Chartered audit notes - 8 in Gujarati Comedy stories by Ca.Paresh K.Bhatt books and stories PDF | ચાર્ટડ ની ઓડિટ નોટસ - 8

Featured Books
Categories
Share

ચાર્ટડ ની ઓડિટ નોટસ - 8

# ચાર્ટડ ની ઓડીટ નોટ્સ - 31 # #Ca.Paresh K.Bhatt #

**** બંધારણ ની ખીચડી ****

આપણા બંધારણ ની રચના નો અમલ ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ માં થઇ . ૧૯૫૦ થી અત્યાર સુધી માં ૧૦૪ સુધારા થયા છે. અમેરિકા નું બંધારણ ઈ.સ..૧૭૮૯ માં ઘડાયું અને અત્યાર સુધી માં ૨૭ ફરેફાર . આપણે ૭૦ વર્ષ માં ૧૦૪ સુધારા કર્યા અને અમેરિકા એ ૨૩૦ વર્ષ માં ફક્ત ૨૩ સુધારા કર્યા . કેટલી દુર દ્રષ્ટિ ! .
આપણા બંધારણ નું ઘડતર કરવાનું હતું ત્યારે આપણે અન્ય દેશો ના બંધારણ નો અભ્યાસ કર્યો ! પાંડુરંગ શાસ્ત્રી જેવી તત્વજ્ઞાની વ્યક્તિ એમ કહે કે જેમ શ્રીમંત બાપ નો દીકરો કટોરો લઇ ને ભીખ માગે એવું લાગે . આપણે સંસદીય શાશન પદ્ધતિ , સંસદ સભ્યો ને વિશેષાધિકાર ,રાષ્ટ્રપતી બંધારણીય વડા વગેરે વગેરે વાતો બ્રિટન પાસે થી લીધી , બંધારણ ની સર્વોપરિતા, બંધારણ આમુખ , ન્યાય તંત્ર ની સ્વતંત્રતા આપણે યુએસએ – અમેરિકા પાસે થી લીધા . સંસદ નો વિશેષાધિકાર , કેન્દ્ર ને રાજ્ય વચ્ચે ના વ્યવહારો ઓસ્ટ્રેલિયા પાસે થી લીધા , રાજનીતિ ના માર્ગ દર્શક સિદ્ધાંતો , રાજ્ય સભા માં રાષ્ટ્રપતિ દ્વારા કલા , સાહિત્ય , રમત-ગમત ના ક્ષેત્ર ની જાણીતી હસતી ઓ ની પસંદગી વગેરે આપણે આયર્લેન્ડ પાસે થી લીધું . નાગરિક ની મૂળભૂત ફરજો અને આયોજન રશિયા પાસે થી લીધું . રાજ્ય માં રાજ્યપાલ ની નિમણુક ને કેન્દ્ર પાસે નાં વિશેષાધિકારો આપણે કેનેડા પાસે થી લીધા . આમુખ માં સ્વતન્ત્રતા , સમાનતા અને બંધુત્વ ની ભાવના ફ્રાંસ પાસે થી લીધી .
આપણ ને કોઈ ની સારી વાત સ્વીકારવા સામે ક્યારેય વાંધો નથી . પણ પોતાની સારી વાતો ને અવગણી ને બીજાની સારી વાત સ્વીકારવા માં આવે તેની સામે વાંધો છે . જે દેશ માં રાજા રામ થઇ ગયા કે આજે પણ ચુંટણી માં દરેક નેતા એમ કહે કે આપણે રામ રાજ લાવવું છે , પણ રામ ને ભૂલી ને રામ રાજ્ય કેમ આવે ?કૃષ્ણ એ રાજા ન હતા . રાજા રામ બોલાય પણ રાજા કૃષ્ણ નથી બોલતા . કૃષ્ણ એ વૃષ્ટિ સંઘ ના નેતા હતા . એમની દ્વારકા પણ સોનાની હતી . મહાભારત માં વિદુર નીતિ , પરાશર સ્મૃતિ ને યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ કે વીર વિક્રમ ની રાજ્ય વ્યવસ્થા કે , ચન્દ્રગુપ્ત ને ચાણક્ય કે સમ્રાટ અશોક કે શિવાજી ની ઉત્કૃષ્ટ રાજ્ય વ્યવસ્થા શું આપણ ને ધ્યાન માં લેવા જેવી કે અભ્યાસ કરવા જેવી જ ન લાગી ! અને હવે કહીએ છીએ એ રામ રાજ્ય લાવવું છે ?
નાગરિક ની મૂળભૂત ફરજો શું રશિયા પાસે થી શીખવાની ? રાજ્યમાં કલા , સાહિત્ય જેવા ક્ષેત્ર ના લોકો ને રાજ્ય સભામાં આમંત્રિત કરવા ના એ આપણ ને આયર્લેન્ડ શીખવે ?
વિજયરાજનગર રાજા કૃષ્ણરાય ના રાજ્ય માં તેનાલીરામ કે ભોજરાજા ના દરબાર માં કાલિદાસ કે અકબર ના નવ રત્નો શું આયર્લેન્ડ ની સલાહ લઇ ને રાખ્યા હતા ? સ્વતન્ત્રતા , સમાનતા અને બંધુત્વ શું આપણ ને ફ્રાંસ શીખવશે ? રામ રાજ્ય માં ધોબી ને પણ રાજા ને કહેવાની સ્વતંત્રતા હતી , બ્રાહ્મણ બોલે તેમ ધોબી પણ બોલી શકે છે , શબરીના બોર ખવાય કે ગુહ જેવો હોડી ચલાવનાર પગ ધોઈ શકે . વાનર હનુમાન ને પણ લક્ષ્મણ ભાઈ ગણે . સ્વતન્ત્રતા , સમાનતા અને બંધુત્વ આપણ ને ફ્રાંસ શીખવે ? ફ્રાંસ ના ઈતિહાસ માં આવા કોઈ પ્રસંગ હશે કે કેમ એ શંકા છે ?
હવે ખબર પડે છે ને વિશ્વની ખીચડી બંધારણ માં ભેગી કરી છે ને ૭૦ વર્ષ માં ૧૦૪ સુધારા શા માટે થયા !

अस्तु
DT.25.01.2020