abhav - 2 in Gujarati Classic Stories by Bhavna Bhatt books and stories PDF | અભાવ - ૨

Featured Books
Categories
Share

અભાવ - ૨

*અભાવ - ૨* વાર્તા... ૫-૧૨-૨૦૧૯

મારી સૌથી પહેલી વાર્તા અભાવ જેમણે વાંચી હશે એને યાદ હોય કદાચ... ના હોય તો આ ટૂંકસાર લખું છું...
જય ખુબજ હોશિયાર અને દેખાવડો હોય છે પણ મા - બાપ ની પરિસ્થિતિ નથી હોવાથી એ એક ટાઈમ જમીને મોટો થાય છે અને દશમાં ધોરણ થી નોકરી કરે છે છસ્સો રૂપિયા પગારમાં.. અને બારમાં ધોરણમાં સારા ટકા આવતા એન્જિનિયરિંગ લાઈન લઈ ભણે છે અને સાથે ટ્યુશન કરી પોતાનો ખર્ચ કાઢી ને ભણે છે અને માસ્ટર ડિગ્રી સાથે એન્જીનીયર પાસ કરી સારી કંપનીમાં નોકરી મળે છે તો ત્યાં નોકરીએ લાગે છે પણ પોતે નિતી નિયમો અને સચ્ચાઈ થી જીવતો હોય છે તો એને ચાપલૂસી અને નોકરી માટે રાજકારણ રમતાં ના આવડતાં એ નોકરી છોડી પોતાના ટ્યુશન ક્લાસીસ ચલાવે છે.. પોતાને ગમે એવી તકલીફ હોય એ બીજાનાં દુઃખ જોઈ શકતો નથી અને મદદ કરે છે..અને બધાં ને ખુબ ખુશ રાખે છે પણ પોતાને શું જોઈએ છે એ કોઈ ને કહેતો નથી અને સ્વાભિમાન થી જીવે છે.....
હમણાં મારે એક કામ થી વટવા જવાનું થયું તો મગજમાં જય નું સ્મરણ થયું કે લાવ સમય છે તો એને મળું... એનો નંબર મારી પાસે હતો તો મેં એને ફોન કર્યો કે બેટા તારાં વટવામાં કઈ બાજુ ક્લાસીસ છે ... હું અહીં જ છું તો તને અને તારા વિધાર્થીઓ ને મળવું છે... એણે મને એડ્રેસ સમજાવ્યું.... હું રીક્ષામાં એના ક્લાસીસ પર પહોંચી... મને જોઈ ને એણે ભણવાનું બંધ કરીને મને પગે લાગ્યો અને એની ખુરશીમાં બેસાડી... મેં એને પુછ્યું કે બેટા હવે કેમ ચાલે છે તારું... મોં પર એજ સચ્ચાઈ ની ચમક સાથે કહે સારું ચાલે છે... એટલામાં એક બહેન થેલી લઈને આવ્યા અને જય રકઝક કરીને એમને પરાણે રૂપિયા આપ્યા... મેં કહ્યું આ શું છે બેટા ??? તો એણે એક વિધાર્થીની તરફ આંગળી કરી ને કહ્યું કે એનાં મમ્મી છે એમની પરિસ્થિતિ પણ નબળી છે તો એ ખાખરા, તીખી પુરી, ઢેબરાં, ઓર્ડર થી બનાવી વેંચે છે અને ટીફીન પણ કરે છે તો એમનમ તો એ મદદ લે નહીં એટલે મેં પુરી અને ખાખરા બનાવડાવ્યા હતાં... પણ ખારાં થઈ ગયા તો મેં કાલે કહ્યું તો આજે નવા બનાવીને આપવાં આવ્યા હતાં અને રૂપિયા લેવાની ના પાડતાં હતાં તો મેં કહ્યું કે તમે જાણીને તો ના જ કર્યું હોય ને તમારી મહેનત અને વસ્તુઓ ની કિંમત લેવી જ પડે એમ કહીને રૂપિયા આપ્યા... એણે મને ઠંડું મંગાવી ને પીવા આપ્યું એટલામાં જ એક વિધાર્થી એ એક જાડી ચોપડી લઈને આવ્યો કે આ સવાલનો જવાબ સમજાવો.. એ ભણાવવામાં પડી ગયો હું એને જોતી રહી...‌ એ ફ્રી થયો એટલે પુછ્યું કે તું આટલો દયાળુ અને નિયમો થી ચાલે છે તો તું કોના આદર્શો પર ચાલે છે??? જય કહે સ્વામી વિવેકાનંદ ( નરેન્દ્રનાથ દતા ) ના..
એટલામાં એને એક વિધાર્થી ના પપ્પા નો ફોન આવ્યો તો એ વાતો કરતો દરવાજાની બહાર નીકળયો એટલે મેં વિધાર્થીઓ સાથે વાતચીત કરી તો જાણવા મળ્યું કે બીજા ટ્યુશન ક્લાસીસના સર હેરાન કરીને વિધાર્થીઓ ખેંચી લીધાં જેની ફી પણ બાકી છે અને આ ચોપડી જુવો સરે બધાં જ વિધાર્થીઓ ને પોતાના રૂપિયે બનાવીને ગિફ્ટ આપી છે જેથી પરીક્ષામાં કોઈ નપાસ ના થાય જો આટલું આ ચોપડી ના સવાલ જવાબ કરી લે તો.... અને ચાર થી પાંચ વિધાર્થીઓ ને તકલીફ છે તો ફ્રી માં ભણાવે છે અને મદદ કરે છે... એટલામાં જય અંદર આવે છે અને હું પણ મારે બીજું કામ હોવાથી એને માથે હાથ મૂકીને આશિર્વાદ આપું છું અને કહું છું કંઈ કામ હોય તો નિઃસંકોચ કહેજે બેટા... અને જય નો એક જ જવાબ બસ તમારા આશીર્વાદ છે મારે બીજી કોઈ કમી નથી...
ભાવના ભટ્ટ અમદાવાદ....