Hu raahi tu raah mari - 29 in Gujarati Love Stories by Radhika patel books and stories PDF | હું રાહી તું રાહ મારી.. - 29

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

Categories
Share

હું રાહી તું રાહ મારી.. - 29

“તેણે મને કેટલુ સીધી રીતે કહી દીધું કે તેના જીવનમાં કોઈ છે !!! અમારી વચ્ચે બધી વાતો થતી પણ આ નવી છોકરી વિષે તેણે મને ખબર પણ ન પડવા દીધી!! કે પછી હું જ તેના પ્રેમમાં એટલી ખોવાય ગયેલી કે મને તેના સિવાય કોઈ દેખાતું જ નહીં!! હું તેને ઓળખવામાં આટલી મોટી ભૂલ કઈ રીતે કરી શકું?તેણે જ તો મને કીધું હતું કે ‘ તું મને આટલું જલ્દી સમજનારી પહેલી વ્યક્તિ છો રાહી.’ અને આમ અચાનક કેમ કોઈ મારી જગ્યા લઈ શકે?” રાહીના અવાજમાં ચીડ,ચિંતા,આઘાત જેવા મિશ્ર ભાવો હતા.
“પહેલી વાત તું કાલ રાતથી મને અત્યારે છ વખત ફોન કરી ચૂકી છો.શાંત થઈ જા રાહી.તું દુનિયાની પહેલી છોકરી નથી કે જેની સાથે ‘ક્રોસ્સ મેચિંગ’ થયું છે.તું મારી વાત સમજ અને તારા કામ પર ધ્યાન આપ.તું જ કહે છે ને કે જરૂરી નથી આપણે જેમને પ્રેમ કરીએ તે પણ આપણને ચાહે તે જરૂરી નથી.યાદ છે તે મને આ જ વાત મારા પહેલા ક્રશ શ્રુતિ માટે કહી હતી.તો બસ આમ જોઈએ તો શિવમનો આમા કોઈ ગુનો નથી.તું ખુશ થઈ શકે કે શિવમે પોતાની જીવનની આટલી મોટી વાત તને કરી.”ખંજન રાહીને છેલ્લા 1 કલાકથી સમજાવી રહ્યો હતો.
“ હું સમજુ છું અને હું શિવમ પર કોઈ આરોપ નથી મૂકતી પણ અહિયાં વાત મારે પોતાની જાતને સમજાવવાની છે. ખંજન તને ખબર નથી પણ હું એક રાતમાં આકાશમાથી જમીન પર પટકાય ગઈ છું.મે શિવમ વિષે સપના જોવાના શરૂ કરી દીધા હતા પણ મને ક્યાં ખબર હતી કે શિવમ બીજા કોઈને...”રાહી.
“તું હવે આ વાતને લઈને તારી તબિયત ન ખરાબ કરી બેસતી.તારી દવા ચાલુ છે હજુ બંધ નથી થઈ ગઈ.”ખંજન.
“ મને જમવાની પણ ઈચ્છા નથી થતી અને તું દવાની વાત કરે છે?ખંજન આ બધી વાતો હું પણ તને સમજાવતી જ્યારે તારી સાથે આવું થયું અને હું સમજુ જ છું કે મારે આ વાત સ્વીકારવી જ રહી કે શિવમ બીજા કોઈ ને...” પણ હું મારી જાતને કેમ સમજાવું? આવું થાય ત્યારે બધુ સમજવા છતાં મન જિદ્દી બની જાય છે.મન પોતાનો અવાજ પણ નથી સાંભળતો.તે વાત યાદ આવે ત્યારે લાગે કે હજારો-લાખો સોઈ કોઈએ મનમાં એક સાથે લગાવી દીધી હોય.મમ્મી સામે તો સવારે તો સમાન્ય રહેવાની કોશિશ કરી પણ અત્યારે મને જમવાની ઈચ્છા નથી માટે મે ઘરે કહેવડાવી દીધું છે કે હું જમવા નહીં આવું.” રાહી.
“હમ્મ...તે ઠીક રહેશે.તું તારી જાતને થોડો સમય આપ.પોતાની સાથે સમય વિતાવવાથી સારા સારા દુખમાથી આપણે જલ્દી બહાર આવી જઈએ.ખાસ કરીને ત્યારે જ્યારે આપણે કોઈ વાતથી પરેશાન હોઈએ અને મન કોઈ જવાબ ન આપતું હોય...પણ તું જઈશ ક્યાં?”ખંજન.
“કોફી શોપ.”રાહી.
“હા તે જગ્યા ઠીક રહેશે અને એક ખાસ વાત કે શિવમનો ફોન આવે તો સમાન્ય થઈને વાત કરજે અને જો આમ ન થઈ શકે તો હમણાં થોડા દિવસ તેના ફોન ઉપાડતી જ નહીં કે પછી સાવ ઓછી વાત કરજે.જો શિવમને આ વાતની ખબર થઈ તો તે ખૂબ દુખી થશે.”ખંજન.
“ઠીક છે. હું પણ કઈક આમ જ વિચારી રહી હતી.મારે મારા લીધે શિવમને દુખી નથી કરવો.”રાહી.
“મારી સાથે વાત કરવાની ઈચ્છા થાય તો ફોન કરી લે જે અને કામમાં મન પરોવજે.રાતે વાત કરીએ.”ખંજન.
“બાય.”રાહી.
************************
“તું શિવમ છો ને?” હેમ માં.
હેમ માં ની વાત સાંભળી શિવમ અવાક થઈ ગયો. તેને શું જવાબ આપવો સમજાતું નહોતું.સાચું કહેવું કે પછી શુભમ બનીને જ રહેવું તે અત્યારે મુસીબતની વાત હતી.ક્યાક ઘરે તો ખબર નથી પડી ગઈને?હેમ માં આમ તેને શિવમ કહીને બોલાવે છે તો...
“બોલ છોકરા તું શિવમ જ છો ને?” હેમ માં.
શિવમ ને સાચું સ્વીકારી લેવું જ યોગ્ય લાગ્યું.હવે જે થશે તે જોયું જશે.ભગવાનના દ્વારે ઊભો છું તો નિરાશ થઈને તો નહીં જ જાઉં તેમ વિચારી શિવમે સાચું સ્વીકાર્યું.
“મને તો પહેલી વખતમાં જ ખબર પડી ગઈ હતી જ્યારે તું તારા હરેશકાકાને મળવા આવ્યો હતો.હું ઘરડી જરૂર છું પણ મારી આંખો કમજોર નથી.હું તને પહેલી વખતમાં જ ઓળખી ગઈ હતી કે તું શિવમ જ છો.”હેમ માં.
“હરેશકાકા ને આ વાતની ખબર છે કે હું શિવમ છું?”શિવમ.
“ના..તેને હજુ કઈ ખબર નથી.પણ તું જે જાણવા માટે આવે છે તે બધી વાત તેને ખબર છે.મને ખબર છે તારા મનમાં અત્યારે ઘણા પ્રશ્નો થતાં હશે અને હું તારા પ્રશ્નોનું નિરાકરણ કરવા માંગુ છું.હરી ભલે તને કઈ ન કહે. તે તારી સાથે ખરાબ વર્તન કરે છે તેની પાછળ ખૂબ મોટું કારણ છે. વર્ષો પહેલા હરી અને તારા પપ્પા ચેતને નક્કી કર્યું હતું કે તને ક્યારેય આ વાતની જાણ ન થાય.પણ મને લાગે છે કે તારે આ વાત જાણવાનો પ્રથમ હક્ક છે. ”હેમ માં.
“ કઈ વાત?”શિવમના હદયના ધબકારા ખૂબ જ વધી ગયા.
“ તે જ કે તું ચેતનનો સગો દીકરો નથી.તું તારા પપ્પાના મિત્ર શિવરાજનો દીકરો છો. ચેતન અને અમારા પરિવાર વચ્ચે જ આ વાત રહેશે તે વર્ષો પહેલા નક્કી થયું હતું.બાકી જે ગામમાં અમે રહેતા તે ગામના લોકોને તો ચેતને તને દતક લઈ લીધો તે જ વાત જાહેર કરવામાં આવી હતી.”હેમ માં.
“તો મારા અસલી પિતા કેમ ચૂપ છે?શું મારે કોઈ ભાઈ બહેન છે?”શિવમ.
“તું શિવરાજનો એક નો એક દીકરો હતો.”હેમ માં.
“કોઈ પોતાના એકના એક દીકરાને બીજા કોઈને કેમ હંમેશા માટે સોંપી શકે?”શિવમ.
“કેમ કે થયું જ કૈંક એવું કે તને ચેતને દતક લીધો તે ગામ લોકોએ આસાનીથી સ્વીકારી લીધું.તારી માં નું મૃત્યુ થયું હતું.”હેમ માં.
“અચ્છા તો આમ વાત છે.”શિવમને થોડું દુખ થયું.
“બેટા તને અસલી વાતની તો ખબર જ નથી.તારી માં મૃત્યુ પામી તે આમ તો બધાની નજરમાં આત્મહત્યા હતી પણ હકીકતમાં તો તેની હત્યા થયેલી હતી અને તે પણ ખુદ તારા સગા બાપ શિવરાજના કારણે.”હેમ માં.
શિવમના આંખમાં અંધારા આવી ગયા.તે કઈ બોલી જ ન શક્યો.આટલી મોટી હકીકત..માં-બાપ,મૃત્યુ,હત્યા,તેનો સગો બાપ....શિવમના કાનમાં આ શબ્દો વારંવાર સંભળાતા હતા.
“બેટા તું જા અહીથી ક્યાક છુપાય જા. હરી મને લેવા આવે છે જો ઘર તરફના રોડ પર.”હેમ માં.
“પણ બા મારે આખી વાત સાંભળવી છે.”શિવમ.
“બેટા અત્યારે તું જા નહીં તો હરેશ જોઈ જશે.”હેમ માં
“ઠીક છે બા..પણ તમે ક્યારે મને કહેશો આ વાત? મારા નંબર આપું ફોન પર કહેજો.”શિવમ.
“બેટા મારી પાસે ફોન નથી અને ઘરના ફોનમાં હું તને આ વાત નહીં જણાવી શકું.તું એક કામ કર, ઉતરાયણના દિવશે અહિયાં મંદિરે સત્સંગ છે ત્યારે તું આવજે હું તને આખી વાત જણાવી દઇશ.”હેમ માં.
હેમ માં ના ઘરે ગયા પછી શિવમ રાજકોટ જવા માટે નીકળો.તેને હેમ માં ના કહેલાં બધા શબ્દો યાદ આવતા હતા.છેલ્લે જ્યારે તે દુખી હતો ત્યારે રાહી તેને સંભાળવા માટે હતી પણ આ વખતે તો રાહી પણ ખુદ...શિવમથી રડાય ગયું.થોડીવાર પછી તેણે પોતાની જાતને સંભાળી અને બધુ ભૂલી મમ્મીને ફોન કરવા વિચાર્યું. હવે તે રાહી વગર રહેવા માંગતો ન હતો.તેણે પોતાના મમ્મીને ફોન કરી ઉતરાયણ પહેલા જ આવી જવા કહ્યું અને તેના પપ્પાને પણ આવી જવા કહ્યું.
***********************
“તમે કહેતા હતાને કે શિવમ લગ્ન માટે ક્યારે તૈયાર થશે? જો સામેથી તમારા દીકરાનો બોલાવો આવી ગયો છે.બંને ૬ મહિના પહેલાથી મિત્રો છે.છોકરી ખૂબ જ સારી અને ડાહી છે.ઇન્ટિરિયર ડિજાઇનર છે.તમારે ઘરને શોભે તેવી વહુ પસંદ કરીને લાવ્યો છે તમારો દીકરો. બસ હવે તમે તૈયારી કરો આપણે રાજકોટ જવાનું છે.ઉતરાયણના દિવસે જ આપણે રાહીના મમ્મી-પપ્પા સાથે નક્કી કરીને બીજા દિવશે જલ વિધિ કરી લગ્ન નક્કી કરી લેશું.હું પણ રાહી માટે થોડી શોપીગ કરી લઉં.બાકીનું તેને ત્યાંથી ગમતું અપાવી દઇશું.”દિવ્યાબહેન ખૂબ જ ઉત્સુકતાથી ચેતાનભાઈને કહી રહ્યા હતા.
શિવાંશ પણ ભાઈના લગ્નને લઈને ખૂબ જ ઉત્સાહિત હતો.
“હા દિવ્યા તું મન ભરીને શોપિંગ કર.ઉતરાયણને હવે ૩ દિવસની જ વાર છે.કાલ જઈ તું બધી વસ્તુઓ લઈ આવ અને તું શિવાંશ સાથે પરમ દિવશે સવારે જતાં રહેજો.મારે થોડું કામ છે તે પૂરું કરી હું ઉતરાયણના દિવશે આવી જઈશ.તું રાહીના ઘરે આપણે મળવા આવવાના છીએ તે જાણ કરી દેજે.પછી હું આવું ત્યારે આપણે તેમના ઘરે જઈ બધુ નક્કી કરી લઈશું.”ચેતનભાઈ.
શિવમના ઘરે તે રાત્રે ઉત્સવ જેવુ વાતાવરણ છવાય ગયું.
***********************
રાહી ખૂબ જ દુખી હતી.કોઈપણ રીતે તેના મન પરથી શિવમ દૂર થતો નહોતો.આથી તે પોતાના બિસનેસના કામથી તે જ રાત્રે મુંબઈ જવા માટે નીકળતી હતી.આમ અચાનક રાહીએ મુંબઈ જવાનો પ્રોગ્રામ બનાવી દીધો આથી ખંજન થોડો ટેન્શનમાં હતો.પછી તેણે નક્કી કર્યું કે રાહીની હાજરીમાં તે રાહીના ઘરે જઈ બધી પરિસ્થિતી સમજાવી દેશે.કેમ કે રાહી કોઈને કઈ જણાવી નહીં શકે આથી તે બધાને રાહીની સ્થિતિ સમજાવી દેશે અને જ્યારે રાહી પાછી ફરશે ત્યારે તેને રાજકોટ આવેલો જોઈ ખુશ પણ થઈ જશે.
રાહી મુંબઈ જવા નીકળી અને ખંજન બીજા દિવશે રાજકોટ આવવાનો પ્રોગ્રામ બનાવી લીધો.
****************************
શિવમને રાતની ડ્યૂટી હોવાથી તે પોતાના કામમાં હતો પણ તેનું મન હજુ હેમ માં ના કહેલાં શબ્દોમાં ફસયેલું હતું.ત્યાં જ દિવ્યાબહેને શિવમને ફોન કરી ઉતરાયણના દિવશે રાહીના મમ્મી-પપ્પાને મળવા જવાની વાત કરી.મમ્મીનો ફોન પૂરો થયો પછી શિવમને યાદ આવ્યું કે તેણે હજુ રાહીને જણાવ્યુ પણ નથી કે જેને ચાહે છે તે રાહી પોતે જ છે..અને ઉતરાયનના દિવશે તેને હેમ માં ને પણ મળવા જવાનું હતું. શિવમને બધુ ઉલજતું હોય તેવું લાગ્યું.તે રાહીને ખૂબ જ તૈયારીઓ સાથે રિંગ પહેરાવી પ્રપોસ કરવા માંગતો હતો પણ અત્યારે રાહીને શિવમ પાસેથી જ પોતાના પ્રેમ કરવા વિષે જણાવવા માંગતો હતો...રાતના ૩ વાગી રહ્યા હતા.શિવમે ફોનમાં જોયું અને રાહીનો નંબર લગાવ્યો....
શિવમ રાહીને ઉતરાયનના દિવશે પોતાના સાથે રાખવા માંગતો હતો.મોરબી તે પોતાની સાથે લઈ જવા માંગતો હતો.શિવમે આંખો બંધ કરી રાહીનો ચહેરો નજર સામે લઈ ફોન જોડ્યો...