AFFECTION - 19 in Gujarati Love Stories by Kartik Chavda books and stories PDF | AFFECTION - 19

Featured Books
  • નિતુ - પ્રકરણ 70

    નિતુ માટે જન્મેલ નવીનનું નાનકડું આકર્ષણ દિવસેને દિવસે પ્રબળ...

  • દાદા ભિષ્મ

    પૌરાણિક દ્રષ્ટાંત કથા –                      પિતામહ ભીષ્મની...

  • અધુરો પ્રેમ

    જિગ્નાસુ ખુબ જ સરળ અને શાંત છોકરી.... પરીવાર મા વડિલ અને નાન...

  • વહુના આંસુ

    સવીતા રસોડામાં રસોઈ કરતી હોય છે,  ત્યાં જ છાંયા બહેન જોરથી ચ...

  • ભાગવત રહસ્ય - 164

    ભાગવત રહસ્ય-૧૬૪   પિતાજી નામદેવને કહે છે- કે “સવારે વહેલા જા...

Categories
Share

AFFECTION - 19











જાનકી ને લઈ જવા માટે વાહન તો જોશે જ...એ વિચારતો બેઠો હતો ત્યાં જ કાના નો વિચાર આવ્યો....કાના પાસેથી એકાદ ગાડી ની ચાવી લઇ આવું એટલે હું બહાર નીકળ્યો અને હવેલી બાજુ જવા લાગ્યો....ત્યાં કાનો બહાર જ ઉભો ઉભો બીડી ફૂંકતો હતો અને બીજા માણસો પણ ઉભા હતા એની સાથે.....

મને જોતા જ બોલ્યો...
કાનો : આવો આવો....સાહેબ...સગાઈ માટે અભિનંદન..પણ અત્યારે તમને શું કામ પડ્યું તો બહાર નીકળ્યા..

ત્યાં બીજા લોકો ઉભા હતા તો મેં એને એકલા માં આવવા નો ઈશારો કર્યો..એટલે તે જરાક પાસે આવ્યો અને બીજા માણસો ને પાછા મોકલી દીધા...
કાનો : હવે બોલો...

me : મારે અત્યારે એક ગાડી જોઈએ છે....હું જાતે જ ચલાવી લઈશ...મારે એક જરૂરી કામ છે...

કાનો : તમે માંગો ને હમણે જ હાજર...
એમ કહી તે તરત જ ગયો અને એક બ્લેક ફોર્ચ્યુનર ગાડી લઈ આવ્યો..

કાનો : કંઈ મદદ જોતી છે હજુ?? તમે બોલો તો હું ભેગો આવું...

me : ના હું એકલા જ કરી લઈશ...

એમ બોલી ને હું વિચારતો વિચારતો ગાડી ને ગામની બહાર મૂકી આવ્યો અને ત્યાં જ થોડીક રાહ જોવા લાગ્યો અને થોડાક સમય પછી જ્યાં કાલે જાનકી મને મળી હતી ત્યાં જ જઈને ઉભો રહી ગયો....

હજુ જાનકી તો નહોતી આવી...એટલે મને નવરાશ માં વિચાર આવતો હતો કે કાના એ એકેય સવાલ જવાબ વગર ગાડી તરત જ આપી દીધી....નહિતર એની જગ્યાએ બીજું કોક હોત તો ઘણા બધા સવાલ ના જવાબ દેવા પડત....કાના પર ભરોસો કરી શકાય એમ છે...

લગભગ સન્નાટો છવાઈ ગયો ત્યાં જ જાનકી કાળી ચાદર ઓઢીને આવતી હતી અને પાછળ લગભગ એક થેલો ભરાવેલો હતો...મેં એને આવતા જ એને ગામ ની બહાર ની તરફ લઈ જવા લાગ્યો જ્યાં મેં ગાડી ને પાર્ક કરી હતી...

એને એનો થેલો અંદર લઈને પાછળ ની સીટ માં નાખી દીધો અને પોતે મારા સાથે આગળ બેઠી...હું વિચારતો હતો કે આ બેગ માં શુ હશે...ત્યાં જ એ પોતે બોલી...
જાનકી : મારા કપડાં અને થોડા ઘણા મારા ભેગા કરેલા રૂપિયા છે...

મેં ખાલી ડોકું હલાવ્યું અને ગાડી સ્ટાર્ટ કરીને ભગાવી મૂકી...જાનકી રસ્તો દેખાડતી રહી...

જાનકી : કાલે ફાઇનલી તારા લગ્ન છે...કાર્તિક...કેવું ફિલ થઈ રહ્યું છે....તારા ફેસ પર થી તો તું બોવ ખુશ લાગે છે..

me : ખુશી તો હોય જ ને....તને તો ખબર જ છે કે સનમને હું કેટલો લવ કરું છું....હું ગમે તે કરી શકું છું એના માટે....બસ હવે ખાલી લગ્ન થઈ જાય એટલે ક્યાંક દૂર જતા રહેવું છે બધાથી...

જાનકી : કેમ?? સોનગઢ જ રહી જાને..કેટલી મોટી હવેલી છે મામા ની...હવે તો બધું તારું જ છે..એમને છોકરા તો નથી...તો ભોગવ ને આટલી જાયદાદ...મોજ કર જીવન માં...

me : એક વાત કહું જાનકી....મેં સનમ ની આંખોમાં જોયું છે....તે અહીંથી કંટાળી ગઈ છે...તેને લઈને બસ ગાયબ જ થઈ જાવું છે.જ્યાં કોઈ અમને વાતો કરતા રોકે નહિ...રોમાન્સ ચાલુ હોય તો વચ્ચે આવીને હેરાન ના કરે.બસ અંત સુધી હું અને એ.....

ત્યાં જ જાનકી એ મને અટકાવ્યો અને ગાડી ને આગળ વાળા ખેતર માં અંદર વાળી લેવા માટે કહ્યું..

જાનકી : બસ કાર્તિક આવી ગયા આપણે અહીંયા આ ખેતર તરફ લઈ લે....રાતનો ત્યાં જ સૂતો હશે તે..

જોયું તો ઢગલો ખેતર હતા આજુબાજુ....કોઈ માણસ જ જોવા ના મળે...અને એવામાં મેં જાનકી ના કહેવા પર ગાડી એક ખેતર તરફ વાળી..હું નીચે ઉતર્યો અને કીધું..

me : જાનકી પાક્કું આ જ છે ને...અહીંયા તો કોઈ દેખાતું જ નથી..

જાનકી : અરે તું બેસ હમણે આવશે એ તો...તું તે બોલ ને કે તને ગામ લોકો થઈ શુ વાંધો છે...રહી જાને યાર....મામા ને કોણ સાચવશે ..જો તું ત્યાં જ રહી જઈશ તો સનમ ને પણ એના પાપા નો સાથ મળશે..

me : એમા પણ જો અહીં રહી ગયો તો ગામલોકો મને ના જીવવા દે...અહીંયા કોઈ કાનૂન જ નથી....કાનૂન વગર લોકો કેમ જીવી શકે...સાલુ સગાઈ થતા થતા જ બે ત્રણ ખૂન કરી નાખ્યા કોઈએ...અને હજુ ખબર નહિ કાલે લગ્ન છે તો આજે તો શું થશે...બની શકે કે...

એમ કહેતા જ મને વિરજીભાઈના શબ્દો યાદ આવી ગયા કે ગામ માં બધા એક થી એક ચડિયાતા છે...કોઈનો ભરોસો થાય એમ નથી....

ત્યાં જ તે જ ખેતર માં બીજી ત્રણ ચાર ગાડી આવતી દેખાઈ...
ત્યાં જાનકી બોલી....
જાનકી : બની શકે ને કે તને પણ કોક મારીને તારી લાશ ને મામા ના ખેતરમાં ફેંકી જાય...અને કોઈને ખબર પણ ના પડે...
એમ બોલીને એવી રીતે ગુસ્સા થી મારા સામે જોયું કે જાણે મેં કંઈક બોવ જ ખરાબ કરી દીધું હોય..

પણ હું કઈ બોલવા જાવ તે પહેલાં જ તે ગાડીઓ મારી આજુબાજુ જ ઉભી રહી...

તેમાંથી અમુક માણસો નીકળ્યા બધા ગામડા ના જ લાગ્યા...અને એક છોકરો નીકળ્યો...મારા થી માંડ બે વર્ષ મોટો હશે લગભગ એમ લાગ્યું.. તેના માટે એક નોકર જઈને ગાડી ની પાછળ ની ડેકી માંથી બે ફોલ્ડેબલ ખુરશી લઇ આવ્યો અને ત્યાં ગોઠવી જાનકી તેના પાસે ગઈ અને બન્ને બેઠા મારા સામે...અને પેલા બધા ભેગા થઈને 15 થઈ 20 નું ટોળું હતું...એ લોકો મને ઘેરી લીધો...

મને ઘડીક ભર તો વિશ્વાસ જ નહોતો આવતો કે આ બધું શુ છે...
me : જાનકી સૂરજ તો આવી ગયો...તો હવે હું જાવ છુ મારા કાલે લગ્ન છે....

એમ કરી બંને ને જોઈને પાછળ ફર્યો ત્યાં જ તેમાંથી એક ગુંડા એ મારા હાથ માંથી ચાવી લઇ લીધી.....

me : આ બધી શુ મસ્તી છે....મેં મારું કામ કરી નાખ્યું ને જાનકી તને અહીં લાવી ને...તો હવે આ લોકો ને કે મને જાવા દે...

જાનકી : સૂર્યા હવે આને બહુ હેરાન ના કરીશ...એને કહી દે કે આપણે શું કર્યું એના જોડે હાલ...

સુર્યા નામ સાંભળી ને હું ચોંકી ગયો...એક તો અંધારા માં ગાડી ની હેડલાઈટો ચાલુ હતી...પણ એના મોઢા પર નહોતી પડતી...એટલે બોવ આછો ફેસ દેખાતો હતો....પછી તે ઉભો થયો અને થોડુંક ચાલીને મારી નજીક આવ્યો તો ખબર પડી કે આ તો એ જ છે જેને ફોટો માં પ્રિયંકા એ દેખાડ્યો હતો....

સુર્યા : ઓળખાણ પડે છે કે નહીં.....રોમિયો

me : મેં કોઈ દિવસ તને કોઈ દિવસ જોયો નથી...પણ વાતો સાંભળી છે...

સૂર્યા : સાંભળ્યું ને ભાઈઓ આ શું બોલ્યો...આ મને નથી ઓળખતો....અને ભાઇ ઓળખે પણ કેવી રીતે....હવે તો સનમ મળી ગઈ છે એને....

me : નથી ઓળખતો તો શું કરી લેવાનુ....

હું એકલો હતો અને આવી રીતે બોલતો હતો...એનો મતલબ એમ નથી કે મને ડર નહોતો લાગતો...ડરેલો તો હું પણ હતો..પણ એટલે નહિ કે આ મારું પણ ખૂન કરી નાખશે...પણ સનમ માટે....કારણ કે સનમ ની જવાબદારી મેં લીધી હતી...અને જો હું જ મરી ગયો તો પછી ખબર નહિ શુ થશે...

જાનકી : જ્યારે તે દરિયા કિનારે તે જે કાંડ કર્યા હતા ને સનમ ને ઈમ્પ્રેસ કરવા...યાદ આયા...

મેં દરિયા કિનારે અમુક લોકો ને જસ્ટ નામ ખાતર પણ જોરથી લાકડીઓ મારી હતી....પણ તે તો નામ ખાતર જ મારી હતી...એ કોઈ ને લાગી પણ નહીં હોય એટલી...

સૂર્યા : તો ત્યાં હું પણ હતો...પણ તે મને ત્યારે લાકડી મારી હોત તો તું હાલ જીવતો પણ ના હોત.....

me : હા....તો એનું શું....એના માટે તો મને ઘણા એ માર્યો હતો....હું તો થોડાક દિવસ તો બેભાન જ થઈ ગયો હતો...હવે એ વાત નું શુ કામ ઉભું કરવું છે તારે??

સુર્યા : વાંધો એ છે કે હું ત્યાં ઉભો હતો છતાંય તારા લીધે મને સનમે ધક્કો માર્યો દૂર કરવા અને તને લઈને જતી રહી....હું ત્યાં સનમ માટે જ ઉભો હતો....મેં પણ તને માર્યો હતો....અરે તને કોઈ મારત જ નહીં....મેં જ કીધું કે મારો આને..મને ત્યારે ખબર નહોતી કે તું સનમ ને ઈમ્પ્રેસ કરવા આ નાટક કરી રહ્યો હતો....મારી સનમ....જે મને હા પાડી દેત જો હું થોડો હજુ ટાઈમ એના આગળ પાછળ ફરત તો એ હા જ પાડત...પણ તે વચ્ચે પડીને બાજી બગાડી....

me : મારે તારું ભાષણ નહિ સાંભળવું...જાનકી તું બોલ....કે તે ફક્ત મને ફસાવવા આટલું મોટું નાટક કર્યું...બધું જ ખોટું બોલ્યું...

જાનકી : ના.....ખોટું ક્યાં બોલી હું??સાચું જ છે....જો હું હવે મારા સૂરજ...સાથે ભાગીને લગ્ન કરી લઈશ...અને લોકો સમજશે કે હું તારા સાથે ભાગી ને લગ્ન કરવા ગઈ છું...

me : સૂર્યો તો પણ સનમ ને પ્રેમ કરે છે....તો તારી સાથે કેમ લગ્ન??

સુર્યા : જાનકી એ મને ઘણો સાથ આપ્યો જ્યારે જ્યારે મને સનમ તરફ થી ધિક્કાર મળ્યો...એટલે તે જ મારી જિંદગી છે..

એના મોઢા પર થી જ દેખાતું હતું કે...જે પ્રકાર ના શબ્દ એ વાપરે છે...એનાથી સાફ દેખાઈ આવે કે બધા નાટક જ છે...પણ કહેવાનો શો ફાયદો??એટલે શાંતિ રાખી મેં...

me : તો હવે મારી સાથે શુ કરવાનો પ્લાન છે??

સૂર્યો : તું ચિંતા ના કર....હવે સનમ સાથે તારા લગ્ન તો નહીં જ થાય...એટલે કાલ માટે એમ ના વિચારતો કે તું જીવવાનો છે...તારો કિસ્સો ખતમ આજે...તે મારા પાસે થી સનમ છીનવી લીધી હતી એક વાર...મેં આજે તને એટલો દૂર કરી દઈશ સનમ થી કે હવે લગભગ આવતા જન્મે વારો આવશે જો....સાચો પ્રેમ હશે તો....

જાનકી : હવે જલ્દી જઈએ...આપણે...કાલે આપણા પણ કોર્ટ મેરેજ છે....

સુર્યા : જાનકી આને જોઈને એવું થાય છે કે બધી બંદૂક ની ગોળી આના ભેજા મા જ ઉતારી દવ.....સનમ કેમ આની પાછળ પાગલ થઈ ગઈ...

જાનકી એને સમજાવવા લાગી....અને કંઈક કીધું એના કાન માં...

સૂર્યો : હા જાનકી તારી વાત સાચી જ છે....આમ પણ કાલે આ ત્યાં નહિ પહોંચે અને તું પણ નહીં હોય....ત્યારે બધાને ખબર પડી જશે કે કાર્તિક જાનકી સાથે ઘર છોડી ફરાર થઈ ગયો છે તો સનમ ના બાપ અને સનમ બન્ને ને એમના કરેલા પર અફસોસ જ થશે...

તે થોડોક શાંત થયો...

એટલે સુર્યા એ એના માણસો ને કહીને મારા હાથ પગ બાંધી દીધા...અને જબરદસ્તી મને ત્યાં જ બેસાડયો..

સૂર્યો : કાના.....તારા વ્હાલા માલિક ના એક ના એક જમાઈ નું કાટલું તારે જ કાઢવાનું છે....મારે હવે મોડું થાય છે...બીજા પણ કામ પતાવવાના છે...

કાનો : સાહેબ....કોઈ બીજા ને કામ આપી દો ને આ...

સૂર્યો : તો તું શેના પૈસા લે છે આટલા....આગલા ખૂન તે જ કર્યા હતા ને .....તો હવે શેનો તને ભગવાન યાદ આવે છે...આ ત્રીજો ખૂન પણ તારા હાથે જ થવો જોઈએ..હું જાવ છુ...લાશ ને મારીને બારોબાર...ક્યાંક દાટી દેજે...

એમ કરીને સૂર્યો ગાડી માં બેઠો...
જાનકી : ભલે કાર્તિક હું જાવ છુ હવે.....તારા તો લગ્ન નહિ થાય...પણ મારે કાલ કોર્ટ માં મેરેજ છે...

મારા મોઢા પર તો પટ્ટો માર્યો હતો...બોલી નહોતો શકતો...પણ ગુસ્સા થઈ જોવા સિવાય કંઈ બીજું કરી પણ નહોતો શકતો..

પેલા બધા જતા રહ્યા....અને કાના ની સાથે બે માણસો બીજા પણ રહ્યા મારુ કાટલું કાઢી નાખવા માટે ....

તે લોકો ના જતા જ કાના એ મારો મોઢા પરનો પટ્ટો ખોલી નાખ્યો...

હું એને કઇ બોલ્યો નહિ...બસ જોતો રહ્યો ગુસ્સે થી...
પેલા બે માણસો કાના ના જ હતા..

કાનાએ હાથ માં બંદૂક લીધી અને મારા સામે બેઠો...

કાનો : કેમ ફક્ત જોઈ રહ્યો છે તું?? બોલવુ નથી કે મેં આમ કેમ કર્યું???દગાબાજી કેમ કરી??

me : તે આટલા ખૂન કરી નાખ્યા...એ પણ ગોર બાપા ના...તને કાઈ શરમ જ નથી...તો મારા કહેવાથી કાઈ ફરક થોડી પડી જવાનો છે.....તું જેનું ખાય છે એનો પણ નથી....વિરજીભાઈ એ તને બળદની જેમ ખવડાવી ને મોટો કર્યો અને તું હવે એમને જ શીંગડું મારવા જઈ રહ્યો છે...જે હોય તે...પણ મારા મર્યા પછી...સનમ ને કોઈ ના અડવું જોઈએ.તું એનું ધ્યાન રાખીશ..બસ એ વચન આપ ..એટલે મરતા મરતા પણ શાંતિ મળે...

કાનો : મારા પર તું ભરોસો કેવી રીતે કરીશ...હું તો ધોકેબાજ છુ....

me : તારા ઘરે પણ દીકરી હશે....તો સનમ ને તારી દીકરી જ ગણી ને રક્ષા કરી લેજો એની.....કમ સે કમ દીકરી માટે તો કોઈ આટલું કરી જ શકે...મારા મરી ગયા પછી સનમ પોતાના પર કાબૂ નહિ રાખી શકે....ત્યારે તેને સહારો દેજે એક બાપ બની ને....વિરજીભાઈ તો કંઈ નહીં કરે...સનમ બહુ ભોળી છે...કોકે તો એનું ધ્યાન રાખવું પડશે ને...

ખબર નહિ એને શુ થયું....જરાક ઢીલો પડ્યો....એને બંદૂક મારા માથા પર થી હટાવી....

કાનો : હું તો આમ પણ તને નહોતો મારવાનો.....

પેલા બે માણસો તરત જ કાના સામે જોવા લાગ્યા...કાના એ એમને આંખ દેખાડી તો પેલા બે નજર ઝુકાવી ગયા....લગભગ કાના ની ધાક જ એટલી હતી એમના પર..

કાનો : પણ હા.....કાર્તિક...એટલું જરૂર થી કવ છુ કે જો તું કાલે લગ્ન કરવા જઈશ તો તારો પરિવાર ત્યાં જ છે...અને તને ખબર જ છે....ગામ માં કાનૂન લાગુ પડતો નથી..બધાને મારીને ફેંકી દેશે સૂર્યો અને તે કામ મને જ દેશે.....મારા જ હાથ ગંદા થશે...

me : તો મને કેમ છોડે છે તું???

કાનો : તારા લગ્ન રોકી દીધા સૌથી મોટી સજા એ જછે...તારા માટે...અને સૂર્યા ને ફકત એટલું જ જોતું હતું...હવે તે ખબર નહિ શુ કરશે સનમ જોડે???
એમ બોલીને તે જવા લાગ્યો.....

me : એય કાના....સનમ ને કશું ના થવું જોઈએ...
કાનો પાછો આવ્યો મારા તરફ...

કાનો : વિરજી ના લીધે મારી છોકરી મરી ગઈ....એને કિધેલું કે એને કશું નહીં થાય...અને દવાખાને લઇ જવા ના દીધી...અને મને પોતાના જોડે કોક ને મારવા લઈ ગયેલો....વરસો પહેલા...એને તો મારી છોકરી જ મારી નાખી...તો તો હું તો ફક્ત એની છોકરી નું જીવન જ બરબાદ કરું છું...પૈસા ની ભૂખ નથી મને...અને વેર લેવા માટે જ તો આ બધું કરીને સૂર્યા નો સાથ આપ્યો...હજુ તો તું જો સોનગઢ માં એનું કેવું નાક કપાઈ જશે જ્યારે ખબર પડશે કે...એમનો જમાઈ એમની જ ભાણી જાનકી ને લઈને ભાગી ગયો અને એ પણ ઘર ના દાગીના અને રૂપિયા સાફ કરીને.....એની ઈજ્જત જ નહીં રહે ક્યાંય...આ જ મારો બદલો..જો તું કાલે ગામ માં પાછો ગયો તો તારા માં બાપ ત્યાં જ છે....બધા મરી જશે..એ પણ મારા જ હાથે. .અને હવે તું જાનકી સાથે ભાગી ગયો છે એવું જ લોકો માનશે....અને તને તો હું એટલે છોડુ છું કે તું હજુ બાળક છો...ખાલી ખોટો ફસાય ગયો છો...સોનગઢ માં...સોનગઢ માં તારું કામ નથી...

એમ કહીને તે ને મને એક ઈન્જેકશન જબરદસ્તી મારી દીધું...

me : સનમ કોઈની વાત પર ભરોસો નહિ કરે....ગમે એટલું કરી લે...

કાનો : તું ગમે એટલું કર... હવે તારું પૂરું....ટૂંક માં સમજી જા....સુર્યા એ અને જાનકી એ તને ફસાવી નાખ્યો છે....કમ સે કમ તારા પરિવાર નું જો...હવે તું ત્રણ દિવસ ભાન માં જ નહીં આવે....અને ત્રણ દિવસ માં તો તારી અને સોનગઢ ની દુનિયા પલટાઈ જાશે...

ચાલુ વાતે જ મને બધું ફરતું નજર આવ્યું...અને એને મને કંઈક પીવડાવ્યું....એક શીશી માં...પછી તો સાવ ઢળી પડ્યો હું...
.
.
.
.
હવે શુ???જોઈએ હવે લગ્ન થાય છે કે નહીં??જાનકી અને સુર્યા નું શુ થશે??અને main તો સનમ હવે શું કરશે??

💜💜JUST KEEP CALM ND SAY RAM💜💜

On insta : @cauz.iamkartik