કીટલીથી કેફે સુધી
આનંદ
(9)
સમય વહેતા પાણીની માફક ચાલ્યો. એકાદ મહીનામા તો અમે એક-બીજામા સાથે કાયમની માટે મળી ગયા.જીવનના સૌથી યાદગાર દીવસો જઇ રહ્યા હતા.થોડા દીવસો મા તો નાટાની એક્ઝામ આવી ગઇ.બધા સારા માર્કથી પાસ પણ થઇ ગયા.બધા ઘણા ખુશ હતા.હુ બધાયની સાથે ખુશ હતો પણ હમણા થોડા દીવસોમા વીખેરાઇ જવાના એવા વીચારથી અંદરથી દુઃભાતો હતો.
મે બધાથી વહેલા એક્ઝામ આપી અને પાસ થયો.એટલે મે ક્લાસીસ આવવાનુ બંધ કર્યુ.મને મારા કરેલા ડોઢ-ડહાપણ અને મુર્ખાઇ પર કાયમ અફસોસ થયો.પણ હુ પછી ક્યારેય એ સતરંગી ટોળી સાથે સર્કલ મા બેસવાનો ખરો...?.છેલ્લા દીવસે હુ કેટલાયને તો છેલ્લી વાર મળ્યો.મને ફરક કેમ ન પડયો.બધુ એક બાજુ પર પણ અમારી ટોળીને મળવા પણ ન આવ્યો.મળ્યો તોય ભાવહીન.આ મારી જાતે કરેલી મુર્ખાઇ.
કોલેજ પહેલા...કોલેજ પછી કોઇ દીવસ નહોતો જયારે મને એ વાતનો અફસોસ નથી થયો.
સમય હાથમાથી સરકી ગયો...મારો સમય...અમારો બધાનો સમય...
એકાદ વર્ષ તો આમને આમ જ વીત્યુ. બધા સાવ વીખાઇ ગયા. મારી હાલત તો પુરમા ખોવાયેલા સબમરીન જેવી થઇ ગઇ.વોટસ્અપના ગ્રુપમા મીતના મેસેજ આવતા હોય.બાકી કોઇના રીપ્લાય છેલ્લા દસેક મહીનાથી જોયા નથી.કોલેજ ચાલુ થયા પછી કોઇને મળવાનુ પણ થયુ નથી.
શરુઆતના થોડા દીવસોમા કયારેક રાજ કામ કરવા આવ્યો.એ પછી મીતને લગભગ એકાદ વાર મળ્યો.કુલદીપ અને નીહાર તો રોજ કોલેજ પર મળે છે.બાકી હુ વધ્યો એકલવાયો.પછીના દીવસો મારુ ચા પીવાનુ માપ બહાર થઇ ગયુ.
ખબર નહી એક દીવસ મને મજાક કરવાનુ મન થયુ.મે વોટ્સઅપ ગ્રુપ ઓપન કરીને જોક મોકલવાનુ ચાલુ કર્યુ.જેમના સરનામા નહોતા એ બધાના રીપ્લાય આવ્યા.મને અંદરથી થોડી ખુશી થઇ કે કોઇને તો કાઇ યાદ છે.એ પછી ફરીથી એકવાર “રી-યુનિયન” કરવાની વાત કરી.
બે વર્ષના અંતે મે હીમ્મત કરીને મે પુજાને ફોન કર્યો.મને બીક હતી.
“હલો...,” મને થયુ ફોન નહી ઉપડે ; પણ દસેક સેકન્ડમા જ ફોન રીસીવ થયો.
મારી ગભરામણ વધવા લાગી.ફોન તો કરી દીધો હવે વાત શુ કરવી.
“હલો...હલો...સંભળાય છે...” મારાથી વીચાર્યા વગર બોલાઇ ગયુ.
“હા સંભળાય છે...કોણ...?” એના અવાજ મા આજે પણ એ આનંદ હતો.એવો જ્યારે મે પહેલીવાર સાંભળ્યો હતો.
થોડી સેકન્ડ માટે હુ અટક્યો.
“હલો...હલો...કોણ...?” આ વખતે થોડા આશ્ચર્યથી બોલી.
મને સૌથી મોટી બીક એ હતી કે એ મને ઓળખવાની ના કહે તો...
“હવે તો ભુલી ગયા જ ગયા હોયને કેટલો ટાઇમ થયો...”
“હુ રાજ...”
“ઓહ...રાજ...”
“અરે...કેમ છો મજામા...?” મને અવાજમા થોડો આનંદનો વધારો થયો એવુ લાગ્યુ.હુ તો હજી પણ એકધારો બાગાની જેમ વીચારતો રહ્યો.
“આમ યાદ છે કે નહી કાઇ...?”
“યાદ જ હોઇને તમને કેમ ભુલી શકીએ...” એ હસી પડી.
“શુ ચાલે બાકી...કયા છો આજકાલ...” મારા મનમા હરખ સમાતો નહોતો.
“બસ જો હાયલા કરે તુ કે તારે શુ ચાલે...”
થોડીવાર જુની વાતોને યાદ કરી.મને લાગ્યુ કે સોનેરી દીવસો હુ ફરીથી જીવી ગયો.એ પછી તો અમે ભાગ્યા અને આર્કીટેક્ચરે ભગાવ્યા એવુ જ ચાલ્યુ.
***
મને યાદ છે જ્યુરીનો દીવસ.સીનીયરો-જુનીયરો અને ફેસ્ટીવલની તૈયારીથી બચતા સેકન્ડ સેમેસ્ટરની જ્યુરી આવી ગઇ.આનંદ સોનેચા નામથી બધા દુર ભાગતા.એ કાયમ અમારી પાસે અમારી સમજદારી કરતા વધારે કામની આશા રાખતા.એમની વાતમા રસ પડતો હોય એવાની સંખ્યા ઘણી ઓછી હતી.મને ખબર નહી કેમ એની વાત મગજમા ઉતરી જતી.
એ પોતે આ જ કોલેજના સ્ટુડન્ટ છે.એમને કેટલાક ઉપરના દરજ્જાના માણસો સાથે કામ કર્યુ છે.કારણે જ એમનો ધ્યેય એટલો ઉપર છે.પણ મને એમની સાથે કામ કરવાની બઉ મજા પડતી.
સ્ટુડીયોના પહેલા દીવસથી જ મારી ઇમ્પ્રેશન સારી પડી ગઇ હતી.આ લગભગ એજ ટાઇમ હતો જ્યારથી મારી અંદર નવા ઉત્સાહ અને કાઇક કરી દેખાડવાની આગ પાછી લાગી હતી.કોઇ માણસની અસરથી ફરક પડે એ સમજવુ થોડુ અઘરુ છે.
આખા ક્લાસે જ્યારે કામ ન કર્યુ હોય તોય હુ કીધા કરતા ડોઢુ કામ કરીને જતો.બાકીના બધા આગળનુ કામ પુરુ કરવામા વળગ્યા હતા.ત્યારે મે મારી આત્મવીશ્વાસ થી અડગ રહીને “આઇસો મેટ્રીક” બનાવ્યો.જે ક્લાસમા બધાની સમજણ અને શકિતથી ક્યાય ઉપર હતુ.જે બધાની જાણ બહારનુ હતુ.
એ દીવસે લગભગ સાતેક વાગ્યે આનંદ સરે બધાને ભેગા કર્યા.
“કામ થાય છે ને બરોબર...?”
બધા ના તો ખુશ હતા કે ના તો ઉદાસ.એકદમ વચ્ચગાળાની હાલત હતી.હુ પણ એ બધાની વચ્ચે ઉભો રહ્યો.એ દીવસો મારા પહેલાના દીવસો કરતા વધારે સારા જવા લાગ્યા હતા.હુ થોડો વધારે ઉત્સાહમા રહેતો.એ ટાઇમ જ એવો હતો કે ખરેખર ડીઝાઇન કેમ થાય એ હુ સમજી રહ્યો હતો.
થોડી કાલની વાતો કરી.અચાનક જ....
“કામ કરવુ હોયને તો રાજ જેટલુ ન કરતા...બરોબર ને રાજ...” આનંદ સર મારી સામે જોઇને બોલ્યા.અચાનક મોજુ આવ્યુ હોય એમ હુ તો ચોંકી ગયો.મને વીશ્વાસ નહોતો આવતો.પણ અહી તો ખરેખર મારી જ વાત થઇ રહી હતી.હુ એક જ સાથે ખુશ હતો કે આશ્ચર્યમા એ નક્કી ન કરી શક્યો.
ક્લાસમા બધા મારી સામુ જોઇ રહ્યા છે.કારણ મારે કદાચ સમજવા કે સમજાવવાની જરુર નહોતી કારણ કે ગમે તે માણસ સમજી શકે તેવી ચોખ્ખી વાત હતી.મારા છેલ્લા કેટલાય સમય પછી મને આટલો ગર્વનો અનુભવ થયો.પણ એ દીવસથી જ મારી લડાઇની શરુઆત હતી.કા આર ને કા પાર...
દીવસો જતા વાર ન લાગી.સેમેસ્ટર પુરુ થવા આવ્યુ એ મારા માનવામા નહોતુ આવતુ.પણ જ્યુરી ની તારીખ નક્કી થઇ.આગલા દીવસે લીસ્ટ આવ્યુ એમા બીજુ જ નામ મારુ નીકળ્યુ.
મને તો એકદમ જ ગભરામણ થઇ.મને તો બે માણસની સાથે વાત કરતા પમ નથી આવડતુ.કાલે હુ શુ કરીશ.આખો ક્લાસ સાંભળશે.કેટલાય સીનીયર...કેટલા ફેકલ્ટી...અને બીજા કેટલા સામે ખોટો પડીશ તો.
સીટમા કેટલુ બધુ બાકી છે.હજી મોડેલ બનાવવાનુ ચાલુ પણ નથી કર્યુ.સાંજ ના સાડા-સાત તો થયા હવે ક્યારે ભેગુ થશે.મારા મગજમા અત્યારે કેટલી વાત હાલે છે એ કહેવુ અશક્ય છે.
મને મારી જાત પર થતો ગર્વ બોજ જેવો લાગે છે.મને વારે વારે એજ વીચાર આવે છે કે હુ જેવુ ધારુ એવુ નહી થાય તો બધા મારો મજાક ઉડાવશે.મે એટલા બધા લોકો સાથે ઝઘડા કર્યા છે કે કોઇ ને કોઇ તો મારો મજાક બનાવવા તૈયાર જ હશે.
ગમે તેમ કરીને સવાર પડતા મે મોડેલ અને સીટ પુરા કર્યા.એ દીવસે હુ આખી રાત જાગ્યો.અને એક ધારી દસેક ચા પી ગયો.ત્યારથી કદાચ મને એક ખોટો વહેમ પડયો.મારો પોતાના જ અવાજ નો પડઘો. “ચા પીવાથી મને શાંતી મળે”. એ વાત કેટલી સાચી અને કેટલી ખોટી એ જાણવાનો પ્રયત્ન મે ક્યારેય કર્યો નથી.
આખી રાત જાગી ને સવારે મે જ્યુરી આપવા ગયો.હુ વધારે કાઇ તો બોલી શકવાનો નથી એ મને અંદરથી જ ખબર છે.પણ આ વખતે તો જ્યુરર ને જોઇને જ બીક લાગે એવુ છે.એક ના વાળની જટા એટલી મોટી છે જયારે બીજાની ડાઢી એના પેન્ટના બેલ્ટ સુધીની છે.જોઇને જ કોઇ પણ માણસને બીક લાગે.
મારા પહેલા એકની જ્યુરી ચાલુ છે જે પતવા જ આવી છે.એના રીવ્યુ જોઇને મારો ડર વધ્યો છે.મારા તરત જ પછી પ્રેયશ છે અને એના તરત જ પછી હેમલ.પહેલી જ્યુરી પુરી કરી એટલે બધા એ મારી તરફ પોતાની ખુરશીઓ ફેરવી.આ એક એવી ઐતીહાસીક ઘડી છે જ્યા આખો ક્લાસ...ત્રણ જ્યુરર...અમારા પ્રીન્સીપલ...અને કેટલાય મજા લેવાવાળી સીનીયરો મારી સામે નજર રાખીને બેઠા છે.
મે બોલવાનુ ચાલુ કર્યુ.મે લખેલુ હતુ એમાથી ખાલી પાંચ કે છ લાઇન હુ માંડ બોલ્યો.હુ બોલવા માંગતો હોવા છતા નહોતો બોલી શકતો.મને અફસોસ ઘણો થતો હતો પણ કાઇ કરી શકુ એમ પણ નહોતો.બાકીની વાતો મા જ્યુરર ના પ્રશ્નોના જવાબ હતા.જે માંડ મારા મોઢેથી નીકળતા હતા.મારી ડીઝાઇન અને આઇડીયા ને લગતા કેટલીય એવી વાતો હતી જે હુ ન બોલી શક્યો.
એકવાર તો બોલતા અટક્યો ત્યારે આનંદ સરે વચ્ચેથી ઉભા થઇને સમજાવ્યુ.બાકી કોઇની જ્યુરીમા લગભગ ક્યાય મદદ નહોતી કરી.હુ ખરેખર એટલો નસીબદાર છુ.વચ્ચેના બ્રેકમા જેટલાની જ્યુરી પતી એની સાથે વાત કરીને સમજાવ્યા કે કોઇ માણસ તમને જજ નથી કરી રહ્યા પણ ખાલી એમના વીચારો જણાવી રહ્યા છે.
મારી સફર ની સાચી શરુઆત થઇ ચુકી હતી.એ માનવામા હવે કોઇ અંતર નહોતુ.
મારી જ્યુરી પતી એટલે હુ સીધો ચા પીવા કેન્ટીન પહોચી ગયો.
(ક્રમશ:)