Prem ni Abhaykruti - 10 (Last part) in Gujarati Love Stories by Parl Manish Mehta books and stories PDF | પ્રેમ ની અભયાકૃતિ - 10 (અંતિમ ભાગ)

Featured Books
Categories
Share

પ્રેમ ની અભયાકૃતિ - 10 (અંતિમ ભાગ)

આવી ગઈ તમારી પ્યારી વાર્તા પ્રેમ ની અભયાકૃતિ . આજે આ વાર્તા નો અંતિમ ભાગ ....


આગળ ના ભાગ માં આપણે જોયું કે ,


"પણ હવે મારાથી આ મારા મમ્મી પપ્પા નહિ સ્વીકારાય . આપણે અહીંયા સાથે રહીશુ હંમેશા માટે અને એમને કહી દે આદર્શ કે ફરી ક્યારેય મારો સંપર્ક કરવા પ્રયત્ન ન કરે ." મનાલી મક્કમ થતા બોલી .


" હા બેટા હું ક્યારેય તારી ખુશી બરબાદ નહિ કરું પણ મારી પાસે એક વાત છે જેનાથી કુરૂપ પણ અજાણ છે એ હું કહી ને જતી રહીશ પછી ક્યારેય તારી જિંદગી માં ફરી નહિ આવું . " સ્વેતા બોલી .


હવે આગળ...


"બેટા , અભય અને આકૃતિ હજી જીવે છે . 10 વર્ષ થી મારી કેદ માં છે . " સ્વેતા બોલી .


કોઈ કઈ પણ બોલી ન શક્યું અને બસ બધા ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા .


સ્વેતા એ એક ફોન કર્યો અને 10 મીનિટ માં અભય અને આકૃતિ ત્યાં આવી ગયા .


કોઈ ની ખુશી નું ઠેકાણું ન રહ્યું . બધા ગાલે ભેટી ભેટી ને બહુ રડ્યા . વિહા અને વિહાર તો બસ અભય અને આકૃતિ ને છોડવા તૈયાર જ નહોતા .


છોડે પણ કેવી રીતે .... માં બાપ મળ્યા જ ક્યાં હતા એમને ક્યારેય સાથે .


આ વાતાવરણ માં ભંગ પાડતા સ્વેતા બોલી ,

"મારી દીકરી થી વધારે જેમ મારા માટે કઈ નથી એમ આજે હું સમજુ છું કે મેં બહુ મોટી ભૂલ કરી છે . હું કદાચ કૈક વધારે માનસિક બીમારી નો ભોગ બની અને આકૃતિ ની ખુશી જોય સકી અને બહુ ખોટું પગલું ભરાય ગયું મારાથી . મહેરબાની કરી એની સજા મારી દીકરી ને આપતા ." સ્વેતા રડી પડી .


આકૃતિ એ સ્વેતા ને ગાલે ભેટી લીધી અને બોલી ,

"જે ભૂલ થઇ ગઈ એ થઇ ગઈ તે અમને ભલે કેદ માં રાખ્યા હોય પણ હંમેશા મને મારા પરિવાર ની દરેક ખુશી ઓ થી પરિચિત રાખી છે અને હંમેશા ખુશ રાખી છે . મને અભય ને ક્યારેય કોઈ તકલીફ નથી થવા દીધી તે ." આકૃતિ બોલી .


"હા બધી બાબતો છોડો , મનાલી અને આદર્શ ના લગ્ન ની તૈયારી કરો. અને બીજી એક વાત કુરૂપ અને સ્વેતા પણ હંમેશા આપણી સાથે જ રહેશે અને કોઈ બાબતે એમને ક્યારેય કોઈ દોશી નહીં ગણે ." અભય બોલ્યો .


"બસ બધા સાથે છીએ એ જ બહુ જ ."આકૃતિ બોલી .

આખો પરિવાર સાથે આવી આંખો માં આશુ પણ ચહેરા અને દિલ માં ખુશી લઇ અને એક ફેમિલી હગ કરે છે .


બસ આ થઇ ગઈ પ્રેમ ની અભયાકૃતિ પુરી ....

ખુશી ભર્યો એક અંત ....

પરિવાર એક સરસ રીતે પૂર્ણ થયો ....

ખુશી સિવાય હવે કોઈ ગમ ની છાયા ન રહી આ પ્યારા પરિવાર માં ....

હવે આદિ ,અનોખી ,આકૃતિ,અભય , વિહા, વિહાર, વિશ્વા, વિશ્વાસ, મનાલી, આદર્શ, રવિ, ક્રિના , કુરૂપ, સ્વેતા ..... બસ બધા હંમેશા માટે સાથે ને સાથે .....happy family .....


*happy ending*


અંત ભલા તો સબ ભલા ....






આપ સૌએ બહુ પ્રેમ આપ્યો મને અને તમારી વાર્તા ને એ બદલ આપનો જેટલો આભાર માનું એટલો ઓછો છે .

મને જરા માફ કરજો ઘણો વિરામ આવી ગયો વચ્ચે અને ઘણી રાહ જોવડાવી એ બદલ માફ કરજો.

આટલા બધા પ્રેમ માટે તો તમારો જેટલો આભાર માનું હું એટલો ઓછો છે .....

🙏🙏🙏🙏🙏🙏🙏


©️પર્લ મહેતા