Nadaniyat in Gujarati Moral Stories by Dipty Patel books and stories PDF | નાદાનિયત

Featured Books
Categories
Share

નાદાનિયત

સંધ્યાને પાંચ વર્ષની હતી ત્યારે જ તેના બાળ વિવાહ નક્કી થઈ ગયા હતા. અને એને પોતાને જ એ વસ્તુની કશી જ ખબર નહોતી. એ તો પોતાની જિંદગી મસ્ત રીતે જીવી રહી હતી અને જ્યારે પાંચમા ધોરણમાં ભણતી હતી ત્યારે એની સાથે ભણતા સુરેશને જોઈને એને આકર્ષિત થતી હતી. ભારતીય નારીની પ્રકૃતિની સંધ્યા ચૂપચાપ સુરેશ માટેની લાગણી ને ફક્ત હૃદયમાં જ રાખેલી હતી. અને ત્યારે તેને કોઈક વખતે ખબર પડી હતી કે એની સગાઈ થઈ ચૂકેલી છે અને એ વ્યક્તિ પગે થોડું ખોટકાય છે. સંધ્યાએ તેને ઘરમાં કહ્યું કે હું આ વ્યક્તિ સાથે તો લગ્ન નહીં જ કરું. સંધ્યાએ એ પહેલા હરીશને જોયો પણ નહોતો. અને એમની સગાઈ તૂટી ગઈ. હવે સંધ્યા ને મનમાં સુરેશ માટેની લાગણી વધતી ગઈ એમ કરતા નવમા ધોરણમાં આવ્યા ત્યાં સુધી મનમાં જ ધરબી રાખેલી હતી.

સુરેશના પરિવારવાળા પણ સંધ્યાના પરિવારને એકબીજાને ઓળખતા હતા. સુરેશના મમ્મીને પણ સંધ્યા ખૂબ ગમતી હતી. એક વખતે સુરેશના મમ્મીએ સંધ્યાને કોઈ કામથી ઘરે બોલાવી હતી. સંધ્યા ખુશ હતી કે એ બહાને થોડીક વાર સુરેશ ને જોઈ શકશે. અને સાંજ સુધી એ સુરેશ ના મમ્મી સાથે જ રહી હતી ‌. સાંજે મોડું થઈ ગયું હોવાથી સુરેશના મમ્મીએ સંધ્યાને કહ્યું કે હું તારા ઘરે મેસેજ મોકલાવી દઉં છું તો હવે તું સવારે જ જજે . પણ સુરેશ ના મમ્મી સંધ્યાના ઘરે મેસેજ આપવાનું ભૂલી ગયા. અને અહીં સંધ્યાના ઘરે એને શોધવા માટે ઘણી બધી જગ્યાએ શોધ કરી. સવાર સુધી સંધ્યા નહીં મળતા એને ઘરેથી પોલીસ ફરિયાદ માટે જવાનું વિચારતા હતા , ત્યારે જ સંધ્યા ઘરે પહોંચેલી. સંધ્યાના કાકાએ સંધ્યાને કોઈ જ બોલવાનો મોકો જ આપવાની ના પાડી દીધી. અને સુરેશ સાથે લફરું હોવાનું કહીને તેને મારીને ભણવાનું પણ છોડાવી દીધું. સંધ્યા ખૂબ કરગરી પણ તેની એક પણ વાત કોઈએ સાંભળી નહિ. અને અને તાત્કાલિક તેના લગ્ન ગોઠવી લીધાં. સંધ્યાએ તેના પતિને જોયા પણ નહોતાં. લગ્ન કરીને પોતાના સાસરે આવ્યા પછી જ તેને તેના પતિ ને જોયા હતાં. સંધ્યા કરતા ઉંમરમાં ઘણા મોટા એવા વ્યક્તિને જોતા જ સંધ્યા હૃદયથી ખૂબ રડી હતી. અને પોતે વાંક વગર ખોટા ગુના ની સજા રૂપે આખી જિંદગી બંધાઈ ગઈ હતી. એને ક્યારેય પણ પોતાના પતિ માટે પ્રેમ થયો જ નહીં. પણ સમાજમાં પતિના ઘરે જ રહેવું ફરજિયાત હોવાથી તે એ ફરજ પુરી કરી રહી હતી.

એમ કરતાં કરતાં વર્ષો વીતી ગયા એક વખતે સમાજમાં કોઈ લગ્ન પ્રસંગમાં બધા ભેગા થયા હતાં. ત્યારે તેની સાથે બાળવિવાહ થયેલ હરીશ પણ આવ્યો હતો. એને જોઈને સંધ્યાના દિલમાં લાગણીની કૂંપળ ફૂટી નીકળી. હરીશ ને તો ખબર જ હતી કે આ સંધ્યા સાથે જ મારી નાનપણમાં સગાઈ થઈ હતી. એને તો પહેલેથી જ સંધ્યા માટે અપાર પ્રેમ હતો જ. સંધ્યા એ ફરીથી મોકો ચૂકી નહીંં જવા માટે હરીશ સાથે વાત કરી.ત્યારે હરીશે સંધ્યાને કહ્યું કે નાનપણમાં તે જ મારી સાથે સગાઇ તોડી હતી. સંધ્યા એ કહ્યું એ વસ્તુની મને કંઈ જ ખબર નહોતી. મારી સગાઈ કોના સાથે થઈ હતી એ પણ મને ખબર ન હતી.

હરીશે તેને સમજાવે છે કે હવે તારું લગ્ન થઈ ચૂકેલું છે એટલે હવે તો મને ભૂલી જવું એ જ આપણા બંને માટે યોગ્ય છે. પણ સંધ્યા હવે હરીશ ને ભૂલી શકે તેમ ન હતી. અને પોતે ઉતાવળમાં કંઈ સમજ્યા વગર ખોટું જ સગાઈ તોડી નાખ્યાનો અફસોસ કરવા લાગી. સંધ્યાના પતિને આ વાતની જાણ થતાં એમણે સંધ્યાને મારવાનું શરૂ કર્યું. સંધ્યા માર ખાઈને પણ હરીશ ને ભુલી શકતી ન હતી. સંધ્યાની નાદાનિયત થી હરીશ પણ પરેશાન હતો. હરીશે એક ડિસિઝન લઈ લીધું. હરીશે પણ પોતાનું લગ્ન કરવાનું નક્કી કરી લીધું અને પોતે પોતાના સમાજમાં બીજે કોઈ સાથે લગ્ન કરી લીધા. લગ્નમાં સંધ્યા પણ આવી હતી. અને હરીશના લગ્ન થતાં જોઈ રહી હતી. પણ સંધ્યા દિલના હાથથી મજબુર હતી અને એ દિવસે સંધ્યા ખૂબ ખૂબ રડી હતી.

અને આ બાળવિવાહ થી દુઃખી સંધ્યા પોતાને કોરીધાકોર સમજી રહી હતી. અમે સમાજે આપી દીધેલી ફરજને જ પૂરી કરવામાં પોતાની જિંદગી વિતાવી રહી હતી.