બીજા દિવસ ની મીઠી સવારમાં ધ રોયલ્સ ખુશખુશાલ દેખાતા હતા ...પહેલી વાર કોલેજ ના ગેઈટમાં એન્ટર થતા તે પણ બધાની સામે સ્માઈલ આપીને ચાલતા હતા.
સમર્થ ની નજર એન્ટર થતા ની સાથે જ એનવીશા ને શોધી રહી હતી જાણે તેની એક ઝલક જોવા તરસતી હોઈ..તેનામાં બદલાવ દેખાતો હતો જે પોતે પણ જાણે સમજી નહોતો શકતો.
તે બધા માટે બીજી ખુશી ની વાત એ હતી કે આજે જ મિસ્ટર વસંત પટેલ ( સમર્થ ના પિતા ) આ કૉલેજ ના ટ્રસ્ટી બન્યા હતા ...અને આ કોલેજ ને ઇન્ટરનેશનલ યુનિવર્સિટી સાથે જોડી ...જેથી કોલેજ નું નામ ટોપ લિસ્ટ માં ચર્ચાવા માંડ્યું હતું .
પોતાનો ઇસ્યુ પત્યા પછી સમર્થ પણ વિચારી રહ્યો હતો કે તેને હવે પોતાનો કઠોર સ્વભાવ છોડી દેવો જોઈ..અને પેહલા ની જેમ હસીખુશી થી આનંદ થી અને મોજ થી બધી પળોને માણવી જોઈએ ..તે પોતાના લાઈફ ની એક પણ પળ જવા દેવા માંગતો ના હતો.
હજી પણ તેને મનમાં ને મનમાં એનવીશા ને લઈને ડર લાગતો રહેતો ...આદિત્ય પાછો આવશે ત્યારે શું થશે?
બધા કેન્ટીન માં પહોંચીને બેસે છે ...અને પોતપોતાના મંતવ્યો આપે છે ...હવે આપણે નવી શરૂઆત કરવી જોયે ..આ કોલેજ કાળ કે જેને બધા લાઈફ નો ગોલ્ડન પિરિયડ કહે છે તેનો ખુલા દિલ થી અનુભવ કરવો જોઈએ.
ત્યાં જ મંથન બોલે છે...જો પાછું બધું પહેલાની જેમ થવાનો વિચાર હોઈ તો મારે પણ મારો ટોપ રેન્ક ભૂલી જાવો જોશે કેમ સમર્થ ?
સમર્થ હસીને કહે છે ચાલ લાગી જાય શરત ...રાશિ પંછીને ધીમા અવાજે કહે છે મતલબ કાલથી તારો વનવાસ પાછો ચાલુ.
આ બધાની વાત સાંભળીને પંછીને મનમાં ને મનમાં એકલવાયું લાગતું હતું ....બધા ખુશ હતા ... પંછીના મનમાં જ દ્વંદ્વ હતો...તે નાની હતી ત્યારથી સમર્થ ને લાઈક કરતી પણ સમર્થ હમેશા તેને ફ્રેન્ડ ની જેમ જ ટ્રીટ કરતો ...ક્યારેય પંછી ને સમર્થ તરફથી પોઝિટિવ રિસ્પોન્સ ના મળતો.
એટલામાં જ રાશિ બોલી આપણે પહેલું કામ એનવિશાને મળીને તેનો આભાર માનવાનું છે. અને આપણે બધા વાતું માં લાગી ગયા છે. ચાલો પેહલા તેને શોધીએ. બધા તેની સાથે હામી ભરીને તેને મળવા જાય છે.
રાશી : કોઈને ખબર છે એનવીશા ક્યાં ડીપાર્ટમેન્ટ માં છે ?
મંથન : જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી તે આઇટી ડીપાર્ટમેન્ટ માં છે.પણ વધારે કઈ ખબર નથી.
પંછી : આઇટી ડીપાર્ટમેન્ટ !...ખબર નહિ આજકાલ ની છોકરીઓને આવી ફિલ્ડ માં કેમ રસ જાગતો હશે .
( એટલામાં પંથ તેની મસ્તી કરવાનું સુજે છે ..હા, હા તમે લોકો બ્યૂટી પાર્લરમાંથી ફ્રી થાવ તો સમય મળેને.)
પછી બધા આઇટી ડીપાર્ટમેન્ટ માં જાય છે ...ત્યાં સૃષ્ટિ ભેગી થાય છે
સમર્થ શ્રુષ્ટિ ને જોતા ઝડપથી તેની પાસે જાય છે અને એનવીશા વિશે પૂછે છે.
સૃષ્ટિ પાંચ મિનિટ તો સમર્થ ને જોઈને સ્તબ્ધ થઇ જાય છે ...જાણે તેનામાં ખોવાઈ ગઈ હોય ..તેટલામાં જ રાશિ તેનો હાથ જોરથી પકડીને પૂછે છે એનવીશા ક્યાં છે ?
એનવીશા આજે બીમાર છે ...તેને તો આવાની જીદ કરી હતી પણ તેને ઘરે થી આવા જ ના દીધી .
તો તમે કેમ અહીંયા દર્શન આપ્યા..પંથ ને શ્રુષ્ટિ ની મસ્તી કરવાનું સૂઝે છે .
અહીંયા હોસ્ટેલ માટે અપ્લાય કરવા માટે આવી હતી ..મને અને એનવીશા ને હોસ્ટેલ લાઈફ માણવાનો ખુબ શોખ છે .. અને આમ પણ એનવીશા ના પપ્પા નું ટ્રાન્સફર થતું રહે છે ...એટલે અમે બને હોસ્ટેલ માં રહેવાનું વિચારીએ છીએ.
પંથ સમર્થ ને નોટિસ કરી રહ્યો હતો જાણે તે બધી વાતો ધ્યાન થી સાંભળી રહ્યો હોય ...એનવીશા વિશે જાણવાની ઉત્સુકતા પંથને સમર્થ માં દેખાઈ રહી હતી ..તે મનમાં વિચારી રહ્યો હતો કે જે છોકરો બહુ બોલતો નહિ ..ક્યારેય પાંચ મિનિટ પણ ઉભો રહીને કોઈ અજાણ્યા સાથે સરખી વાત પણ ના કરતો ...તે આજે કેમ આટલું બધું સાંભળી રહ્યો છે .
એટલામાં જ સૃષ્ટિ પોતાને જવાનું મોડું થાય છે તેમ કહીને ત્યાંથી નીકળી જાય છે.
રાશિ : સારું ચાલો અમને એનવીશા ભેગી થશે તો તેનો આભાર માની લેશું ...બાકી તમે બોય્સ તો સેમ ડીપાર્ટમેન્ટ માં છો તો તમે આભાર માનવાનું ના ભૂલતા ..એમ કહીને પંછી નો હાથ પકડીને ત્યાંથી ચાલી જાય છે .
મંથન પણ પોતાને લાયબ્રેરી માં થોડું કામ છે એમ કહીને નીકળે છે .
બધાના ગયા પછી પંથ સમર્થ સામે ઉભો રહીને તેને જોઈને મુસ્કુરાઈ રહ્યો હતો .
સમર્થ : વોટ ?
પંથ : હું પણ એજ પૂછવા માંગુ છું વોટ ? આટલી બધી ઉત્સુકતા તો મેં તારામાં ક્યારેય નથી જોઈ .
સમર્થ : તારે બીજું કઈ કામ જ નથી કે શું ...એમ કહીને પોતાની મુસ્કુરાહટ છુપાવાની કોશિશ કરે છે .
પંથ : ઓહહો એટલે તું પણ સમજી ગયો છે ..કયો ટોપિક ચાલે છે.
સમર્થ : તારું પત્યું હોઈ તો હવે લેક્ચર ભરવા જાયે .
તે બને લેક્ચર ભરવા જાય છે પણ સમર્થ નું ધ્યાન હજી પણ એનવીશા ના વિચારો માં ખોવાયેલું હોઈ છે.
સમર્થ : પંથ યાર એક હેલ્પ કરીશ ?
પંથ : અરે બોલ બોલ તારા માટે તો જાન પણ હાજીર .
સમર્થ : અરે ના ના તારી જાન નું મારે નથી કઈ કામ અત્યારે ...મને એનવીશા ના નંબર શોધી દઈશ .
પંથ : ઓહ તો એમ બોલને જાન નહીં પણ જાન ના નંબર જોઈ છે .એમ કહીને તેની મસ્તી કરે છે .
સમર્થ : અરે યાર તું મસ્તી ના કર બોલ તારાથી થાશે કે નહીં? .
પંથ : શાંત શાંત ભાઈ ...ચાલ જોયે શું મેડ પડે છે.
ત્યાં જ લેક્ચર પૂરો થવાનો બેલ પડે છે .
આજે સમર્થ નું મન કોલેજ માં લાગતું ના હોવાથી તે કોલેજ ની બહાર તળાવ પાસે જઈને બેસી જાયે છે . તે જાણે પોતાનામાં આવતા બદલાવ નો અનુભવ કરી રહ્યો હોય .
પંથ સમર્થ નું કામ કરવામાં લાગી જાય છે . તે ડીપાર્ટમેન્ટ ની રજીસ્ટ્રેશન ઓફિસ માં જાય છે ...તેને યાદ આવે છે કે આજે જ સવારે શ્રુષ્ટિ એ હોસ્ટેલ માટે અપ્લાય કર્યું હતું ...તે ત્યાં જાય છે અને માથાકૂટ કરીને નંબર મેળવી લ્યે છે. અને બહાર નીકળીને સમર્થ ને કોલ કરે છે .. નંબર મળી ગયા છે ..તને વોટ્સએપ કરું છું ...પણ આ તારા કામ નું ઋણ ચુકવાનું ભુલાઈ નહીં એમ કહીને ટોન્ટ મારે છે ...સમર્થ થેન્ક્સ ફોર હેલ્પ એમ કહીને કોલ કટ કરે છે.
એનવીનશા નો નંબર મળી ગયા પછી સમર્થ મનોમન વિચાર કરે છે કોલ કરવો જોયે કે નહિ એક મેસેજ તો કરી જ શકું ને ...પણ તેને હિમ્મત નહોતી થાતી એટલે તે વિચાર માંડી વાળે છે.
* * * * * * * *
શ્રુષ્ટિ એનવીશા ને મળવા તેની ઘરે જાય છે ...એન્ટર થઈને કેમ છે મામી..અને ક્યાં છે મારી પ્યારી બેહના ...તેની તબિયત કેમ છે હવે .
તારા મામા અને એનવીશા દવા લઇ આવ્યા છે અત્યારે આરામ કરે છે ...અને સાંભળ આવી છો તો જમીને જ જજે..એમ કહીને એનવીશા ના મમ્મી તેને વળતો જવાબ આપે છે .
શ્રુષ્ટિ : અરે જમીને નહીં ...હું આજે રાતે પણ અહીં જ રોકાવાની છું ...તો સાંજ નું પણ જમવાનું બનાવજો .
એટલું કહીને તે ઍન્વીશા ના રૂમ તરફ જાય છે ..એનવીશા પોતાના લેપટોપ માં ઓનલાઇન ગમે રમી રહી હોઈ છે ... સૃષ્ટિ ત્યાં જઈને તેને બાથ ભરીને વ્હાલ કરે છે.
ઍન્વીશા : અરે અરે આજે કેમ બહેન પર આટલો બધો વ્હાલ છલકાઈ છે .
શ્રુષ્ટિ : તને પણ ખબર છે ને મને તારા વગર એક પળ પણ નથી ચાલતું .
એનવીશા : હા એ બધું તો ઠીક પણ જે કામ કરવા ગઈ હતી એ પૂરું કર્યું કે નહીં ? મમ્મી પપ્પા બે મહિના પછી સીટી ચેન્જ કરવાના છે .
સૃષ્ટિ : હા હા આપણા બનેના હોસ્ટેલ માટે અપ્લાઈ કરી દીધું છે ..હા તને એક વાત તો કેહવાની જ ભુલાઈ ગઈ ..તને ખબર છે આજે આપણા કોલેજ નો ડિમાન્ડ બોય તને શોધી રહ્યો હતો ...તારા વિશે પૂછવા આવ્યો હતો.
એનવિશા : ડિમાન્ડ બોય મતલબ સરખું જણાવ ને !
સૃષ્ટિ : આજે હું જ્યારે અપ્લાઇ કરીને બહાર નીકળતી હતી ત્યારે ધ રૉયલ્સ મારી પાસે આવ્યા હતા અને તારા વિશે પૂછતાં હતા .
એનવિશા મનમાં વિચારી રહી હતી એ લોકો ને મારું કંઈ કામ તો નહિ હોઈને..કેમ મારું પુછતાં હશે..પાછું કંઈ થયું હશે.
સૃષ્ટિ : પણ મને સમજાતું નથી એ અચાનક કેમ તને શોધી રહ્યા હતા ..આમ તો કોઈ સામે પણ નહોતું જોતું આજે તો બધા અલગ જ વર્તન કરતા હતાં.
એનવિશા બધી વાત શ્રુષ્ટિ ને જણાવી....સૃષ્ટિ બધું સાંભળીને થોડી વાર ચોંકી ગઈ.
સૃષ્ટિ : થીક, એટલે તેમના વર્તન માં બદલાવ દેખાતો હતો .
એનવિશા : સાંજ પાડવા આવી ..સૃષ્ટિ કંઇક જુગાડ કરને ..આજે ઘર માં બેઠી બેઠી સાવ કંટાળી છું મમ્મી ને મનાવ ને થોડી વાર બહાર જવાની પરવાનગી આપે .
સૃષ્ટી : અરે તારી આ બેહન તારી સાથે છે ત્યાં સુધી તારે ચિંતા કરવાની જરૂર નથી બાલિકે . તારી ઇચ્છા હમના જ પુરી કરું છું.
બને થોડા સમય ની પરવાનગી લઈને બહાર જાય છે .
તે બને ટી પોસ્ટ એ જઈને બેસે છે ...ત્યાં સૃષ્ટિ ને પોતાની એક સહેલી મળી જાય છે ...અને બને વાતો કરવા લાગે છે .
એનવિશા : સૃષ્ટિ હું થોડી વાર માટે સામે સાયબર કાફે છે ત્યાં જાવ છું તમે બને વાતું કરો..જવાનું થાય એટલે કોલ કરજે.
સૃષ્ટિ : હા પણ ધ્યાન રાખીને જજે ..આપડે થોડી વાર માં જ ઘરે જવું પડશે ...બાકી મામી બને પર ગુસ્સો કરશે.
એનવિશા નું મન હજી પણ ગેમ રમવામાં હતું . તે સાયબર કાફે માં જઈને ત્યાંના કમ્પ્યૂટર માં પોતાનું આઇડી ખોલીને ગેમ રમવાનું ચાલુ કરે છે.
તે સાયબર કાફે સમર્થ ના કઝિન નું હતું ...સમર્થ અને પંથ બને ત્યાંની ઓફીસ માં બેઠા હતા .
સમર્થ નું ધ્યાન એનવિશા પર પડે છે ...જાણે તેની મનોકામના પૂરી થઈ હોય ..તેમ એનવિશા ને જોઈ રહે છે ..બહાર એનવિશા કોમ્પ્યુટર માં ગેમ રમી રહી હતી ...તેની ટાઇપિંગ સ્પીડ અને સ્કીલ જોઈને સમર્થ ને પંથ તેને એક નજરે જોઈ રહ્યા.
પંથ સમર્થ ને સંબોધીને ઓહો મિસ બ્યૂટી અહિયાં છે એમ ને .
સમર્થ અને પંથ બને ઓફિસ ની બહાર આવે છે તેને મળવા ...પણ સૃષ્ટિ નો કોલ આવતા એટલી વાર માં એનવિશા ત્યાંથી જતી રહી.
ક્રમશ :