા સ્વરમાં બોલી ઉઠી “છેડતી મારી થઇ હતી...!”

“ઓહ હા નઈ...!” સિદ્ધાર્થે ઉડાઉ સ્વરમાં કહ્યું “મને તો યાદજ નહોતું...!”

લાવણ્યાને બાદ કરતાંજ બધાં હસી પડ્યા. લાવણ્યા સમસમી ગઈ. ગુસ્સાથી તેનો ચેહરો લાલચોળ થઇ ગયો. આવું પહેલીવાર થયું હતું કે બીજા લોકો આ રીતે તેની ઉપર હસ્યાં હોય. સિદ્ધાર્થની હાજરીમાં પોતે જાણે “unimportant” હોય તેવું તેને ફિલ થયું.

“લો સાહેબ....!” કેન્ટીનવાળો છોકરો બધા માટે ચ્હા અને સિદ્ધાર્થ માટે ચોકલેટ દૂધ લાવ્યો અને ટેબલ ઉપર મુકવા લાગ્યો.

બધાં તેમની સામે ટેબલ ઉપર મુકેલી ચ્હાનો ગ્લાસ લઈને પીવા લાગ્યા. લાવણ્યાએ તેનો ગ્લાસ નાં લીધો; તેણે રાહ જોઈ કે સિધ્ધાર્થ તેને કહેશે. પણ એવું ના થયું અને તેની સામે મુકેલો ચોકલેટ દૂધનો ગ્લાસ લઇ ગટાગટ એક શ્વાસે પીવા લાગ્યો.

“આરામથી સિધ્ધાર્થ ...!” નેહા સિધ્ધાર્થને જોઇને બોલી “આટલી બધી શું ઉતાવળ છે.....!? લેકચર શરુ થવામાં હજી વાર છે...!”

“હમ્મ...I Know....!” સિદ્ધાર્થે બધું ચોકલેટ દૂધ પીને ગ્લાસ ટેબલ પર પાછો મુકતા કહ્યું “મારે ટ્રસ્ટી સરને મળવા જવું છે.....!”

“કેમ...!?” લાવણ્યાના પેટમાં ફાળ પડી “તારે એમનું શું કામ છે....!?”

“nothing...!” સિદ્ધાર્થે લાવણ્યાને ઉડાઉ જવાબ આપતાં કહ્યું “He is just a family friend…!”

“મને લાગ્યું કે તું ઓલા બેયની કમ્પ્લેઇન કરવા માટે એમને મળવા જાય છે...!” લાવણ્યાએ કેન્ટીનની બહાર જઈ રહેલાં સિધ્ધાર્થને સંભળાય તે માટે થોડાં ઊંચા સ્વરમાં કહ્યું.

“I don’t care about them….!” સિદ્ધાર્થે પાછળ જોયા વિના મોટા અવાજે કહ્યું અને કેન્ટીનમાંથી નીકળી ગયો.

સિધ્ધાર્થનો જવાબ સાંભળી બધાં મૂંછમાં હસવા લાગ્યા. લાવણ્યાએ તીખી નજરે બધાં સામે જોયું. ત્રિશાને પણ હસતાં જોઈ લાવણ્યા અકળાઈ ઉઠી.

“તું શું હસે છે....!” લાવણ્યા ચિડાઈને બોલી.

“કંઈ નઈ .....!” ત્રિશા માંડ પોતાનું હસવું દબાવતા બોલી “I think….! He’s hot……!”

“Hot” વાળી...!” લાવણ્યા હજી ચિડાયેલી હતી “દુર રે’જે એનાથી...!”

“કેમ “એ” તારી પ્રોપર્ટી છે.....!?” ત્રિશા પણ હવે થોડી અકળાઈ.

“ત્રિશા....! લાવણ્યા ...! શું યાર તમે પણ...!” નેહા બંનેને સમજાવતા બોલી “આપણે હજીતો એને સરખો ઓળખતા પણ નથી...!”

લાવણ્યા દાંત ભીંચીને ત્રિશા સામે જોઈ રહી. ત્રિશાએ તેને ઇગ્નોર કરી અને તેનો મોબાઈલ મંતરવા લાગી.

▪▪▪▪▪

“સિદ્ધાર્થ.....!”લંચ બ્રેક પડતાં કેન્ટીન તરફ જઈ રહેલાં સિદ્ધાર્થને લાવણ્યાએ બુમ પાડી બોલાવ્યો. સિદ્ધાર્થ પાછળ જોઈ ઉભો રહ્યો.

“અમે બધાં લંચ કરવાં શંભુ પર જઈએ છે.....!” લાવણ્યા સિદ્ધાર્થની જોડે આવીને ઉભી રહી. તેની પાછળ ત્રિશા, રોનક, પ્રેમ, કામ્યા વગેરે પણ આવી રહ્યા હતા “તું આવે છે ને...!”

“Nope....!” સિદ્ધાર્થ ટૂંકમાં જવાબ આપી ચાલતો થયો.

લાવણ્યા તેનાં attitudeથી છક થઇ ગઈ.

“અરે....!” પ્રેમ અને તેની જોડે બીજા બધા લાવણ્યા જોડે આવીને ઉભા રહ્યા “આ કેમ જતો રહ્યો ...!?” પ્રેમે લાવણ્યાને પૂછ્યું “તે એને કીધું અને આપને લંચ માટે શંભુ ઉપર જઈએ છે....!?”

સમસમી ગયેલી લાવણ્યા થોડીવાર ચુપચાપ ઉભી રહી.

“તમે જાઓ ....હું નથી આવતી...!” એટલું કહી લાવણ્યા ત્યાંથી ચાલવા લાગી. પ્રેમ અને બાકી બધા એકબીજાના મોઢાં તાકવા લાગ્યા.

લાવણ્યા હવે કોલેજના મેઈન ગેટ તરફ જઈ રહી હતી. તેણે જોયું કે નેહા પણ તેનાંથી થોડી આગળ જ ચાલી રહી હતી. લાવણ્યા કંઇક વિચારતી નેહાની પાછળ ચાલી રહી હતી એટલાંમાંજ સિદ્ધાર્થ પાર્કિંગ તરફથી તેની યામાહા બાઈક લઈને નેહા લગભગ આગળજ આવીને ઉભો રહ્યો. લાવણ્યા પણ નેહા જોડેજ પહોંચી ગઈ હતી.

“નેહા....!” સિદ્ધાર્થ બાઈક ઉપર બેઠાં-બેઠાં જ બોલ્યો “લંચ માટે ક્યાં જઈ રહી છે.....!?”

“અ.....! તું ક્યાં જાય છે...!?” નેહાએ સામે પૂછ્યું

“હું તો અહિયાં નવો છું....! તું કે ત્યાં લઇ જઉ તને....!” સિદ્ધાર્થ બોલ્યો. લાવણ્યા નેહાની પાછળ ઉભી ઉભી સાંભળી રહી.

“તને વાંધો તો નથી ને મારી જોડે લંચ ઉપર આવવા માટે?” સિદ્ધાર્થે પૂછ્યું.

“તારા જેવા છોકરાને કોણ ના પાડે....!?” એમ કેહતા નેહા તેનાં બાઈક પાછળ બેસી ગઈ. તેણે સિદ્ધાર્થના ખભા ઉપર હાથ મુક્યા.

“અરે લાવણ્યા તું...!?” બાઈક ઉપર બેસતાંજ નેહા બોલી “મેં તો તને જોઈજ નહિ...!?”

“હા એ...!” લાવણ્યા કંઇક બોલવા જતીજ હતી ત્યાંજ સિદ્ધાર્થે બાઈકનું એક્સીલેટર દબાવ્યું.

“મને બહુ ભૂખ લાગી છે ....!” સિદ્ધાર્થ બોલ્યો “તું પછી એની જોડે વાત કરી લેજે....”

કહેતાજ સિદ્ધાર્થે બાઈક મારી મૂકી. અને સડસડાટ કરતો કોલેજના ગેટની બહાર નીકળી ગયો. લાવણ્યા ગુસ્સામાં તમતમીને બાઈક ઉપર બેઠેલી નેહાની પીઠ તરફ તાકતી રહી. નેહા કે સિદ્ધાર્થ બંનેમાંથી એકપણે પાછળ વળીને જોયું પણ નહિ.

▪▪▪▪▪