Jawabdarithi safadta - 2 in Gujarati Motivational Stories by Amit R Parmar books and stories PDF | જવાબદારીથી સફળતા - 2

Featured Books
Categories
Share

જવાબદારીથી સફળતા - 2

એક જવાબદાર વ્યક્તી કોઇને પણ નુક્શાન પહોચાળવા માગતો ન હોવાથી તે બીલ્કુલ શીષ્ટાચારથી વાતો કરશે, કોઇને પણ દુ:ખ, ઇર્ષા, અપમાન કે અહમ ન ઘવાય તે રીતનુ વર્તન કરશે, વ્યસનો, અશ્લીલતા અને બદ્દીઓથી દુર રહેશે અને પોતાનાથી જેમ બને તેમ સમાજને સહાયરૂપ થવાનો પ્રયત્ન કરતો હોય છે જ્યારે બેજવાબદાર વ્યક્તીનીતો વાતેય અલગ હશે અને કામ પણ અલગ હશે. આવી વ્યક્તીઓ સમાજમા કોઇની પણ પરવા કર્યા વગર એકદમ બે ફિકરાઇથી વર્તન કરતા અને જાહેરમા ઘાટા પાળીને નિમ્ન કક્ષાની વાતો કરતા, લોકોની ઠેકડીઓ ઉડાળતા જોવા મળશે. આવી વ્યક્તીઓને અભ્યાસ કરવાની, પરીવાર કે સમાજનીતો શું પોતાની જિંદગી વિશે પણ કશી પડી ન હોવાથી તે નકારાત્મક વિચારસરણી ધરાવતો થઇ જતો હોય છે જેથી તે નજર સામે પડેલી તકને પણ પારખી શકતો હોતો નથી જ્યારે જવાબદારી અને અદબથી વર્તન કરનાર વ્યક્તીની સમાજમા એક આગવી છાપ પડી જતી હોય છે અને છેવટે આ છાપજ તેના નશીબના દ્વાર ખોલી આપતી હોય છે. આમ જવાબદાર બનવુ એ સફળતા મેળવવા માટેનુ એક અગત્યનુ સ્ટેપ કે પરીબળ હોવાથી જયાં સુધી આ સ્ટેપ બરોબર નિભાવવામા નથી આવતુ હોતુ ત્યાં સુધીતો સંપુર્ણ સફળતા મેળવવી અઘરીજ બની રહેતી હોય છે.
ઘણી વખતતો વ્યક્તી પોતાની જવાબદારીઓ કે ભુલોથી એટલા માટેજ દુર ભાગતા હોય છે કે જ્યારે તે ખુબજ અસુરક્ષા અનુભવી રહ્યા હોય, તેને એવો ડર હોય કે આ જવાબદારી હું નહિ નિભાવી શકુ કે કોઇ ભુલ સ્વીકારતા લોકોની નજરોમા હું મારુ સ્થાન ગુમાવી બેસીશ તો ? આ રીતે તે પોતાની જવાબદારીઓથી ભાગવાનો પ્રયત્ન કરતો હોય છે. પરંતુ વ્યક્તી જ્યારે પોતાની આવી ભુલો કે જવાબદારીઓને સ્વીકારતા શીખી લેતો હોય છે ત્યારે તે સફળતા મેળવવા કે ભુલો સુધારવા સજ્જ બની જતો હોય છે. સમાજના અમુક લોકો આ વાત ક્યારેય સમજી નહી શકે પરંતુ જે વ્યક્તીઓ હકારાત્માક વિચારસરણી ધરાવે છે તેઓ તરતજ સમજી જતા હોય છે કે પોતાની ભુલો કે જવાબદારીઓ સ્વીકારવી એ ખુબ હીંમત ભરેલુ કામ હોય છે. આવી હિંમત દર્શાવનાર વ્યક્તી કે પોતાની ભુલોનો સ્વીકાર કરી તેને સુધારવાની તરવરાટ અનુભવનાર વ્યક્તી ખુબ મોટી સફળતા પ્રાપ્ત કરી શકતા હોય છે કારણ કે હવે તેની હિંમતમા અનેક ગણો વધારો થઇ ગયો હશે. આવી વ્યક્તીઓને હવે અન્યો પર આધાર રાખવાની જરુરીયાત રહેતી હોતી નથી કારણ કે તેઓ હવે પોતાના માટેજ જવાબદાર બની પોતાના જીવનમા સુધારા લાવવા જાગૃત બની ગયા હોય છે.

પોતાની જવાબદારીઓનો સ્વીકાર કરનાર વ્યક્તી પોતાના પ્રત્યે સમ્માન અનુભવી શકે છે, લોકોના દિલમા આદર સમ્માન જન્માવી શકે છે, પોતાના મુલ્ય, હિમ્મત અને આંતરીક શક્તીમા વધારો તેમજ અસુરક્ષામ ઘટળો કરીને અદ્ભુત સફળતા પ્રાપ્ત કરી શકે છે, જ્યારે જવાબદારીથી ભાગી જનાર વ્યક્તી દુ:ખ, નિરાશા, ચિંતા, અસુરક્ષા, ગુસ્સો, અપમાન, અહંકાર, જેવા સફળતાને ઘટાળનારા વિષચક્રોમા ફસાઇને રહી જતા હોય છે. માટે તમે એક વખત તમારી જવાબદારીઓ સ્વીકારી જુઓ અને પછી જો–જો તમે કેટલા જગૃત અને સ્વતંત્ર થઇ ગયા હશો. એટલા પરીપક્વ થઇ ગયા હશો કે તમારે પછી કોઇના પર આધારીત રહેવુ નહી પડે. એક વખત તમે તમારા જીવનની દોર તમારા હાથમા લઇ લેશો કે પોતાના જીવન, પરીવાર કે સમાજને સુખી કરવાની જવાબદારી ઉપાળી લેશો તો પછી તમને કોઇ પરીબળ લાંબા સમય સુધી આગળ વધતા રોકી શકશે નહિ કારણકે પોતાની જવાબદારીઓનો સ્વીકાર કરવાથી પોતાનુ એક સ્થાન નક્કી થઈ જતુ હોય છે, આપણે કઇ ભુમીકા નીભાવવાની છે તે નક્કી થતી હોય છે અને આ રીતે એવો આધાર કે તકની પ્રાપ્તી થતી હોય છે કે જે વ્યક્તીને સમગ્ર લક્ષી વિકાસ તરફ દોરી જાય.
ઘણા વ્યક્તીઓ બાળપણમાજ માતા-પીતાની છત્ર છાયા ગુમાવી બેઠા હોય છે, ખુબ નાની ઉમરમાજ મોટી જવાબદારીઓ તેમના ઉપર આવી પડી હોય છે તો આવા સમયે વ્યક્તી પોતાના પર આવેલી કોઇ જવાબદારીઓનો સ્વીકાર કરી તેને પુરા લગનથી નિભાવવાનો પ્રયત્ન કરે તો પોતાના જીવન અને પરીવારને વધુ તુટતા બચાવી શકતા હોય છે. જ્યારે આવી જવાબદારીઓ કે પરીસ્થીતિઓથી ડરી જનાર કે ભાગી જનાર વ્યક્તી દારૂ, જુગાર, કે ગુનાહીત પ્રવૃતીઓ તરફ ધકેલાઇ જતા હોય છે અને આમ તે પોતાનેજ વધુ નુક્શાન કરી બેસતા હોય છે. તો આ રીતે વધારે નુક્શાન ન થાય તે માટે પોતાની જવાબદારીઓ સમજતા અને નિભાવતા શીખવુ જોઇએ.
છેલ્લેતો એટલુજ કહીશ કે સફળતા મેળવવા માટે અનેક પ્રકારની કામગીરીઓ કરવી પડતી હોય છે, અનેક કાર્યો નિભાવવા પડતા હોય છે તો અહી આવા કાર્યો કર્યે જવા એજ વ્યક્તીની જવાબદારી બને છે. જવાબદારી એટલે ફરજમા આવતા કાર્યો કે વર્તન. તો હવે આવા કાર્ય પુર્ણ કરવા માટે આવી જવાબદારીઓ તો નિભાવવીજ પડેને ! જો આવી જવાબદારીઓથીજ ભાગવામા આવે તો તેનો અર્થ એ થાય છે કે સફળતા મેળવી આપતા કાર્યોથીજ આપણે દુર ભાગી રહ્યા છીએ. જો આવા સફળતા મેળવી આપતા કાર્યોથીજ દુર ભાગવામા આવે તો પછી સફળતા ક્યાંથી મળે ? તો આ દ્રશ્ટીએ જવાબદારીઓ ઉઠાવનાર વ્યક્તીઓ ગમ્મે તેમ કરીને પણ એવા તમામ કાર્યો પુરા કરી શકતા હોય છે કે જે તેની ફરજમા આવતા હોય.
જીવનમા પોતે નિભાવવાની જવાબદારીઓનુ મહત્વ સમજ્યા બાદ ચાલો હવે પોતાની જવાબદારીઓ વિશે થોડી માહિતી મેળવીએ અને તેને નિભાવવા કટીબદ્ધ બનીએ.
અહી વ્યક્તીની મુખ્ય ૭ જવાબદારીઓ દર્શાવવામા આવી છે જે નીચે મુજબ છે.

૧) પોતાના શરીર પ્રત્યેની જવાબદારીઓ
- આ જવાબદારીઓ નીભાવવા માટે શરીરને નીરોગી રાખવુ, તેને શુધ્ધ આહાર આપવો, યોગ્ય દીનચર્યા ગોઠવવી, શરીરને મજબુત રાખવુ, વ્યસનોથી દુર રહેવુ.
- શરીરને વગર કારણે નુક્શાન થાય તેવા જોખમો ન લેવા.
- કુદરતે આપેલા તન અને મનની કિંમત સમજવી ઉપરાંત કઠિનમા કઠિન સંજોગોમા પણ તેને ટકાવી રાખવુ એટલેકે આત્મવિશ્વાસ, આત્મગ્લાની, લઘુતાગ્રંથીથી દુર રહેવુ.

૨) પોતાના જીવન પ્રત્યેની જવાબદારીઓ
- પોતાના જીવનને સુધારવા માટે જ્ઞાન, કળા, આવળત, કૌશલ્ય, સામર્થ્ય, શીક્ષણ, બૌધીક ક્ષમતા તેમજ હકારાત્મક્તા પ્રાપ્ત કરવી.
- હંમેશા ખુશ રહેવુ અને સુખ-શાંતીથી જીવન પસાર કરવા જીવનના કે સમાજના પાયારૂપ સિધ્ધાંતોનો અમલ કરવો.
- ઉંચુ જીવન ધોરણ પ્રાપ્ત કરવુ.
- દરેક પરીસ્થીતિમા જીવનને ટકાવી રાખવુ.
- દરેક બાબતમા હકારાત્મકતા ગોતી તેના આધારે સાચા નિર્ણયો લઇ જીવનને સાચી દિશામા વાળતા રહેવુ અને દુષ્ટ પ્રવ્રુતીઓથી તેને દુર રાખવુ.
૩) પોતાના પરીવાર પ્રત્યેની જવાબદારીઓ
- પરીવારને ટેકા રૂપ થવુ.
- ઘરના નાના-મોટા કામમા મદદ રૂપ થવુ.
- પગભર થવુ, કમાતા થવુ કે પોતાના ખર્ચાઓ ઉપળી લેવા.
- ઘરના સભ્યોની જરુરીયાતો પુર્ણ કરવી, તેને યોગ્ય રીતે માર્ગદર્શન આપવુ.
- વિવિધ પારીવારીક પ્રસંગોમા નિ:સંકોચ પણે સહકાર આપવો.
- ખોટા ખર્ચાઓ ન કરવા તેમજ બચતો વધારવી.

૪) ધર્મ પ્રત્યેની જવાબદારીઓ
- ધર્મના નામે ધતીંગો ન ચલાવવા, લોકોને ન છેતરવા.
- નિત્ય પ્રભુવંદના, પ્રર્થના કરવી, અથવાતો ધાર્મીક દિનચર્યાઓ અનુસરવી.
- ધર્મીક ઉપદેશો અને મુલ્યોને ગ્રહણ કરવા અને તે મુજબ જીવન વિતાવવુ.
- ધર્મનુ રક્ષણ કરવુ.
- ધાર્મીક ઉપદેશોનુ આંધળુ અનુકરણ કરવાને બદલે સમજી વિચારીને તેનો જીવનમા અમલ કરવો જેથી કોઇને નુક્શાની ન થાય.
- હિંસનો ત્યાગ કરી ધર્મને વધુ મજબુત અને સર્વ સ્વીકૃત બનાવવો.
- પોતાનાજ ધર્મની કે અન્ય ધર્મની કોઇ પણ વ્યક્તીને ધર્મીક સ્થળોએ પ્રવેશ કરતા ન રોકવા.
- પોતાના હેતુઓને સાધવા માટે ધાર્મીક ઉપદેશોના ખોટા અર્થઘટનો ન કરવા, તેનો ઢાલ તરીકે ઉપયોગ ન કરવો અને તે મુજબ લોકોને ગેરમાર્ગે ન દોરવા.
- દરેક ઘટનાને ધર્મ સાથે જોળીને લોકોને ન ઉશ્કેરવા વગેરે.
૫) સમાજ પ્રત્યેની જવાબદારી
- સમાજના રોગી, દુ:ખી, નિરાધાર, અપંગ કે જરુરીયાતમંદ લોકોને શિક્ષણ, આરોગ્ય, નાણા અને તાલીમ આપીને સહકાર આપવો.
- લોકોને ઇર્ષા કરાવવા માટે કે પોતે ખુબજ મોડર્ન છીએ તેવુ દર્શાવવા માટે અથવા તો સ્વચ્છંદતા અને પર્સનલ જીવનને બહાને સમાજમા બદ્દીઓ ફેલાવી ઇર્ષાનુ વાતાવરણ ઉભુ ન કરો.
- પોતાની આવક કે શક્તીનો અમુક ભાગ સેવા પાછળ ખર્ચવો. એક બીજા પ્રત્યે વેરભાવ રાખવાને બદલે મજબુત એકતા સ્થાપીત કરવી અને સમાજને વધુ મજબુત બનાવવા સહભાગીદાર થવુ.
- ગુનાહીત પ્રવૃતીઓ ન કરવી તેમજ ગુનેગારો, અથવા પથભ્રષ્ટ લોકોને સાચા માર્ગે વાળવા.
- સમાજને બર્બાદ કરતા દ્રવ્યો, વ્યસનો કે સાહિત્યોથી દુર રહેવુ અને લોકોને પણ દૂર રાખવા.
- સમાજમા ફેલાયેલા કુરીવાજો, ભ્રષ્ટાચાર, અનીતિઓને દુર કરવી અને પોતે પણ તેનાથી દુર રહેવુ.
- સમાજમા વિવિધ વિષયો, કુરીવાજો, બદ્દીઓ, અંધશ્રદ્ધા, કાળાજાદુઓ, ગેર માન્યતાઓ, દગાખોર વ્યક્તીઓ વિશે જાગૃતી ફેલાવવી વગેરે.

૬) દેશ પ્રત્યેની જવાબદારી
- દેશની અખંડિતતા અને એકતા જાળવવી
- દેશના ગુનેગારોને પકળવામા મદદરૂપ થવુ
- દેશ વિરોધી પ્રવૃતીઓથી દુર રહેવુ
- આફતોના સમયે ગમે ત્યારે પણ દેશના કોઇ પણ ખુણે કે કોઇ પણ ધર્મ સમાજની વ્યક્તીને મદદરૂપ થવુ કે મદદ પહોચાળવી
- દેશના બંધારણ અને કાયદાઓ વિશે જાગરુક બનવુ અને ચુસ્તપણે તેનુ પાલન કરવુ
- પોતાના હિત કરતા દેશના હિતને વધુ પ્રાધાન્ય આપવુ.
- દેશના કુદરતી સંસાધનોનો બગાળ ન કરવો
- દેશના લોકો વચ્ચે વર્ગ વિગ્રહ ન પડે તે રીતેજ પોતાની માંગણીઓ કે આંદોલનોને આગળ ધપાવવા.
- દેશના પર્યાવરણનુ રક્ષણ કરવુ, તેને સ્વચ્છ રાખવુ તેમજ આસપાસ કચરો ન ફેલાવવો
૭) પોતાના કાર્યો /ફરજો પ્રત્યેની જવાબદારીઓ
- પોતાનુ કાર્ય સંપુર્ણ નિષ્ઠા, ઉત્સાહ અને વફાદારીથી નીભાવવુ
- પોતાના કામથી દુર ભાગવુ નહિ તેમજ નકામી પ્રવૃતીઓ કરી સમય બગાળવો નહિ
- ભ્રષ્ટાચાર, અનીતિઓ કે ગોટાળાઓથી દુર રહેવુ
- કામને લગતી તમામ જવાબદારીઓ સંપુર્ણપણે નિભાવવી
- કાર્યને લગતી ગુપ્ત બાબતોની ગોપનિયતા જાળવી રાખવી
- પોતાને રોજગાર આપનાર વ્યક્તી સાથે ક્યારેય દગો ન કરવો
- કામને પુરા લગનથી નિભાવવુ
- કર્યસ્થળે ખુશનુમા–સહકારભર્યા વાતાવરણનુ નિર્માણ કરવુ તેમજ દરેકને મદદરૂપ થવુ.
જવાબદારી પણુ કેવી રીતે વિકસાવી શકાય?

૧) સૌથી પહેલાતો આ કામ હું નહી કરી શકુ, મારી પાસે સમય કે પૈસા નથી, લોકો મને આગળ આવવા દેતા નથી વગેરે જેવા બહાનાઓ કાઢવાનુ બંધ કરી દો. આવા બધા બહાનાઓ એવી છટકબારીઓ છે કે જેનો ઉપયોગ લોકો પોતાની જવાબદારીઓમાથી છટકી જવા માટે કરતા હોય છે. જો બહાનાઓ કાઢવાનુ એટલેકે આ છટકબારીઓજ બંધ કરી દેવામા આવે તો પછી આપણા માટે જવાબદારી નિભાવવા સીવાય બીજુ કશુજ બચશે નહી અને તેના પર સંપુર્ણ ધ્યાન કેન્દ્રીત કરી શકાશે. જેને કામ કરવુજ છે તેને ક્યારેય કોઇ સમસ્યા નડતી નથી, તેઓતો તેમાથી પણ રસ્તો શોધીજ લેતા હોય છે પણ જેને કામ નથીજ કરવુ તેઓને માટે તો એક નાની એવી તકલીફજ કામને પડતુ મુકવા માટે પુરતી થઈ પડતી હોય છે. માટે બહાનાઓ કાઢવાવાળા નહી પણ રસ્તો શોધવા વાળા બનો. આ રીતેજ તમે તમારા જીવનને સુધારી શકતા હોવ છો.

૨) જવાબદાર બનવા માટે પોતાના નજીકના લોકોના સુખને નજર સામે રાખીને જીવો. એક જવાબદાર વ્યક્તી હંમેશા પોતાના પરીવાર બાળકો કે સમાજના લોકોના સુખને વધારે મહત્વ આપતો હોય છે અને તેમા સતત વધારો કરવા પ્રયત્નશીલ રહેતો હોય છે. જો તમે પણ તમારા મા બાપ, પત્ની બાળકો કે સમાજના લોકોની સુખાકારીને નજર સમક્ષ રાખીને જીવવાનો પ્રયત્ન કરો તો ચોક્કસ પણે પોતાની જવાબદારી નીભાવી શકતા હોવ છો.

૩) કોઇ તમારો સાથ આપે કે ન આપે, તમને સમ્માન મળે કે ન મળે તમારે તમારી જવાબદારી નિભાવ્યે જવી જોઇએ. એક સાચો જવાબદાર વ્યક્તી એજ છે કે જે અનેક પ્રકારની અવગણના, અપમાન કે દુશ્મનાવટ હોવા છતા પણ કોઇ પણ પ્રકારના સ્વાર્થ વગર પોતાના ભાગમા આવતી જવાબદારી વગર સ્વાર્થે નિભાવી બતાવે. જો માતા પીતા પોતાનાજ બાળકોના ઉછેર માટે બાળકો પાસેથી પૈસા માગવા લાગે કે કોઇ વખાણ ન કરે તો કામ પડતા મુકી દે તો પછી તેઓને જવાબદાર વ્યક્તી ગણી શકાય નહી. આમ સાચો જવાબદાર વ્યક્તી એજ છે કે જે અનેક પ્રકારની અવગણના, અપમાન કે દુશ્મનાવટ હોવા છતા પણ પોતાના ભાગમા આવતી જવાબદારી વગર સ્વાર્થે નીભાવી બતાવે.

૪) આત્મવિશ્વાસ વધારો. જ્યારે વ્યક્તીને એમ થવા લાગે છે કે હવે હું આ કામ નહી કરી શકુ કે આટલી બધી જવાબદારી નહી નિભાવી શકુ ત્યારેજ તે જવાબદારીઓથી છટકાવાનો પ્રયત્ન કરતો હોય છે પણ જો તેને એક વખત એમ થઈ જાય કે ગમે તેટલા અને ગમે તેવા કામ કરવાના આવી પડે તો પણ હું તેને પહોચી વળવા સક્ષમ છું તો પછી તેને કોઇ પણ પ્રકારનો ડર લાગશે નહી અને તે આત્મવિશ્વાસથી પોતાની જવાબદારી નિભાવી બતાવશે.

૫) સામેની વ્યક્તી ગમે તે કરે, આપણે આપણી જવાબદારી ચુકવા જોઇએ નહી, આપણે આપણી જવાબદારી નિભાવશુ તો લોકોને તેઓની જવાબદારીનુ જરુર ભાન થશે અને જ્યારે તેમ થશે ત્યારે આપો આપ પરીસ્થીતિઓ સુધરી જશે આવો વિચાર આપણને સતત પોતાની જવાબદારી નિભાવવાની પ્રેરણા આપે છે.

૬) માણસની પણ એક મર્યાદા હોય છે. તે એક સમયે અમુક હદ સુધીજ કામ કરી શકતો હોય છે. જ્યારે અનેક પ્રકારની દિશામા કામ કરવુ પડતુ હોય ત્યારે બધાજ કામ આપણે કરશુ તેવો આગ્રહ રાખવાને બદલે વિશ્વાસુ, ટેલેન્ટેડ કે અનુભવી લોકોને આ કામ સોંપી દેવુ જોઇએ. આ રીતે આપણા કામ પણ થતા રહેશે અને માથે બોજ પણ નહી રહે. આમ કાર્યનુ વિકેન્દ્રીકરણ કરવાથી મોટા ભાગની સમસ્યાઓના સમાધાન લાવી શકાતા હોય છે.

૭) સહનશક્તી વધારો કારણકે વ્યક્તી જવાબદાર ત્યારેજ બની શકે છે કે જ્યારે તે બધાજ દુ:ખ, દર્દ, તકલીફ સહન કરીને પણ પોતાનુ કામ કર્યે રાખે. જે લોકોમા સહનશક્તી નથી હોતી તેઓતો તરતજ કાર્યને પડતુ મુકી ભાગી જતા હોય છે. પછી આવા લોકો પાસેથી કોઇ જવાબદારીપણાની અપેક્ષા રાખી શકાતી હોતી નથી. ઘણી વખત તમે સાંભળ્યુ હશે કે એતો નાદાન છે, એને કશી ખબર પડે નહી, પણ તમેતો જવાબદાર વ્યક્તી છો ને! તમારાથી આવુ કામ કેવી રીતે થઈ શકે? તો આ રીતે પણ પોતાની જવાબદારીઓ નિભાવ્યે જવી જોઇએ.

૮) પોતાની વિવિધ ભુમીકાઓ સમજો. દા.ત. આસપાસ કચરો ફેલાયેલો હોય તો તેના માટે તમે પોતાનેજ જવાબદાર ગણો કે નહી આ બધુ મારા કારણેજ થઇ રહ્યુ છે, મને ખબર છે કે આસપાસ કચરો ના ફેલાવાય તેમ છતા પણ હું લોકોમા જાગૃતી ફેલાવાનો પ્રયત્ન નથી કરતો, હું લોકોને માર્ગદર્શન આપવાની મારી ભુમીકા કે જવાબદારી નથી સમજતો એટલા માટેજ લોકો પોતાની જવાબદારી નથી સમજતા અને અહી કચરો ફેલાવે છે. જો હું આ બાબતને મારી જવાબદારી સમજી જાતેજ કચરો સાફ કરવાનો પ્રયત્ન કરી ઉદાહરણરૂપ શરૂઆત કરૂ તો ધીરે ધીરે લોકોને પોતાની ભુલ સમજાશે અને આ રીતે નાની એવી શરુઆત મોટા આંદોલનમા ફેરવાઇ જાશે. આમ સમાજમા જે કંઇ પણ ચોરી, લુંટફાટ, દગાખોરી, અજ્ઞાનતા કે કુરીવાજો છે તેમા પોતાની ક્યાંકને ક્યાંક રહેલી ભુમીકા સમજી જાતેજ તેમા સુધારો કરવાના પ્રયત્ન કરવામા આવે કે એક નવી શરુઆત કરવામા આવે તો પોતાની જવાબદારીઓ સારી રીતે નીભાવી શકાતી હોય છે.

૯) પોતાના સ્વાર્થનો ત્યાગ કરીને માનવતા, દેશ અને સમાજના હિતમા હોય તેવુજ કાર્ય કરો, જે માર્ગ પર પોતાની જીંદગી સુધરી શકતી હોય અથવાતો દરેકનુ ભલુ થતુ હોય તે માર્ગનીજ પસંદગી કરો, નહી કે હીંસા, અત્યાચાર કે બદલાની.

૧૦)દરેક બાબતની કાળજી લેતા શીખો, તેના માટે તમારે શું યોગ્ય છે, શું અયોગ્ય છે, તેમજ સાચા-ખોટાની પરખ કરી યોગ્ય નિર્ણય લેતા શીખો.

૧૧) મમત્વભાવ વિકસાવો, તમે જ્યારે એમ વિચારતા થશો કે નહી આ બધુ મારા માટે છે, મારા દેશ, સમાજ કે પરીવાર માટે છે, આ મારી વસ્તુ છે, આ મારો પરીવાર છે, આ મારુ જીવન છે જેને હું આ રીતે બગળવા નહીજ દઉ તો આ રીતના વિચારોથી તમને તેની કિંમત સમજાશે, તેની કાળજી લેવાની એક પ્રકારની તત્પરતા કે મમત્વભાવ ઉત્પન થશે જે તમને જેમ મા-બાપ પોતાના બાળકો પ્રત્યેની જવાબદારી નિભાવે છે તેમ પુરા પેશન અને ડેડીકેશનથી પોતાની જવાબદારી નિભાવતા કરી આપશે.

૧૨) તમારા મા-બાપ, પરીવાર, સમાજ અને દેશે તમારા માટે કરેલા કાર્યો, બલીદાનો, મદદ અને સેવાને યાદ કરો, સમાજના કોઇ મોભીએ તમારા જેવા વ્યક્તીઓના ભલા માટે, વિકાસ માટે કેટલા અથાક પ્રયતો કર્યા છે, દુ:ખો સહન કર્યા છે અને કેટલા બલીદાનો આપ્યા છે તેને યાદ કરો. તમે જે દેશમા રહો છો તે દેશના જવાને બુરી તાકતોથી તમને બચાવવા પોતાના જીવનુ બલીદાન પળભરમાજ આપી દીધુ છે તે યાદ કરો, તેનો અભ્યાસ કરશો અથવાતો તેઓએ જે તકલીફો, યાતનાઓ, મનોવ્યથાઓ કે અપમાનો સહન કર્યા છે તેને અનુભવવાનો એક વખત પ્રયત્ન કરશો તો જરૂરથી તમને તમારી જવાબદારીઓ સમજાશે જે તમારા જીવનમા એક નવો અધ્યાય શરુ કરશે અને તેને એક નવીજ દિશા પ્રદાન કરશે.

૧૩) દરેક બાબતનો હિસાબ રાખો, કોઇ પણ બાબત કે વસ્તુનો બગાળ ન થવા દો પછી તે સમય, સંપતી, નાણા સંબંધો, દ્રવ્યો, વાતાવરણ, મગજ, ભાષા, લાગણીઓ, વિચારો, એમ કંઇ પણ હોય. આમ દરેક બાબતનુ ધ્યાન રાખવુ એ જવાબદારીપણાનુ સૌથી મોટુ લક્ષણ છે, માટે દરેક બાબતની કાળજી રાખો અને બને ત્યાં સુધી દરેક બાબત સુધારવાનો પ્રયત્ન કરો.

૧૪) નાની–નાની વાતોમા ફર્યાદો કરવી, આરોપો નાખવા, ચુગલીઓ કરવી, તેમજ નિરર્થક ગપ્પાબાજીઓ કરવાનુ બંધ કરી દો, તેનાથી તમારા સમય, શક્તી, વિચારો અને માનસીક શક્તીઓનો બગાળ થશે અને તમારુ વર્તન વધુ બેજવાબદાર બની જશે.

૧૫) લોકોનો વિશ્વાસ પ્રાપ્ત કરો અને તેને કોઇ પણ રીતે જાળવી રાખો.

૧૬) સમાજ ઉપયોગી નીતિ નિયમો અને મુલ્યોનુ કડકાઇથી પાલન કરો. શીસ્તબદ્ધ જીવન જીવવાનો પ્રયત્ન કરો.

૧૭) સંપુર્ણ શીષ્ટાચારથી વર્તન કરો, દરેકના સમ્માન અને લાગણીઓને માન માળી રહે તેવુ વર્તન દાખવો.

૧૮) આરોપો, ભુલો, ફર્યાદો કે પરીણામોનો રઘવાયા થયા વગર સ્વીકાર કરતા શીખો.

૧૯) દરેક વ્યક્તી પ્રત્યે સમભાવ રાખો, દરેક વ્યક્તી પોતાના સમાજનુ મહત્વનુ અંગ છે તેમ સમજી તેઓ પ્રત્યે આદરભાવ કેળવો અને દરેકના હિતોનુ રક્ષણ કરો.

૨૦)નકારાત્મક લાગણીઓ જેવીકે ગુસ્સો, અપમાન, અહંકાર, બદલો લેવો, ઇર્ષાથી દૂરજ રહો કારણ કે મોટા ભાગના લોકો આવા કારણોને લીધેજ પોતાની જવાબદારી ચુકી જતા હોય છે.

૨૧) દારુ, વ્યસનો, ગુંડાગર્દી, અસામાજીક પ્રવૃતી, વધૂ પડતા મોજ શોખ, અશ્લીલતાનો ત્યાગ કરી દો કારણકે આવી બધી પ્રવૃત્તીઓ વ્યક્તીની પોતાની જવાબદરીઓ પ્રત્યેની સમજશક્તી છિનવી લે છે.

૨૨) પોતાના કાર્યો, ફરજો અને તેની અસરો પ્રત્યે સભાનતા કેળવો, તેનાથી કોઇને નુક્શાની ન થાય તેની કાળજી રાખો.
૨૩) અન્યોને ગમે તેવુ વર્તન કરો, તેઓના દુરવ્યવહરની નકલ કરવાને બદલે તેઓને સાચી દિશામા પ્રોત્સાહન આપી સમાજ ઉપયોગી બનાવી દો.

૨૪) માફ કરતા શીખો, દરેક વ્યક્તીથી ભુલ થાયજ છે તેમા કશું નવુ નથી તેમજ આવી ભુલોને સુધારી શકાય છે તેમ સમજીને માફ કરતા શીખો. નાના બાળકોની જેમ નાની નાની વાતોમા બદલો લેવા ન દોળો, સમજાવટથી કે વાતચીતથી સમસ્યાનુ સમધાન થઇજ શકે છે તેવો વિશ્વાસ કેળવવો એ પણ એક પ્રકારનુ જવાબદારીભર્યુ વર્તનજ છે.

૨૫) નાની-નાની જવાબદારીઓ નિભવવાની પ્રેક્ટીસ કરો કારણકે આવી નાની નાની જવાબદારીઓ નિભાવવાનો અનુભવ હશે તો મોટી જવાબદારીઓ નિભાવવી સરળ બની રહેશે.

૨૬) પોઝિટીવ બનો કારણ કે નકારાત્મકતાની ચંગુલમાથી છુટી હકારાત્મકતા પ્રાપ્ત કરવી એ દરેક વ્યક્તીની પોતાના જીવન પ્રત્યેની જવાબદારી બને છે.

૨૭)દરેક વ્યક્તીની પોતાના જીવનને ઉંચાઇઓ તરફ લઇ જવાની જવાબદારી હોય છે માટે દરેક વ્યક્તીએ પુષ્કળ જ્ઞાન પ્રાપ્ત કરી સતત મહેનત કરી એવી આવળતો વિકસાવવી જોઇએ કે જે તેમને સફળતાના શીખર પર બીરાજમાન કરે અને તમારા જીવનને વધુ સમૃધ્ધ બનાવે.

૨૮) મનુષ્ય એ સામાજીક પ્રાણી છે, તે દરેકને પોતાનો દેશ, પ્રદેશ, પરીવાર કે સમાજ હોય છે કે જેમા તે રહેતો હોય છે. આ દરેક વ્યક્તી પોતાના પરીવાર, દેશ-પ્રદેશ કે સમાજનો ઋણી હોય છે. તો આ ઋણ ચુકવવા માટે નિસ્વાર્થ ભાવે તેની સેવા કરવી, તેની તકલીફો દૂર કરવી એ દરેક વ્યક્તીની જવાબદારી બને છે. માટે પોતાના શ્રમ, શક્તી અને આવકનો અમુક ભાગ સમાજ સેવામા વપરાય તેની ખાસ તકેદારી રાખવી જોઇએ.

૨૯) દેખાદેખી, નાટકબાજી, ટાઇમપાસ કે વધુ પડતા મનોરંજનો બંધ કરી પોતાના જીવનને સુધારવામા લાગી જાઓ કારણકે આખરેતો આવી પ્રવૃતીઓનો કોઇજ લાભ નથી. એક વખત તેનો હીસાબ માંડી જોજો.

૩૦) તમામ પ્રકારના કાર્યો, જવાબદારીઓ નિભાવી બતાવવાની ધુન પોતાના મન પર સવાર કરો. આ રીતે આપો આપ તમે સતત પ્રયત્નશીલ બની જશો અને તમામ કાર્યો સુખદ રીતે પુર્ણ કરી શકશો.