Do not judge a book by its cover in Gujarati Short Stories by Navneet Marvaniya books and stories PDF | Don't judge a book by its cover

Featured Books
  • ખજાનો - 40

    " નુમ્બાસા મુંબાસા શહેરનો કુખ્યાત લૂંટારો છે. છળકપટથી તેણે મ...

  • આપા રતા ભગત

    આપા રતા ભગતમોલડી ગામમાં નળીયા ચારવા આવેલ કુંભાર ભગતના નિંભાડ...

  • ભાગવત રહસ્ય - 72

    ભાગવત રહસ્ય-૭૨   શમીકઋષિના પુત્ર-શૃંગીને ખબર પડી કે –પોતાના...

  • ઈશ્વરીય શક્તિ - ભાગ 2

    ઈસ્વરીય શક્તિજય માતાજી આપણે આજે વાત કરવી છે ઈસ્વરીય શક્તિ ની...

  • ડિજિટલ અરેસ્ટ

    સાયબર માફિયાઓનો નવો કિમીયો : ડિજિટલ અરેસ્ટડિજિટલ અરેસ્ટ : ઓન...

Categories
Share

Don't judge a book by its cover

સોમવારના દિવશે, લગભગ સવારના 10 વાગ્યાના સુમારે, 85 વર્ષના એક ઘરડા માજી પગથીયા ચઢીને બેંકમાં પ્રવેશ્યા.

હાથમાં રહેલી લાકડીના ટેકે તે કેશિયરની સામે રહેલી કતારમાં છેલ્લે જઈને ઉભા રહ્યા અને પોતાનો નંબર ક્યારે લાગે છે તેની રાહ જોવા લાગ્યા.

થોડી ક્ષણોની પ્રતીક્ષા બાદ તેમનો નંબર લાગ્યો.

કામના ભારણથી અકળાયેલી કેશિયર તેમને ઉદ્ધતાઈથી પૂછે છે,

“જલ્દી બોલો માજી, કેટલા રૂપિયા ખાતામાંથી ઉપાડવાના છે ? અને ખાતા નંબર તો યાદ છે ને તમને ?"

વૃદ્ધા અવસ્થાને માત આપી રહેલા માજી ઠંડા કલેજે “પાંચસો રૂપિયા” એટલું ધીમા સાદે બોલ્યા.

“માજી...!! આ ઉપર લખેલું બોર્ડ નથી વંચાતું ? 1500 રૂપિયાથી ઓછી રકમ ઉપાડવા માટે તમારે ATMનો ઉપયોગ કરવાનો હોય, અહી અમારું મગજ ખાવા નહિ આવી જવાનું”

ગુસ્સાથી લાલ થઇ રહેલી કેશિયરને માજી એકી ટસે જોતા રહ્યા.

માજી કશું વિચારે કે બોલે તે પહેલા ફરી પાછુ કેશિયર બહેને ફાયરીંગ ચાલુ કર્યું,

“માજી, Please... તમને ATM use કરતા ના આવડતું હોય તો બહાર સિક્યુરીટીવાળા ભાઈને કહો, તે help કરશે”

સોમવારે સવાર સવારમાં બેંક ખુલતાની સાથે જ આવા ચાલ્યા આવે છે.... કેશિયર સ્વયં બબડતા કહે છે.

“બેટા, મારા ખાતામાાં રહેલા બધા જ રૂપિયા મારે ઉપાડવા હોય તો મળે ?”

કેશિયરને એક કસ્ટમર ગુમાવ્યાનો ધ્રાસકો પડે છે, પણ ડુપ્લીકેટ સ્વસ્થતા ચહેરા ઉપર ધારણ કરી કહ્યું,

“તો એમ કહો ને. મળે જ ને, કેમ ના મળે ? અહી તમારા ખાતા નંબર લખી આપો”

કેશિયર બહેન તેમની કોમ્પ્યુટર સિસ્ટમમાં માજીએ આપેલા ખાતા નંબર ધ્રુજતા હાથે નાંખીને જ્યાં બેલેન્સ જુવે છે ત્યાં તેમના પગ તળેથી જમીન સરકી જાય છે.

પોતે ખુરસીમાંથી ઉભી થઇ જાય છે અને નર્વસનેસ સાથે કહે છે,

“ઓહ, સોરી... માજી. તમારા ખાતામાં અત્યારે ૩૦૦ કરોડની બેલેન્સ છે. જે અત્યારે તમને ચુકવવા અમારી બેંક માટે Impossible છે. પણ આપને બધા જ રૂપિયા કેમ ઉપાડી લેવા છે, તે જણાવશો ?"

માજીના મુખ પર એક પણ રેખા આઘી પછી નહોતી થઇ, "કારણ જણાવવું ફરજીયાત છે ?"

"ના એવું કંઇ નથી પરંતુ જો આપને આટલી બધી રકમ ઉપાડવી હશે તો બેંકના નિયમ પ્રમાણે તેના માટે Appointment લેવી પડશે. કાલે તમને બધા જ રૂપિયા મળી જશે”

“તો અત્યારે તમારી બેંક મને કેટલા રૂપિયા આપી શકે ?”

“Wait a minute”

કેશિયર બહેન થોડી હેબતાઈ જાય છે. બે-ત્રણ ડ્રોવર ખોલીને રૂપિયાની થપ્પીઓ બહાર કાઢી કેલ્ક્યુલેટરમાં હિસાબ માંડતા કહ્યું,

“માજી, અત્યારે અમારી બેંક તમને 30 લાખ રૂપિયા કેશ આપી શકશે, તેનાથી વધારે તો અત્યારે શક્ય નથી.”

“તો આપો” માજીએ એ જ સ્થિરતા સાથે કહ્યું.

Counting matching ફટાફટ એક-પછી એક રૂપિયાની થપ્પીઓ ગણવા લાગ્યું.

આજુ-બાજુના કર્કમચારી અને લાઈનમાં ઉભા રહેલા બીજા કસ્ટમર, આ માજી અને કેશિયર બહેન વચ્ચેના સંવાદને ધ્યાનથી સાંભળી રહ્યા હતા.

થોડીવાર પહેલા માજી પર ગુસ્સો આવતો હતો તે જ કેશિયર બેહેને પ્રેમ પૂર્વક માજી સામે રૂપિયાના બંડલો ધર્યા.

માજીએ તેમાના એક બંડલમાંથી ઉપરની એક 500 રૂપિયાની નોટ સરકાવી અને કહ્યું,

“બાકીના રૂપિયા મારા ખાતામાં જમા કરી દો”

કેશિયર બહેન તેમજ સ્ટાફના અન્ય સભ્યો તે માજીને લાકડીના ટેકે જતા અવાચક બનીને જોઈ જ રહ્યા.

બેંકમાં સન્નાટો વ્યાપી ગયો.

અવાજ આવતો હતો તો ફકત માજીની લાકડીના ટક... ટકનો....!!

કેશિયર બહેનને પેલી કહેવત યાદ આવી ગઈ કે,

"કોઈ બુકને તેનું કવર પેઝ જોઇને ના મુલવવી જોઈએ"

બહારથી સાધારણ લાગતી વ્યક્તિ ક્યારેક બહુ મોટી સેલીબ્રીટી પણ હોઈ શકે, શક્ય છે કે આપણે તેમને ના ઓળખતા હોઈએ.

આપણા સહુના જીવનમાં પણ ક્યારેક તો કોઈ આવી વ્યક્તિ મળી જ હશે ને ? શું લાગે છે આપને !?