Ek tutelu ghar in Gujarati Short Stories by લાગણીનું ઝરણું books and stories PDF | એક તૂટેલું ઘર

Featured Books
  • ખજાનો - 40

    " નુમ્બાસા મુંબાસા શહેરનો કુખ્યાત લૂંટારો છે. છળકપટથી તેણે મ...

  • આપા રતા ભગત

    આપા રતા ભગતમોલડી ગામમાં નળીયા ચારવા આવેલ કુંભાર ભગતના નિંભાડ...

  • ભાગવત રહસ્ય - 72

    ભાગવત રહસ્ય-૭૨   શમીકઋષિના પુત્ર-શૃંગીને ખબર પડી કે –પોતાના...

  • ઈશ્વરીય શક્તિ - ભાગ 2

    ઈસ્વરીય શક્તિજય માતાજી આપણે આજે વાત કરવી છે ઈસ્વરીય શક્તિ ની...

  • ડિજિટલ અરેસ્ટ

    સાયબર માફિયાઓનો નવો કિમીયો : ડિજિટલ અરેસ્ટડિજિટલ અરેસ્ટ : ઓન...

Categories
Share

એક તૂટેલું ઘર

હા, તૂટેલું ઘર એટલે માટી, ઈંટો, કાંકરા અને સિમેન્ટ થી ચાર દિવાલ ઊભી કરી બને એ ઘર નહીં. પરતું કોઈ ના હૃદયમાં ઉજરડા પાડવા, લાગણીઓ પીંખી નાખવી, આખે આખો માણસ ચીરાય જાઈ એવા શબ્દોનું બાણ ચલાવવું એને તુટેલું ઘર કહેવાય.

ડૉક્ટર આવી ગયા છે એ વાત જાણી બધા ને હાશ થઈ. મૃદુલાબેન નું સ્વાસ્થ્ય દિવસે દિવસે વધુ નબળુ થતું જાતું હતું. એ ત્રણ સંતાના માતા હતા. યુવાન વયે મૃદુલાબેન વિધવા થયા. ત્યારે મોટી પુત્રી સુરભી બારમાં ધોરણમાં ભણતી હતી. બીજા નંબરનો દિકરો ધૈર્ય આઠમાં ધોરણમાં ભણતો હતો ને નાની દિકરી ખુશી હજી તો માંડ ચાર વર્ષની થઈ હતી. રમેશભાઈ ના ગુજરી ગયા પછી તો જાણે મૃદુલાબેન ની ઉપર આભ જ તુટી પડીયું. એક રમેશભાઈ જ હતા ઘરના કર્તા ધરતા. એમના ગયા પછી જાણે ઘર સાવ તુટી જ ગયું. મૃદુલાબેન ને છોકરા ઓની સતત ચિંતા થાતી એમના મનમાં એક જ ચિંતા ઘર કરી ગઈ હતી, હવે આ તૂટેલા ઘરનું કોણ રખેપું કરશે? ઘરની ચાર દિવાલો તો સદ્ધર હતી. પણ માનસિક અને આર્થિક રીતે ઘર તૂટી ગયું હતું.

આમ ને આમ દિવસો વ્યતિત થતા ગયા. મૃદુલાબેન પાસે જે કાંઈ મૂડી હતી એ પણ વપરાય ગઈ. મૃદુલાબેન શિવણ કામ શીખે છે ને સાથે સાથે ચાર ઘરના વાસણ કપડા નું કામ કરી બાળકોને ભણાવે છે. મોટી દિકરી સુરભીથી એની માતાની આ હલાત જોવાતી નથી એ એના ભણતર ની સાથે સાથે ટ્યુશન કરાવે છે અને આ મૃદુલાબેન ની સમજુ દિકરી એમને ઘર કામ માં પણ મદદ કરે છે. નાના ભાઈ - બહેનને ભણાવા થી માંડીને એમને જમાડવા, સમયસર સુવાડવા બધા જ કામ હવે મૃદુલાબેન ની જગ્યાએ સુરભી કરતી થઈ ગઈ. જાણે ઘર માં પડેલી તિરાડો સંધાવા લાાગી. રમેશભાઈની ખોટ તો મૃદુલાબેન કાયમ જ રહેતી, એમને ઘર બહાર કામ કરવા ની જરૂર આ પહેલા ક્યારે પડી જ ના હતી. યૌવન ને સુડોળ શરીરના લીઘે એમને કેટલીકવાર ના સાંભળવાનું પણ સાંભળવું પડતું અને લોકોની ગીધ જેવી નજરથી પોતાની જાતને બચાવતા ફરે છે. ને છતાં એક યુવાનવયે થયેલી વિધવાને સમાજના મેણાટોણા સાંભળવા પડે છે. આ બધી વાતો થી એમના તૂટેલા હૃદય પર ને લાગણીઓ પર અસર થાય છે. આ રીતે મનમાં ને મનમાં ધરબી રાખેલી વેદનાઓ, ગળામાં અટકી ગયેલા ડૂમો એ બધાની ધીરે ધીરે એમના સ્વાસ્થ્ય ઉપર અસર થાય છે. બાળકોને તો પિતા ની ખોટતો હતી જ ને હવે માતાની તબિયેત પણ સારી ના રહેવાથી વધુ ચિંતામાં રહેવા લાગ્યા. નાની ખુશી ને તો એની માતા જ બધું જ હતી. એને આ બધી વાતની હજી સમજ જ કયાં હતી.

આમ દસ વર્ષ વિતિ જાય છે. સુરભી માટે યોગ્ય ઘર-વર શોધી બહુ સાદગીથી પરણાવી દે છે. આ બાજુ હવે ધૈર્ય પણ કોમર્સ એકાઉન્ટિંગ વિભાગમાં સ્નાતક થઈ એક ખાનગી પેઢી માં નોકરી કરવા લાગે છે. ખુશી પણ પોતાના ભણતરમાં ખૂબ મન લગાવીને અવ્વલ નંબર લાવે છે અને એને આગળ ભણવા માટે શિષ્યવૃત્તિ મળે છે. હવે મૃદુલાબેેન કામે ઓછું જાય છે. કારણ હવે ઉંમર એનું કામ કરે છે અને શરીર એના જવાબ આપે છે. પણ આમ એ ઘરમાં રહીને રમેશભાઈ ની યાદ માં જ ખોવાયેલા રહે છે. એમનું મન એ જ અંજપો લઈ ભમતું રહે છે. શું કામ મને એકલી મુકી અનંત યાત્રા ચાલી નીકળીયા? આવા આક્રંદ રુદન સાથે મૃદુલાબેેન રડી પડે છે. આટલા વર્ષોનો ડૂમો ડુસકા બની એ કોઈકની કાયમની ગેરહાજરીથી તૂટેલા ઘરમાં પડધાય છે. જયારે ધૈર્ય અને ખુશી ઘરે આવે છે ને જોવે છે કે મૃદુલાબેેન એમની માતા રમેશભાઈ નો ફોટો જે દિવાલ પર લટકાવીયો હતો ત્યાં નીચે ઢળી પડેલા છે આ જોઈ બંને ના હૈયામાં ફાડ પડે છે ને બંને ખૂબ ડરી જાય છે કે મમ્મી ને શું થઈ ગયું હશે? પાડોશીઓની મદદથી બંને ભાઈ - બહેન મૃદુલાબેેનને ઉંચકીને ઓરડામાં લઈ જઈ ખાટલામાં સુુવાડે છે. ધૈર્ય ધ્રુજતા હાથે એના જીન્સના જમણી બાજુના ખિસ્સામાંથી મોબાઈલ કાઢી એની મોટી બહેન સુરભી ને ફોન કરી બોલાવે છે. સુરભી ડોક્ટર ને સાથે તેડી અડધા કલાક માં આવું છું એમ કહી ફોન મૂકી દે છે. સુરભીને આવવામાં બહુ મોડું થાય છે. આ બાજુ સમય વિતતો જાય છે. મૃદુલાબેેન હોશમાં નથી આવતા શ્વાસોની ગતિ મંદ થતી જાય છે. એકવાર એટલું જ ધીમા સાદે બેહોશી ની હાલતમાં બોલે છે કે છાતીમાં બહુ દુખે છે. ખુશીને તો એની માતા ગણો કે પિતા બંને મૃદુલાબેેન જ, જ્યારથી સમજણી થઈ ત્યારથી મૃદુલાબેેન, સુરભી દીદી અને ધૈર્યભાઈ એ જ ખુશીની દુનિયા હતી. એ તો મૃદુલાબેેન ના પગ પાસે બેસી ધ્રુસકે ધ્રુસકે રડે જ જાય છે. ધૈર્ય એને સાંત્વના આપે છે કે કાંઈ નહીં થાય મમ્મીને તું રડ નહીં ખુશી. હમણા સુરભી દીદી આવતા જ હશે ડોક્ટર ને સાથે લઈને બધું સારું થઈ જાશે. ત્યાં દરવાજે ડોરબેલ રણકે છે. ધૈર્ય ઝડપભેર જઈ દરવાજો ખોલે છે ને મોટેથી બોલી પડે છે લો આવી ગયા ડોક્ટર. આ વાત સાંભળી બઘાને હાશકારાનો અનુભવ થાય છે અને આશાનું કિરણ દેખાય છે.

ડોક્ટર આવ્યા અને બધું જ ચકાસે છે ને બોલે છે બરાબર છે ચિંતા કરવા જેવુ કૈં નથી આતો થોડી શરીરમાં નબળાઈ ના લીધે ચક્કર આવ્યા અને ગેસ ના લીધે છાતીમાં દુખાવો થયો. આ દવા આપું છું સમયસર લે જો. ખાવામાં કાળજી રાખજો. આ સાંભળતા જ જાણે આ ઘર એકવાર ફરી તૂટતું બચી ગયા ની લાગણીનો બધા અહેસાસ કરે છે. એકબીજા ને ભેટી પડે છે.
"હિર"

©HEER THE OPEN BOOK