સારી સારી વાતૉઓ અને રચનાઓ તો ઘણી બધી છે. પણ સમય જતાં તે બોરીંગ લાગવા માંડે છે સાચું નેં?
જુઓ પ્રવૃત્તિઓ હંમેશાં સુખદ અનુભુતીની ખોજમાં જ હોય છે,તમેં પણ માતૃભારતીની સ્ટોરીઓ સુખદ અનુભુતીની ખોજમાં જ વાંચી રહ્યા છો સાચું નેં?
મનગમતી પ્રવૃત્તિઓ પણ જાગૃતિનાં અભાવે જ જીવનમાં બોરીયત અને કંટાળો લાવે છે.
સ્ટોરીનેં રેટિંગ આપવાથી જ તમે સ્ટોરીમાં રહેલાં સુખદ અનુભુતીનાં નાનામાં નાના ટીપાંને શોધી કાઢવાની જાગૃતિ ટકાવી રાખી શકશો.
અધુરી આસ્થા - ૨૧
જુના અંકોમાં તમે વાંચયું તેમ.
રાજેન્દ્રનો મોબાઈલની રાજુ નામનાં વ્યક્તિ જોડે અદલાબદલી થઈ જાય છે, તેની બહેન આશક્તિ આ મોબાઈલ પાછો કઢાવવા માટે પ્રયત્ન કરી રહી છે.
હવે આગળ
રાત્રી બજારમાં માહોલ ગરમાગરમ વાનગીઓનાં તડકા-વઘારથી ખુશ્બુદાર થઈ ગયો છે. ખુશી નામની એક જાડી ભરખમ યુવતી ખાણીપીણી નાં સ્ટોલમાં ચીઝની વાનગીઓની જયાફત ઉડાવી રહી છે. ત્યાં જ તેના ખભા પર એક ધબ્બો પડે છે.
"એ જાડી ભંભોટ આમ તો કહે છે, મારે વજન ઉતારવું છે ડાયટિંગ કરવું છે અને આયા આખી દુકાનનું બધું જ ચીઝ ખાઇ ગઇ છો"આ શબ્દો આશક્તિના હતા.
આશક્તિ તેના ભાઈ સાથે રાત્રી બજારમાં ફરવાનાં બહાને આવી હતી. આ શક્તિનો ભાઈ જે તેના બોડીગાર્ડ તરીકે આવ્યો હતો, પરંતુ રાજુનાં શરીર પરથી લાગતું હતું કે તેને પોતાના બોડીને ગાર્ડ કરવાની જરૂર છે.
*****પુરુષ પ્રધાન સમાજ હમેશા રહ્યો છે અને કદાચ હંમેશા રહેવાનો જ કારણ કે 99% સમાજ લોકોનાં ગુજરાન, ભરણપોષણ અને રક્ષણ માટે જ રચાયા હોય છે. ગુજરાન ચલાવવું, ભરણપોષણ કે રક્ષણ ભલે તે પછી જંગલી જાનવરો વડે કે તેનાં આક્રમણો સામે હોય અથવા અન્ય સમાજની મદદથી કે તેઓનાં આક્રમણોની સામે.આ બધાં પુરૂષ પ્રકૃતિનો ગુણો છે. જે લોકોનાં અસ્તિત્વને ટકાવી રાખવા માટે જ છે.
****જીવન જો માત્ર અસ્તિત્વ જ ટકાવી રાખવા માટે હોય. તોતે કોઈપણ પ્રાણી/પંખી/ જનાવર પણ આ કરી શકે છે.
ખુશી"ઉ આ આ ઐઆના એએ એઅલે"
આશક્તિ "હાં ખબર છે કે તારા પૈસાથી તો તું ડાયટિંગ જ કરે છે પણ ગામનાં હરામનાં પૈસા થોડા હેવી હોય છે એટલે હેવી જ ખાવું પડે સાલી મારૂં કામ થયું કે નઈ?"
ખુશી ઈશારાથી પાંચ મિનિટનો ઈશારો કરી રહી.આશકિતએ પોતાના અને રાજુ માટે એક એક સેન્ડવીચ અને મોઝરીલા લાજૅ પીઝા વીથ એક્સ્ટ્રા ચીઝ ઓડૅર કર્યો.જેમાથી અડધો અડધ પીઝા ખુશી એકલાં જ ચટ્ટ કરી ગઈ.જ્યારે જમવાનું પૂરું થયું ત્યારે તેણે મોટેથી ઓડકાર ખાધો. આ બધું આશક્તિ અને તેનો ભાઈ ફાટેલી આંખે જોતા જ રહ્યા.
ખુશી "શું આખો ફાડી ફાડીને જોઇ રહ્યા છો મારી ડાયટનેં નજરના લગાડતા. આપણે ખાવા માટે તો બધી મહેનત કરીએ છીએ."
ખુશીને એક ફોન આવે છે તે કોઈને દેખાતાં ઈશારો કરી બોલાવે છે.
આશક્તિ"હા પણ...."
ખુશી" હા બસ જો શિકાર આવી જ ગયો છે."
ત્યાં એક છોકરડા જેવા ભાઈ ત્યાં આવીને ઊભો રહે છે નામ એનું મનીયો.
મનીયો"મેડમ તમેચ મને ફોન કરીને જણાયું તું કે મારરો મોબાઇલ નંબરનું લકી ડ્રોમાં ઈનામ લાગ્યું સ. જીતનારને ઓલિયા ભટ્ટ જોડી મળવાનું હે અને ઈના હાથી 50000નું ઇનામ અલાવશો.હું આઈ ગયો પણ આલીયા મેડમ ચ્યોં છે.
આશક્તિ એ રાજુને ઈશારો કર્યો
રાજુ"એક્સ્ક્યુઝ મી સર યુ હેવ ટુ કમ વિથ મી ટુ મીટ એન્ડ ગેટ કેસ પ્રાઈઝ ફ્રોમ આલીયા મેડમ,બટ ફસ્ટૅ યુ ગીવ મી યોર મોબાઇલ ફોર સિક્યોરિટી એન્ડ પ્રાઈવસી પરપશ"
મનિયો"હું બોલો છો સાઈબ તમી"
આશકિત "એ ટો* એટલે કે જુઓ ભાઈ મેડમ બધાની વચ્ચે તમને ન મળી શકે. તમે તમારો મોબાઇલ અહીં જમા કરાવતા જાવ અને આ ભાઈ તમને આલિયા મેડમ પાસેથી રોકડા પચાસ હજાર રૂપિયાનું ઇનામ અપાવવા લઈ જશે.
મનીયો"પણ મોબાઇલ શું કોમ, મારી તેમનાં જોડે સેલ્ફીઓ પડાઈ છે.
આશક્તિ"તારે સેલ્ફી જોઈએ કે ઈનામ"
રાજુએ ઉતાવળ કરીને પેલાના ખિસ્સામાંથી મોબાઈલ કાઢીને તપાસ લીધો કે પોતાનો જ મોબાઇલ છે. ત્યારબાદથી મોબાઈલ આશક્તિ ને આપી દીધો. પેલાંને કોલરથી પકડીને પંપાળતો પંપાળતો ખેંચી ગયો.
રાજુ"જો સાહેબ તમે સેલ્ફીની ચિંતાના કરો તમને હું મારા મોબાઇલથી સેલ્ફી પાડીને મોકલી આપીશ.
રાજુ એવો પેલાં ને ઢસડી જાય છે જાણે કોઈ કસાઈ બકરીને કતલ કરવા માટે ઢસડી લઇ જતો હોય. રાજુએ પેલાં ને ખૂણામાં લઈ જઈને બે ત્રણ લાફા ઝીંકી દીધા અને એકાદ ધૌલ માં મારી."
મનીયો"સાહેબ મને છોડી દો સાહેબ, હું તમારે પગે પડું, મોબાઈલ તો મેં નદી કીનારે કચરો વિણતા છોકરા પાસેથી સો રૂપિયામાં પડાવ્યો હતો."
ત્યાં તેને આશક્તિ નો ફોન આવ્યો "અમે ચાલ્યા ફરવા.પેલાને સાજાં હાથ-પગ સાથે એનાં ઘેર પહોંચતો કરજે.એક બીજું કામ કર ભાઈ હોટલનું બીલ પેમેન્ટ કરી દેજે "
રાજુ"સારૂં, સંભાળી ને જજે"
રાજુ પેલાં ને બોચી પકડી ને "સાલા તારાં લીધે મને હજાર રૂપિયા નો ચુનો લાગ્યો, અને છોકરાઓને ધુતે છે.ચલ જેટલા હોય એટલાં પૈસા કાઢ નહીંતો પોલીસને સોંપી દઈશ તને"
વિરામ
ભુતીયા બંગલામાં થતી ભુતાવળો નું રહસ્ય શું છે સરજી કોણ છે? મેંગો ભાઈ ડોન કોણ છે?ભુત બંગલાની આગળ ની યાત્રા શું છે ?
શું આસ્થાનું મળવું રાજેન્દ્રનું સપનું હતું કે આસ્થા નામની સ્ત્રીનું કોઇ અસ્તિત્વ છે ? રાજુની બહેન અને ખુશી આગળ શું કરશે?
આ બધા જ રહસ્યો જાણવા માટે વાંચતા રહો અધુરી આસ્થા સીરીઝ.
વાચકમિત્રો, તમારા સજેશન મારા માટે હીરા-મોતી સમાન છે.તમારા સજેશન મને માતૃભારતી એપ પર મેસેજ કરો.