employment in Gujarati Motivational Stories by Navdip books and stories PDF | રોજગારી

The Author
Featured Books
Categories
Share

રોજગારી

મહેશ એક શિક્ષિત બેરોજગાર યુવાન હતો ગરીબ ઘર નો એક માત્ર કુળ દિપક હતો લગ્ન ની ઉંમર લાયક બહેન નો ભાઈ હતો વૃદ્વ માં બાપ નો એક માત્ર સહારો હતો પણ દુઃખ ની વાત એ હતી કે અનેક પ્રયત્ન કરવા છતાં પણ મહેશ ને નોકરી મળતી ન હતી
મહેશ બે વર્ષ પહેલા કોલેજ પૂર્ણ કરી ચુક્યો હતો અને છેલ્લા બે વર્ષ માં લગભગ પચાસ થી પણ વધારે ઇન્ટરવ્યૂ આપી ચુક્યો હતો સરકારી નોકરી માટે ની લગભગ વીસ જેટલી સ્પર્ધાત્મક પરીક્ષા પણ આપી ચુક્યો હતો પણ ક્યાંય સફળતા મળતી જ ન હતી હવે તો ક્યારેક તેને આત્મ હત્યાં ના વિચાર પણ આવતા હતા
મહેશ ભૂતકાળ યાદ કરવા લાગ્યો વિદ્યાર્થી અવસ્થા માં તે લગભગ પાંસઠ થી સીતેર ટકા માર્ક્સ મેળવતો વિદ્યાર્થી હતો ધોરણ દસ માં ચોસઠ ટકા માર્ક ધોરણ બાર સામાન્ય પ્રવાહ માં અડસઠ ટકા માર્ક તેણે. મેળવ્યા હતા કોલેજ ના અંતે સિત્તેર ટકા માર્ક્સ મેળવ્યા હતા
અને સ્કૂલ માં મહેશ ની બાજુ માં એક જ બેન્ચ પર બેસતો તેનો ખાસ મિત્ર રમેશ દસ માં ધોરણ માં નાપાસ થયો તેથી મહેશ રમેશ ની મજાક ઉડાવતો હતો અને રમેશ ભણવા નું છોડી ને તેના એક સબંધી ના સ્કૂટર અને મોટર રીપેરીંગ ના ગેરેજ માં કામ શીખવા લાગ્યો હતો.આ વાત લગભગ સાત વર્ષ જૂની હોવા છતાં હમણાં ની જ હોય એમ મહેશ ને લાગતું હતું
અચાનક મહેશ ના મન માં એક વિચાર આવ્યો તેણે રમેશ ને મળવા જવા નું નક્કી કર્યું રમેશ ગેરેજ નું કામ શીખી ને નવા ગેરેજ નો માલિક બની ગયો હતો તેણે પોતાના ગેરેજ માં પાંચ કારીગર પણ રાખ્યા હતા તેની સારી કામગીરી ને કારણે ખુબ જ ટૂંકા સમય માં સમગ્ર શહેર માં તેનું ગેરેજ જાણીતું બની ગયું હતું શહેર ના મુખ્ય રસ્તા પર જ તેનું ગેરેજ આવેલું હતું.
શહેર નો મોટા ઉદ્યોગપતિઓ જાણીતા રાજનેતાઓ અને સરકારી અધિકારીઓ ની ગાડી પણ તેના જ ગેરેજ માં રીપેરીંગ માટે આવતી હતી
મહેશ રમેશ ને મળ્યો જૂની યાદ તાજી કરી ચા પીધા બાદ મહેશ રમેશ ને પોતાના ગેરેજ માં નોકરી આપવા વિનંતી કરવા લાગ્યો રમેશ બોલ્યો કે નોકરી તો તને હું મારા ગેરેજ માં તને આપીશ પરંતુ તને ગેરેજ નું કામ શીખતાં છ મહિના લાગશે ત્યાં સુધી હું તને પગાર ના આપી શકું મહેશ થોડું વિચારી ને બોલ્યો કે મારા પિતા સરકારી ઓફિસ માં ક્લાર્ક છે એ વાત ની તો તને કદાચ ખબર હશે ને?

રમેશ બોલ્યો કે હા હવે યાદ આવ્યું પણ તેમની નિવૃત્તિ ને હવે વધારે સમય બાકી નહિ હોય એમ મને લાગે છે

મહેશ બોલ્યો કે રમેશ તારી વાત સો ટકા સાચી જ છે દોસ્ત એમની નિવૃત્તિ હવે છ મહિના બાદ છે


રમેશ હસતા હસતા બોલ્યો કે હે મિત્ર મહેશ હવે તું બેરોજગાર નથી રહ્યો તને રોજગારી મળી ગઈ છે કાલે સવારે નવ વાગ્યે મારા ગેરેજ પર આવી ને મને મળીશ ત્યાર બાદ હું તને કામ સમજાવીશ તું તો મારા થી વઘુ હોશિયાર છો ઝડપ થી બધું શીખી જઈશ

મહેશ બોલ્યો કે એવુ નથી રમેશ જીવન ની પરીક્ષા માં મારા કરતા તું વઘુ હોશિયાર સાબિત થયો છે
******


રાષ્ટ્ર પિતા શ્રી મહાત્મા ગાંધી ના વિચાર મુજબ શિક્ષણ માં માત્ર પુસ્તક ના જ્ઞાન નો જ નહિ પરંતુ વાસ્તવિક જીવન ના અનુભવ રૂપી જ્ઞાન નો પણ સમાવેશ થવો જોઈએ ગાંધીજી દ્વારા સ્થાપિત્ત ગુજરાત વિદ્યાપીઠ માં પુસ્તક ના જ્ઞાન ની સાથે સાથે ખેતી અને પશુપાલન જેવી ભવિષ્ય માં રોજગારી સર્જન માટે ઉપયોગી અનેક પ્રવૃતિ વિદ્યાર્થીઓ ને શીખવા મળે છૅ