નરસિંહ મહેતા ખૂબ જ જાણીતું નામ ઠાકોરજી એ એના બાવન કામ કર્યા....
એવા ચમત્કારો ઠાકોરજી રૂબરૂ આવતા જૂનાગઢ મહેતાજી એક એક પુકાર સાંભળી આવતા...એની કરતાલ ભજન અને કેદારો....રાગ કેદાર જ્યારે ભાવ થી ભજન ગાતા ત્યારે વૈકુંઠ માં ઠાકોરજી ની પીઠ સુધી અસર થતી...હરી આવતા...
એક વાર નો પ્રસંગ છે...
મહેતાજી અને એમના કાકા બને દ્વારકા જતા હતા..
મહેતાજીના મુખ થી એક પછી એક એમ પદો અને ભજનો ગાતા જતા હતા કરતાલ વાગતી હતી..
ભુતળ ભક્તિ પદારથ મોટું...બ્રહ્મલોક માં ના એ રે...
ઓધા જાણે રે એને એમ જાણીએ રે...
અખિલ બ્રહ્માંડ માં એક તું શ્રી હરિ જૂજવે રૂપે અનંત ભાસે..
અખંડ રોજી હરિના હાથ માં દેવા વાળો નથી દુબળો ભગવાન નથી ભિખારી...
નીરખાને ગગન માં કૌન ઘૂમી રહ્યું તેજ હું તેજ હું.....
રાધે શ્યામ ...રાધે શ્યામ ની ધૂન સાથે મેહતા જી એ દ્વારકા ની વાટે આગળ વધ્યા...
એટલા ભાવ માં ડૂબ્યા હતા કે ઠાકોર જી ને થયું કે લાવ મહેતાની કસોટી કરું.
મહેતાજી નો ભક્તિ ભાવ એટલે જેમ પૃથ્વી ના ગુરુત્વાકર્ષણ ની બાર સ્પેસ માં જઈ એ પદાર્થ જેમ મુક્ત થઈ ને તરે એમ મહેતાજી પોતાના ક્રિષ્ના ભક્તિ ના ભજન માં એટલે ભાવ વિભોર થાય કે સંસાર ના ગુરુત્વાકર્ષણ બળ માંથી મોહ માયા મમતા બધાજ બંધનો માંથી મુકતા અનુભવતા સ્પેસ માં તરતા હોય એવી એમના ચિત ની અવસ્થા થતી..
રસ્તામાં ખૂબ જ ભૂખ લાગી હતી.. અને સાંજ પણ થવા આવી હતી એટલે વિશ્રામ ની પણ જરૂર હતી.
એટલામાં દૂર દૂર આહીર નું નેસ દેખાયું....મહેતાજી ત્યાં ગયા ...ત્યાં નેસ લોકો ખૂબ જ આનંદ થયો આવો મહેતાજી ..તમે અમારે ત્યાં ક્યાંથી આજ દ્વારકાધીશ અમારે આંગણે પધાર્યા...બાપ મહેતાજી ક્યાં અહીંથી દ્વારકા દૂર છે પણ અને સંસારી સમય માં બંધાયેલા બાપ અમે જઈ નથી સકતા પરંતુ તમે જાવ છો અમારા ઠાકોરજીને જય દ્વારકાધીશ કેજો ....
આવો વારું તૈયાર છે...
રોટલો ખીચડી ઘી ને દેશી રીંગણ ઓળો ને દૂધ...અથાણાં ..
મહેતાજી ને ભૂખ હતી એમાં આટલો ભાવ .. આનંદ આનંદ થયો...
પણ કાકા ને ન ગમ્યું મહેતા આ સુ કર્યું તે આપડે નાગર ઉચ વરણ કેવાય આપડે આમ ગમે ત્યાં ન ભોજન લેવાય...પણ મહેતાજી એ પલાઠી વાળી ને મંડી પડ્યા..પછી તો કાકા પણ મને ક મને જમ્યા...
સવાર થયું ને ત્યાંથી નીકળ્યા...વિદાય લીધી આવજો મહેતાજી ....ગરીબ પરિવાર અમારું આંગણું દીપાવ્યું...એમને થયું આજે અમે છપ્પન ભોગ જમાડ્યા દ્વારકાધીશ એવો આનંદ આવ્યો....
ભાવ થી તયાંથી વિદાય લઈ ને નીકળ્યા...
એક ગાવ જેટલું ચાલ્યા હસે થોડે દૂર પોચયા ત્યાં પાછું વળીને જોયું તો નેસ કઈ જ દેખાયું નઈ...
ચમત્કાર લાગ્યો મહેતા જી કાકા આ કઈક અલગ થયું જુઓ નેસ કઈ છે નઈ બધું અદ્રશ્ય થઈ ગયું.
અને મહેતાજી ને સમજાયું કાકા આ કોઈ આહીર પરિવાર નોતો ..
આતો દ્વારકાધીશ આવ્યો હતો આપડી ભૂખ ભાંગવા....અને મહેતાજી કેદારો ને કરતાલ ઉપાડી....ભજન ચાલુ કર્યું આમ કેમ તમે જતા રહ્યા પ્રભુ...
ભક્ત ના ભાવ ને વશ થઈને ઠાકોરજી એ દ્વારકા ના માર્ગ પર દર્શન દીધા ...કહ્યું નાગર મને ગર્વ છે કે તે આ આહીર નેસ માં ભોજન કર્યું....
અહીંયા તમારી કસૌટી કે નાગર જમે ક નઈ...તમે કસૌટી માં ઉતીર્ણ થયા છો... નાગરો અહી જમે તો સાચું માનું...
પછી મહેતાજી એ ગાયું
કે હળવા કરમ નો હું નરસૈયો ....
અને
મુજને મારા વૈષ્ણવ વાલા રે...
મારા હરિજન થી જે અંતર ગણસે
એના ફોગટ ફેરા ઠાલા રે....
એવા રે અમે એવા રે....એવારે અમે એવા રે...
તમે કહેશો વળી તેવા...રે...
જે ગમે તે જગત ગુરુ દેવ જગદીશને...
તે તણો ખરખરો સુ કરવો આપડે ચિંત્યો અર્થ કઈ નવ સરે અંતે ઉગરે ઉદ્વેગ હું કરું હું કરું એ જ અજ્ઞાનતા સકટ નો ભાર જેમ શ્વાન તાણે..... જય દ્વારકાધીશ.. બાપ..