Revenge-Prem Vasna Series - 2 - 56 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | રીવેન્જ - પ્રકરણ - 56

Featured Books
Categories
Share

રીવેન્જ - પ્રકરણ - 56

રીવેન્જ
પ્રકરણ-56
અન્યા સિધ્ધાર્થને ત્યા પહોંચી એનાં માં પાપાને મળી. વાતચીત દરમ્યાન સિધ્ધાર્થ અન્યાને જોઇ રહેલો અને અન્યાએ પૂછી પણ લીધું અંકલ કેમ આમ આવી રીતે જુઓ છો ? સિધ્ધાર્થે કહ્યું "કંઇ નહીં દીકરા કાલે એક કેસમાં જાણે તને જોયાનો ભાસ થયેલો. પણ તું તો રાજ પાસે હતી મારો ભ્રમ હશે.
સિધ્ધાર્થે અન્યા અને સેમ, રૂબી સે જોઇને ક્યું કાલે જે કેસમાં હતો એમાં જાણે બધી બાજુથી પૂર્ણવિરામ આવી ગયું અને અચાનક જાણે કેસ બંધ થઇ ગયો.. એક આખું બીઝનેસ પ્લેટફોર્મ એક ફીલ્મી ગ્રુપ નામશશેષ નહીં શેષ જ જાણે કંઇ બચ્યુ નથી એનાં તપાસ શું કરવી હવે એજ નથી સમજાતું પણ હું તપાસ પુરી કરીશ.
અન્યા તને ખબર છે ? તારાં ફીલ્મી સ્ટુડીયો આઇ મીન રોમેરો હીંગોરી બધાંજ કાલે અકાળે મૃત્યુ પામ્યાં. ફીલ્મી રીતે બસ તું જ સલામત છું.. મહાદેવની કૃપા છે. સિધ્ધાર્થનાં બ્રાહ્મણ જીવ બોલી ઉઠ્યો.
અન્યાએ ચહેરાં પર આશ્ચર્ય અને આધાત લાવવાનો પ્રયત્ન કર્યો કહ્યું "ઓહો અંકલ.. હીંગોરી સર ધાયલ છે ખબર હતી અને સ્ટાફનાં બે જણાં કોઇ માઇકલ અને ફ્રેડી અકાળે મરી ગયેલાં... પણ રોમેરો સર અને હીંગોરી સર કેવી રીતે ?
સિધ્ધાર્થે સતત અન્યા ને જોયાં કરેલું પણ એ કળીના શક્યો. મનમાં વિચાર્યું આ નાની છોકરી શું કરવાની ? પણ એને પૂછવાથી કંઇક કડી મળી રહેશે.
અન્યાએ કહ્યું "ઓહ એ લોકો કેવી રીતે મૃત્યુ પામ્યા ? તો મારી ફીલ્મનું શું થશે ? ઓહ અંકલ શું બીના બની કહોને...
સિધ્ધાર્થે ટૂંકમાં હોસ્પીટલરૂમની બધી વાત કરી અને બોલ્યો હીંગોરી રોમેરો સ્ટુડીયો... હવે પાટીયા લાગી જવાનાં ખબર નહીં તારી ફીલ્મનું શું થશે. ગઇ કાલે એમનાં મૃત્યુનાં સમાચાર બધે ફેલાઇ ગયાં છે અને મેં સ્ટુડીયો પર મારા સીબીઆઇનો સ્ટાફ મૂકી દીધો છે રજે રજ માહિતી ભેગી કરવાનો હુકમ આપી દીધો છે... ત્રણ-ચાર મહિનામાં તો જાણે બધુ પીંડલુ વળી ગયું.. દીકરા તું ક્યાં હતી હમણાં છેલ્લા દિવસોમાં ? તારો હીંગોરી કે રોમેરોએ સંપર્ક કરેલો ?
અન્યાએ હુંશિયારીથી જવાબ આપતાં કહ્યું "અંકલ હમણાંતો હું મા-પાપા સાથે કોલકતા અને રાજની પાસે જ હતી. પછી એના મોમને મળવા પોંડીચેરી થઇને આવી કાલે રાજ પાસે હતી અને પછી અહીં તમારાં ઘરે..
સિધ્ધાર્થે કહ્યું "ઓહ... ઓકે બેટાં થોડાં દિવસમાં તારે ખૂબ દોડા દોડી પહોચી છે. કંઇ નહીં હવે તારાં લગ્નની વાતચીત ચાલે છે હવે આરામ કર અને ઓફીંગમાં ધ્યાન આપ. બાય ધ વે તું પોંડીચેરી ક્યારે ગઇ ક્યારે આવી ? અન્યાએ કહ્યું અંકલ બે દિવસ પહેલાં ગઇ હતી એટલે કે ફ્રાઇડે ગઇ અને સેટર ડે તો પાછી આવી ગઇ.. કેમ અંકલ એવું પૂછ્યુ પડ્યું ?
સિધ્ધાર્થે કહ્યું "કંઇ નહીં દીકરા... તારાં પ્રોટેકશન માટે જ સ્ટુડીયો સાથે તું સંકળાયેલી છે હમણાં એમાં આવું મોટું બની ગયું એટલે તારું પૂછેલું મને કામ લાગે નવેસરથી તારી જુબાની ની જરૂર નહીં. બીજા સ્ટાફ અને હીરો હીરોઇનથી માંડી સીક્યુરીટી સ્પોટબોય બધાની જુબાની અને પૂરો આ દિવસોનો ઘડી ઘડીનો હિસાબ લેવાશે... જસ્ટ રીલેક્ષ.. તારે ચિંતાની જરૂર નથી.
અન્યા થોડી ચિંતામં જરૂર પડી ગઇ પણ માં કાળીને યાદ કરતાં પાછી સ્વસ્થ થઇ ગઇ એને મનમાં સલીમ યાદ આવી ગયો એ કંઇ બોલી જશે તો ? એનું કંઇક કરવું પડશે.. અને એ ઊંડા વિચારોમાં લીન થઇ અને સિધ્ધાર્થેની નજરની બહાર નહોતું.. એનો અનુભવ અને શાતીર મગજ અન્યાને બરોબર સ્કેન કરી રહેલું.. પણ ઠોસ કંઇ મળી રહ્યુ નહોતું અને શંકા પણ નહોતી અન્યા આ શું કામ કરે ? અને એની શક્તિ બહાર છે. એણે મન વાળી લીધું.
અન્યાને મેઇડ આવીને કોફી આપી ગઇ અને અન્યા બોલી થેંકસ અંકલ.. તમારે કંઇ પૂછવું હોય તો હું જવાબ આપી દઊં પછી માં પાપા સામે બેસી વાત કરું.
સેમે કહ્યું "ક્યારનો મારી દીકરી જાણે આ બધામાં સસપેક્ટ હોય એમ પૂછ્યા કરે છે ? પૂછાઇ ગયું ? શાંતિ થઇ તને ? સિધ્ધાર્થે મારી ફૂલ જેવી દીકરીને શું લેવા દેવા ? આ બધાં ખાઇ બદેલાં માણસોનાં કોઇ જૂના હિસાબ હશે સામે વાળાનો દાવ આવ્યો હશે અને હિસાબ લેવાઇ ગયો આ બધામાં મારી દિકરીને ના ઘસડીશ.
સિધ્ધાર્થે કહ્યું "એ ફ્યુચરમાં આ કેસમાં ના આવે એટલે જ પૂછી લીધું ચિંતાના કર.. અન્યા મારી પણ દીકરી જેવી છે.
અન્યાને મનમાં થોડી શાંતિ અને આમનાં શાતા થઇ અને એણે માં પાપા સાથે ચર્ચા કરવી ચાલુ કરી. રાજનાં માં પોંડીચેરીથી આવવાનાં પછી મળવાનું છે બધી વાત કરી.. રૂબીએ પૂછ્યુ "એ પોંડીચેરી રહેતાં હતાં ? અન્યાએ કહ્યું "એ બધી ઘણી લાંબી વાતો છે અને એ લોકોની પર્સનલ મેટર છે મોમ આપણે કાંઇ લેવા દેવા નથી પણ હવે એ મુંબઇ આવી જવાનાં છે રાજ માટે અને અમને આશીર્વાદ આપવા માટે..
સિધ્ધાર્થ ઉભો થઇને કોઇને ફોન કરવા માટે બહાર ગેલેરીમાં ગયો અને એમાં બીઝી થયો. રૂબીએ કહ્યું દીકરા અને તારું આવેલું છેલ્લુ પેમેન્ટ લઇને જ આવ્યા છીએ એમાંથી તારાં ઘરેણાં અને બીજી અમારી તૈયારીઓ કરી દીધી છે.
અન્યાએ કહ્યું અરે માં એ લાવવાની ક્યાં જરૂર હતી ? મારી પાસે બીજી 25 લાખનું પેમેન્ટ આવી ગ્યું છે... અન્યા બોલી અને સિધ્ધાર્થનાં સરવા કાને સાંભળ્યું... એ ચમક્યો અને વિચારમાં પડી ગયો. એનાંથી રહેવાયું નહીં આવીને તરત જ અન્યાને પૂછ્યું 25 લાખ ? ક્યાંથી આવ્યાં ?
અન્યાએ એકદમ સ્વસ્થાતથી કહ્યું "હું કોલકત્તાથી આવી અને શુટીંગ માટે સ્ટુડીયો ગઇ ત્યારે રોમેરો અરે મને બોલાવીને ક્યુ હીંગોરી હોસ્પીટલમાં છે અને બીજા ડાયરેક્ટરને બોલાવી તારી ફીલ્મ પુરી કરવાની છે હવે આગળ કંઇ બીના બને પહેલાં મારે ફીલ્મ પુરી કરવી છે અને એ દિવસે જે કંઇ શુટીંગ.. ડબીંગ થયું ત્યારે મેં કહ્યું સર મારાં લગ્નની વાત ચાલે છે મને મારું પેમેન્ટ.. અને એજ સમયે કોઇ પેમેન્ટ આવ્યું હશે એમાંથી મને 25 લાખ આપેલાં એ પણ રોકડાં..
સિધ્ધાર્થે આશ્ચર્ય સાથે કહ્યું "આટલાં બધાં રોકડાં ? ક્યા છે ? અન્યાએ કહ્યું એ પેમેન્ટ મેં રાજનાં ઘરે રાખ્યુ છે હું ક્યાં લઇને ફરું ? પાપા આવશે એટલે આપી દઇશ એમ વિચારેલું.. સિધ્ધાર્થનુ મગજ બેલ મારી ગયું.. એને ખબર જ નહોતી પડતી કે આ બધુ શું ચાલી રહેલું ?
રોમેરો ડુબતો ડુબતો અન્યાને આટલી મોટી રકમ આપી ગયો ? આ બધાં જાડી ચામડીનાં અન્યા પાસે કેમ આટલા ઢીલાં પડે ? શું વાત છે ? સિધ્ધાર્થે ઓકે કહ્યું પછી કંઇ ઊંડા વિચારમાં પડી ગયો અને અન્યાની સામે જ જોઇ રહ્યો..
*************
પાપા મને અન્યાએ નંબર આપ્યો છે હું માં તે ફોન લગાવું છું અત્યારે સાંધ્ય પ્રાર્થના પુરી થઇ હશે મને જે અન્યાએ શીડ્યુલ કીધેલું એ પ્રમાણે હું લગાવું છું ફોન.. રાજે પન્નાબેનને ફોન લગાવ્યો અને પ્રથમ રીંગે જ એમણે ઉપાડ્યો.
પન્નાબેન બોલ્યા "રાજ મારાં દિકરા.. કેટલા સમયે તેં તારી માં ને યાદ કરી.... રાજે કહ્યું "માં હજી તો હું કંઇ બોલ્યો પણ નથી અને તમે.. મેં જ ફોન કર્યો છે એવું.. "દીકરાં તારાં ફોનની રીંગથી જ માં નું હૃદય પીગળ્યુ છે રાજ હવે આટલાં સમયથી તને હરપળ યાદ કરતી તારી માં ને તારાં એહસાસ માટે કોઇ સહારાની જરૂર નથી દીકરા.. કેમ છે તું ? તારી મોકલેલી ફીયાન્સી... ફ્રેન્ડ અન્યા.. ખૂબ સારી છોકરી છે ખૂબ લાગણી અને પ્રેમ વાળી છે... તું ક્યારે આવે છે ? બસ તને જોવાની તાલાવેલી લાગી છે. વરસોની જુદાઇને મનમાં તબદીલ કરવા આંખો તરસી ગઇ છે... દીકરાં એમ કહીને પન્નાબેન બે ઘડી મૌન થઇ ગયાં.. જીહવા અને વાચાની જગ્યા આંસુઓએ લીધી.. ખૂબ રડી પડ્યાં.
રાજ પણ સંવેદનશીલ થયો એની આંખો ભરાઇ આવી "માં તમે કેમ છો ? તમને હું પણ ખૂબ યાદ કરતો હતો આજે અન્યા નિમિત્ત બની અને તમારો સંપર્ક થયો હું તાત્કાલીક જ લેવા માટે આવું છું હવે કોઇ અંતરાય વચ્ચે નહી.. નહીં રહે..
સુમીધસિંહે રાજને ઇશારો કરી પોતાને ફોન આપવા કહ્યું "રાજે કહ્યું "માં એક મીનીટ પાપા વાત કરવા માંગે છે. ...
પન્નાબહેને કહ્યું "રાજ.. અને સમુધીસિંહે ફોન લીધો બંન્ને જણાં ફોન પર છે.. મૌન છવાયું કોઇ સંવાદ નહીં છતાં જાણે સૂક્ષ્મ સંવાદ થઇ રહેલો... થોડીવાર પછી સુમીધસિંહે કહ્યું "પન્ના....પન્નુ.. અને સામેથી ડૂસ્કુ નંખાયુ પન્નાબેન ખૂબ જ રડી પડ્યાં... પોતાનું લાડકુ... નામનો ઉચ્ચારે એમને મૂળ લાગણીભીના કર્યા.. સુમીધસીંહ ખૂબ પ્રેમમાં પન્નુ કહીને બોલાવતાં.. થોડીવાર રડવા દીધાં.. સુમીધસીંહની આંખોમાં પણ જળ ઉભરાયા.. ગળામાં થીજી ગયેલી સંવેદના જાણે ઓગળી રહી હતી... બસ તું આવી જા કોઇ બીજા હિસાબ કે ગણિત નથી માંડવા... નાં કોઇ ખુલાસા ના કોઇ વિવાદ બસ તું આવી જા... પન્નાબહેન.. સાંભળી રહ્યાં અને...
વધુ આવતા અંકે --- પ્રકરણ-57