Be Jeev - 13 in Gujarati Love Stories by Dr. Brijesh Mungra books and stories PDF | બે જીવ - 13

Featured Books
Categories
Share

બે જીવ - 13

બે જીવ

ડૉ. બ્રિજેશ મુંગરા

(13)

રિવેંજ ઈન મુંબઈ

સાયકોસિસ અને ત્યારબાદ સ્ક્રીઝોફેનિયા મારી મનઃસ્થિતિનાં પર્યાય બની ગયાં. મારા પિતા એ ડૉ હેમાણી, જે જૂનાગઢનાં બાહોશ સાઈક્રિયાટી કહતાં. જેમની હેઠળ મારી સારવાર કરાવી. એક તરફ પ્રેમ માટે મને નફરત હતી, તો બીજી તરફ હજુ પણ પ્રિતીને પામી લેવાની લાલસા... બધું ખૂબ ઝડપથી ઘટી રહ્યું હતું. ટ્રીટમેન્ટ દરમ્યાન હું ઊંઘમાં પ્રિતીનું જ રટણ કરતો હતો. ત્રણેક અઠવાડિયા બાદ હું રાજકોટ પાછો ફર્યો.

મને ઉત્તમના ફોનની રાહ હતી. હાલ એ મુંબઈ હતો. એક દિવસ ફોન રણકયો...

'હાય, કિલર...'

'હાય, ઉત્તમ વોટ એ પ્લીઝન્ટ સરપ્રાઈઝ.'

'તું, મુંબઈ છે ને ઉત્તમ.'

'હા જ તો યાર'

'હું આવું છું.'

'પણ કેમ... ?'

'બસ કોઈ સવાલ ન પૂછ, એક હિસાબ ચૂકતે કરવાનો છે અને પછી એક નવી જિંદગી... હું, આવું છું આજે જે. 'મેં રીસીવર મૂકયું.'

મારા મનનાં આવેગો તુફાનની જેમ મારા આખા શરીરને હચમચાવતાં હતાં. ઝનૂન હતું મને મારો પ્રેમ મન મળવાનું અને કારણ હું પામી ગયો હતો, એ વ્યકિતને બરાબરની ટક્કર આપવા હું સહતો.

હું મુંબઈ જવા રવાના થયો. એ પણ કોઈને કહ્યા વગર... અંદર ઉઠતું વમળ અને એક અલગ તાલાવેલી એ શખ્સને મળવાની, જેને મારી પ્રેમની ભવ્યતાને ભસ્મીભૂત કરી નાંખી.

આખા માર્ગે હું શું વાત કરીશ એ જ વિચારતો રહ્યો. સવારે પાંચેક વાગ્યે હું મુંબઈ પહોંચ્યો. આખી નગરી સૂમસામ હતી અને હું દિશા–વિહીન... હું ચાલતો રહ્યો. બે કલાક ચાલ્યા બાદ મેં એક મંદિર જોયું. ત્યાં દર્શન કરી હું બગીચા પાસે બેઠો.

ત્યાં એક લઘરવઘર કપડાંમાં એક આઠેક વર્ષની છોકરી મારી પાસે આવી.

'તમે ભૂખ્યા છો ' તેણે માસૂમિયતથી પૂછયું.

મેં કંઈ જવાબ ન આપ્યો. હું ખુદમાં જ વ્યસ્ત હતો.

'આ લ્યો પ્રસાદ' તેને ખભાથી મને હચમચાવ્યો. હું તંદ્રામાંથી બહાર આવ્યો.

'ના, બેટા તું ખાઈ લે.'

'ના, અંકલ આ મંદિરનો પ્રસાદ છે.' તેણે મંદિર તરફ આંગળી ચીંધતા કહ્યું.

હું એની માસૂમિયત જોતો રહ્યો.

'બેટા તારું નામ શું ?'

'ચંપા'

આ નામસાંભળતાં જ મને ર૦૦૧ની ભૂકંપની દુર્ઘટના યાદ આવી. જે માસૂમ બાળકીનાં સવાલોએ મને હચમચાવી મૂકયો હતો.

મેં પ્રસાદ લીધો... જઠરાગ્નિની તૃપ્તિ મળી.

'બેટા, સામે બાળકો રમે છે તું પણ રમ...'

'નાં, મારા કપડાં સારા નથી. મારા વાળ પણ અસ્તવ્યસ્ત છે. હું સ્કૂલે પણ નથીજતી. હું ગરીબ છું ને... ?

મારી આંખો ભીની થઈ. કેવી છે આ વિટંબણા અને કેવો છે આ સંસારનો નિયમ, જે બાળકનું નિર્દોષ બાળપણ પણ છીનવી લે છે. શું કયારેય માણસો સાચા અર્થમાં માણસ બની ને જીવશે ?

ઉત્તમનો ફોન આવ્યો પણ વાત ન થઈ શકી.

'બાય, બેટા.'

'બાય, અંકલ.'

હું થોડીવાર સુધી પગપાળા ચાલ્યો. આખરે કંટાળ્યો. કયાં જવું કશી ખબર ન હતી. ખૂબ ગરમી અને મારી વેદના અંદરથી સમવાનું ના મન હોતી લેતી. ઉત્તમનો પણ ભેટો ન થયો. મેં એક વાન રોકી અને સ્વામિનારાયણ મંદિરની વાટ પકડી.

મારી પાસે હવે નાણા ન હતાં. આ અજાણ્યા શહેરમાં હવે હું શું કરીશ ? હું પહોંચ્યો સ્વામિનારાયણમંદિર, જે ભવ્યાતિભવ્ય હતું.

પરિસરમાં થોડી વાત–ચીત બાદ મને એક હોલમાં આરામ માટે જગ્યા મળી. મેં થોડી ઊંઘ ખેંચી, ત્યાં ઉત્તમ હાંફળો–ફાંફળો થતો આવ્યો.

'કયાં છો સાલા ?' તે બબડયો.

'કેમ ? અને તું... તું અહીં કેવી રીતે પહોંચશો ? તને કેમ ખબર પડી કે હું... ?'

'રિલેકસ, તારા નંબર માંથી હમણાં જ ફોન આવ્યો.'

હા, મેં મોબાઈલ મંદિરમાં જમા કરાવેલો.

'આ હાલતમાં તું નીકળી પડયો. ડફોળ... તારી હાલત જોઈને સહેજે ય ખબર પડી જાય એમ છે, એની–વે, ચલ અહીંથી જઈએ.'

'કયાં જઈશું ?'

'હું તને સમજાવું.'... યાદ છે પ્રિતીની કઝીન્સ, જે મુંબઈથી આવી હતી.

'હા'

'સાંભળ એનાં પરિવારનું જ પ્રેશર હતું જેથી પ્રિતી તારી ન થઈ શકી. બાકી નૈતિક તો કયારનોય પ્રિતીને છોડી ચૂકયો હતો.'

'નૈતિક... '

'અરે હા જસ્તો, ઈડિયટ નૈતિક અને પ્રિતી વચ્ચેનો સંબંધ ગાઢ હતો.'

'તો શું હું પાગલ આ બંનેની વચ્ચે આવી ગયો...'

'ના યાર, તારી હાલતથી અમે મિત્રો વાકેફ હતાં. પણ આ કમીનોએ મે. એન. શાહ ટસનો મસ ન થયો.'

મારા શરીરમાં વાવાઝોડું ફુંકાયું. મેં મુઠ્ઠી ઓ ભીસી 'બસ, આજ એનો ફેસલો.'

'નહીં આદિ. શાંત થઈ જા. આપણે તે ને તારી આ હાલતથી વાકેફ કરવાનો છે, બીજું કંઈ નહીં.'

આમ છતાં મેં એક યુકિત ઉત્તમને કહી.

'નો–વે.' ઉત્તમ તુરન્ત બોલ્યો...

'પ્લીઝ યાર, માની જા. જેને કારણે હું આટલો બરબાદ થયો તેને પણ થોડું સહન કરવું જ પડે.'

'ઓ. કે.'

'કયાં રહે છે મિસ્ટર શાહ ?'

'માટુંગામાં આલિશાન બંગલામાં રહે છે... મિ. શાહ'

'ચાલ, ત્યાં... આ જે જોઈ જલઈ એ એ સાલો કેટલાં પાણીમાં છે ?'

અમે માટુંગા પહોંચ્યાં. મિ. શાહનાં ભવ્ય બંગલાનાં ગેટ પાસે અમે બંને પહોંચ્યાં.

અમે કમ્પાઉન્ડ કુદી આગળ વધ્યાં.

ચોકીદાર ઊંઘી ગયો હતો. મેં તેની મૂંછોને સ્પર્શ કર્યો.

'બહાદુરસિંહ, બડી બડી મૂછો વાલે આરામ ફરમા રહે હૈ ?'

'આગે ચલો...' ઉત્તમે ઈશારો કર્યો.

અમે આગળ વધ્યાં. બંગલાની પાછળ રહેલી સીડીથી અમે ફર્સ્ટ–ફલોર પર પહોંચ્યા.

મેં યોજના અનુંસાર ઉત્તમને ઈશારો કર્યો અને હું પહોંચ્યો આલિશાન બંગલાનાં આલિશાન બેડરૂમમાં.

રૂમમાં આછેરું અજવાળું હતું. મેં આમતેમ નજર કરી. સામેની દિવાલ પર એક તસ્વીર હતી.

'હા, આ છોકરીને મેં કયાંક જોઈ છે. પણ કયાં... '

'હા, આજ છે પ્રિતીની કઝીન્સ '

'પાછળથી કોઈ વસ્તુનો સ્પર્શ થતો હોય એવું લાગ્યું. મેં પાછળ ફરી જોયું.'

'યશ... કોણ છો મિસ્ટર ? મારા બેડરૂમમાં શું કરો છો ?'

સામે એક સ્થૂળકાય શરીર અને મોટી મૂંછોવાળો વ્યકિત બંદૂક લઈને ઊભો હતો.

'મારી સ્થિતિ એવી છે કે તમારે બંદૂકની જરૂર નહીં પડે... ' મિ. શાહ...

'ઓહો... તું તો એ છોકરો છે.' અને...

જોરજોરથી હસવાની શરૂઆત કરી.

'તમે છો આ ષડયંત્ર કરનાર... મારી પ્રિતીથી મને અલગ કરનાર...'

હું રીતસર તાડુકયો.

'રિલેકસ... બેટા... તારું નામ આદિત્યને... '

'હા... આદિત્ય પટેલ. આજે હું તમને ચેતવણી આપવા આવ્યો છુંકે,

મારા અને પ્રિતી વચ્ચેથી હટી જાવ...

'લિસન મિસ્ટર...' આ કોઈ ષડયંત્ર નથી. આ તારા ભાગ્ય છે અને જાતે જ...

તારા ભાગ્યને ઠોકર મારી છે... મારી ડોટર તને પસંદ કરતી હતી.

સામે જે તસ્વીર છે એ શ્વેતા... હવે યાદ આવ્યું ?

'હા, મને સમજાય છે.' હું બોલ્યો, મેં એક સિગારેટ જલાવી.

'ટાલ પે બાલ નહીં હૈ પર ભેજે કી કમાલ હૈ'

'ઓહ... ફુંકવાનો શોખ છે, તે મારી શ્વેતાને છોડી પ્રિતીને પસંદ કરી એટલે.

ચલ છોડ... લેટ્‌સ ડ્રીન્ક વીથ સોડા... ઔર વોટર

નો થેન્કસ... મારા માટે સિગારેટ જ બરાબર છે.

મેં એક કસ ખેંચ્યો.

'ઓ.કે.' હવે આનો કોઈ અર્થ નથી જે તારા ભાગ્યમાં હતું, તે થયું મિ.

આદિ... આદિ કહીને જ બોલાવે છે ને તારા મિત્રો તને...

'હા... અને મારી આ હાલતનું શું ?'

'યસ... એ તો થવાની જ હતી, હજુ સમય છે શ્વેતાને પરણીજા.'

'પ્રેમ... નરી મૂર્ખામી છે, તારી આદિત્ય...'

'હા, પણ વારેવારે કરવાનું મન થાય એવી મૂર્ખામી...'

પરંતુ તમે નહી સમજી શકો

પ્રેમની દિવ્યતા અને એ પવિત્રતા તમારા જેવા બિઝનેશમેન અનુભવી ન શકે...

વેલ, મિ. શાહ બહાર આકાશમાં વાદળો ઘેરાયેલા છે.

'વરસાદ આવશે કે નહીં ?'

મેં બારીમાંથી જોઈ એ નિષ્ઠુર માણસને કહ્યું...

'હું વેધર એનાલાયસ્ટીક નથી.'

મેં બે સિગારટ ફુંકી મારી હતી અને ધુમાડો રૂમમાં ફેલાયેલો હતો.

'હજુ વાર છે... મિસ્ટર'

'પણ હમણાં જ આવી જાય તો... '

'હું કોઈનું ૠણ નથી રાખતો. એક નાની ઝલક પેશ કરું છું મિસ્ટર શાહ...'

યોજના પ્રમાણે સિગારેટનો ધુમાડો ફાયરએલાર્મ સુધી જાય એ જગ્યાએ જ ઊભા રહેવાનું, મેં પસંદ કર્યું. અને ઉત્તમને મીસ કોલ કર્યો. ઉત્તમે એનો રોલ બખૂબી નિભાવ્યો.

'બાય, મિ. શાહ... મેં પૂર્વવત સીડી ઉતરી અને મિસ્ટરશાહ કંઈ સમજે એ પહેલાં પૂરા બંગલામાં ફાયર એલાર્મ ચાલુ થયો અને સર્વત્ર આગ બુઝા સિસ્ટમ પ્રમાણે પાણી ચાલુ થઈ ગયું.'

'યુ ઈડિયેટ, રાસ્કલ... તને નહીં છોડું' તેનાં પૂરા કપડાં ભીંજાઈ ગયાં.'

'તો તને આ મજનૂની ચેતવણી સમજાઈ ગઈ હશે, ટકલું શાહ...'

અમે દોડી કમ્પાઉન્ડ કુદી ભાગ્યાં. અમારા બંને માટે હસવું રોકવું મુશ્કેલ હતું.

ઉત્તમ હજુ પણ હસતો હતો... અમે એક હોટેલમાં જમ્યાં.

'વર્ષા ધીમી ગતીએ મુંબઈને ભીંજવી રહી હતી.'

'એક પાર્સલ કર' મેં ઓર્ડર આપ્યો.

'કેમ ?'

'બસ યાર, એકનું તો ચુકવાઈ ગયું. હજુ એક ૠણ બાકી છે.'

'સમજ્યો નહીં '

'તું નહીં સમજ.'

અમે કલાકનું અંતર કાપી મંદિર પહોંચ્યા. ધોધમાર વરસાદ ચાલુ હતો. સામે ઝુપડપટ્ટી હતી, પરંતુ અત્યારે સાફ... ઘણા ઝુપડાંઓ પાણીમાં ગરકાવ થઈ ગયા.

મારી આંખો સામે એક સાત–આઠ વર્ષની છોકરીને શોધી રહી હતી. કોઈ જ ન હતું મંદિરમાં... મેં આમ–તેમ નજર કરી.

થોડે દુર કોઈનો રડવાનો અવાજ સંભળાતો હતો, અમે નજીક પહોંચ્યાં તો એ... ચંપા જ હતી.

'શું થયું ચંપા ?' મેં એની પાસે જઈ કહ્યું...

'જુઓને મમ્મી ઉઠતી નથી. વરસાદમાં અમારું ઝુપડું વહી ગયું. મારી પાસે મમ્મીની દવા નથી એ બિમાર છે.'

'જો... ઉત્તમ ચેક પલ્સ.'

'યાર, સી ઈઝ નો મોર.' તેણે અફસોસ સાથે કહ્યું.

'લાગે છે ઘણા લાંબા સમયથી બિમાર હશે.'... ઉત્તમે ઉમેર્યુ.

'અંકલ... પ્લીઝ આ દવા લઈ આપો... એ સાજી થઈ જશે.'

અમે એમ્બ્યુલન્સને તાત્કાલિક ફોન કર્યો.

એ કંઈ પણ સમજવારા ન હતી.

'બસ દવા લઈ આપો'... એ જ રટણ કર્યા કરતી હતી.

'શું થયું છે મારી મમ્મીને ?' ચંપા રડતી હતી.

'હું સ્તબ્ધ હતી, મારી પાસે કોઈ જવાબ ન હતો. આજે પણ અને ર૦૦૧ માં પણ, બંને સરખી ઉંમરની અને બંનેનું નામ ચંપા. એકે પિતાને ગુમાવ્યા અને એકે માતા. મારું મન અશાાંત હતું અને ઘટનાનાં ચક્રાવાતે બળતામાં ઘી હોમ્યું.'

અમે જહેમતથી એ માસૂમ છોકરીને તેની માતા થી અલગ કરી, એને ખૂબ સમજાવી પણ તે કંઈ સમજવા તૈયાર ન હતી.

'ઉત્તમ, તું મુંબઈ છો ? કાલે નીકળી જવાનો ?'

આ છોકરી ચંપાનું તું ધ્યાન રાખજે, યાર...

'તું ચિંતા ન કરીશ... આઈ મેનેજ...'

હું મુંબઈથી નીકળ્યો. સમગ્ર રસ્તે મારા મનમાં એ જ સવાલો હતાં. આ માસૂમ બાળકીઓએ પોતાનાં મા–બાપની છત્રછાયા ગુમાવી. જીવનની કઠોર વાસ્તવિકતા નો સામનો એને બાળપણ થી જ કરવાનો છે. જ્યારે હું... તો યુવાનછું. છતાં આટલો હારેલો... જિંદગીથી નિરાશ. ખુદથી જખફા... કયાં સુધી ? મારે પણ આ જિંદગીવવાની જ છે. તોઆ રીતે શા માટે ? મારા મનમાં ઝંઝાવાત વિશાળ થઈ રહ્યું હતું. આજે હું જીવનની નરી વાસ્તવિકતા સામે ઊભો હતો. આખરે જિવન શું છે એક દર્દ અને જો હા, તો એ જીવવું કઈ રીતે હવે જોવવું હોય તો આવા લોકોની મદદ કરીએ... જેથી જીવન સાચા અર્થમાં જીવ્યું કહેવાય.

કદાચ... ત્યારે જ મારી વેદના ને શાંતિ મળશે. જીવનમાં ધારેલું ન મળવાથી બધું સમાપ્ત નથી થઈ જતું. થોડું બાકી રહે છે અને એ થોડું જ હવે મારા માટે ઘણું બધું હતું.

હવે, જીવનને એક નવી વિચારધારા અનુસાર જીવવા હું કટિબદ્ધ થયો પ્રિતીની યાદોને મેં મારા અંતરની ઊંડાઈમાં છુપાવી દીધી અને જીવનમાં ફરી આ રીતે હિંમત ન હારવાનો મેં મક્કમ નિર્ધાર કર્યો.

***