આગલા ભાગમાં આપણે જોયું કે અનુષ્કા ઇશિતાને ભાગી જવા માટે કહે છે, હસીનાને જયરાજ એ બાજુજ આવવા નીકળ્યો છે એ ખબર પડી જાય છે, હવે આગળ,
હસીનાને કોઈકનો ફોન આવે છે જેમાં તેને ખબર પડે છે કે જયરાજ પણ સાબરમતી પ્લેટફોર્મ પાસેજ આવી રહ્યો છે,
આ બાજુ ટ્રેન ફૂલ સ્પીડમાં સામેથી આવી રહી હોય છે, હસીના ગાડીમાં પોતાની ગન લેવા જાય છે ત્યાં તો અનુષ્કા જોરથી બુમ મારે છે ભાગ ઇશિતા ભાગ, અને ટ્રેન ની ટક્કરથી અનુષ્કાના શરીરના અંગો જ્યાં ત્યાં વિખેરાઈને પડે છે, ઇશિતા પ્લેટફોર્મની બીજી બાજુ જવામાં સફળ થાય છે પણ હસીના બંદૂકની ગોળી છોડે છે જે સીધી જઈને ઇશિતાના ખભે વાગે છે અને તે બેભાન થઈને પડી જાય છે, ટ્રેનની ગતિમાં હસીના સામે છેડે આવેલી જયરાજની જીપને જોઈને સમજી જાય છે અને પોતે ગાડી લઈને તરત ત્યાંથી ભાગી જાય છે,
અને જેણે ખબર આપી હોય છે એને ફોન લગાવે છે,
હસીના : ધારું તો તને હમણાં એક ઝાટકે ઉડાડી દઉં, તારા લીધે મારો પ્લાન બગડી ગયો અને ઇશિતા પણ હાથમાંથી જતી રહી, અને એક મિનિટ જયરાજને ખબર કઈ રીતે પડી ગઈ કે એની મહેબૂબા એને અહીંથી મળી જશે?? '
એ માણસ કહે છે, 'તારી આપેલી હિન્ટથી જ જયરાજને લાગે છે કે અનુષ્કાને તું સાબરમતી વિસ્તારમાં જ મારીશ અને એ નીકળેલો હોય છે જ્યાં કોઈક નો ફોન આવે છે જે અનુષ્કા અને ઇશિતાને ભાગતા જોઈ ગયું હોય છે એટલે જયરાજને ખબર પડી ગઈ...
હસીના : કાંઈ નહિ પણ હવે તારે એક ખાસ કામ કરવું પડશે, ઇશિતાને ગમે તેમ કરીને મારી નાખવાની છે, ખભે ગોળી વાગી છે એટલે કદાચ બચી જાય પણ મારે એને બચવાં નથી દેવી નહિ તો મારો ભાંડો ફૂટી જશે અને હું મારા છેલ્લા શિકારને નહિ મારી શકું, એને માર્યા પછી એમ પણ હું આ દેશ છોડી જ દઈશ પણ જયરાજની આબરૂ કાઢીને જઈશ....
ફોન કરનાર વ્યક્તિ સારુ કહીને ફોન મૂકી દે છે....
આ બાજુ જયરાજ ઇશિતાને હાથમાં લે છે, ઇશિતાના ખભેથી લોહી નીકળતું હોય છે એટલે જયરાજ તરત પોતાનો શર્ટ ફાડીને ખભે ગોળ ગાંઠ મારી દે છે, પછી 3 કોન્સ્ટેબલોને ત્યાંજ તપાસ કરવા મૂકી પોતે ઇશિતાને લઈને હોસ્પિટલ જવા નીકળે છે....
નજીકના સોલા સિવિલમાં પહોંચતા જ જયરાજ ફટાફટ સારવાર માટે લઇ જવાનું કહે છે....
થોડીવાર પછી ડોક્ટર આવે છે અને જણાવે છે કે , 'ઇશિતાની ઠીક છે કે નહિ એ તો એ ભાનમાં આવશે પછી જ ખબર પડશે કેમકે એકલી ગોળી નથી વાગી, ગાડીની ટક્કર કે કંઈક લાગ્યું હોય શકે છે,'
જયરાજ પૂછે છે, 'કેટલી વાર લાગશે ડોક્ટર?? '
ડૉક્ટર કહે છે, 'એ તો નક્કી નહિ, કદાચ કાલે સવારે આવી જાય પણ કાંઈજ નક્કી ના કહી શકાય '
આટલું કહીને ડોક્ટર ત્યાંથી જતા રહે છે,
જયરાજ ઇશિતા પાસે આવે છે, અને તેની બાજુમાં બેસી જાય છે અને કહે છે, 'મને માફ કરી દે ઈશુ, તારી આ હાલત પાછળ હું જ જવાબદાર છું, તને લગ્ન પહેલા ટાઈમ આપતો હતો પણ લગ્ન પછી જે ટાઈમ તું માંગતી રહી એ પ્રેમ હું ના આપી શક્યો, તું જલ્દી સાજી થઇ જા, હું તને ખૂબજ પ્રેમ કરીશ, તારી બધી વાતો માનીશ બસ તું જલ્દી ઉભી થઇ જા' આટલું બોલીને જયરાજ ઇશિતાનો હાથ પકડીને એમાં પોતાનું માથું ઢાળી દે છે,
થોડીવારમાં સબઇન્સ્પેક્ટર કિશન અંદર આવે છે,
કિશન : જયરાજ મીડિયાવાળા ઉગ્ર બની ગયા છે, ઇશિતા સોરી ભાભીને બચાવી લીધા તો અનુષ્કાને કેમ ના બચાવી શક્યા, હવે એનો પગ પાટાની અંદર ફસાઈ ગયો હતો તો ક્યાંથી બચાવત એને '
જયરાજ : એક મિનિટ તને કઈ રીતે ખબર કે અનુષ્કાનો પગ પાટામાં ફસાઈ ગયો હતો??
કિશન : અરે એ તો હું ત્યાંથી તો આવ્યો, બધું જોઈને આવ્યો, ફોરેન્સિક લેબના ડોક્ટર dr.મહેતા એ કીધું મને....
જયરાજ : હમ્મ, સોરી અનુષ્કા જો હું થોડો વહેલો પહોંચ્યો હોત તો તને બચાવી પણ લેત અને તારા કાતિલને પકડી પણ લીધો હોત....
થોડી વાર રહીને જયરાજ ઉભો થાય છે અને dr.મહેતાને ફોન લગાવે છે,
Dr.મહેતા : બોલ જયરાજ શું પૂછવું છે??
જયરાજ : ડોક્ટર અનુષ્કાનું મોત કઈ રીતે થયું હતું??
Dr.મહેતા : જયરાજ એનો પગ પાટામાં ફસાઈ ગયો હતો કારણકે તેનો ફસાયેલો પગ પાટાની વચ્ચેથી મળી આવ્યો એટલે અને એના દરેક અંગ છુટા પડી ગયા હતા, બહુજ કરુણ મોત નીપજ્યું છે એનું, મે બધા અંગો ભેગા કરીને તેના ઘરનાં લોકો સુધી પહોંચાડવાની તૈયારી કરાવી દીધી છે, બીજું કહે ઇશિતાને કેમ છે હવે??
જયરાજ : સવારે એને ભાન આવશે એટલે ખબર પડશે, કાતિલે જે મોત અનુષ્કાને આપી છે એનાથી પણ ખરાબ મોત હું આપીશ... સારુ રાખું જય હિન્દ
Dr.મહેતા : જય હિન્દ....
પછી જયરાજ પાછો ઇશિતા જોડે આવીને બેસી જાય છે,
કિશન : જયરાજ થોડો આરામ કરી લે, હું ધ્યાન રાખું છું ભાભીનું....
જયરાજ : ના દોસ્ત, મેં મારી ડ્યૂટીમાં કયારેય ઇશિતાને જોઈતો સમય નહોતો આપ્યો એટલે આજે એની આ હાલત છે પણ હવે હું એક પળ માટે પણ ઇશિતાને એકલી નહિ મૂકું....
કિશન સારુ કહીને ત્યાંથી નીકળી જાય છે,
સવાર થતા જ મીડિયા લોકોની હોહા ચાલુ થઇ જાય છે,
ડીસીપી સાહેબનો ફોન જયરાજ ઉપર આવે છે અને જયરાજની ઊંઘ ઉડી જાય છે,
ડીસીપી સાહેબ : ઊંઘ બગાડી લાગે છે તારી ખરું ને??
જયરાજ : ના ના સાહેબ બોલો બોલો,
ડીસીપી સાહેબ : મીડિયાની હોહા ને લીધે હવે આ સીરીયલ મર્ડર કેસ હું ક્રાઇમ બ્રાન સોંપું છું, તો તારી પાસેથી ફાઈલ તું કયારે પરત કરે છે,
જયરાજ : સાહેબ ઇશિતા ભાનમાં આવશે એટલે આપણને કાતિલ જ મળી જ જશે, આજનો દિવસ રોકાઈ જાઓ, એ કાતિલની હું ખૂબજ નજીક પહોંચી ગયો છું એટલે...
ડીસીપી સાહેબ : જયરાજ હવે રોકાવાય એમ નથી, તું તારી રીતે કરજે પણ કેસ તો મારે આપવો જ પડશે...
જયરાજ : ઠીક છે, સબ ઇન્સ્પેક્ટર કિશન પાસે હું એ કેસ મોકલાવું છું... જય હિન્દ...
ડીસીપી રાણાનો જય હિન્દ જવાબ સાંભળ્યા વગર જ જયરાજ ફોન મૂકી દે છે....
ડિપાર્ટમેન્ટનો જે માણસ હસીના સાથે મળેલો હોય છે એના ફોનમાં હસીનાનો કોલ આવે છે,
માણસ : બોલ શું છે??
હસીના : મેં જે કામ સોંપ્યું હતું એ કર્યું કે નહિ??
માણસ : અહીંયા જયરાજ ઇશિતાને એક સેકન્ડ માટે એકલી મૂકે તો કંઈક થાય ને, ડીસીપી સાહેબને સમજાવ્યા કે ફાઈલ પાછી આપવા જયરાજને બોલાવે પણ જયરાજે એમને પણ ચોખ્ખી ના પાડી આવવાની અને ફાઈલ બીજા જોડે મોકલાવાની કહી,
હસીના : સાલા એક કામ આપ્યું એ પણ ઢંગથી ના કરી શક્યો, મારે જ કંઈક કરવું પડશે, મૂક ફોન....
હસીના હવે આગળનો પ્લાન વિચારે છે અને જાણે તેના શેતાની દિમાગમાં શું કરવાનું એનું ચિત્રણ થયું હોય એમ અટ્ટહાસ્ય કરે છે.... અને ગીત ગણગણવા લાગે છે...
ફૂલ બહારોં સે નિકલા , ચાંદ સિતારોં સે નિકલા,
દિન ડુબા ઓ મહેબૂબા, મેરી મહેબૂબા,
કલ કી બહાર ઓર આજ કા ચાંદ તું દેખ નહિ પાયેગી મેરી મહેબૂબા.... હાહાહા... હાહાહા
હસીના હવે કોનો શિકાર કરશે?? ડીપાર્ટમેન્ટનો કયો માણસ હસીના સાથે મળેલો છે?? ઇશિતા ભાનમાં આવી જશે?? જયરાજ હસીનાને પકડી શકશે?? જાણવા માટે વાંચતા રહો હસીના the lady killer નો આવતો ભાગ....
આ નવલકથા હવે પૂર્ણ થવા પર આવી છે, આપ સૌ વાંચકોનો પ્રેમ મળ્યો એ બદલ ખૂબજ આભારી છું....
મારી બીજી રચનાઓને પણ આપ સૌ આમજ વધાવશો...