Junu Ghar - 11 in Gujarati Horror Stories by Divyesh Labkamana books and stories PDF | જૂનું ઘર - ભાગ ૧૧

Featured Books
Categories
Share

જૂનું ઘર - ભાગ ૧૧



આગળ ના ભાગો માં મને ખૂબ સારો સપોર્ટ કરવા બદલ ધન્યવાદ

આગળ ના ભાગ માં આપડે જોયું કે અમે બીજા માળે પહોંચ્યા અને ત્યાં અમને ઘણી અલગજ વસ્તુ દેખાણી
હવે આગળ

***************************

મને થયું કે હવે તે જાદુગર નો રૂમ અહીં જ હોવો જોઈએ એટલે મે ઉડતી નજરે બધે જોયુ
એટલે મે જોયું કે પગથિયાં ની બરોરબર સામે ના રૂમ માં એટલે કે અગ્નિ ના પેલેપાર રૂમ ની બહાર અગ્નિ દેવ ની મૂર્તિ હતી એટલે એ નક્કી થયું કે તે રૂમ તો જાદુગર નો નથી

પછી મને પાછળ થી કોઈ આવે છે એવો ભાસ થયો હું એકદમ થી પાછળ ફર્યો પણ ત્યાં કોઈ નહોતું

માનવે મને પૂછ્યું"શું થયું ભઈલા"

મે કહ્યુ" કાઈ નહિ હવે એક કામ કરો આમ મેળ નહિ પડે"

મે તેમણે કહ્યું કે "તમે ત્રણેય જમણી બાજુ જાવ અને હું ડાબી બાજુ જાવ છું"

પછી મે અમને મારી ટોર્ચ આપી દીધી અને મે મારા મોબાઈલ ની ફ્લેશ લાઈટ ચાલુ કરી

અને મોબાઈલ ની બેટરી ચેક કરી તે ૨૯% બતાવી રહી હતી મને થયું કે મોબાઈલ ચાર્જ કર્યો હોત તો સારું હોત

પછી માનવે મને પૂછ્યું"ભઈલા તું એકલો જઈશ"

મે કહ્યુ"હા"

પછી કવિતાએ મને કહ્યું"ભઈલા ધ્યાન રાખજે
અને કાઈ એવું લાગે તો મને ફોન કરજે હું મોબાઇલ સાથે લાવી છું"

એટલે મે તેને કહ્યું"જો તો બેટરી કેટલી છે"

તેને મને કહ્યું"૮૦% છે"

એટલે મે તેને મારો મોબાઈલ આપતા કહ્યું"આલે તો આ મોબાઇલ રાખ અને તરો મોબાઈલ મને આપ મારે flashlight ની જરૂર પડશે"

એટલે તેને તેનો મોબાઈલ મને આપ્યો

હું તે લઈ ને આગળ જતો હતો પછી હું ડાબી બાજુ ના બધા રૂમ જોતો હતો પણ તેમના મોટા ભાગ ના બધા રૂમ ખાલી હતા"

પછી આગળ થી એક વળાંક હતો ત્યાંથી કોઈ મારા તરફ ચાલ્યું આવતું હોય એવું લાગ્યું

એટલે હું સતર્ક થયો અને ત્યાં એક ખૂણા માં સંતાઈ ગયો

એટલી વાળ માં ત્યાં જે કોઈ હતું તે નીકળ્યું એટલે મે સીધું તેનું ગળું જ પકડી લીધું

તેને જપાજપી માં મારી તેને મારી સામે જોયું પણ મારા હાથ માં રહેલી મોબાઈલ ની ફ્લેશ મારા મુખ પર આવી રહી હતી આથી તેણે મારું મોઢું જોયું પણ તે કોણ છે એ હું એ અંધારા માં ન જોઈ શક્યો

એટલીજ વાર માં તે જે કોઈ હતું એ બોલી ઊઠયો"ભઈલા હું છું"

એટલે મને એક જબકારો થયો મે ફ્લેશ તેના સામે કરી તે સહદેવ હતો

એટલે મે તેને પૂછ્યું"તું અહી શું કરે છે"

એટલે એણે કહ્યુ"ઘર ખૂબ મોટું હતું એટલે અમે બે ગ્રૂપ પડ્યા"

એટલી વાર માં મારી નજર તેના કાંડા પર ગઈ
એ જોતા જ મે તેને પૂછ્યું"આ તારી માળા અને કંઠી ક્યાં છે"

એણે મને કહ્યું" ભઈલા મારી કંઠી ક્યાંક ખોવાઈ ગઈ છે ત્યાં નીચે ના માળે વિચિત્ર વિચિત્ર અવાજો આવી રહ્યા હતા એટલે ધ્યાન ન રહ્યું"

એટલે મે ને મારી કંઠી આપતા કહ્યું"આલે આ રાખ અને મારી પાછળ ચાલ"

હું આગળ ચાલતો થયો અને બીજી જ ક્ષણે મે પાછળ ફરી ને જોયું તો પાછળ કોઈ નહોતું"

હું એકદમ બોલી ઊઠયો"સહદેવ ક્યાં ગયો??"

મે તરત જ મારા મોબાઈલ માથી સહદેવ ને ફોન કર્યો

"હા બોલ દીદી"

"સહદેવ હું બોલું છું કવિતા નો મોબાઈલ મારી પાસે છે"

"હા બોલ ભઈલા"

"ક્યાં છો તું"

"અલ્પા ની સાથે"

"તું અહી મારી પાસે હતો ને ત્યાં કંઈ રીતે જતો રહ્યો"

"અરે યાર... હું તારી પાસે આવ્યો જ નથી પણ આ કવિતા અમારા બધાની પાસે થી માળા લઈ ગઈ છે."

મે તેને ગભરાયેલા આવાજ માં કહ્યું"સારું ચાલ હું તને પછી ફોન કરું"

મે ફોન કાપ્યો અને કવિતા ને ફોન કર્યો

"હા બોલ ભઈલા"

"તું ગઈ હતી સહદેવ અને બીજા બધા પાસે થી માળા લેવા"

"ના...ના.. ઉલટા નો તું આમારા બધાની માળા લઈ ગયો"

આ સાંભળી મારા પગ નીચેથી જમીન સરકી ગઈ

મે તેને કહ્યું" જ્યાં વચ્ચે અગ્નિ સળગી રહ્યો છે ત્યાં બધા આવો"

એણે કહ્યું"કેમ શું થયું"

મે કહ્યું"તું આવ ત્યાં કહું"

મે ફોન મૂક્યો અને તરત જ સહદેવ ને ફોન કર્યો

"સહદેવ જલ્દી થી બીજા માળે જ્યાં અગ્નિ બળે છે ત્યાં આવ"

"હા"

મે ફોન મૂક્યો અને અગ્નિ તરફ દોડ્યો

પછી ત્યાં અમે બધા ભેગા થયા એટલે હકીકત કહી

તે બધા આ બધું સંભાળી ને ખૂબ ડરી ગયા અને કવિતા મને બથ ભરી ને રડતા આવજે કહ્યું"ભઈલા હવે આપડે નહીં બચીયે"

મે કહ્યું"પેલા તમે બધા શાંત થાવ"

અને મને એમ થયું કે તે અગ્નિ દેવ ની મુર્તિ વળો રૂમ સુરક્ષિત છે એટલે હું બધાને ત્યાં લઈ ગયો

મે કહ્યુ"સહદેવ આ તો ભૂત ખૂબ ખતરનાક છે"

અલ્પા એ કહ્યું"દિવ્યેશ ખતરનાક ની તો ખબર નહિ પણ ચાલાક જરૂર છે તું બોલ હવે શું કરવા નું છે"

મે કહ્યુ "સહદેવ કેટલા વાગ્યા છે જોતો"

તેને મોબાઈલ મા જોઈ ને કહ્યું"દોઢ...."

આ સાંભળી ને કવિતા એ કહ્યું"બાપ રે.. આપડે તે દિવસે બપોરે આવ્યા તા તો પણ આ ઘર કેટલું આપણને ડરાવતું હતું આત્યારે રાત્રે તો શું થશે એજ મને નથી ખબર પડતી"

અલ્પા એ કહ્યું"અરે દીદી ડરે છે શું આપડે હિંમત થી કામ લેવાનું છે"

કવિતા આ સાંભળી ને કહ્યું"હા હો બહાદુર" પછી મારા તરફ આંગળી કરતા કહ્યું કે"એ તારા ભાઈ ને કે"

અલ્પા એ કહ્યું"પેલી વાત તો એ મારો ભાઈ નહીં ફ્રેન્ડ છે અને બીજી વાત કે એનો એક પણ ગુણ તારામાં નથી"

કવિતા થોડી ગુસ્સા માં આવી બોલી"હા તો તું તો કેમ મોટી ગુણવાન હોય એટલી બધી બહાદુર હોય તો જાને તે બધી માળા લઈ આવ અને આ ફ્રેન્ડ શું છે તું શું કેવા મગાશ એ હું બધું સમજુ છું પણ એક વાત સાંભળી લે મારા ભાઈ ના ફ્રેન્ડ ની તારામાં લાઈકાત નથી"

અલ્પા કઈક બોલવા જતી હતી ત્યાં સહદેવ એ વચમાં કહ્યું"અલ્પા દીદી તું તો..."સહદેવ આટલું બોલ્યો તરતજ અલ્પા એ તેને રોકતા કહ્યુ"સહદેવ તું કાઈ નો બોલતો વચ્ચે"

અલ્પા પણ ગુસ્સા બોલી" ઓય દિવ્યેશ ને કાઈ વાંધો નથી ને તને શું વાંધો છે"

હું આ જૂના ઘર ની સમસ્યા વિશે વિચારી રહ્યો હતો

એટલી વાર માં સહદેવે મને ઇશારા થી કહ્યું કે આ બંને ને બંધ કરાવ ને

એટલે મે એમણે કહ્યું"કવિતા,અલ્પા બસ હવે"

અલ્પા અને કવિતા બંને એક સાથે બોલ્યા"તું આને કેને"

મે કહ્યું"બંને શાંત થાવ આ શું છે અહી મુખ ના મોમાં છીએ અને તમને બંને ને લડવાનું સુજે છે
ચાલો એક બીજા ના ગળે મળી લ્યો"

તે સાંભળી બંને એક બીજાના ગળે મળે છે

કવિતા એ કહ્યું"સોરી અલ્પા મે તને થોડું વધારે કહી દીધું"

અલ્પા એ કહ્યું" ના ના મે તને થોડું વધારે કહી દીધું સોરી"

માનવે કહ્યું"તો ચાલો હવે બહાર"

માનવ એટલું કહી ને બહાર ચાલવા લાગ્યો એની સાથે અમે પણ રૂમ ની બહાર નીકળ્યા

જેવા અમે રૂમ ની બહાર નીકળ્યા કે મારી નજર રૂમ ની બહાર રહેલા ઝૂમર પર ગઈ તે માનવ પર પાડવા ની તૈયારી માજ હતું

એટલે હું દોડી ને ગયો અને એને ધક્કો દીધો એટલે હું અને માનવ બંને સામેની તરફ ગળોટિયું ખાઈ ગયા અને માનવ ને તો ન ઇજા થઈ પણ મારા પગ ના તળિયે તે ઝુમર અડી ગયું એટલે થોડું લોહી નીકળવા લાગ્યુ


ક્રમશ: ..........


હવે આગળ શું થશે વિચારી ને મને comment ના માધ્યમ થી જણાવી શકો છો.