Jaane - ajane - 44 in Gujarati Fiction Stories by Bhoomi Shah books and stories PDF | જાણે-અજાણે (44)

Featured Books
Categories
Share

જાણે-અજાણે (44)

કૌશલ રેવાને હિંમત આપવામાં સફળ થયો પણ હવે પોતાની લડાઈ લડવાનો સમય હતો. રેવાએ સાક્ષીને મળવાનો સમય હતો. બીજા દિવસની સવાર સાક્ષીને લઈને આવી હતી. પણ સાક્ષી નહતી જાણતી કે જે રેવાને મળવા તે જાય છે તે પોતાની બહેન નિયતિ છે. અને રેવાને રોહનનાં કહેવાં પ્રમાણે તેની શર્ત પણ પુરી કરવાની હતી. રેવા નિર્ધારિત સમય અને સ્થળે પહોંચી. પાછળનું મોં કરી ઉભેલી એક છોકરી દેખાયી. તેનાં ધબકારા વધવા લાગ્યાં હતાં. પોતાની હાથની હથેળીમાં પોતાની ઓઢણીનો લોચો પકડી હિંમત બાંધી રાખેલી રેવા તેની તરફ ડગલાં ભરવાં લાગી. અને નજીકથી સાક્ષીનું નામ પોકાર્યું. સાક્ષીએ પાછળ વળી નજર કરી અને તેનાં શ્વાસ રોકાય ગયાં. આંખો એટલી પહોળી બની ગઈ કે જાણે બહાર આવી જાય. પોતાની આંખો પર વિશ્વાસ ના કરી શકતી સાક્ષી કશું બોલવાં યોગ્ય નહતી. રેવા આ હાવભાવ સારી રીતે ઓળખતી હતી એટલે તેને આ વાતનો કોઈ નવાઈ નહતી. પણ છતાં તેનાં આંખોમાં પાણી હતું એ વાતનું કે તે પોતાની બહેનને મળી રહી છે પણ છતાં તેને ઓળખી નથી શકતી. રેવા સાક્ષીને જોઈ માત્ર જોતી જ રહી ગઈ. કેમકે પોતાનાં જેવો ચહેરો, તેનાં જેવો રંગ, રૂપ કદાચ તેનાંથી પણ વધારે અને એ જ ચાલ-ઢાલ. રેવાને પોતાનો પડછાયો જ દેખાતો હોય તેવું લાગી રહ્યું હતું . હવામાનમાં મૌન છવાઈ ગયું અને બંને એકબીજાને જોતાં આંસુ વહેડાવવાં લાગ્યાં. થોડીવાર પછી સાક્ષી રેવાની નજીક આવી તેનો ચહેરો પોતાનાં હાથે પંપાળવા લાગી અને પોતાનાં જોવાં પર વિશ્વાસ બેસાડવા લાગી.

" નિયતિ......" અને ધોધમાર આંસુએ રડી પડી. રેવા તેને શાંત રાખવાની પુરી કોશિશ કરવાં લાગી. દિલથી દિલનો સંબંધ પહેચાન રૂપી અડચણથી રોકાય ના શકે. રેવા પણ તે જ સંબંધ અનુભવી રહી હતી. સાક્ષીએ ફરી બોલવાનો પ્રયત્ન કર્યો " નિયતિ.... ક્યાં હતી તું?... કેટલું શોધી તને...... અને ક્યાં ક્યાં નથી શોધી!.... અને પછી અમારી બધી આશાઓ તૂટી ગઈ. .... અને...." " અને તમને લાગ્યું કે હું મરી ગઈ છું!... તમેં તમારી દુનિયામાં વ્યસ્ત થઈ ગયાં.!." રેવાએ સાક્ષીનું વાક્ય પુરું કર્યું. સાક્ષીએ હકારમાં માથું હલાવ્યું " હા,... પણ અમેં પણ શું કરતાં!... બધી ઘટનાઓ વિશ્વાસ કરવાં મજબુર કરી રહી હતી. અને આજે અચાનક તું આમ જાણે-અજાણે જ મળી જઈશ એ ક્યારેય વિચાર્યું પણ નહતું. તું કેમ છું મારી લાડલી...?... અને તું અહીં કેમની?..." " એ બધી વાત તમને રોહન કરશે. તમેં કેમ છો?..." રેવા નિયતિ બનવાની કોશિશ કરી રહી .

સાક્ષી અને રેવાની વાતો તો ચાલવા લાગી પણ સાક્ષીને નિયતિ વાળો અનુભવ ના થયો. તેને સામેં ઉભેલી છોકરીમાં રેવા જ દેખાતી હતી. સાક્ષી થોડી મુંઝવણમાં મુકાઈ ગઈ. પણ બહેનને મળવાની ખુશી એટલી હતી કે તેણે આ વાત પર ધ્યાન ના આપ્યું. ઘણી વાતો પછી છુટાં પડવાનો સમય આવ્યો અને સાક્ષી બોલી " ચાલ નિયતિ... હું કાલે આવીશ મળવાં " અને રેવાની આંખો ભરાય આવી. અજાણ્યો અનુભવ રેવા મહેસુસ કરી રહી હતી તે વિશે તે કશું વિચારી નહતી શકતી પણ તેનાથી એક શબ્દ પાછળ ફરેલી સાક્ષી તરફ બોલાયો " દીદી......" અને સાક્ષીનાં કાન જે વસ્તુ સાંભળવા તરસતા હતાં તે આ ક્ષણે પુરી થઈ ગઈ... સાક્ષી નિયતિને વળગી પડી " આ જ તો સાંભળવું હતું.... કેટલાં સમયથી આ શબ્દ મારાં કાને નહતો ગૂંજ્યો... આ જ ક્ષણે હું સંતૃપ્ત થઈ. " અને સાક્ષી રડી પડી.

થોડીવારમાં સાક્ષી તો ખુશ બની ચાલી ગઈ પણ રેવા સામે બીજો પડકાર હતો "અનંત" . રોહનનાં કહેવાં પ્રમાણે તે રેવાને અનંત પાસે લઈ જવા આવી ગયો હતો. રેવાનું મન કચવાતું હતું પણ રોહન એક વાત સાંભળવા તૈયાર નહતો. રેવા ધીમાં અને નાજુક પગલાં ભરી રહી હતી અને દરેક પગલું રેવાને તેનાં સૌથી મોટાં ડર નજીક કરી રહી હતી. અનંતનાં ઘરની બહાર રેવા થંભી ગઈ . તેને વિચાર આવ્યો " આ હું શું કરું છું?... અનંતને મળવું એટલે ના માત્ર પ્રકૃતિની લાગણીઓને ખંખેરવી પણ કૌશલની લાગણીઓને પણ તોડી રહી છું.. કદાચ મને ખબર છે અનંતના મનમાં શું છે!... અને ખબર કેમ ના હોય પ્રકૃતિ એ જે રીતે સામાન્ય વાત પર ગુસ્સો કર્યૉ હતો તે પછી તો મને વિશ્વાસ છે કે એ શું કહેશે!... અને જો એકવાર અનંત પોતાનાં મોં થી બોલી ગયો ને તો બધી વાતો ગૂંચવાઈ જશે. ...

ના...ના... હું અનંતને નથી મળી શકતી!... કૌશલ સાથે વાત કરવી પડશે પહેલાં... તેનો મારી પર વિશ્વાસ તૂટવો ના જોઈએ. હા... કૌશલને કહેવું પડશે આ બધી વાત...." રોહન નિયતિ સામે અદબ વાળીને ઉભો હતો. તેને અનંતનાં ઘરમાં જવા ઇશારો કરી રહ્યો હતો. રેવાએ પોતાની વાત સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ રોહન કોઈ વાત સમજવા તૈયાર નહતો અને આખરે રેવાએ અનંતને મળવા જવું પડ્યું.

ગભરાતાં મને અને લંબાતા પગે રેવા અનંતનાં ઘરમાં પ્રવેશી. અને અનંતની નજર તેની પર પડી. રેવાનાં પગમાં ખનકતી પાયલ અનંતનાં કાનમાં સંગીત પેદા કરી રહી હતી. તેનું ભરાયેલું એક એક ડગલું રેવાને પોતાની સમીપ કરી રહ્યું હોય તેમ ભાસી રહ્યું હતું. રેવાનાં ચહેરાં પર લટકતી એક લટ જે જાણે આંખો સાથે મસ્તી કરી રહી હતી. ગભરાટ ને કારણે બીડાતાં રેવાનાં હોઠ તૂટેલી ગુલાબની પાંખડીઓ જેમ દેખાય રહ્યાં હતાં. અનંત રેવાની સુંદરતામાં મગ્ન બની ગયો હતો. તેને આસપાસની ગતિવિધિથી કોઈ લેવાં દેવાં નહતી. તે માત્ર ને માત્ર રેવાને નિહાળી રહ્યો હતો. રેવાનો અવાજ પણ તેનું ભાન તોડી નહતું રહ્યું. અચાનક રેવાએ તેને હલાવતાં કહ્યું " અનંત... ક્યાં ખોવાય ગયો?... મેં કહ્યું જલદી બોલ શું કહેવું છે તારે? " અને અનંત હોંશમાં આવ્યો. તે શું બોલે તેને સમજાતું નહતું. પણ તેણે વાત શરૂ કરી " રેવા.... આ નામથી કેટલી યાદો જોડાયેલી છે ને!.... તને યાદ છે જ્યારે પહેલી વાર તે આ ગામમાં આંખો ખોલી હતી?... અને કેટલો ગુસ્સો હતો તને કે તું બધાથી દૂર ભાગી ગઈ હતી?... ત્યારે હું તારી સાથે વાત કરવાં આવ્યો હતો. એ કદાચ આપણી પહેલી વાતચીત હતી. ત્યારે મને લાગ્યુ હતું કે તું એક બહું ગુસ્સેલ છોકરી છું. પણ જેમ જેમ દિવસો પસાર થયાં તેમ તેમ તારી છબી અમાંરાં મનમાં બદલાતી ગઈ. તારી દરેક વાતો... તારાં દરેક ઝઘડાઓમાં પણ તું ખોટી નથી જણાતી. તું ધીમે ધીમે...." " બસ અનંત.... મને નથી ખબર તારે શું વાત કરવી છે!.. પણ એક વાત હું પણ કહેવાં માંગું છું કે તારી આસપાસના લોકોને જો.. કદાચ તું એ નથી જોઈ શકતો જે મને અને બાકી બધાને દેખાય છે.... " રેવાએ વાત અટકાવી દીધી. " હા.... મને હવે જે દેખાય છે એ આજે હું કહી ને જ રહીશ. તું પહેલાં દિવસથી મારાં મનમાં વસવા લાગી હતી. પણ મારાંમાં હિંમત નહતી. પણ આજે હું કહી શકું છું કે તું મારો ધબકાર બની ગઈ છું. તું મારાં ચહેરાંની મુસ્કાન બની ચુકી છું. તને જોતાં મારું મન ખુશીથી છલકાઇ આવે છે પણ તને ના જોવાં મળે તો ક્ષણ પણ પસાર કરવો અઘરો પડી જાય છે. હું તને મારાં જીવનનું સૌથી મોટું કારણ બનાવવા માંગું છું. રેવા હું તારી સાથે લગ્ન કરવાં માંગું છું......."

રેવાનાં પગ નીચેથી જમીન સરકી ગઈ. અચાનક સામે આવેલી આટલી મોટી વાત પર તે કેવી રીતે વર્તન કરે તેને સમજાતું નહતું. અને તે ત્યાંથી ભાગી ગઈ. રોહન આ જોઈ આશ્ચર્ય પામ્યો અને અનંત પાસે ફટાફટ પહોંચ્યો. રોહનનાં પુછવાં પર અનંતે જણાવ્યું " હા... મેં મારી મનની બધી વાત કરી દીધી .. પણ ખબર નહીં તેને શું થયું કે તે આમ દોડીને જતી રહી!... મેં કાંઈ ખોટું કર્યું?..." રોહન જાણતો હતો કે નિયતિ કૌશલને પ્રેમ કરે છે, તેની ચિંતા કરે છે અને એટલે જ તે અનંતને ક્યારેય નહીં અપનાવે. પણ રોહન તેનાં ભાઈને જે વર્ષો પછી તેને મળ્યો હતો તેને પણ એટલો જ પ્યાર કરે છે જેટલો રેવા અને કૌશલ.... પણ આ ઘડીમાં કોઈ એક જ વ્યક્તિ પોતાનાં મનની પામી શકવાનું હતું. રોહનનાં મનમાં જાતજાતના વિચારો ચાલતા થયાં " કેમ કરીને નિયતિને અનંત પાસે લાવું?... એવું શું કરું કે નિયતિ જાતે ચાલીને મારાં ભાઈ સાથે પરણી જાય... એક વખત તેની બહેને મારાં ભાઈની ખુશીઓ છીનવી હતી હવે ફરી એ નહીં થવાં દઉં. શું કરું?... શું...???....." અનંત નિરાશ બની બેસી ગયો એટલે રોહનનું મન કચવાયું અને સામ, દામ, દંડ અને ભેદ ગમેં તેટલી વસ્તુ કરવી પડે પણ રેવાને અનંત પાસે લાવીને રહેશે તેમ વિચારી લીધું હતું.
બીજી તરફ ભોળી રેવા આ વાતથી અને રોહનનાં મગજથી - વિચારોથી અજાણ હતી. તે તો પોતાનાં જીવનમાં માત્ર કૌશલને જોવાં માંગતી હતી.

જાણે- અજાણે ઘણાબધા જીવન એકબીજામાં ગૂંચવાઈ ગયાં હતાં. જોવાનું એ હતું કે રોહન શું કરશે અને શું રેવા તેનો સામનો કરી શકશે?.....


ક્રમશઃ