kathputli - 28 in Gujarati Detective stories by SABIRKHAN books and stories PDF | કઠપૂતલી - 28

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

કઠપૂતલી - 28

થયુ પણ એવું જ..

લીલાધરની ગાડી નીકળી ગઈ એના થોડાક અંતરાલ પછી.. તાવડે લીલાધરના બંગલે પહોંચ્ચો હતો. લીલાધરના વફાદાર એવા નોકરે જાણી જોઈને જ બંગલાનો મુખ્ય દરવાજો અનલોક રાખ્યો હતો. ટપ ટપ ટપ જુત્તાઓનો ધ્વનિ એને નજીક આવતો સાંભળ્યો. એટલે રામુ ભીતરના એક રૂમમાં પરદાની ઓથ લઈ છૂપાયો..

બંગલામાં ઉપર નીચે દસેક રૂમ હતા.  એ સિવાય નીચે પાંચમા બેડરૂમમના ભોયરામાં એક રૂમ હતો..

જે ખુફિયા રૂમ ગણાતો. મજાની વાત એ હતી કે એ આવા ભૂગર્ભના રૂમમાં મોબાઈલનુ કવરેજ બિલકુલ નહોતુ.. એટલે રામા એ જાણી જોઈ ને છેલ્લો કમરો પોલિસની મહેમાન નવાઝી માટે પસંદ કર્યો. પતરાના ટીનને  એકબીજા ઉપર ગોઠવી રામુએ સૌથી નીચેના ટીનને પાતળા તાર વડે બાંધી એક છેડો પોતાના હાથમાં રાખ્યો હતો. જ્યાં રામુ અગાઉથી પાંચમા નંબરના રૂમમાં પરદાની પાછળ છુપાઈને બેઠો હતો. તાવડે પોતાની ટીમ સાથે જેવો ખુલ્લા લીલાધરના બંગલામાં પ્રવેશ્યો એ તકની જ રાહ જોઈ બેઠેલો રામુ બિલકુલ સતર્ક થઈ ગયો..  તાવડેની ટીમે બંગલામાં પ્રવેશી એકએક કમરાને વારા ફરથી ચેક કરતી જેવી ચાર નંબરના બેડરૂમમાં પ્રવેશી ત્યારે તાવડે એ જાણી જોઈને પોતાના હાથમાં પકડી રાખેલો પાતળો વાયર ખેંચ્યો. ભોયરામાં ડબ્બાઓ પડવાનો અવાજ અચાનક સંભળાતાં તાવડે પાંચ નંબરના રૂમમાં આવી ગયો. નીચેથી આવેલા અવાજને એ પામી ગયો હતો.. અછડતી નજર એને રૂમમાં નાખી અને ફર્શ પર એક ખૂણામાં રહેલો દરવાજો ખોલીએ ઝડપથી દાદર ઉતર્યો. બીજા સાથીદારો પણ અંદર ભૂગર્ભના દાદરમાં ઉતર્યા.. ત્યારે તકની જ રાહ જોતા રામુએ દોડીને નીચે લઈ જતી સીઢીનો દરવાજો ઉપર ભીડી દીધો.

પછી હોઠો પર રહસ્યમય મુસ્કાન લાવી બોલ્યો. "ખબર નહી આવા અોફીસરોને પોલીસની ભરતીમાં કોણે લીધા હશે..? જ્યાં સુજ-સમજથી કામ લેવાનું હોય ત્યાં જ ભોપાળું કાઢે..!"

લોઢાનો મજબૂત દરવાજો ભીડી રામુ ચૂપચાપ બહાર બહાર નીકળી ગયો. પોતે જાણતો હતો કે તાવડે સાહેબ સહિતના ચારે જણાને પોલીસ-થાણે પાછા આવેલા ન જોઈ 'અભય સર' દોડી આવવાના.. પોતાના અન્નદાતાને એક વાર બચાવ્યાનો સંતોષ રામુના ચહેરા પર ચોખ્ખો વર્તાતો હતો.

એને બંગલાના મેઈનગેટને બહારથી બંધ કરી ત્યાંથી ગાયબ થઈ જવુ યોગ્ય લાગ્યુ.  લીલાધરને બંધક બનાવી લેવા એક્શન લે એ પહેંલા ખૂની એ પોતાની ચાલ રમી લીધી હતી..

****

અભય સરે ડ્રાઈવરને કહ્યુ..

"જરા ફાસ્ટ ચલાવ..  મને તાવડેની ચિંતા થાય છે...! બધાનો ફોન આઉટ ઓફ કવરેજ આવે છે.. લીલાધરને ઉપાડી લાવવા ગયા હતા ચારેયમાંથી  એકનોય પત્તો નથી...!"

"સર.. હંમેશની જેમ ખૂની આપણા કરતાં એક ડગલું આગળ ચાલ્યો છે..! આ વખતે પણ એ પોતાની કળા કરી ગયો છે...

" તરુણના મર્ડરને ઝાઝો સમય નથી થયો એટલે આટલી ઝડપે લીલાધરના મર્ડરની શક્યતા ઓછી છે..!" સમીરની વાત સાંભળી અભયે પોતાનું અનુમાન રજૂ કર્યું..

ત્યારે સમીરે છાતી ઠોકતા કહ્યું.. સાહેબ ખોટા ભ્રમમાં રહેજો નહી.. લગભગ સર્વ વિદિત છે કે કઠપૂતલીનું છેલ્લું મર્ડર બાકી છે અને એ વાત ખુદ લીલાધર પણ જાણતો હશે કારણકે કોઈક તો એવી વાત જરૂર છે.. એવી કડી જરૂર છે જે આ પાંચેય મિત્રો સાથે ક્યાંકને- ક્યાંક જોડાયેલી છે. એક કડી મળી જાય એટલે ખૂની તો આપોઆપ સામે આવી જશે...! આટલે સુધી સફળ રહેલો ખૂની મને નથી લાગતું કે છેલ્લી ક્ષણે હાથમાં આવે.. સંજોગો એની સફળતા તરફ આંગળી ચીંધે છે..!"

"આપણે ખૂનીને ગમે ત્યાંથી પકડી લઈશું..!" અભયે સમીરને એક ઝનૂન સાથે કહ્યું.

"હા પણ અત્યારે તો ઇસ્પેક્ટર તાવડે અને બાકીના સાથીદારોનુ શું થયુ જાણવું ખૂબ અગત્યનું છે અને પછી લીલાધર અત્યારે કઈ જગ્યાએ છે એનો પત્તો લગાવવો પડશે.. "

"બસ પહોંચી ગયા આપણે.. આ સામે દેખાય તે લીલાધરનો બંગલો છે..!"

પોલીસવાન અંદર જ પડી છે એનો સીધો અર્થ તો એવો થાય કે હજુ સુધી તાવડેની ટીમ બંગલામાં જ ક્યાંક હોવી જોઈએ

***