Andhari raat na pdchaya in Gujarati Adventure Stories by Nidhi Thakkar books and stories PDF | અંધારી રાત ના પડછાયા

Featured Books
Categories
Share

અંધારી રાત ના પડછાયા

અંધારી રાત ના પડછાયા..


તે અંધારી રાત હતી અને ખૂબ જ ગરમી હતી એવું લાગતું હતું કે હમણાં જ વરસાદ આવશે .....હું એકલી જ ચાલી રહી હતી મારે આ સમયે ઘર ની બહાર નીકળવાની શું જરૂર હતી તેવા સવાલો હું મનમાં મારી જાત ને પૂછતી તી. પણ હું શું કરત મારી પાસે ઘર છોડી ને ગયા સિવાય બીજો રસ્તો પણ તો નહતો.તે અંધારી રાત ને હું ક્યારેય મારા જીવન માં નહિ ભૂલી શકું શ્રવણ વદ આઠમ ની તે અંધારી રાત હતી.આમ તો આજુ બાજુ ભગવાન ક્રિષ્ન ના જન્મ નો ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો હતો.અને ઘરના બધા લોકો થોડે દુર આવેલા મંદિર માં જ ગયા હતા.

ઘર ના બધા સભ્યો તો ભગવાન ના જન્મ ની ઉજવણી કરવા રાતે નવ વાગ્યે જ રવાના થઈ ગયેલા અને મમ્મી એ મને પણ પૂછેલું.......

" નિત્યા....ક્યાં .....ગઈ જલ્દી તૈયાર થઈ જા આપણે મંદિરે જઈએ છીએ આ...તારા કપડાં અને બીજું કાંઈ પહેરવું હોય તો તારા કબાટ ની ચાવી તારા પપ્પા પાસે છે તેમની પાસે લઈ લેજે."

મમ્મી એ કેટલા પ્રેમ થી કહ્યું હતું અને હું તરત જ મેં મમ્મી ને જવાબ આપ્યો. મારી વ્હાલી મમ્મી તું તો જાણે જ છે કે હું મારા કાનાજી ને મનમાં માનું છું.અને હજુ ગયા વર્ષે જ આપણે કિશનજી નો જન્મ કરાવ્યો તો ને તો આ વખતે તે એક વર્ષ ના થયા અને તમે છો કે આ વખતે પણ તેમનો જન્મ કરાવશો that's not fair mom it's so strange so i am not coming so sorry.....

મારી આખી વાત મમ્મી એ સાંભળી કે નઈ તેની તો મને ખબર નહિ પણ મારી બોલાયેલી લાસ્ટ લાઇન નો મમ્મી એ સરસ જવાબ આપ્યો

હા... હો મને ...સારી રીતે સમજાયું કે તારે નથી આવવું મંદિર માં આમ પણ જ્યારે તને અમારી સાથે આવવાનું હોય ત્યારે કોઈ ને કોઈ બહાનું તૈયાર હોય તારું તારી બહેનપણીઓ પાસેથી આટલું પણ ના શીખી બેસતા વર્ષ ના નિકિતા મળી તી અને પૂછતી તી કે" માસી નિત્યા નથી આવી તમે તો એને ઘર માં પુરી ને રાખો છો ક્યાંય બહાર જ નથી કાઢતા", હવે નિકિતા ને તારા આ સાથે નઈ આવવાના બહાના કોણ સમજાવે ....😏😏😏😏😏😏😏😏😏😏😒😒😒😕😕

મમ્મી નો અવાજ સાંભળીને હું સમજી ગઈ કે મમ્મી મારા મન્દિર માં નઈ જવાના નિર્ણય થી બહુ ગુસ્સામાં છે એટલે એનો ગુસ્સો ઓછો કરવા હું પ્રેમ થી બોલી.:"my dearest mom ........

હું આટલું બોલી તેની આગળ કાંઈ બોલું તેની પહેલા જ મમ્મી એ મને અટકાવી અને મમ્મી બોલી.."બસ...બસ...હવે...અંગ્રેજી તારું સારું છે મને આ વિદેશી ભાષા ના સમજાય તારે ના આવવું હોય તો તું ના આવતી પણ મારી સામે આ અંગ્રેજી નઈ ચાલે .........

મમ્મી એ ભલે મારા મન્દિર નઈ જવાના નિર્ણય ને ભલે સ્વીકાર્યો હોય પણ તોય તે ગુસ્સામાં હતી એટલે મેં પણ તેને થોડું બટર આઈ મીન માખણ લગાડવાનું ચાલુ કર્યું અને આમ પણ માખણ જો મારા કાનાજી ને ભાવે તો મમ્મી ને તો લગાડી જ શકાય ને સાચી વાત ને એટલે મેં મમ્મી ને કહ્યું....

", મારી વ્હાલી મમ્મી ,મારી સૌથી સારા માં સારી બેસ્ટ ફ્રેન્ડ, તું કેટલી સારી છે તું છે ને આ દુનિયા ની બેસ્ટ મોમ છે તું મારુ અને પપ્પા નું કેટલું ધ્યાન રાખે છે , આઈ લવ યુ સો મચ મોમ.....

મારી આવી મસ્ત મસ્ત વાતો સાંભળીને મમ્મી એ કહ્યું :"બસ ...... બસ ....હવે બહુ માખણ લગાડવાની જરૂર નથી તું ઘરે જ રહેજે હું ગુસ્સો નઈ કરું બસ પણ તોય જો તું આવી હોત તો મને વધારે ગમત.....❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

મમ્મીની વાત સાંભળી ને મેં કહ્યું :" હમ્મ મમ્મા સાચી વાત તારી આવવાની ઈચ્છા તો મારી પણ ઘણી છે પણ તું જ કે હું શું કરું ત્રણ અસાઈમેન્ટ લખવાના બાકી છે અને જો આજે બાર વાગ્યા સુધી જાગી ને નઈ લખું ને તો તારી બેનપણી અને પેલા બે સર માર્ક્સ નઈ આપે અને તું પણ એવું તો ના જ ઈચ્છએ ને તારી આ હોશિયાર દીકરી ઓરલ પરીક્ષા માં ફેલ થાય એટલે હું ભણવા માટે ઘરે રહું છું મમ્મી સાચે જ.......

મમ્મી ને સારી રીતે ખબર છે કે હું લખવામાં કેટલી સારી છું i mean to આળસુ છું એટલે મમ્મી એ જવાબ આપ્યો...:" હા હો મને સારી રીતે ખબર છે કે તું કેટલું લખીશ પરમદિવસે મનીષા જે ચોપડો આપી ગઈ એમાં પણ તમે અસાઈમેન્ટ ની જ વાતો કરતા હતા ને .....

મમ્મી ની વાત સાંભળીને થોડા મીઠા ગુસ્સા સાથે મેં પણ મમ્મી ને કહ્યું :"હમ્મ મનીષા અસાઈમેન્ટ નો જ ચોપડો આપવા આવી તી અને એની પાસે પણ ત્રણ વિષય લખાવડાવ્યા પણ આ સમાજશાસ્ત્ર નું લખવાની એને ના પાડી એટલે મારે જાતે જ લખી ને પૂરું કરી ને કાલે વિજય સર ને બતાવવાનું છે મમ્મી......

મારી વાત સાંભળીને મમ્મી એ જવાબ આપ્યો :",પણ કાલે તો તારી સ્કૂલમાં રજા છે ને તો કાલે પણ લખી શકાયને .......

સાચું કહું મમ્મી ને દલીલ કરવામાં ક્યાંય ના પહોંચી વળાય જો મમ્મી આંઠ થી વધારે ભણી હોત તો આજે વકીલ જ હોત પણ હું તો એની દીકરી એટલે જવાબ તો તૈયાર મારી પાસે પણ હોય જ ને.....
" મારી વહાલી મમ્મી તારી યાદશક્તિ ને શું થઈ ગયું છે રજા તો આજ ની જ હતી કાલ થી તો સ્કૂલ ચાલુ થઈ જાય છે......"

મારી વાત નો સરસ જવાબ મમ્મી એ આપ્યો :" ખબર છે મને કે કાલે તમારી સ્કુલ માં રજા નથી પણ આટલા વર્ષો માં મેં તને ક્યારેય આઠમ ના બીજા દિવસે સ્કૂલ જતા નથી જોઈ અને તને પૂછીએ તો તું જ કહેતી કે મમ્મી અમે સર ને કહી દઈશું સર આખી રાત નું જાગરણ કર્યું તું એટલે કાલે એટલે સર બીજો દિવસ તો ઊંઘવા માટે જોઈએ ને આવા આવા બહાનાં જો સર સાંભળી ને તમને જવા દેતા હોય તો હું તો તારી મમ્મી છું ક્યાં જઈશ.........

મમ્મી ની વાત સાંભળીને થોડી ઈમોશનલ થતા મેં કહ્યું "મમ્મી ત્રણ અસાઈમેન્ટ લખવાના બાકી છે અને રાતે તો એક જ વિષય પૂરો માંડ થશે તો બીજો દિવસ તો જોઈએ ને લખવા માટે.....

મમ્મી :" તું અને તારા બહાના તમને ક્યાંય ના પહોંચાય હોં હવે ઘરે રહે છે તો વાંચજે પછી ટી.વી.ચાલુ કરી ને ના બેસી રહેતી .......

મમ્મી મને તેનું ભાષણ આપતી હતી ત્યાંજ પપ્પાએ મમ્મી ને બુમ પાડી

પપ્પાએ કહ્યું "શ્રીમતી જી ક્યાં છો તમે આપણે જવાનું મોડું થાય છે..... આ મહિલાઓ ને તૈયાર થવાનો જેટલો સમય આપોને ઓછો જ પડે ક્યારેય ટાઈમ્સર તૈયાર ના થાય....

પપ્પાની વાત સાંભળીને મમ્મી બોલી ",હું તો હવે ક્યારનીય તૈયાર જ છું આ તો તમારી લાડકી દીકરી નિત્યા ના લીધે મોડું થઈ ગયું....

મમ્મીની વાત સાંભળીને પપ્પાએ પૂછ્યું ",કેમ તેના લીધે તે તૈયાર થઈ કે નહીં......?

પપ્પા ના સવાલ નો જવાબ આપતાં મમ્મી એ કહ્યું " ના એને નથી આવવું ......

પપ્પાએ મમ્મી ની વાત સામે સવાલ કરતા કહ્યું ''પણ કેમ નથી આવવું એને..........?

મમ્મીએ જવાબ માં કહ્યું "એ જો આપણી સાથે આવે તો એના અસાઈમેન્ટ લખવાના બાકી રહી જાય ને એટલે.......

પપ્પાએ મમ્મી ને કહ્યું " હું એની સાથે વાત કરું છું ક્યાં છે નિત્યા..........

મમ્મીએ કહ્યું " એના રૂમમાં બેઠી છે પણ વાત કરવાથી કાંઈ નહિ થાય મેં ઘણા પ્રયત્નો કર્યા પણ તે ના પાડે છે તો નથી લઈ જવી ને

મમ્મી ની વાત પપ્પાને યોગ્ય લાગી અને પપ્પા મને મળવા મારા રૂમમાં આવ્યા........ આવતાની સાથે જ પપ્પા નું રેગ્યુલર ભાષણ જે મને યાદ છે તે ચાલુ થાય તેની પહેલા જ મેં પપ્પાને કહ્યું.......

"પપ્પા મારે નથી આવવું તમારી સાથે કાલે બહુ ઈમ્પોર્ટન્ટ અસાઈમેન્ટ છે અને જો નહિ કાલે જ લખી ને નહિ બતાવું તો વિજય સર કલાસ ની બહાર કાઢી મુકશે...... so please can't force me to come with you because it's my final decision that I am not coming with you ............અને મેં મમ્મી ને પણ ..........."

હું કાંઈ પણ આગળ બોલું તેની પહેલા જ મને વચ્ચેથી અટકાવતા પપ્પા બોલ્યા........" એક મિનિટ નિત્યા પેલા તું કંઈ પણ બોલે તે પહેલાં મારી વાત સાંભળ .........",

પપ્પાની વાત સાંભળવા માટે મેં ખાલી હકાર માથું હલાવ્યું અને પપ્પએ બોલવાનું સ્ટાર્ટ કર્યું

પપ્પા:" મને તારી મમ્મી એ બધી વાત કરી કે તારે નથી આવવું અને તું ઘરે રે એમાં મને કંઈ વાંધો નથી પણ ઘર નું ધ્યાન રાખજે અને ટી.વી તો બિલકુલ નથી જોવાની ઓકે...."

"ઓકે પપ્પા": પપ્પાની વાત નો મેં ખુશી ખુશી જવાબ આપ્યો અને પપ્પાને વળતો સવાલ પૂછ્યો...........:"પપ્પા તમે ક્યારે નિકળવા ના છો?..........

પપ્પાએ મારા સવાલનો જવાબ આપતા કહ્યું....."બસ બેટા તારા કમલેશ અંકલ નો હમણાં જ ફોન આવ્યો તે રસ્તા માં જ છે તે મને અને મારી મમ્મી સોરી તારી મમ્મી ને પિક કરી લે પછી અમે સાથે મન્દિર જઈશું

પપ્પાની મારી મમ્મી વાળી ભૂલ પર થોડું હળવું સ્મિત કરતા હું મનમાં બોલી ("સારું છે હું નથી જ જવાની.....)


મારી આ વાર્તા નું સૌથી મહત્વનું પાત્ર એટલે આ કમલેશ અંકલ એમના વિશે તો હું તમને જણાવવાનું ભૂલી જ ગઈ હો સોરી પણ જ્યાં સુધી પપ્પા તેમના આવવાની રાહ જોવે છે ત્યાં સુધી હું તમને તેમના વિશે થોડી માહિતી આપું......


👤👤👤👤👤👤👤👤👤👤👤👤👤👤👤👤👤👤👤👤👤👤👤👤👤👤👤👤





કમલેશ અંકલ વિશે

મારા પપ્પા અને કમલેશ અંકલ નાનપણ ના મિત્રો બંને બેસ્ટ ફ્રેન્ડ કમ ભાઈ કહી શકીએે. એ બંને નાનપણથી જ એકજ શાળા માં ભણેલા અને કૉલેજ ની ડિગ્રી પણ હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી માં સાથે કોમર્સ વિષય સાથે જ ...... બંનેની ઑફિસ પણ એક જ અને બંને સાથે જ ઑફિસમાં જાય બંને ના લગ્ન પણ એકજ માંડવે થયેલા એક જ મંડપ માં હો બંને ની પત્ની અલગ અલગ હો પપ્પા ના મારી મમ્મી સાથે અને કમલેશ અંકલ ના પદમાં આન્ટી સાથે......

પપ્પા ના બેસ્ટ ફ્રેન્ડ કમ ભાઈ હોવાથી કમલેશ અંકલ અમારા ઘર ના સભ્ય જ કહેવાય આમતો એમને પણ આઠ વર્ષ નો એક છોકરો છે જે ને હું દર રક્ષાબંધન ના દિવસે રાખડી બાંધું છું અને હા તેનું નામ કિશન છે

હું નાની હતી ત્યારથી દરરોજ કમલેશ અંકલ અમારા ઘરે રેગ્યુલર આવતા ઓફિસમાં ના જવાનું હોય તો પણ ખાસ મને મળવા તો તેઓ ખાસ આવે અને મારા માટે મોટી ચોકલેટ લાવે પપ્પા મને ઘણી વાર કહે કે તે મારા કરતાં મોટા છે અને એટલે મારે એમને પગે લાગવું જોઈએ અને જ્યારે પણ હું નીચે વળીને તેમને પગે લાગુ ત્યારે મારા બરડા માં તેઓ ત્રણ ચાર વખત હાથ ફેરવતા મને એમનું એ રીતે હાથ ફેરવવું જરાય પણ પસંદ ન હતું..

હું જ્યારે નાની હતી ત્યારે તે આવતા પહેલ મને તેડી લેતા અને કહેતા....... અરે વાહ! આજે તો મારી ઢીંગલી વધારે સુંદર લાગે છે અને પછી તે મારા ગાલ અને માથા પર ચુંબન કરતા જે ત્યારે પણ મને ના ગમતું હાલ પણ હું જ્યારે તેમને પગે લાગુ ત્યારે તેઓ તેમની ખરાબ નિયત થી જ મારા પીઠ પર ના ભાગ પર બે થી ત્રણ વખત તો હાથ ફેરવેજ મને તેમની આખો માં મારા માટે કંઈક અલગ અને વિચિત્ર ભાવ દેખાતો અને મેં એક વખત પપ્પાને કહેલું પણ ખરા કે અંકલ નું આવું વર્તન મને નહિ પસંદ પણ પપ્પાએ કહેલું કે એમને છોકરી નથી ને એટલે એ મને એમની દિકરી માની ને વ્હાલ કરે છે મેં મમ્મી ને પણ ઘણી વાર કહેવાનો પ્રયત્ન કરેલો કે મને અંકલ નું વર્તન નહિ પસંદ પણ તેની પાસે મારી માટે સમય હોય તો હું તેને કહું ને.... જ્યારે પણ અંકલ મારી સાથે ખોટા અડપલાં કરતા ત્યારે રાતે હું છત પર બેસી ને રડી લેતી હું મનથી ખૂબ જ નબળી છું કોઈ ને કાઈ કહી ના શકું બસ ઉપર ચડી ને રડી લેવાનું........

વર્તમાનમાં

પપ્પા મમ્મી ને બુમ પાડે છે કે હમણાં જ કમલેશ અંકલ નો મેસેજ આવ્યો કે તે લોકો ઘરે પહોંચવા આવ્યા છે ............"અરે..!......નિત્યા ની મમ્મી.....ક્યાં ગઈ.....શું..... કરે છે....જલ્દી ચા મુક...એ લોકો આવતા જ હશે અને વધારે સમય નથી એ લોકો આવે એ પહેલાં જલ્દીથી ચા તૈયાર કર........."

પપ્પાનો અવાજ સાંભળી ને મમ્મી તેની સાડી સરખી કરતા કરતા મારા રૂમમાં આવી હું ચોપડી લઈ ને બેઠી હતી...ત્યાં મમ્મીએ કહ્યું..." નિત્યા જા ને બેટા જલ્દી થી બે કપ ચા બનાવને.......મારે આ સાડી ની પાટલી સરખી કરવી પડશે....."

મમ્મી ની વાત સાંભળીને મેં તરત જ કહ્યું"ના મમ્મી મારે લખવાનું છે હું ચા નઈ બનાવું તું તારી રીતે મેનેજ કરી લે",

મારી ના સાંભળી ને મમ્મી એ મને બટર લગાડવાનું સ્ટાર્ટ કરતા વ્હાલથી કહ્યું "નિત્યા મારી વ્હાલી દિકરી , તું તો કેટલી સારી છે હમેંશા મારી બધી વાત માને અને.......

મમ્મી વધારે માખણ ચોપડે એની પેલાં જ તેને અટકાવતા મેં કહ્યું..." બસ! બસ! હવે બહુ થયું માખણ જાઉં છું ચા બનાવવા એ પણ ખાસ મારા પદમાં આન્ટી માટે..."

મમ્મી મારા રૂમમાં જ તેની સાડી સરખી કરતી હતી અને મેં કિચનમાં ગેસ પર તપેલીમાં ચા મૂકી પણ જ્યાં સુધી ચા ઉકળી ને તૈયાર થાય ત્યાં સુધી હું તમને કમલેશ અંકલ ના વાઈફ પદમાં આન્ટી વિશે થોડી માહિતી આપું

પદમાં આન્ટી એટલે આમ તો મારી મમ્મી જેવા જ મારા માટે જ્યારે મમ્મી મને મારી પસંદગી ના કપડાં કે કોઈ પણ વસ્તુ ના લેવડાવે ત્યારે પદમાં આન્ટી મને તે બધું જ અપાવે અને મમ્મી ને કે પણ ખરા કે હું કિશન ની બેન એટલે એમની પણ દિકરી જ થાઉં ને! તેમનો સ્વભાવ ખૂબ જ માયાળુ છે

મારા પદમાં આન્ટી દેખવમાં વાઈટ છે અને અને શરીર માં મધ્યમ બાંધા ને છે અમારા શહેર ની કોલેજ માં મનોવિજ્ઞાન વિષય ના બેસ્ટ અને એકમાત્ર પ્રોફેસર એટલે મારા ડો.પદમાં આન્ટી એમને મનોવિજ્ઞાન વિષય સાથે પી.એચ.ડી. કરેલી એટલે તેઓ માનવ મન ને બહુ સારી રીતે પારખી શકે..

પદમાં આન્ટી અને તેમના સ્વભાવ વિશે જેટલું કહીએ તેટલું ઓછું પડે પણ મારી ચા ઉકળી ને તૈયાર થઈ ગઈ છે અને બહાર આવેલી ગાડી ના અવાજ પરથી લાગે છે કે અંકલ અને આન્ટી ઘરે આવી ગયા તો હું ચા નું મમ્મી ને કહી ને આવું....☺☺☺☺☺

હું દોડતી દોડતી મારા રૂમમાં ગઈ જ્યાં મમ્મી તેની સાડી સરખી કરતી હતી....ત્યાં જઈને મેં કહ્યું "મમ્મી ચા બની ગઈ છે તું આપી આવજે અને આ શું તે હજુ સુધી સાડી સરખી નથી કરી તું શું કરે છે મમ્મી જલ્દી કર તમારે જવાનું પણ છે ને મારી વાત સાંભળીને મમ્મીએ જવાબ માં કહ્યું
"પ્લીશ તું જ ચા આપી આવને પહેલા પાણી આપજે અને પછી ચા આપજે ને ત્યાં સુધી હું આ સાડી પહેરી લઈશ....."

મારી કમલેશ અંકલ ની સામે જવાની બિલકુલ ઈચ્છા ન હતી પણ મમ્મી ના લીધે હું તેમની સામે પ્લેટમાં પાણી ના બે ગ્લાસ લઈને બેઠકરૂમ માં ગઈ . અંકલ અને આન્ટી સોફા પર બેઠા હતા આન્ટી એ યલો કલરની અને ગ્રીન કલરના પાલવ વાળી કાંજીવરમ ની સુંદર સાડી પહેરી હતી અને તેમના ગળા માં રહેલો ગોલ્ડ નેકલેશ તેમની સુંદરતામાં ચાર ગણો વધારો કરતા હતા.મેં આન્ટી અને અંકલ ને પાણી આપ્યું અને આન્ટી ને કહ્યું......

" hello , how are you ..............આન્ટી.......

મારા સવાલનો જવાબ આપતા આન્ટી એ કહ્યું " i am also fine dear ..... where. is your mom dear ?

આન્ટી ના સવાલ નો જવાબ આપતા મેં કહ્યું ",મમ્મી મારા રૂમમાં છે આન્ટી"

મારી વાત સાંભળી ને આન્ટી એ કહ્યું અંકલ ને કહ્યું "હું નિત્યા ની મમ્મી ને મળી ને આવું...."

પદમાં આન્ટી ને રૂમમાં આવતા જોઈ ને મમ્મી બોલી " આવો ! આવો પદમાં બેન આજે તો ખૂબ જ સુંદર લાગી રહ્યા છો....."

મમ્મી ની સામે થોડુંક શરમાઈ ને પદમાં આન્ટી એ કહ્યું " એવું કાંઈ નથી પણ તમે હજુ સુધી કેમ તૈયાર નથી થયાં હું કાંઈ મદદ કરું....."

આન્ટી બોલતા હતા ત્યારે જ હું ચા લઈ ને રૂમમાં આવી મેં આન્ટી ના હાથ માં ચા આપતા કહ્યું " આન્ટી તમે જ મમ્મી ને સમજાવો કયારની આ સાડી ની પાટલી સરખી કરે છે પણ નથી સારી આવતી તો પણ બીજી સાડી નથી પહેરતી અને મેં તો મમ્મી ને કીધું પણ ખરા કે ડ્રેસ પહેરી લે પપ્પા નહિ બોલે પણ મારી વાત સાંભળે તો ને તમે જ સમજાવો."

મારી વાત સાંભળી ને આન્ટી ના જોવે એ રીતે મમ્મી મારી સામે આંખો મોટી કરીને બોલી : નિત્યા જા આ ચા નો કપ કિચનમાં રાખી આપ "

હું મમ્મી ની વાત માની ને કિચન માં ગઈ અને જ્યાં સુધી કિચનમાં થી મારા રૂમમાં આવી ત્યાં સુધી મમ્મી તૈયાર હતી હું તો મમ્મી ને આમ પાંચ મિનિટ માં તૈયાર જોઈ ને ચોંકી ગઈ ત્યારે મમ્મી એ મને પદમાં આન્ટી ના હાથ નો જાદુ ઈશારા થી સમજાવ્યો. મમ્મી આજે લાલ કલર ની ગોલ્ડન ડિજાઇન વાળી સાડી માં નવી નવેલી દુલહન જેવી લાગતી હતી.

મમ્મી અને પદમાં આન્ટી તૈયાર થઈ ને રૂમની બહાર આવ્યા ત્યારે કમલેશ અંકલ ઓલરેડી ગાડી માં જ બહાર રાહ જોતા હતા તેવું પપ્પાએ કહ્યું અને પછી મમ્મી ,પપ્પા અને પદમાં આન્ટી પણ બહાર નીકળ્યા અને ગાડી માં બેઠા . મમ્મી ગાડી માં બેસે તેની પહેલા તેને મને કહ્યું કે મારે ઘર નું બરાબર ધ્યાન રાખવાનું છે મેં પણ મમ્મી જોડે ફોન માંગ્યો પણ મમ્મી એ કહ્યું કે અસાઈમેન્ટ લખવામાં ધ્યાન આપો એમને બાય કહી ને હું ઘર માં આવી ને મેં ઘર નો દરવાજો બંધ કર્યો ત્યારે ઘડિયાળ માં સાડા નવ ને પાંચ થયા હતા.

હું હાલ ઘર માં એકલી હતી . મમ્મી અને પપ્પા હાલ જ નીકળ્યા હતા એટલે તેઓ બાર વાગ્યા પેલાં તો નહીં જ આવે આ વાત ની મને ખાતરી હતી એટલે મેં ટી.વી. ચાલુ કર્યું. થોડી વાર ચેનલો બદલ્યા પછી zing ચેનલ પર પ્યાર તુને ક્યાં કિયા આવતું હતું જે લગભગ દરેક ગર્લસને બહુ જ ગમે right ને ગર્લસ........

મને પણ આવા એપિસોડ જોવા બહુ ગમેં એટલે દસ મિનિટ સુધી તો મેં ટી.વી.ધ્યાનથી જોયું પણ પછી થોડી વાર રહી ને મને મનમાં વિચાર આવ્યો કે સાચે જ શું અત્યારે મારે ટી.વી જોવાય . શું હું ટી.વી જોવા માટે ઘરે રહી હતી આવા વિચારો ના લીધે મેં તરત જ ટી.વી બંધ કર્યું અને હું મારા રૂમમાં ગઈ ચોપડા બેઠક રૂમના સોફા પર મુક્યા અને હું કિચન માં પાણી પીવા ગઈ . પાણી પી ને મેં લખવાનું સ્ટાર્ટ કર્યું....

હું લખતી હતી અને મેં ત્રણ question લખ્યા અને મને તો ઊંઘ આવવાની ચાલુ થઈ ગઈ . મેં ઘડિયાળ માં જોયું તો સવા દસ વાગ્યા હતા હજુ તો મારે ઘણો સમય જાગવાનું હતું . એટલે હું કિચનમાં ગઈ અને પદમાં આન્ટી માટે મેં જ્યારે ચા બનાવેલો ત્યારે વધારે જ બનાવ્યો તો તે ચા પીધી અને ફરીથી લખવાનું મેં શરૂ કર્યું.


બધું સરસ લખાઈ રહ્યું હતું.હવે તો મને ઊંઘ અને આળસ પણ નતી થતી. હું લખતી હતી ત્યાં જ કોઈએ ડોરબેલ વગાડી મેં ઘડિયાળ માં જોયું તો રાત ના અગિયાર વાગ્યા હતા.મેં મનમાં વિચાર્યું કે મમ્મી અને પપ્પાએ તો બાર વાગ્યા પછી જ આવવાનું કહ્યું તું તો અત્યારે આટલા મોડા દરવાજે કોણ હશે? મેં દરવાજા પાસે રહેલા નાનકડા કાચ માંથી બહાર જોવાનો પ્રયત્ન કર્યો અને બહાર ઉભેલી વ્યક્તિ નો ચહેરો જોતા જ મારા પગ નીચે થઈ જમીન સરકી ગઈ કેમ કે બહાર કમલેશ અંકલ હતા. તે આટલી મોડી રાત્રે કેમ ઘરે આવ્યા હશે? હું મનમાં મારી જાત ને પૂછું તે પહેલાં જ ફરીથી ડોરબેલ વાગી.

મને આ સમયે દરવાજો ખોલવાનું ઠીક ના લાગ્યું પણ અંકલ સતત ડોરબેલ વગાડે જ જતા હતા તોય દસ મિનિટ સુધી મેં દરવાજો ના ખોલ્યો પણ પછી મને લાગ્યું કે કદાચ તેમને સાચે જ કોઈ વસ્તુ જોઈતી હોય અને પપ્પાએ જ એમને મોકલ્યા હોય તો. એટલે હું મારા રૂમમાં ગઈ મેં મારી જૂની નાઇટી ચેન્જ કરી અને વ્યવસ્થિત કપડાં પહેર્યા . હું રૂમની બહાર આવી અને મેં ડરતા ડરતા દરવાજો ખોલ્યો.......

મેં જેવો દરવાજો ખોલ્યો કે તરત જ કમલેશ અંકલ ઘર માં આવી ગયા અને મને પૂછ્યું.....
"દરવાજો ખોલતા આટલી વાર કેમ લાગી?......."

મેં ડરતા ડરતા કહ્યું "હું સુઈ ગઈ તી અંકલ એટલે વાર લાગી ( હા હું જાગતી હતી પણ મને અંકલ ની એટલી બધી બીક લાગતી હતી ને એટલે હું ખોટું બોલી)

અંકલે સોફા પર પડેલા મારા ચોપડા જોયા અને તે પણ સોફા પર જઈને બેઠા ..... અને મારી બુક્સ જોવા લાગ્યા ....

મને ખુબ જ ડર લાગતો હતો તોય મેં હિંમત ભેગી કરીને ધ્રુજતા ધ્રુજતા પૂછ્યું ......" અંકલ કાંઈ કામ હતું કેમ તમે એકલાજ આવ્યા અને મમ્મી,પપ્પા અને આન્ટી ક્યાં છે તેઓ કયારે આવશે?...."

મારા સવાલો સામે અંકલે અટ્ટહાસ્ય કરતા કહ્યું "હમ્મ હવે મૂળ સવાલ પર તું આવી જ ગઈ . તો સાંભળ તારા આન્ટી અને મમ્મી , પપ્પા ત્યાં મન્દિર માં જ છે અને ભજન ગાઈ રહ્યા છે . મને ત્યાં ના ગમ્યું તો થયું તને મળતો આવું આમ પણ આ રાતની તો હું કેટલા વર્ષો થી રાહ જોતો હતો આજે મોકો મળ્યો તો જવા થોડી દેવાય......"

અંકલ બોલતા બોલતા મારી પાસે આવતા હતા હું તેમના નાપાક ઈરાદા સમજી ગઈ મનમાં ભલે હું ખૂબ ડરેલી હતી પણ મેં હિંમત ભેગી કરી ને અંકલ ને કહ્યું...
" દૂર રહો મારાથી અને અબી હાલ જ ઘર ની બહાર નીકળો નહિ તો હું બુમાબુમ કરી ને આખી સોસાયટી ના બધા લોકો ને ભેગા કરીશ પછી તમે પપ્પાની હાજરી માં પણ અહીં આવવા લાયક નહિ રહો "

મારી ધમકી સાંભળી ને અંકલે વળતો જવાબ આપ્યો તેમની હવસભરી ભાષા માં " મને ખબર હતી નિત્યા તું આટલી જલ્દી મારી વાત નહિ માને એટલે જ આજો મેં ખાસ આજની રાત પસંદ કરી આજે આઠમ છે ક્રિષ્ન જ્ન્મ ની રાત એટલે તમારી નજીક ના કોઈ ઓન પાડોશી ઘરે નથી હું બધાય ને મન્દિર માં મારી આંખે જોઈ ને જ આવ્યો છું...."

મારો ધમકી વાળો પ્રયત્ન નિષ્ફળ ગયો તો મને મનમાં થયું કે હું આજીજી કરું કદાચ આ હેવાન પીગળી જાય એટલે મેં એકદમ રડતાં રડતા કહ્યું "અંકલ પ્લીશ તમે અહીંથી જવો મને બહુ દર લાગે છે ત.....તમે....પપ્પ આવે.....ત્યારે આવજો......ને.....પ્લીશ ...જાઓ....."

હું બે હાથ જોડી ને તેમને આજીજી કરવા લાગી ત્યાં એમને કહ્યું "ના રડવાનું નઈ તને ખબર છે હું તારી આખો માં આંસુ નહિ જોઈ શકતો .ઓકે .......ઓકે..... તારી ઈચ્છા છે ને કે હું જાઉં તો હું જાઉં છું ને તારા બેડરુમમાં....... તું પણ રૂમમાં જલ્દી આવ બસ એક જ કલાક પછી હું તરત જ જતો રહીશ....... i promise.........

અંકલ ધીરે ધીરે તેમના અસલી સ્વરૂપ માં આવતા હતા . તેમનો તે અંધારો પડછાયો ધીમે ધીમે મારી તરફ આગળ વધતો હતો.... આ અંધારી રાત ના પડછાયા નો મેં હિંમત થી સામનો કરવાનું નક્કી કર્યું..... મેં મનમાં દ્રઢ નિશ્ચય કર્યો કે આજે કાંઈ પણ થાય પણ હું આ હવસખોર ને તાબે નહિ થાઉં.... મેં મનમાં કરાટે વિષે વિચાર્યું પણ એતો જે સ્ટેપ આવડતા હતા તે ટી.વી.માં જોયેલા હતા જેની પર હાલ વિશ્વાસ ના મૂકી શકાય મેં મમ્મી ને કહેલું કે મને કરાટે શીખવા જવા દે જો તે દિવસે તેને મને જવા દીધી હોત તો આજે મેં કમલેશ અંકલ ની હાલત ખરાબ કરી નાખી હોત.... પણ હાલ તો મારી હાલત ખરાબ હતી.......

મેં લડવાનું તો નક્કી જ કર્યું જ હતું પણ હું શું કરી શકું......હું એટલું મનમાં વિચારતી હતી પણ કાંઈ પણ કરવા માટે મારે થોડો સમય જોતો હતો એટલે મેં અંકલ ને કહ્યું..... " હાલ તો હું અબળા છું એટલે તમે જે ઈચ્છો મારી સાથે કરી શકો હું રૂમમાં આવવા તૈયાર છું પણ પા.... મારે પાણી પીવું છે.....

અંકલે મારી વાત સાંભળીને કહ્યું મારી વાત માની ગઈ એટલે તને પણ મજા આવશે.... સારો નિર્ણય મને તારી પાસથી આજ અપેક્ષા હતી હું બેડરુમમાં રાહ જોવું છું જલ્દી પાણી પી ને આવી જા અને જો કોઈ પણ ચાલાકી કરી છે ને તો યાદ રાખજે ........ (મોટી મોટી આંખો થી હવસભરી નજરે તે બોલ્યા)...

મારી પાસે વધારે સમય ન હતો હું કિચનમાં ગઈ મેં પાણી ની માટલી ની બાજુ માં પડેલો ગેસ જોયો તરત જ મેં તપેલી માં થોડું પાણી લીધું અને ગેસ ચાલુ કર્યો ... જ્યાં સુધી પાણી ઉકળે નહિ ત્યાં સુધી મેં અંકલ ને વાતો માં વ્યસ્થ રાખવાનું વિચાર્યું હું કિચનની બહાર નીકળું તે પહેલાં જ તેઓ કિચન ના દરવાજા પર આવી ને ઉભા રહ્યા મેં મારી સમયસૂચકતા વાપરી ને હું તપેલી ની સામે ઉભી રહી અને કહ્યું અંકલ હું બેડરૂમમાં આવું જ છું ચાલો...

અંકલે કહ્યું જો તું સીધી રીતે ના માની હોત તો તને ઢસડી ને લઈ જતા પણ મને આવડે જ છે આજની રાત ની હું કેટલા સમય થી રાહ જોતો હતો તને ખબર છે i love you......... આજે હું મારો પ્રેમ મેળવીશ....

મારે જ્યાં સુધી પાણી ગરમ ના થાય ત્યાં સુધી સમય પસાર કરવાનો હતો એટલે મેં કહ્યું " અંકલ પ્લીશ. તમારી હવસ ને પવિત્ર પ્રેમ નું નામ તો નામ ના આપો.....

મારી વાત સાંભળીને તેમની આખો લાલ થઈ ગઈ અને તેઓ ગુસ્સાથી બોલ્યા "તું એકવખત મારી સાથે બેડ પર ચાલ પછી તને મારો પ્રેમ બતાવું........"

હું ખૂબ જ ડરી ગઈ અને મેં કહ્યું " અંકલ ..... નહિ...... મારી ....... પર .... મહેરબાની કરો....... મેં ...બે હાથ જોડ્યા.......... અંકલ હું તો તમારી..... દિકરી...... કહેવાઉં....... જો તમારે પણ મારા જેવડી દિકરી હોત તો તમે એની સાથે પણ આવું કર્યું હોત.....

મારા સવાલ સામે અટ્ટહાસ્ય કરતા તે બોલ્યા" જો મારે દિકરી હોત તો..... ને......!..... પણ મારે ક્યાં દિકરી છે જ...... જે હું તારો વિચાર કરૃ........

"અંકલ નહિ .... હું .... હું પણ તો તમારી દિકરી જેવી જ છું ને...... તમે જાઓ અહીંયાંથી પ્લીશ."....... મેં રડતાં રડતાં કહ્ય....

"તું ભલે મારી દિકરી જેવી હોય પણ મારી દિકરી તો નથી ને અને આ શું છે ગેસ પર તારી પાછળ આઘી ખસ......." અંકલ મારી તરફ આવતા આવતા બોલ્યા...

મારો ગરમ પાણી ફેકવાનો પ્લાન ફેલ થઈ ગયો એટલે મેં થોડી હિંમત કરી ને ડરતા ડરતા કહ્યું "આ જુઓ અંકલ મેં પાણી ગરમ કરવા મૂક્યું છે વિચાર્યું તમારા માટે ચાં બનાવું...

મારી વાત અંકલ ને સાચી લાગતા એ એકદમ મારી નજીક આવ્યા મારા ચહેરા ને તેમના કઠણ હાથો માં પકડીને મારી આંખો માં આંખો નાખીને તેઓ બોલ્યા " જો આ પાણી ચા બનાવવા માટે હોય તો ઠીક છે પણ..... જો મારી સામે કોઈ પણ ચાલાકી કરી છે ......તો તારો જીવ લઈ લેતા પણ મને વાર નહિ લાગે....."

અંકલ નું આ રૂપ જોઈ ને હું ખૂબ જ ગભરાઈ ગઈ તેમણે મારો ચહેરો જોરથી છોડ્યો અને બોલ્યા "જલ્દી થી ચા લઈ ને બેડરુમમાં આવ હવે હું વધારે રાહ જોવાનો નથી...

મેં હા કહી અને હાર પણ માની લીધી હું મનોમન પપ્પાને નફરત કરતી થઈ ગઈ કે તેમને કેવા હવસખોર દોસ્ત બનાવ્યા છે અને મેં મમ્મી ને સોરી કહ્યું કે આજની રાત અંકલ સાથે વિતાવીને હું આત્મહત્યા કરી લઈશ.....


મારો નિર્ણય થઈ ગયા પછી હું જ્યારે ચા ગળવા ગઈ ત્યારે એક મિનિટ મને આ વિચાર આવ્યો મેં ગેસ ધીમો કર્યો અને આ વિચાર ના લીધે મારા મગજ અને મન વચ્ચે યુદ્ધ ચાલુ થયું જે આ મુજબ લખું છું ........

આ વાતો થોડી વધારે છે એટલે મારા વાંચકો ના મનમાં સવાલ થશે કે નિત્યા ને આટલું વિચારવાનો સમય ક્યાંથી મળ્યો પણ મારી વાર્તા નું હાર્દ જ આ વિચારો નું યુદ્ધ છે માટે લખું છું.....

મગજ :"બરાબર નિર્ણય છે નિત્યા જલ્દી થી તૈયાર થઈ ને રૂમમાં જા ...... અને સોંપી દે તારા શરીર ને એ હેવાનને હવે બીજો કોઈ રસ્તો નથી તો શું કરી શકાય......

મન : આમ તો હું ખૂબ જ સ્ટ્રોંગ છું કોઈ પણ પડકાર નો સામનો કરી શકું અને આજે આ એક નાનકડી સમસ્યા થી તું ઘભરાઈ ગઈ ને નિત્યા........ ક્યાં ગયો તારો આત્મવિશ્વાસ....... તું કઈ રીતે ભૂલી શકે નિત્યા કે આ એ માણસ છે જેના લીધે તને કોઈ પણ સહેજ અડતું તો પણ તું ચમકી જતી અને ડરી જતી આ રીતે ડરવાના કારણે તારી કેટલી મજાક ઉડેલી અને તું પણ નાનપણથી જ આ માણસ ને થપ્પડ મારવાના સ્વપ્નો જોતી તો આજે તો સરસ મોકો છે તારી પાસે આપ જવાબ એને અને સાકાર કર તારું સ્વપ્ન........

મગજ:" સાચી વાત છે મનની નિત્યા પણ અત્યારે તું અબળા છે તારો પ્લાન પણ ફેલ થઈ ગયો અને એ માણસ ની તાકાત આગળ તું કઈ રીતે લડી શકે આમ પણ સ્વપ્ન અને હકીકત માં ઘણું અંતર હોય છે એટલે જ તારે હાર માની લેવી જોઈએ"

મન : ના નિત્યા તારે લડવું જોઈએ આ મોટી મુસીબત ના કહેવાય. અને આવા હવસખોરો ની સામે તો તારા જેવી કેટલીય દિકરી ઓ લડતી હશે અને આવા ને પાઠ પણ ભણાવતી હશે

મગજ :" હમ્મ એવી તો કેટલીય છોકરીઓ છે જે લડી હશે પણ પછી તેમની બદનામી પણ તો થઈ હશે અને યાદ રાખ નિત્યા કમલેશ અંકલ તારા પપ્પા ના બેસ્ટ ફ્રેન્ડ જ નહીં પણ સગા ભાઈ છે અને જ્યારે તારા પપ્પા ને ખબર પડશે કે તેમના દોસ્ત એ આવું ખરાબ કૃત્ય કર્યું છે તો શું તેઓ આ આઘાત સહન કરી શકશે ખરા????? એક જ રાત ની તો વાત છે પછી બધું શાંત થઈ જશે એટલે તારે રૂમમાં જવું જોઈએ...


મન:" આપણા કહેવાતા એવા પુરુષપ્રધાન સમાજ માં તારા જેવી કેટલીય છોકરીઓ ની આબરૂ આ રીતે લૂંટાતી હશે અને જો બધા જ તારી જેમ ચૂપ રહેશે તો એ દિવસ દૂર નથી કે આવા હવસખોરો ની હિંમત વધી જશે અને તને શું લાગે છે નિત્યા આ માણસ તારી એકલી ની આબરૂ સાથે રમવા આવ્યો છે તારા પહેલા આને કોઈ ની ઝીંદગી નહિ બગડી હોય? જો તારી પેલા ની કોઈ છોકરી એ વિરોધ કર્યો હોત તો તે તારા સુધી ના પહોચોત અને આવા તો કેટલાય હશે તો શું દરવખતે ઘર ની આબરૂ અને પ્રતિષ્ઠા માટે દિકરી એ જ બલિદાન આપવાનું અને કયા સુધી આ બધું ચાલશે કોઈકે તો લડવું જ પડશે ને તો તું જ કેમ નહિ નિત્યા યાદ રાખ તું અબળા નહિ સબળા છે તું દુર્ગા પણ છે અને મહાકાળી પણ તું છે અને તું જ શક્તિ છે અને શક્તિ હમેંશા લડે ક્યારેય પણ હાર ના માને"

બસ! ચૂપ! બહુ થઈ ગયું તમારું નિત્યા જોરથી ચીસ પાડે છે જે રૂમમાં રહેલા કમલેશ અંકલ પણ સાંભળે છે અને તેઓ કહે છે "મારે ફરીથી ત્યાં આવવું પડશે કે તું બેડ પર આવે છે"??

કમલેશ અંકલ ની વાત સાંભળી ને હું જવાબ આપું છું " ના અંકલ ચા તૈયાર છે અને હું આવું જ છું"

મેં ભલે અંકલ ને કહ્યું કે હું તેમને સમર્પિત. થવા તૈયાર છું પણ ના મેં લડવાનું નક્કી કર્યું એક પ્લાન ફેલ થયો તો શું થઈ ગયું બીજી યોજના તૈયાર કરી અને હું ચા ની ટ્રે લઈને અંકલ ના રૂમમાં ગઈ અને એમને ચા આપી જેવું એમને ચા નો કપ મારા હાથ માંથી તેમના હાથ માં લેવા માટે મારી આંખો માં આખો નાખી કે મારા ડાબા હાથ ની મુઠ્ઠી માં રહેલું મરચું મેં તેમની આખો માં ઉડાડયું જેવું તેમની આખો માં મરચું ગયું તેમના હાથ માં રહેલો ચા નો કપ તેમના પગ પર પડ્યો ગરમ ગરમ ચા પડતા ની સાથે જ આખો ચોળતા ચોળતા તેમને રાડો પાડી

"આહ મારી આંખો બહુ જ બળે છે કાંઈ દેખાતું પણ નથી આહ! મારી આંખ! પાણી .... પાણી....મને કોઈ પાણી આપો"

અંકલ રાડો પાડતા જ રહ્યા અને મેં બેડરૂમ નો દરવાજો બહારથી બંધ કરી દીધો અને ઘરના ડરવાજા ને પણ ઝડપથી લોક કર્યો અને અંકલ ને રૂમમાં પુરી ને હું ઘરની બહાર નીકળી ગઈ ત્યારે અડધી રાત થઈ હતી હું હાલ ક્યાં જાઉં શું કરું કાંઈ સમજાતું નહતું....


આ અંધારી રાત હતી અને ખૂબ જ ગરમી હતી એવું લાગતું હતું કે હમણાં જ વરસાદ આવશે .....હું એકલી જ ચાલી રહી હતી મારે આ સમયે ઘર ની બહાર નીકળવાની શું જરૂર હતી તેવા સવાલો હું મનમાં મારી જાત ને પૂછતી તી. પણ હું શું કરત મારી પાસે ઘર છોડી ને ગયા સિવાય બીજો રસ્તો પણ તો નહતો.તે અંધારી રાત ને હું ક્યારેય મારા જીવન માં નહિ ભૂલી શકું શ્રવણ વદ આઠમ ની તે અંધારી રાત હતી.આમ તો આજુ બાજુ ભગવાન ક્રિષ્ન ના જન્મ નો ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો હતો.અને ઘરના બધા લોકો થોડે દુર આવેલા તે મંદિર માં જ ગયા હતા.

મેં પણ મંદિરમાં જવાનું નક્કી કર્યું અમારા ઘર થી મંદિર થોડે જ દૂર હતું અને મંદિરે જવા માટે બે રસ્તાઓ હતા એક હાઇવે પરથી જવાનો રસ્તો અને બીજો શોર્ટકટ જ્યાં થોડો વિસ્તાર જંગલ જેવો હતો મને અડધી રાતે હાઇવે પર જતાં બીક લાગતી હતી એટલે ને શોર્ટકટ લેવાનું નક્કી કર્યું..

હું ઝડપથી ચાલી રહી હતી. રસ્તામાં આવતું જંગલ મારી બીક માં વધારો કરી રહ્યા હતા મને તે અંધારી રાત માં જ્યારે ક્યાંક થોડી રોશની દેખાતી ત્યારે મારો પડછાયો જ દેખતો હતો......મારો તે અંધારી રાત ને અંધારી રાત ના પડછાયા સાથે હું જેમ તેમ કરી ને મંદિર પહોંચી....

મંદિર પહોંચતાની સાથે જ મેં મમ્મી ને શોધવાનું સ્ટાર્ટ કર્યું...મેં મમ્મી ને પદમાં આન્ટી સાથે બેસેલી જોઈ હું ધીમેથી મમ્મી ની નજીક ગઈ અને તેને ત્યાંથી ઉભી કરી મને જોઈ ને મમ્મી ચોંકી ગઈ મેં મમ્મી નો હાથ પકડ્યો અને તેને મંદિર ની બહાર થોડે દુર જ્યાં કોઈ ન હતું તેવી જગ્યાએ લઈ ગઈ અને હું મમ્મી ને ભેંટી પડી ને સાથે સાથે મારી આંખ માંથી આંસુ પણ નીકળી આવ્યા મને રડતાં જોઈ ને મમ્મી એ કહ્યું...

"નિત્યા! તું આટલી મોડી રાત્રે અહીં કેવી રીતે આવી? શાંત થઈ જ બેટા તું રડે છે કેમ? શુ થયું બોલ........ "

મમ્મી એ મને તેની પાસે જ રાખી અને મારી પીઠ પર હાથ ફેરવતી જ હતી મેં મમ્મી ને માંડીને રડતાં રડતાં બધી વાત કરી .......મમ્મી એ મને ત્યાં જ બેસી રહેવા કહ્યું અને તે મંદિર માં પપ્પા પાસે ગઈ..મમ્મી થોડી જ વાર માં પછી આવી અને અમે બંને રીક્ષા માં બેઠા અને તરત ઘરે પહોંચ્યા જ્યારે મમ્મી મને ઘરે લાવી ત્યારે મારા તો પગ જ ન હતા ઉપડતા ઘરમાં પગ મુકતા પણ મમ્મી સાથે હતી એટલે હું આગળ વધી મમ્મીએ દરવાજો ખોલ્યો ત્યારે કમલેશ અંકલ સોફા પર જ બેઠા હતા...

તેમની આખો લાલ લાલ હતી અને તે તેમના પગ પર બરફ ઘસી રહ્યા હતા મારી મમ્મી ને જોઈને તેઓ ઉભા થઈ ગયા. મારી મમ્મી ખૂબ જ ગુસ્સામાં હતી તેને રૂમમાં પહોંચતાની સાથે જ કમલેશ અંકલ ને તસ્તસ્તો લાફો જોરથી માર્યો અને કહ્યું
"આજ પછી જો મારી દિકરી ની આસપાસ પણ દેખાયા છો તો હું ભૂલી જઈશ કે તમે નિત્યા ના પપ્પા ના ભાઈ જેવા છો હવે પછી ક્યારેય મારી દિકરી ની સામું પણ ના જોતા અબી હાલ જ ઘર ની બહાર નીકળી જાઓ"

મને તો કમલેશ અંકલ ની આંખો માં જરાય શરમ ના દેખાય તેમને મમ્મી ને કહ્યું:" મારે તો આવવું ક નતું અહીંયા પણ આતો નિત્યા દિકરી એકલી હતી ને તો મને તેની ચિંતા થઈ અને જે પણ કાઈ થયું એમાં મારો તો કાંઈ વાંક જ નહતો તમે મારી વાત ને સમજવાનો પ્રયત્ન કરો"

કમલેશ અંકલ ની વાત સાંભળીને મમ્મી એ મને આગળ આવવા ઈસારો કર્યો અને સાથે થપ્પડ મારવાનું પણ કહ્યું....

મારી નાનપણ ની ઈચ્છા આજે પુરી થઈ મેં જોરથી અંકલ ને થપ્પડ મારી આ થપ્પડ પડતાની સાથે જ તેમના બને ગાલ લાલ થઈ ગયા મારી મમ્મી એ તેમને કડક શબ્દોમાં કહી દીધું...

"આજ પછી ક્યારેય મારા ઘરમાં પગ નહિ મુકતા નીકળી જાઓ અહીંથી હાલ જ અને હવે પછી જો તમે મારી દિકરી ની આસપાસ પણ દેખાયા છો તો મારે તમને પોલીસ ના હવાલે કરવા પડશે"


મમ્મી ની કડક ધમકી સાંભળી ને તેઓ ડરી ગયા અને ત્યાંથી જતા રહ્યા હું સોફા પર બેસી ગઈ મમ્મી મારી પાસે આવી અને મને કહ્યું:" આજે તારે રડવું જોઈએ તેવું તો તે કોઈ કામ નથી કર્યું મને તારા ઓર ગર્વ છે ચાલ આપણે સાથે માં. મંદિર જઈએ પણ જો તે મને પહેલા કમલેશ અંકલ વિશે કહ્યું હોત તો આજે એ એમની અસલી જગ્યાએ હોત

મમ્મી ની વાત નો મેં જવાબ આપતા કહ્યું"મમ્મી મેં તને કેટલીય વાર કહેવાનો પ્રયત્ન કર્યો પણ તું તારા કામ માં જ વ્યસ્ત હોય અને કમલેશ અંકલ તો આપણા ઘર ના જ હતા ને તો તું અને પપ્પા એમની વિરોધ કાંઈ પણ સુકામ સાંભળી લો અને એટલે જ હું તને ના કહી શકી સોરી માં"

મારી વાત સાંભળી ને મમ્મી ની આંખો માં પણ આંસુ આવી ગયા અને તેને મારા આંસુ લૂછતાં કહ્યું :"સોરી તારે નહિ મારે કહેવાની જરૂર છે ભૂલ તો મારી કહેવાય ને કે મારી દિકરી મને કંઈ કહેવાનો નાનપણ થી પ્રયત્ન કરતી રહી અને હું તેને સમજી ન શકી પણ આજ પછી હું મારી દિકરી ની બધી વાતો શાંતિ થી સાંભલીશ અને તેની સાથે રહીશ.......... " "આજ સુધી હું તારી મા તો હતી જ પણ હવેથી તારી બેસ્ટ ફ્રેન્ડ બનવાનો પણ પ્રયત્ન કરીશ"

મમ્મી નું આટલું બોલતાની સાથે જ હું તેને ભેટી પડી અમે ઘડીયાળ માં જોયું તો બાર વગવામાં આઠ મિનિટ ની વાર હતી મેં મમ્મી ને કહ્યું "મમ્મી ચાલ આપણે મંદિર જઈએ કિશનજી નો જન્મ થવાની તૈયારી જ છે હું અને મમ્મી એક્ટિવા લઈ ને મંદિર પહોંચ્યા પપ્પાએ મને જોઈને પૂછ્યું કે હું તો નતી આવવાની ને!? પણ મમ્મી એ પપ્પાને કહ્યું કે તે જ મને એક્ટિવા માં મંદિર લાવી છે અને આપણે સાથે એક્ટિવમાં જ ઘરે જઈશું...

રાત્રે બાર વાગે કિશનજી નો જન્મ ખૂબ જ ધામધૂમ થી કરાવવામાં આવ્યો અને ત્યારબાદ અમે ત્રણેય એક્ટિવમાં ઘરે આવ્યા ....થોડા દિવસો પછી પપ્પાએ પણ કમલેશ અંકલ ને બોલાવવાનું ઓછું કરી દીધું ..... મમ્મી એ પપ્પાને કમલેશ અંકલે મારી સાથે જે જબરજસ્તી કરવાની કોશિસ કરી તે વિશે જણાવ્યું હશે એટલે જ હવે મારે તેમનો ચહેરો નથી જોવો પડતો.. ..આજે હું મારા મમ્મી અને પપ્પા સાથે ખુશ તો છું છતાં પણ ક્યારેક મને તે અંધારી રાત ધ્રુજાવી દે છે હું ક્યારેય તે પડછાયા ને નહિ ભૂલી શકું




સમાપ્ત



Email id : nidhithakkar@gmail.com



👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍


📝📝📝📝📝📝📝📝📝📝📝📝📝📝📝📝📝📝📝📝📝📝📝📝📝📝📝📝


એક રાઇટર તરીકે મારા વિચારો.........

વ્હાલા વાચકમિત્રો મારી આ વાર્તા વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર..વાર્તા નું નામ વાંચીને કદાચ તમારા મનમાં થયું હશે કે આ વાર્તા તો હોરર હોવી જોઈએ ને અને આમાં તો એવું કંઈ છે જ નહીં પણ હોરર નો અર્થ તો ડર લાગે તેવો થાય છે ને અને ભૂતપ્રેત થી તો ઘણા લોકો ડરતા હશે પણ મારી આ વાર્તા માં રહેલા કમલેશ અંકલ જેવા હેવાનો નું શુ કેટલીયે છોકરીઓ ની આબરૂ. બંધ બારણે લૂંટાતી હશે અને તેઓ કાંઈ કરી પણ નહીં શકતી હોય...અને એમનાથી પણ ડરવાની જરૂર તો છે ને.....!


આપણા દેશ માં હમણાંથી ઘણી ઘટનાઓ બની જે રેપ અને બળાત્કાર પર છે અને એના માટે આપણે કેન્ડલ માર્ચ કરીએ, મોટી મોટી રેલીઓ કાઢીએ, ખરાબ કૃત્ય કરનારાઓ ના પૂતળા બાળીએ, તેમને ખરાબ શબ્દો કહીએ અને પીડિતા ને ન્યાય અપાવવાનો પ્રયત્ન પણ કરીએ...


આપણાં દેશ માં જયારે કોઈ દિકરી પર જાહેર માં દુષ્કૃતય થાય ત્યારે તો આપણે બહુ વધારે હિંસક બની જઈએ પેલા ગુનેગાર ને સજા અપાવીએ પણ મારો તમને બધાને સવાલ છે કે ઘરમાં જ સગા સગાસંબંધીઓ અથવા નજીકના મિત્રો દ્વારા જ્યારે આવું કંઈ દિકરી સાથે થાય ત્યારે કેમ કાંઈ કરવામાં નથી આવતું સાવ કાંઈ નથી થતું એમ હું નથી કહેતી પણ બહુ ઓછા કેસ છે જેમાં પીડિતા ને ન્યાય મળ્યો હોય.......


આવી ઘટનાઓ ને ગુજરાતી માં જતી," જાતીય સતામણી અને અંગ્રેજીમાં sexual harassment કહેવાય છે હું sure નથી પણ કહેવાતું હશે "

જ્યારે ઘરમાં જ કોઈ દિકરી સાથે તેના સંબંઘી જેવા કે તેના કાકા ,મામા, ફુવા, જીજાજી,પપ્પા ના બેસ્ટ ફ્રેન્ડઅથવા પિતરાઈ ભાઈ અથવા નજીકનો ગમે તે કોઈ સગો માણસ જેનું કામ તેની રક્ષા કરવાનું છે અને તે જ માણસ તેનું ભક્ષણ કરે છે અને જ્યારે દિકરી તેની માં અથવા ગમે તે કોઈ નજીકના ને કહેવાનો પ્રયત્ન કરે તો ઘરની આબરૂ જશે તેવું કહીને તેનું મોઢું બંધ કરી દેવામાં આવે છે જો છોકરી ની ઉંમર સત્તર કે અઢાર વર્ષની હોય તે મોટેભાગે તેના લગ્ન કરવી દેવામાં આવે છે અને એ છોકરીનો જ વાંક હોય તેવું તેને જતાવવામાં આવે છે.....

મારી વાર્તાની નાયિકા નિત્યા ને તો મેં લડતાં શીખવ્યું છે પણ બહુ ઓછી છોકરીઓ છે જે આવી પરિસ્થિતિ ઓ સામે લડતી હશે ....................


હું તો દરેક માણસ ને કહું છું કે ક્યારેય પણ કોઈ પણ પરિસ્થિતિમાં હાર નહિ માનવાની હમેંશા એ પરિસ્થિતિ ની સામે લડવાનું અને અંત માં તો આપણી જીત જ થાય હ ક્યારેક જીત મળતા વાર લાગે પણ જો આપણે સાચા હોઈએ ને તો જીત આપણી જ થાય માટે ક્યારેય નિરાશ તો ના જ થવું જોઈએ........


વાંચવા બદલ ખુબ ખુબ આભાર ........🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏














નિધિ ઠક્કર ........✋✋✋✋✋✋✋