Mara vicharo in Gujarati Human Science by Komal Mehta books and stories PDF | મારા વિચારો

Featured Books
Categories
Share

મારા વિચારો

સંતોષ વિશે ક્યારે વિચાર્યું છે, તમે ? સંતોષ એટલે શું?

આપણે ઘણીવાર કોઈને કહેતાં સાંભળ્યાં પણ હોય છે!! કે ફલાણો તો બહુજ વિજ્ઞાસંતોષી જીવ છે.અને ફલાણો ભલો માણસ છે, બહુજ સંતોષી જીવ છે. જીવનમાં જે મળે છે, જેટલું મળે છે, એમાં જે લોકો ખુશ રહેતાં શીખી જાય! અને સમજે કે મારા પાસે તો આટલું છે? બીજા પાસે તો આટલું પણ નથી.! આવા જીવ હોય છે જે જીવનમાં મળે વધાવિલે. અને હમેશાં ખુશ રહે છે. પોતાના જીવન થી, અને એમની સાથે જોડાયેલાં બધાં લોકો ને પણ ખુશીઓ આપી શકે છે.

શું તમે મારી એક વાત થી સહેમત થશો કે "જે માણસ પોતે ખુશ નથી, અે બીજાં ને ખુશી આપી નથી શકતું.".

હવે આપણે પોતાનાં થી શરૂવાત કરીએ કે શું આપણો જીવ છે, સંતોષી ? મારું એવું છે કે જો આજે પણ મને જોબ પરથી ૫ કે ૨ મિનિટ પણ જલદી નીકળવા મળે ને તો મને બહુજ ખુશી થાય છે. તમને એમ લાગશે કોઈ આટલી નાની વાત માં ખુશ કઈ રીતે થઈ શકે. જીવન નું સઘળું સુખ સમણું છે, આ નાની નાની વાતો ની ખુશી થી! મોટી વાત માં પણ ખુશ થવાય, પણ ખરી ખુશી હમેશાં નાની નાની વાતો થી મળે.અમુક લોકો પાસે બધુંજ હોય છે, પણ એમને હમેશાં શું નથી એમની પાસે હજુ એની પાવતી બનવામાં વ્યસ્ત રહે છે. ક્યારે પણ કોઈએ બનાવી છે, આપણાં પાસે શું છે, ખુશ રહેવા માટે એની પાવતી. બનાવો યાર!!
સુખ ની પાવતી બનાવો દુઃખો ની નઈ. કેટલી વાર તમે દિલ ખોલીને હસ્યાં છો, એની પાવતી બનાવો.....
કેટલી વાર ખુલ્લા મનથી વરસાદ માં પલડ્યાં છો, એની પાવતી બનાવો....
કેટલી વાર દિલ ખોલી ને નાચ્યાં છો, એની પાવતી બનાવો.
કેટલી વાર પોતાનાં પરિવાર જોડે ફર્યા છો એની પાવતી બનાવો..
શું કામ શોધો છો, સુખ ને આમતેમ અે છે જ્યારે. તમારા જ ભીતર.....

જીવન એકદમ હૅશટૅગ જેવું તો પરફેક્ટ કોઈપણ નું નથી હોતું, કઈક તો હોય છે, જે જીવનમાં ખૂટતું હોય છે. પણ અે ખૂટતું ક્યારે એટલું મોટું તો હોઈજ નાં શકે કે તમારા પાસે જે છે, એની ખુશી તમે માણી નાં શકો. સુખી રહેવા ખુશ રહેવા માટે તમારે પોતાનાં જીવનમાં સંતોષ ને લાવવો ખુબજ અનિવાર્ય છે.

અમુક લોકો હોય જે ને કેટલું પણ જીવનમાં મળી જાય પણ અે લોકો નાં જીવન માં અસંતોષ નો સમન્વય વધારે હોય છે. આવા લોકો ને આપણે બદલી પણ નાં શકીએ, નાં સમજાવી શકીએ..કારણકે જ્યાં સુધી કોઈ પણ વસ્તુ સામે વાળો મનથી સમજવા માટે તૈયાર નથી,ત્યાં સુધી તમે એના માટે કઈ નાં કરી શકો. કોઈપણ વસ્તુ માં "અતી ની ગતિ નાં હોય." જ્યારે આવું થાય છે, ત્યારે આવા માણસ સાથે જોડાયેલાં બધા માણસો મે તકલીફ થાય છે.

તમારી આત્માં તમારું મન ક્યારે તમારા મગજ પર હાવી નાં થવું જોઈએ. અસંતોષ પણ એક મન ની તો બીમારી છે, અમુક લોકો ને મગજ નીં બીમારી હોય છે, પેલા પાસે એટલું બધું છે, મારા પાસે પણ હોવું જોઈએ.અને જાતે જ રેસ લગાવે છે, સામેવાળા થી આગળ વધવાની..અને પછી વસ્વિક્તતા સામે આવતાં સીધો માણસ જમીન પર પડે છે.પછી વાગે કે ગમે તે થાય પણ એમની પ્રકૃતિ પાછી એવીજ રહે છે. જેવી હોય છે.ઠોકર લાગ્યા પછી પણ અક્કલ આવતી નથી આવા લોકો ને.

જીવન એક જ મળ્યું છે, અને અે કેટલું બાકી છે અે પણ આપણે તો નથી જાણતાં. કોનો ક્યારે અંત થશે! માટે જીવનમાં જે પણ કઈ મળ્યું છે, એમાં ખુશ રહેતાં તો શીખી જઈએ.

બધું બધાને ક્યાં મળે છે, સિકંદર સામ્રાજ્ય તો જીતી ગયો પણ પોતાનાં ગુસ્સા ને કારણે એને પોતાના મિત્ર નું ધડ માંથા થી અલગ કરી નાખ્યું. કહેવાનો મતલબ છે, તમે કેટલા પણ સફળ કેમ નથી થઈ જતાં, તમે ઝીરો રેવાનાં. જો તમારા સબંધો તમારો પરિવાર તમારી સાથે નથી તો.સૌથી મોટી જીવન ની સફડતાં છે, અે છે તમારા સબંધો, જે તમારા અસંતોષ, તિરસ્કાર, અને બીજી ઘણી નકારાત્મક લાગણી થી સંકડેલા હોય છે.

** અનેક પ્રકારની નકારાત્મક ભાવના, તમારી ખુશીઓ ને બાળીને રાખ કરી નાખતી હોય છે.***

શરૂવાત આપણે સ્વભાવ થી કરીએ...
.
૧. નાની નાની બાબત પર ગુસ્સો આવવો
૨.સતત જીવન થી ફરિયાદો કરવી.
૩. સભ્યતા નાં હોવી વાણી માં
૪. નિંદા કરવી.
૫.પોતાની ભૂલ ને ક્યારે સ્વીકારવી નહિ,
૬.પોતાની ભૂલો નો દોષ બીજાને આપવાં.
૭.જેટલું મળે એટલું અોછુ છે , અસંતોષ ની ભાવના.
૮.સામે વાળો કેટલું પણ તમારા માટે કરે, પણ કદર નઈ કરવું.
૯. માફ નાં કરી શકવું.
૧૦. જતું ના કરી શકવું.
૧૧.પોતાનો કક્કો હંમેશા સહી કરવો.
૧૨.સતત પોતાને સાબિત કરવું જાણે હું કઈક છું!
૧૩.નાની અમથી મજાક મસ્તી સહન નાં થઈ શકે.
૧૪.પોતાના માં સતત વસ્ત રહેવું.
૧૫. બીજા જોડે ભળી નાં શકવું.
૧૬.અહંકાર.
૧૭. ગમન્ડ.

બીજી અનેક પ્રકારની નકારત્મક ભાવનાઓ છે, પણ મને હાલ આટલી યાદ છે. આવી ભાવના અો નો આપણે ત્યાગ નથી કરી શકતાં. જે એક સુખી જીવન જીવવા માટે જરૂરી છે એનો ત્યાગ કરવો.આવી ભાવનાઓ ને આપણે આહુતિ આપી દેવી જોઈએ.

શું કામ બનવું છે એટલા અગરાં દાખલા,
કે પરીક્ષામાં આપણે પોતે પણ છોડી દઈ અે છે..
બનો ને થોડાં નમ્રતા વાળા..કે લોકો સામે થી આવે બે વાતો
કરવા...

તમે જોયા છે એવા લોકો જે ખરેખર કેવાય ને ભાગવાનો માણસ છે.એવા હોય છે.
કેટલાં બધાં વિચારો આપણે સાંભળીએ છીએ.એક દિવસ હું યુટ્યુબ જોતી હતી, મને ત્યાં સ્વામિનારાયણ નાં સ્વામી નાં વીડિયો જોવા મળ્યાં,હું સાંભળું ઘણી વાર જ્ઞનવસ્તલ સ્વામી નાં વીડિયો. મને એમની થોડી વાતો હું રોજ સાંભળતી હોઉં છું, અે ખબર પડી.
મને મારા નાની અને મમ્મી અે શીખવ્યું કે હંમેશા સામે વાળા ને માફ કરી દેવું, જીવન માં હમેશા જતું કરતાં શિખવું. આ વાતો હું મારા બાળપણથી સાંભળું છું.મારી મમ્મી કે કોઈ નું સારું નાં થઈ શકે તો કઈ વાંધો નથી, પણ કોઈનું ખરાબ નઈ કરવું.પછી મારી મમ્મી એમ બી કે મને જે દુઃખ પડ્યું અે કોઈને નાં પડે, ભગવાન અને મને જે સુખ છે અે બધાને મળે. ઘણાં લોકો મને સવાલ કરે છે, કઈક નકારત્મક વલણ માંથી પણ તું હકારાત્મક ક્યાં થી ગોતે છે. લોકો ને હવે વીડિઓ જોઈને શીખવું પડે છે, અે બધી વસ્તુ હું જ્યારે કાચી માટી ની હતી ત્યારે શીખેલું એટલે પરિપક્વ થઈ છું. મારા હિસાબે તો માટે હજુ ઘણુએ શીખવાનું બાકી છે.એટલું કહીશ જે પણ કંઈ લખી શકું છું! બોલી શકું છું! અે બધું મે મારા જીવનથી અને મારી સાથે સંકળાયેલાં લોકો નાં જીવન થી શીખ્યું છે..


....નોધ ;

...વાચવા માટે તમારાં બધાનો ખુબ ખુબ આભાર પહેલાતો ! 😍🤟 બીજું કે મને પ્રોફેશનાલ રીતે લખતાં નથી આવડતું, હું ફક્ત મારા સદા શબ્દો માં મારા વિચારો રજૂ કરું છું.!
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 જય શ્રી કૃષ્ણ.!!!