aash e aakash in Gujarati Love Stories by શોખથી ભર્યું આકાશ books and stories PDF | આશ એ આકાશ

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

આશ એ આકાશ

આશ એ આકાશ

આમ તો આકાશ એક હસી મજાક કરવા વાળો છોકરો હતો. પણ હમણાં થોડા દિવસથી તેની હસી મજાક ક્યાં ગાયબ હતી એ કોઈ ને ખબર નહોતી કે કોઈ ના ધ્યાનમાં પણ નહોતું આવ્યું
આકાશ થોડા દિવસ થી એકદમ સુનમુન કામ કર્યા કરતો અને કોઈ સાથે હસી મજાક પણ નહોતો કરતો. કોઈએ આ બાબત પર ધ્યાન નહોતું આપ્યું અથવા આપ્યું હોય તો પણ કોઈએ કંઈ પૂછ્યું નહીં. આ બધી ગડમથલમાં જ આકાશ વિચારતો હતો કે હવે આગળ શું થશે? કેમ કરી ને એ દિવસ કાઢશે? કેમ હવે દિવસ જલ્દી પૂરો નહિ થતો? કેમ આખો દિવસ હસી મજાક કરનાર આકાશ હવે હસી મજાક નથી કરતો? શું કારણ છે કે તે ખુદ ને પણ નહોતો આપી શકતો આ સવાલોનો જવાબ. છતાં પણ એને એવું લાગી રહ્યું હતું કે જીવનમાં કંઇક ફેરફાર જરૂર આવ્યો છે અને આ ફેરફાર કેમ આવ્યો અને હવે શું કરવું એ જ એને ખબર નહોતી પડતી.
પણ થોડા દિવસ પછી જ્યારે ફરી પૂર્વવત્ બધું થઈ ગયું તો એમ લાગ્યું કે આ ખાલી મન નો એક ભ્રમ હશે પણ ના એનો સ્વભાવ પહેલા કરતા ઘણો બદલાઈ ગયો હતો. અને એ એના ધ્યાનમાં આવી ગયું હતું. આકાશ ને ખ્યાલ આવ્યો હતો કે એ ફરી ક્યારેય પહેલા જેવી જિંદગી નહીં જીવી શકે.
આકાશ આ બધા ફેક સબંધથી કંટાળી ને થોડા દિવસ ફરવા જવાનું વિચાર કરતો હતો ત્યાં જ એની જિંદગીમા ફરી એક તુફાન આવી ગયું. અને ફરી એ જ આકાશ કે જે હસી મજાક કરતો એ ફરી પહેલા કરતા પણ વધારે ચિંતામાં રહેવા લાગ્યો. આ ચિંતા જ એને ક્યારેક શારીરિક તો ક્યારેક માનસિક થાક આપતો અને શરીર પણ દિવસે ને દિવસે સુકાતું જતું હતું. થોડા દિવસમાં જ આકાશ એકદમ દૂબળો થઈ ગયો. જે ક્યારેય કોઈની વાતથી ડરતો નહિ એ આજે એક પણ વ્યક્તિને સામે જવાબ નહોતો આપતો.
પણ હવે આકાશ ને ખ્યાલ આવી ગયો હતો કે કેમ એ હસી મજાક કરતો બંધ થયો અને કેમ એને ચિંતા રહેતી. પણ એ ફરી હસી મજાક નહીં કરી શકે એ પણ એને ખ્યાલ આવી ગયો હતો અને ફરી ક્યારેય એ હસી મજાક કરશે કે નહીં એની ચિંતા શરૂ થઈ ગઈ હતી. બસ હવે એ એક જ કારણનું નિવારણ અને ફરી એ જ હસીમજાક શરૂ થઈ શકે એમ હતી પણ....
બસ આ 'પણ' શબ્દ જ સૌથી મોટી સમસ્યા હતી. કેમ કે એ આ 'પણ'નો કોઈ રસ્તો એની પાસે નહોતો. છેલ્લા બે દિવસથી એ આ 'પણ'ની પાછળ પડ્યો હતો અને આ 'પણ' શબ્દનું કેમ નિવારણ કરવું એ એના વશની વાત નહોતી.
બસ હવે તો ખાલી એક જ આશા હતી આકાશ ને કે એ એની જિંદગી ધરતીને હવાલે કરી દે અને ધરતી જ એની જિંદગી મા ફરી હસી મજાક લાવી દે. પણ.....
ફરી એ જ 'પણ' શબ્દ પર આકાશ આવી ને અટકતો હતો કે કેવી રીતે એ ધરતી ને સમજાવે કે તું જ છો જેને હું મારી જિંદગી સોંપી ને બેઠો છું અને તારે જ મને ફરી પહેલી હસી મજાક વાળી જિંદગીમાં પાછો લઈ જવાનો છે.

બસ હવે તો એક જ આશ છે જિંદગીથી.💕
કે મને કોઈ આશ નથી બાકી દુનિયાથી.👀
મારી જિંદગી બની ને તું મને મળે.💖
હું ગમ અપનાવી ને તને ખુશી આપું.👁️
બસ એક જ આશ છે મને તારાથી.❣️
તું મારી બને અને હું તારો બનું.💌
તને ખ્યાલ હોય કે નહીં મારો.💓
પણ તારા સિવાય કોઈ નહિ મારું.💝
બસ એક જ આશ છે મને તારાથી.💟
આ જિંદગીમાં નથી બીજું કોઈ મારું.💗
બસ એકજ આશ છે મને તારાથી.❤️
તું બને મારી અને હું બનું તારો.💞